ચિત્રવિચિત્રનો મેળો

વિકિપીડિયામાંથી
ચિત્રવિચિત્રનો મેળો
ચિત્રવિચિત્રના મેળામાં મુલાકાતી
પ્રકારસાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર
તારીખોમાર્ચ અથવા એપ્રિલ (હોળીના બે અઠવાડિયા પછી)[૧]
અવધિવાર્ષિક
સ્થાનગુણભાંખરી, સાબરકાંઠા જિલ્લો, ગુજરાત
અક્ષાંસ-રેખાંશ24°20′45″N 73°07′35″E / 24.345828°N 73.126276°E / 24.345828; 73.126276
દેશભારત
હાજરી૬૦,૦૦૦[૨]

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે.[૩]

ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લીની ગિરિમાળાઓનાં ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતનાં સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાનાં તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમનો મિજાજની ચિત્રવિચિત્રનાં મેળામાં માણવા મળે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Bradnock, Robert; Bradnock, Roma (1999). Footprint India Handbook 2000. Bath: Footprint Handbooks.
  2. District Census Handbook Sabarkantha Part XII-B (PDF). Directorate of Census Operations. 2011.
  3. "KCG - Portal of Journals". www.kcgjournal.org. મૂળ માંથી 2019-10-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]