જ્વાળામુખી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માઉન્ટ ક્લીવલેન્ડ (અલાસ્કા)નો જ્વાળામુખી. આંતરરાષ્ટ્રીય અવકાશમથકમાંથી લેવાયેલી તસવીર

Volcano scheme.svg

સ્ટ્રાટોવોલ્કેનોમાંથી ક્રોસ સેકશન (આડો કાપ) (ઉભું માપ વધારેલું છે)
1.લાર્જ મેગ્મા ચેમ્બર
2બેડરોક
3.

કોન્ડયુઇટ(પાઇપ)
4બેઝ
5સિલ
બ્રાન્ચ પાઇપ
જવાળામુખીમાંથી નીકળતી રાખના લેયરો
5ફ્લેન્ક

9.જવાળામુખીમાંથી નીકળતો લાવા
10ગળુ
11પરોપજીવી વનસ્પતિ
12લાવાનો પ્રવાહ
13ફાટ
14ક્રેટર
15રાખનું વાદળ

અલાસ્કાના એલ્યુસિયન ટાપુઓ પર આવેલો પૃથ્વીની સપાટી પર કે પોપડામાં રહેલો જ્વાળામુખીનો આરંભિક હિસ્સો અત્યંત દાહક પીગળેલા ખડકો, રાખ અને વાયુઓનો હોય છે, જે સપાટીની નીચે હોય છે. જ્વાળામુખીમાં હિલચાલના લીધે બહાર નીકળેલા પથ્થરોથી પર્વતો રચાય છે અથવા સમય વીતવાની સાથે તે પર્વત જેવા બની જાય છે.

જ્વાળામુખી સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ એકબીજાથી અલગ પડતી હોય કે એકબીજા તરફ ધસતી હોય ત્યાં જોવા મળે છે. મિડ ઓસનિક રિજના ઉદાહરણ તરીકે જોઈએ તો મિડ-એટલાન્ટિક રિજનું સર્જન ટેક્ટોનિક પ્લેટ્સના ડાઇવર્જન્ટથી થયું છે. આ જ રીતે પેસિફિક રિંગ ઓફ ફાયરનું સર્જન કોન્વર્જન્ટ ટેક્ટોનિક પ્લેટ દ્વારા થયું છે. તેનાથી વિપરીત જ્વાળામુખી સામાન્ય રીતે બે ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે ઘસાતી હોય ત્યારે સર્જાતા નથી. પૃથ્વીની સપાટી પરનો પોપડો લંબાતા અને વધારે પાતળો થતાં પણ જ્વાળામુખીનું સર્જન થઈ સકે છે (જેને નોન-હોટસ્પોટ ઇન્ટ્રાપ્લેટ વોલ્કેનિઝમ કહેવાય છે) આફ્રિકન રિફ્ટ વેલી, વેલ્સ ગ્રે-ક્લીયરવોટર વોલ્કેનિક ફિલ્ડ અને ઉત્તર અમેરિકામાં રિયો ગ્રાન્ડ રિફ્ટ તથા યુરોપીન રહાઇન ગ્રેબનની સાથે આઇફેલ જ્વાળામુખી તેના ઉદાહરણ છે.

જ્વાળામુખીનું કારણ મેન્ટલ પ્લૂમ હોઈ શકે છે. આ કહેવાતા હોટસ્પોટનું ઉદાહરણ હવાઈ ખાતે હાજરહજૂર છે, તે પ્લેટ બાઉન્ડ્રીથી અલગ રીતે સર્જાયા લાગે છે. હોટસ્પોટ જ્વાળામુખી સૂર્યમાળામાં ક્યાંય પણ જોઈ શકાય છે, તેમાં પણ ખાસ કરીને ખડકાળ ભૂમિ ધરાવતા ગ્રહો અને ચંદ્રમાં તેનું પ્રમાણ વધારે હોય છે.

અનુક્રમણિકા

પ્લેટ ટેકટોનિક્સ અને હોટસ્પોટ[ફેરફાર કરો]

ડાઇવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ દર્શાવતો

નકશો(ઓએસઆર- ઓસનિક સ્પ્રેડિંગ રિજીસ) અને તાજેતરના સબ એરિયલ વોલ્કેનો.

હવાઈના બિગ આઇલેન્ડ્ઝમાંથી (the Big Island of Hawaii) પેસિફિકમાં પ્રવેશતો

ઇન્ડોનેશિયા , લોમ્બોક, માઉન્ટ રિજની 1994માં ફાટ્યો

ડાઇવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ[ફેરફાર કરો]

મિડ ઓસનિક રિજીસમાં જોઈએ તો બે ટેક્ટોનિક પ્લેટ્સ એકબીજાથી અલગ થાય છે. ઓગળેલા ગરમાગરમ ખડકો ધીમે-ધીમે ઠંડા પડીને ઘન સ્વરૂપ ધારણ કરી રહ્યા હોવાથી રચાઈ રહેલો નવો દરિયાઈ પોપડો ટેક્ટોનિક પ્લેટ્સના જથ્થાના લીધે મિડ-ઓસનિક રિજીસ પોપડો એકદમ પાતળો છે. પોપડો પાતળો થતાં દબાણ ઘટવાના કારણે એડિયાબેટિક વિસ્તરણ થાય છે અને પથ્થરો અંશતઃ ઓગળવા પણ વોલ્કેનિઝમનું અને નવા દરિયાઈ પોપડાના સર્જનનું મુખ્ય કારણ બને છે. મોટાભાગની ડાઇવર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ દરિયાના તળિયે હોય છે, આથી મોટાભાગની જ્વાળામુખીની ક્રિયા દરિયાની અંદર થાય છે તથા નવા દરિયાઈ તળિયાની રચના કરે છે. કાળો ધુમાડો કે ઊંડો દરિયો આ પ્રકારના જ્વાળામુખીની ક્રિયાનું ઉદાહરણ છે. મિડ-ઓસનિક રિજ દરિયાઈ સપાટીથી ઉપર હોય છે- વોલ્કેનિક આઇલેન્ડઝની સંરચનાનું ઉદાહરણ આઇસલેન્ડ છે.)

કોન્વર્જન્ટ પ્લેટ બાઉન્ડ્રીઝ[ફેરફાર કરો]

સબડકશન ઝોન્સ બે પ્લેટ હોય ત્યાં રચાય છે, સામાન્ય રીતે ઓસનિક પ્લેટ અને કોન્ટિનેન્ટલ પ્લેટ અથડાતા તેનું સર્જન થાય છે. આ કિસ્સામાં જોઈએ તો ઓસનિક કોન્ટિનેન્ટલ પ્લેટની નીચે જતાં કિનારે જ ઊંડા દરિયાળ તળિયાની રચના કરે છે. આમ આ પ્લેટમાંથી નીકળતું પાણી પડેલા મેન્ટલનું તાપમાન ઘટાડે છે અને મેગ્માનું સર્જન થાય છે. આ મેગ્મા રેતીના ઊંચા પ્રમાણના લીધે એકદમ ચીકણો રગડા જેવો હોય છે અને ઘણી વખત તે સપાટી સુધી પણ પહોંચતો નથા અને ઊંડાઈએ જ ઠંડો પડી જાય છે. તે સપાટી પર પર પહોંચે છે ત્યારે જ્વાળામુખીનું સર્જન થાય છે. આ પ્રકારના જ્વાળામુખીના ઉદાહરણમાં માઉન્ટ એટના અને પેસિફિક રિંગ ઓફ ફાયરના જ્વાળામુખી કહી શકાય.

હોટસ્પોટ્સ[ફેરફાર કરો]

હોટસ્પોટ સામાન્ય રીતે ટેક્ટોનિક પ્લેટ્સની નજીક હોતા નથી, પણ મેન્ટલ પ્લૂમની ઉપર હોય છે, ત્યાં પૃથ્વીની સપાટી પરની ગરમીનું પ્રસારણ થઈને હોટ મટીરિયલની રચના કરે છે, તે પોપડા સુધી પહોંચે નહીં ત્યાં સુધી વધે છે, જે પૃથ્વીના બીજા ક્ષેત્રો કરતાં વધારે પાતળો હોય છે. પ્લૂમના તાપમાનના લીધે પોપડો ઓગળે છે અને પાઇપ્સની રચના થાય છે, જેના દ્વારા મેગ્મા નીકળી શકે છે. ટેક્ટોનિક પ્લેટ્સની િહલચાલના કારણે મેન્ટલ પ્લૂમ તે જ સ્થળે રહે છે, આના લીધે દરેક જ્વાળામુખી થોડો સમય સુષુપ્ત અવસ્થામાં રહે છે અને પ્લેટ્સ હોટસ્પોટથી શિફ્ટ થતાં નવા જ્વાળામુખીનું સર્જન થાય છે. હવાઈના ટાપુઓ આ રીતે રચાયા હોવાનું કહેવાય છે, આ ઉપરાંત સ્નેક રિવર પ્લેઇનની સાથે યલોસ્ટોન કેલ્ડેરા તથા ઉત્તર અમેરિકન પ્લેટ પણ હાલમાં હોટસ્પોટ પર છે.

વોલ્કેનિક ફીચર્સ[ફેરફાર કરો]

જ્વાળામુખીની સામાન્ય સમજ એવી હોય છે કે તેના શંકુ આકારના પર્વતમાંથી ધુમાડા નીકળતા હોય છે, તે લાવા ઓકતો હોય છે અને તેના ટોચ પરના ખાડામાંથી ઝેરી વાયુઓનીકળતા હોય છે. જો આ સમજ જ્વાળામુખીના ઘણા બધા પ્રકારોમાં એક સાથે લાગુ પડે છે અને જ્વાળામુખીના ઘણા પાસા જટિલ છે. જ્વાળામુખીનું માળખુ અને વર્તણૂકનો આધાર ઘણા બધા પરિબળો પર છે. કેટલાક જ્વાળામુખી તેના મુખના બદલે લાવાની ટોચની રચના કરે છે, જેમાં બીજા વર્તમાન લેન્ડસ્કેપ ફીચર્સ જેવા કે મોટાપાયા પરના ઉચ્ચપ્રદેશો વગેરે હોય છે. વોલ્કેનિક મટીરિયલનો પ્રસાર(લાવા જે સપાટી પરથી નીકળે છે ત્યારે મેગ્મા કહેવાય છે અને રાખ અને વાયુઓ(મુખ્યત્વે વરાળ અને મેગ્મેટિક ગેસીસ લેન્ડફોર્મ પર ક્યાંય પણ હોઈ શકે છે. આમાથી ઘણી ફાટ શંકુ આકારની હોય છે જેવી કે હવાઈનાં Kīlauea પડખે જોવા મળતા હવાઈની પાસે Kīlauea

બીજા પ્રકારના જ્વાળામુખીઓમાં ક્રાયોવોલ્કેનો (કે આઇસ વોલ્કેનો) જોવા મળે છે, તેમાં પણ ખાસ કરને કેટલાક તો ગુરુ, શનિ (Saturn) અને નેપચ્યુન પર જોવા મળે છે અને મડ વોલ્કેનોની સંરચના જ્વાળામુખીની સંરચના માટે જાણીતા પરિબળ મેગ્મેટિક એક્ટિવટી દ્વારા થતી નથી. સક્રિય મડ વોલ્કેનોનું તાપમાન સક્રિય જ્વાળામુખી કરતા ઓછું હોય છે, સિવાય કે મડ વોલ્કેનો સક્રિય જ્વાળામુખીની જેમ ફાટ ધરાવતો હોય.

જ્વાળામુખીના છત્ર Skjaldbreiður જેનો અર્થ " બ્રોડ શીલ્ડ" થાય છે.

ઊંડી ફાટ[ફેરફાર કરો]

જ્વાળામુખીની ઊંડી ફાટ એકદમ ફ્લેટ તથા સીદી હોય છે, જેમાંથી લાવા નીકળે છે.

શીલ્ડ વોલ્કેનોઝ[ફેરફાર કરો]

શીલ્ડ વોલ્કેનો નામ તેની વિશાળ છત્ર જેવી પ્રોફાઇલ્સના લીધે પડ્યું છે, તેની સંરચના ઓછી ચીકાશ ધરાવતા લાવાથી થાય છે, આ લાવા ફાટથી દૂર નીકળે છે, પરંતુ તેમાં અચાનક જ વિસ્ફોટ થતો નથી હવાઈના જ્વાળામુખી શીલ્ડ કોન્સની સિરીજ ધરાવે છે અને આઇસલેન્ડ ટાપુઓમાં આ પ્રકારના જ્વાળામુખી સામાન્ય છે.

લાવા ડોમ્સ[ફેરફાર કરો]

અત્યંત ચીકણો લાવા ધીમે-ધીમેથી બહાર નીકળવાના લીધે લાવા ડોમ્સ બને છે. તે કેટલીક વખત અગાઉના જ્વાળામુખી વિસ્ફોટ વખતે તેના મુખની અંદર જ રચાય છે(માઉન્ટ સેન્ટ હેલેન્સ, પરંતુ તે સ્વતંત્ર રીતે પણ રચાઈ શકે છે, જેવું લાસન પીકના કિસ્સામાં બન્યું હતું. સ્ટ્રાટો વોલ્કેનોની જેમ તેમાં હિંસક વિસ્ફોટ થઈ શકે છે, પરંતુ તેમના લાવા સામાન્ય રીતે મૂળ ફાટથી દૂર હોતા નથી

વોલ્કેનિક કોન્સ(રાખવાળા અને શંકુ આકારના)[ફેરફાર કરો]

વેયો ઉટાહના સ્ટેટ હાઇવે 18 નજીક

હોલોસીન સિન્ડર કોન વોલ્કેનો

વોલ્કેનિક કોન કે સિન્ડર કોન સ્કોરિયા અને પાયરોપ્લાસ્ટિક્સના સામાન્ય રીતે નાના પાયા પર થતા ઇરપ્શન (બંને સિન્ડર્સ જેવા હોવાથી તેને આ પ્રકારના જ્વાળામુખી)નું નામ આપવામાં આવ્યું છે, જે ફાટની નજીક બને છે. આ પ્રકારના અલ્પજીવી ઇરપ્શન્સના લીધે 30થી 400 મીટર જેટલી ઊંચી ટેકરીઓની રચના થાય છે. મોટાભાગના શંકુ આકારના જ્વાળામુખી એકાદ વખત જ ફાટે છેમોટા જ્વાળામુખીમાં ફાટની પાસે સિન્ડર કોન્સની રચના થતી હોય છેમેક્સિકોમાં પેરિકુટિન અને એરિઝોનામાં સનસેટ ક્રેટર સિન્ડર કોન્સના ઉદાહરણ છે. ન્યુ મેક્સિકોમાં કેયા ડેલ રિયો જ્વાળામુખીનું ક્ષેત્ર 60થી પણ વધારે સિન્ડર કોન્સનું બનેલું છે.

મેયો વોલ્કેનો, સ્ટ્રાટોવોલ્કેનો

સ્ટ્રાટોવોલ્કેનોઝ(કોમ્પોઝિટ વોલ્કેનો)[ફેરફાર કરો]

સ્ટ્રાટોવોલ્કેનોકે કોમ્પોઝિટ વોલ્કેનો લાંબા તીક્ષ્મ પર્વતો ધરાવે છે જેની રચના લાવાના પ્રવાહથી અને અન્ય બહાર નીકળેલા વૈકલ્પિક પડો સ્ટ્રાટાથી થયેલી હોય છે. સ્ટ્રાટોવોલ્કેનો કોમ્પોઝિટ વોલ્કેનોઝ તરીકે જાણીતા છે, તેમાં જુદા-જુદા પ્રકારના ઇરપ્શન્સ દ્વારા ઘણા માળખા રચાયા છે. સ્ટ્રાટો/કોમ્પોઝિટ વોલ્કેનો સિન્ડર્સ, રાખ અને લાવાથી બનેલા છે. સિન્ડર્સ અને રાખનો જથ્થો એકબીજાની ટોચ પર હોય છે, લાવા રાખની ટોચ પરથી વહે છે, તે ઠંડો થાય છે અને સખ્ત બને છે ત્યારે પ્રક્રિયાની ફરીથી શરૂઆત થાય છે. તેના કલાસિક ઉદાહરણોમાં જાપાનમાં માઉન્ટ ફુજી, ફિલિપાઇન્સમાં માઉન્ટ મેયો, ઇટાલીમાં માઉન્ટ વિસુવિયસ અને સ્ટ્રોમ્બોલી છે. ઇતિહાસની નોંધ મુજબ સ્ટ્રાટોવોલ્કેનોઝનું વિસ્ફોટક રીતે ફાટવું માનવ સંસ્કૃતિ માટે વિનાશકારી પુરવાર થયું છે. ઢાંચો:Citation-needed

વોલ્કેનોએ 100 કિલોમીટરના વર્ગમાં

લેક ટોબાનું સર્જન કર્યું છે.

સુપરવોલ્કેનોઝ[ફેરફાર કરો]

સુપર વોલ્કેનો જેવો લોકપ્રિય શબ્દો મોટા જ્વાળામુખી માટે વપરાય છે. તેનો વ્યાસ ઘણો વધારે હોય છે અને તે જબરજસ્ત વિનાશક પ્રભાવ ધરાવતા હોય છે અને કેટલીક વખત તો પૂરા ખંડ પર તે પ્રભાવ છોડી જાય છે. આ પ્રકારના જ્વાળામખીના વિસ્ફોટો ઘણા વર્ષો સુધી પૃથ્વીના તાપમાનને ઠારવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેમાથી સલ્ફર અને રાખ મોટા પ્રમાણમાં નીકળે છે. આ પ્રકારના જ્વાળામુખી અત્યંત જોખમી હોય છે. તેના ઉદાહરણોમાં યલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલો યલોસ્ટોન કેલ્ડેરા, ન્યુ મેક્સિકોમાં આવેલો વેલ્સ કેલ્ડેરા (બંને પશ્ચિમી અમેરિકામાં), ન્યૂ ઝીલેન્ડના લેક ટૌપો , [[ઇન્ડોનેશિયા|ઇન્ડોનેશિયામાં સુમાત્રા ખાતે આવેલા લેક ટોબાનો સમાવેશ થાય છે.]] સુપર વોલ્કેનોની ઓળખ કરવી અઘરી હોય છે અને તેમાં સદીઓ લાગી જતી હોય છે તથા તેના પથરાવામાં પણ ઘણો સમય લાગતો હોય છે. આમ મોટા વિસ્તારમાં પથરાવો ધરાવતા જ્વાળામુખીઓને સુપર વોલ્કેનોઝ કહેવાય છે, કારણ કે તેમાંથી મોટાપાયા પર બાસાલ્ટ, લાવા ફૂટી નીકળે છે, પરંતુ નોન એકસ્પ્લોઝિવ(બાસાલ્ટ લાવા ક્લિઉ જેવા નોન-એકસ્પ્લોઝિવ વિસ્ફોટકનું ઉત્પાદન કરે છે.)

દરિયાના તળિયે આવેલા જ્વાળામુખી[ફેરફાર કરો]

સબમરીન વોલ્કેનો દરિયાઈ તળિયાના સામાન્ય પાસા છેકેટલાક સક્રિય હોય છે અને છીછરા પાણીમાં હોય છે તે વરાળ છોડીને પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવે છે તથા ખડકાળ પથ્થરો દરિયાઈ સપાટીમાં આવેલી ટોચ પરથી મળે છે. કેટલાક જ્વાળામુખીઓ તો અત્યંત ઊંડાઈએ હોય છે અને તેના પર પાણીના જોરદાર વજનના લીધે વરાળ અને વાયુઓ વિસ્ફોટક રીતે પ્રસારિત થતા નથી, છતાં તેને હાઇડ્રોફોન્સ અને વોલ્કેનિક ગેસીસ દ્વારા પાણીના થતા ડિસ્કલરેશનથી ચકાસી શકાય છે. પ્યુમિસ રાફ્ટનું પણ સર્જન થઈ શકે છે દરિયાની અંદર મોટાપાયા પર થતાં વિસ્ફોટથી દરિયાઈ સપાટી પર અસર પડતી નથી. હવાની સરખામણીએ પાણીની ઠારવાની ઝડપી પ્રક્રિયાના લીધે તેમાં જલદતા વધે છે, સબમરીન વોલ્કેનો તેમની વોલ્કેનિક ફાટની ઉપર મોટો પાયો રચે છે, જે દરિયાઈ સપાટીથી ઉપર છે. તેઓ એટલા મોટા હોય છે કે તે દરિયાઈ સપાટી તોડીને નવા ટાપુ પણ રચી શકે છે. પિલો લાવા સબમરીન વોલ્કેનોની સામાન્ય ઇરપ્ટિવ પ્રોડક્ટ છે.

સબગ્લેસિયલ વોલ્કેનોઝ[ફેરફાર કરો]

સબગ્લેસિયલ વોલ્કેનો આઇસકેપની અંદર વિકસે છે તેઓ ફ્લેટ લાવામાંથી બને છે, પેલેગોનાઇટ આઇસકેપ ઓગળતા ટોચ પરનો લાવા પણ પડી ભાંગે છે તથા પર્વતની ટોચ ફ્લેટ બની જાય છે. તેના પછી લાવા પડી ભાંગે છે તથા 37.5 ડિગ્રીનો એન્ગલ આપે છે. (સંદર્ભ આપો)આ પ્રકારના જ્વાળામુખીને ટેબલ માઉન્ટેન કહેવાય છે, તુયા કે (અનકોમનલી) મોબર્ગ્સઆ પ્રકારના જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ આઇસલેન્ડમાં જોવા મળે છે આમ છતાં બ્રિટીશ કોલંબિયામાં તુયા આનું ઉદાહરણ છે. તેની મૂળ ટર્મ ટુયા બટમાંથી આવી છે, જે ટુયા નદી અને ઉત્તર બ્રિટીશ કોલંબિયામાં તુયા રેન્જના વિસ્તારમાં કેટલાક ટુયામાં એક છે. ટુયા બટ વિશ્લેષણ કરવામાં આવ્યું હોય તેવું પ્રથમ લેન્ડફોર્મ છે અને આથી આ નામ ભૌગોલિક સાહિત્યમાં વોલ્કેનિક ફોર્મેશનના સ્વરૂપમાં પ્રવેશી ગયું છે. ટુયા પર્વતમાળાના પ્રાંતીય પાર્કની સ્થાપના તાજેતરમાં આ સંરચનાનું રક્ષણ કરવા માટે કરવામાં આવી છે, જે ટુયા સરોવરના ઉત્તરેથી દક્ષિણમાં જેનિંગ્સ નદી નજીક સુધી છે, જે યુકોન પ્રાંતની સરહદને અડે છે.

એન્ટાર્ટિકામાં ફાટેલો જ્વાળામુખી[ફેરફાર કરો]

જાન્યુઆરી 2008માં બ્રિટીશ એન્ટાર્ટિક સરવે (બીએએસ)ના વૈજ્ઞાનિકો હ્યુ કોર અને ડેવિડ વોનના નેતૃત્વ હેઠળ(જર્નલ નેચર જિયોસાયન્સમાં એન્ટાર્ટિકની બરફની ચાદર હેઠળ 2,200 વર્ષ પહેલાં જ્વાળામુખી ફાટ્યાનો અહેવાલ આપ્યો હતો(રાડાર ઇમેજિસના એરબોર્ન સરવેના આધારે) એન્ટાર્ટિકામાં પાઇન આઇલેન્ડ ગ્લેસિયરની નજીક આવેલા હડસન પર્વતમાળાની બરફની ચાદરની નીચે દસ હજાર વર્ષ પહેલાં જબરજસ્ત વિસ્ફોટ થયો હતો, તેની નીચેથી મળી આવેલી રાખ તેનો પુરાવો હતો.[૧]

મડ વોલ્કેનોઝ[ફેરફાર કરો]

મડ વોલ્કેનો કે મડ ડોમ્સની સંરચના ભૂગર્ભમાંથી બહાર નીકળતા પ્રવાહી અને વાયુ દ્વારા થાય છે, છતાં તેમાં જુદી-જુદી પ્રક્રિયા થતી હોય છે, જેનું કારણ તેમાં ચાલતી હિલચાલ છે. તેનો વ્યાપ દસ કિલોમીટરના પરિઘમાં અને 700 મીટરની ઊંચાઈ સુધી હોય છે.

બહાર આવતા પદાર્થો[ફેરફાર કરો]

લાવાની સંરચના[ફેરફાર કરો]

Pāhoehoe હવાઈ(ટાપુ)માં લાવાનો પ્રવાહચિત્ર લાવા ની મુખ્યમાંની કેટલીક ઓવરફ્લો થયેલી ચેનલ બતાવે છે

સિસિલીનો

સ્ટ્રોમ્બોલી વોલ્કેનો હજારો વર્ષો સુધી સતત ફાટતો રહ્યો હતો, તેના લીધે સ્ટ્રોમ્બોલિયન ઇરપ્શન જેવી ટર્મ્સ ઉદભવી છે, જે સતત લાવા બોમ્બ ફેંકી રહી છે.

જ્વાળામુખીને વર્ગીકૃત કરવાનો બીજો માર્ગ લાવાના સ્વરૂપમાં પ્રસારિત થતું કોમ્પોઝિશન મટીરિયલ છે, તેના લીધે જ્વાળામુખી પર અસર થાય છે. લાવાને ચાર કોમ્પોઝિશનોમાં વર્ગીકૃત કરી શકાય છે(કાસ અને રાઇટ, 1987)

લાવાની સંરચના[ફેરફાર કરો]

બે પ્રકારના લાવાને તેની સપાટીના આધારે નામ આપવામાં આવે છે }ઢાંચો:OkinaAઢાંચો:Okinaa ઢાંચો:Pronouncedઅને pāhoehoe ઢાંચો:Pronounced બંને શબ્દો હવાઈના છે. ઢાંચો:OkinaAઢાંચો:Okinaaને નું વર્ગીકરણ લાવાના જથ્થાની સપાટી, રફ અને ચીકણાશ તથા ગરમ લાવાના પ્રવાહની લાક્ષણિકતાના આધારે કરાયું છે. આમ છતાં બાસાલ્ટિક કે મેફિક ફ્લોનું સર્જન ઢાંચો:Okinaaઢાંચો:Okinaa ની હાજરીમાં થઈ શકે છે, તેમાં પણ ખાસ કરીને તેનો રેટ ઊંચો છે તથા તેનો ઢોળાવ ભારે હોય છે. Pāhoehoeની લાક્ષણિકતા હળવા અને ઘણી વખત તેની ખરબચડી સપાટીના આધારે નક્કી કરવામાં આવી છે, જેમાં વધુને વધુ પ્રમાણમાં લાવાનો પ્રવાહ વહે છે. સામાન્ય રીતે મેફિક ફ્લો pāhoehoe પ્રકારના લાવામાંથી વહે છે, તેઓ વારંવાર ઊંચા તાપમાને ફાટે છે અથવા યોગ્ય રાસાયણિક જોડાણ તેમને ઊંચી પ્રવાહિતા પૂરી પાડે છે.

જ્વાળામુખીની ક્રિયા[ફેરફાર કરો]

એક વોલ્કેનિક ઊંડી ફાટ અને લાવા ચેનલ
શિપરોક, જ્વાળામુખીના ઉપરના ભાગથી સમય પસાર થવા સાથે થતો ઘસારો
જ્વાળામુખીઓના નકશા

સક્રિય[ફેરફાર કરો]

મેગ્મેટિક વોલ્કેનોને વર્ગીકૃત કરવાનો યોગ્ય માર્ગ તેનું સમયાંતરે થતું ઇરપ્શન છે અને તેને સક્રિય જ્વાળામુખી પણ કહેવાય છે, જ્યારે જેને ફાટે ઘણો સમય થઈ ગયો હોય તેવા જ્વાળામુખીને સુષુપ્ત જ્વાળામુખી કહેવાય છે. આ ઉપરાંત જે જ્વાળામુખીને ફાટે ઐતિહાસિક સમય વીતી ગયો હોય તેને નિષ્ક્રીય જ્વાળામુખી કહેવાય છે. આમ છતાં આ લોકપ્રિય વર્ગીકરણોમાં ખાસ કરીને નિષ્ક્રીય જ્વાળામુખી વૈજ્ઞાનિકો માટે અર્થવિહીન છે. તેઓ એવા વર્ગીકરણોનો ઉપયોગ કરે છે જે ખાસ કરીને વોલ્કેનોની સંરચનામાં ઉપયોગી છે અને તેની ફાટવાની પ્રક્રિયા અને તેને આકાર આપવાની પ્રક્રિયા ઉપર સમજાવવામાં આવી છે.

જો કે સક્રિય જ્વાળામુખીની વ્યાખ્યા કેવી રીતે આપવી તે અંગે જ્વાળામુખી નિષ્ણાતોમાં સર્વાનુમત જોવા મળતો નથી. જ્વાળામુખીનો જીવનકાળ મહિનાઓથી લાખો વર્ષો સુધીનો હોઈ શકે છે, તેના લીધે કેટલીક વખત તેની સરખામણી વ્યક્તિથી નાગરિક સંસ્કૃતિના જીવનકાળ સુધી કરી શકાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પૃથ્વી પરના ઘણા જ્વાળામુખીઓ હજારો વર્ષો દરમિયાન ઇરપ્ટેડ ઝોન્સ બનાવ્યા છે, પરંતુ હાલમાં તે ઇરપ્શનનો સંકેત પણ દર્શાવતા નથી. આ પ્રકારના જ્વાળામુખીના લાંબા જીવનકાળને ધ્યાનમાં રાખતા તે અત્યંત સક્રિય છે. માનવીના જીવનકાળમાં જોઈએ તો તેઓ છે જ નહીં.

વૈજ્ઞાનિકોને સામાન્ય રીતે જ્વાળામુખીને સક્રિય ત્યારે ગણે છે ત્યારે તે હાલમાં ફાટવાનો હોય કે તેવા સંકેતો પ્રસારિત કરતો હોય જેની ભૂકંપીય હિલચાલ અસામાન્ય હોય કે નવા ગેસ પ્રસારણમાં મહત્વની હોય. ઘણા વૈજ્ઞાનિકો તો જ્વાળામુખીને ફાટે ઐતિહાસિક સમય થઈ ગયો હોય તો પણ તેને સક્રિય ગણે છે. તે બાબત નોંધનીય છે કે નોંધાયેલો ઇતિહાસ પ્રાંતે-પ્રાંતે અલગ-અલગ હોય છે. ભૂમધ્ય સમુદ્રમાં ત્રણ હજારથી પણ વધારે વર્ષનો ઇતિહાસ છે. જ્યારે અમેરિકા અને કેનેડામાં પેસિફિક ઉત્તરપશ્ચિમનો ઇતિહાસ 300થી પણ ઓછા વર્ષનો છે અને હવાઈ તથા ન્યૂ ઝીલેન્ડમાં તો માંડ 200 વર્ષનો છે. ધ સ્મિથસોનિયન ગ્લોબલ વોલ્કેનિઝમ પ્રોગ્રામની સક્રિય જ્વાળામુખીની વ્યાખ્યા મુજબ તે દસ હજાર વર્ષની અંદર ફાટ્યો હોવો જોઈએ.

નિષ્ક્રીય[ફેરફાર કરો]

નિષ્ક્રીય જ્વાળામુખી એ પ્રકારના જ્વાળામુખી છે જેને વૈજ્ઞાનિકો તે ફરીથી ક્યારેય નહીં ફાટે તેમ માને છે, કારણ કે જ્વાળામુખીમાં લાવાનો પુરવઠો હોતો નથી. નિષ્ક્રીય જ્વાળામુખીના ઘણા ઉદાહરણોમાં અમેરિકાના હવાઈ ટાપુઓ છે( તેની પાછળનું કારણ એ છે કે હવાઈ ટાપુઓ મોટા આઇલેન્ડની નજીકના હોટસ્પોટ છે) અને પેરિકુટિન છે, જે મોનોજેનિટિક છે. આ ઉપરાંત બીજા જ્વાળામુખી ખરેખર નિષ્ક્રીય છે તે ઘણી વખત નક્કી કરવું મુશ્કેલ છે. સુપર વોલ્કેનો કેલ્ડેરાને ફાટે ઘણો વર્ષો વીતી ગયા હોય છે, જેનો જીવનકાળ લાખો વર્ષોમાં મનાય છે. કેલ્ડેરા હજારો વર્ષો સુધી ફાટતા નથી અને તેને નિષ્ક્રીયના બદલે સુષુપ્ત જ્વાળામુખી માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો યલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલો યલોસ્ટોન કેલ્ડેરા છે, જે કમસેકમ 20 લાખ વર્ષ જૂનો છે અને લગભગ 6,40,000 વર્ષ પહેલાં ફાટ્યા પછી તે હજી સુધી ફાટ્યો નથી. જો કે તેમાં તાજેતરમાં થોડી હિલચાર જોવા મળી તી. તેમાં હાઇડ્રોથર્મલ ઇરપ્શનને દસ હજાર વર્ષથી પણ ઓછો સમય થયો છે અને તેમાથી લાવા 70,000 વર્ષ પહેલાં નીકળ્યો હતો. આ કારણે વૈજ્ઞાનિકો યલોસ્ટોન કેલ્ડેરાને સુષુપ્ત ગણતા નથી. વાસ્તવમાં કેલ્ડેરામાં સમયાંતરે ભૂકંપ થતા રહે છે. તેની જિયોથર્મલ સિસ્ટમ એકદમ સક્રિય છે (યલોસ્ટોન નેશનલ પાર્કમાં જોવા મળેલી જિયોથર્મલ એક્ટિવટીની સમગ્રતા) અને ગ્રાઉન્ડ અપલિફ્ટનો ઝડપી દર, ઘણા વૈજ્ઞાનિકો તેને સક્રિય જ્વાળામુખી ગણે છે.

સુષુપ્ત અને નિષ્ક્રીય જ્વાળામુખી વચ્ચે તફાવત પાડવો અઘરો છે, કારણ કે લેખિત ઇતિહાસ ન ધરાવતા જ્વાળામુખીને નિષ્ક્રીય ગણી લેવામાં આવે છે. જ્વાળામુખી લાંબા સમય સુધી સુષુપ્ત રહી શકે છે અને તેથી આ પ્રકારના જ્વાળામુખીને સુષુપ્ત કહેવા અઘરા પડી શકે છે, કારણ કે તે ગમે ત્યારે સક્રિય થઈ શકે છે. વિસુવિયસ ને સુષુપ્ત મનાય છે, કારણ કે તે છેલ્લે એડી 79માં ફાટ્યો હતો, જેના લીધે હર્ક્યુલિયન અને પોમ્પેઇ શહેરનો વિનાશ થયો હતો. તાજેતરમાં જ લાંબા સમયથી સુષુપ્ત રહેલા મોન્ટસેરેટ ટાપુના સોફ્રી જ્વાળામુખીને નિષ્ક્રીય માનવામાં આવે છે, તેમાં છેલ્લે 1995માં હિલચાલ થઈ હતી. આનું તાજેતરનું ઉદાહરણ અલાસ્કામાં આવેલો ફોરપીક્ડ માઉન્ટેન છે, જે સપ્ટેમ્બર 2006 પહેલાં બીસીઇના આઠ હજાર વર્ષ પહેલાં ફાટ્યો હોવાનું મનાય છે તથા તેને લાંબા સમયથી નિષ્ક્રીય જ્વાળામુખી મનાતો હતો.

જાણીતા જ્વાળામુખીઓ[ફેરફાર કરો]

પ્રવર્તમાન દાયકાના 16 જ્વાળામુખી (Decade Volcanoes)

વોલ્કેનોની અસરો[ફેરફાર કરો]

વોલ્કેનિક "ઇન્જેકશન"
જ્વાળામુખી ફાટતા સૂર્યનો પ્રકાશ ઝાંખો પડી જાય છે
જ્વાળામુખી ફાટતા સલ્ફર ડાયોકસાઇડનો સ્ત્રાવ થાય છે.
સિયેરા નેગ્રા વોલ્કેનમાં સલ્ફર ડાયોકસાઇડનું સરેરાશ કોન્સન્ટ્રેશન(ગાલાપાગોસ ટાપુઓ (Galapagos Islands)) 23 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર 2005 સુધી

જ્વાળામુખીના ફાટવાના જુદા-જુદા પ્રકારો છે અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ છે. ફ્રેટિક ઇરપ્શન્સ (સ્ટીમ જનરેટેડ ઇરપ્શન્સ)સિલિકાના વધુને વધુ પ્રમાણ સાથે લાવાનો વિસ્ફોટ(ઉદાહરણ રહ્યોલાઇટ, નીચી સિલિકાવાળા લાવાનું અસરકારક ઇરપ્શન(ઉદાહરણ બાસાલ્ટ, પાયરોક્લાસ્ટિક ફ્લો, લહર (ખડકોના કાટમાળનો પ્રવાહ) અને કાર્બન ડાયોકસાઇડનું પ્રસારણ આ બધી પ્રવૃત્તિઓ માનવીઓ માટે નુકસાનકારક છે. ભૂકંપ, ગરમ વસંત , ફયુમરોલ , મડ પોટ્સ અને ગીઝર વારંવાર જ્વાળામુખીની ક્રિયાની સાથે થાય છે.

જુદા-જુદા પ્રકારના વોલ્કેનિક ગેસનું પ્રમાણ દરેક જ્વાળામુખીએ જુદુ-જુદુ હોય છે. પાણીની વરાળ સામાન્ય રીતે સૌથી વિપુલ પ્રમાણમાં વોલ્કેનિક ગેસમાં જોવા મળતી હોય છે અને તેમાં પાછળ કાર્બન ડાયોકસાઇડ અને સલ્ફર ડાયોકસાઇડ હોય છે. બીજા પ્રિન્સિપાલ વોલ્કેનિક ગેસીસમાં હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇડ્રોજન ફ્લોરાઇડનો સમાવેશ થાય છે. વોલ્કેનિક એમિશન્સમાં મોટા પ્રમાણમાં નાના અને ટ્રેસ ગેસીસ જોવા મળે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન, કાર્બન મોનોકસાઇડ , હેલોકાર્બન્સ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અને વોલેટાઇલ મેટલ ક્લોરાઇડ છે.

જ્વાળામુખીના મોટાપાયા પર વિસ્ફોટ પાણીની વરાળ (H2O), કાર્બન ડાયોકસાઇડ(CO2), સલ્ફર ડાયોકસાઇડ (SO2), હાઇડ્રોજન ક્લોરાઇડ(એચસીઆઇ), હાઇડ્રોજન ફ્લોરાઇડ(એચએફ) અને રાખ(પલ્વેરાઇઝ્ડ રોક અને પ્યુમિસ સ્ટ્રેટોસ્ફિયરમાં જાય છે, જેની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી 16થી 32 કિલોમીટર(10થી 20 એમઆઇ) હોય છે. સલ્ફર ડાયોકસાઇડનું સલ્ફરિક એસિડ (H2SO4)માં રૂપાંતર થતાં આ પ્રકારના પ્રસરણની જોરદાર અસર અનુભવાય છે, જે ફાઇન સલ્ફેટ એરોસોલ્સના સ્ટ્રેટોસ્ફીયરમાં ઝડપથી પ્રસરે છે. પૃથ્વીના અલ્બેડોમાં એરોસોલ વધે છે- સૂર્યના કિરણો તેમાથી પરાવર્તિત થઈ પાછા પ્રકાશમાં જતાં પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે. આમ છતાં તે પૃથ્વીની ગરમીને શોષી લે છે, તેના લીધે સ્ટ્રેટોસ્ફીયર ગરમ બને છે. ભૂતકાળમાં આ રીતે જ્વાળામુખીમાં થયેલા વિસ્ફોટોના લીદે પૃથ્વીનું તાપમાન બેથી ત્રણ વર્ષ સુધી અડધા ટકા જેટલું ઘટી ગયું હતું. હુઆયનાપુટિનામાંથી નીકળેલો સલ્ફર ડાયોકસાઇડ રશિયામાં 1601થી 1603 દરમિયાન પડેલા દુષ્કાળનું મુખ્ય કારણ ગણાય છે. સલ્ફેટ એરોસોલ્સ જટિલ રાસાયણિક પ્રત્યાઘાતોનું તેની સપાટી પર ઝીલે છે, તેના લીધે સ્ટ્રેટોસ્ફીયરમાં ક્લોરિન અને નાઇટ્રોજનનું રાસાયણિક બંધારણ થાય છે. તેના લીધે સ્ટ્રેટોસ્ફેરિક ક્લોરિનની સપાટી ફ્લોરોકાર્બન, પ્રદૂષણથી વધે છે. તેમાથી ક્લોરિન મોનોકસાઇડનું સર્જન થતાં (ઓઝોન O3)નો નાશ થાય છે. એરોસોલ વધીને ગંઠાઈ જતા અપર ટ્રોપોસ્ફીયરમાં તે સ્થાયી તાય છે, જ્યાં તે સફેદ વાદળની (cirrus cloud) રચના કરે છે તથા પૃથ્વીના રેડિયેશન બેલેન્સમાં સુધારો કરે છે. મોટાભાગનો હાઇડ્રોજન ક્લોરાઇડ(એચસીઆઇ) અને હાઇડ્રોજન ફ્લોરાઇડ(એચએફ) પાણીના કણોને વાદળમાંથી છૂટા પાડે છે અને તે જમીન પર એસિડ રેઇન તરીકે નીચે આવે છે. તેમાંની રાખ પણ સ્ટ્રેટોસ્ફીયરમાંથી ઝડપથી નીચે પડે છે, તેમાની મોટાભાગનીને કેટલાક અઠવાડિયાઓની અંદર દૂર થઈ જાય છે. છેવટે વિસ્ફોટક વોલ્કેનિક ઇરપ્શન્સ ગ્રીનહાઉસ કાર્બન ડાયોકસાઇડ પ્રસારિત કરે છે અને તેના પરિણામે બાયોજેમિકલ સાઇકલ્સ માટે કાર્બનનો મોટો સ્ત્રોત પૂરો પાડે છે.

હાલેમાના ઉમાઉ ફાટમાં

જ્વાળામુખીમાંથી નીકળતો ગેસ એસિડના વરસાદમાં કુદરતી પ્રદાન કરે છે. જ્વાળામુખીની ક્રિયા 130થી 230 ટેરાગ્રામ્સ (145 મિલિયનથી 255 મિલિયન શોર્ટ ટન કાર્બન ડાયોકસાઇડ દર વર્ષે પ્રસારિત કરે છે. [૨]વોલ્કેનિક ઇરપ્શનના લીધે [[પૃથ્વીનું તાપમાન|પૃથ્વીના વાતાવરણમાં એરોસોલ્સ ઠલવાય છે.]] મોટાપાયા પર ઇન્જેકશનના લીધે જોવા મળતી વિઝ્યુઅલ ઇફેક્ટમાં સૂર્યાસ્ત રંગીન જોવા મળે છે અને તેનાથી વૈશ્વિક વાતાવરણ પર અસર પડતા ઠંડીમાં વધારો થાય છે. વોલ્કેનિક ઇરપ્શનના લીધે જમીનને મળતા પોષકપદાર્થોમાં વધારો થાય છે, આ પોષક પદાર્થો વોલ્કેનિક રોક્સની પ્રક્રિયા દ્વારા મળે છે. તેના લીધી ફળદ્રુપ બનેલી જમીનમાં છોડો ઉગે છે અને જુદા-જુદા પાક લઈ શકાય છે. વોલ્કેનિક ઇરપ્શનના લીધે નવા ટાપુઓ રચાય છે અને મેગ્મા ઠંડો પડવાની સાથે પાણીના સંસર્ગમાં આવતા ઘન સ્વરૂપ ધારણ કરે છે.

બીજા ગ્રહોના ભૃપુષ્ઠ પરના જ્વાળામુખી[ફેરફાર કરો]

ઓલમ્પસ મોન્સ લેટિન, માઉન્ટ ઓલમ્પસ) આપણી સૂર્યમાળામાં સૌથી લાંબો જ્વાળામુખી છે, જે મંગળના ગ્રહ પર આવેલો છે.

પૃથ્વીના ચંદ્ર પર કોઈ મોટા જ્વાળામુખી નથી અને હાલમાં ત્યાં કોઈપણ પ્રકારની જ્વાળામુખીની ક્રિયા નથી. આમ છતાં તાજેતરના પુરાવા સૂચવે છે કે ત્યાં અંશતઃ રીતે ઓગળેલા ખડકોની ધાર છે. [૩]આમ છતાં ચંદ્ર પર ખાસ જ્વાળામુખીને લગતા પાસાઓ જેવા કે મારિયા (ચંદ્ર પરનો કાળો પટ્ટો) રિલ્સ અને ડોમ્સ છે.

શુક્રના ગ્રહ પર સપાટી 90 ટકા બાસાલ્ટની બનેલી છે, જે નિર્દેશ કરે છે કે વોલ્કેનિઝમે તેની સપાટીને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. શુક્ર પર મોટાપાયા પર વૈશ્વિક રિસરફેસિંગની ઘટના 50 કરોડ વર્ષ પહેલાં[૪] સર્જાઈ હતી. વૈજ્ઞાનિકોએ તેની સપાટી પરના મોઢાની અસરોની ઘનતાને ધ્યાનમાં રાખતા આ વાત કહી છે. લાવાનો પ્રવાહ મોટાપાયે ફેલાયેલો છે અને વોલ્કેનિઝમના પૃથ્વી પર જોવા ન મળતાં સ્વરૂપો ત્યાં જોવા મળ્યા છે. વાતાવરણાં થયેલા ફેરફારો અને વીજળીના નિરીક્ષણો દ્વારા હાલમાં ચાલી રહેલા વોલ્કેનિક ઇરપ્શન્સની નોંધ કરી શકાય છે, છતાં પણ શુક્ર પર જ્વાળામુખીની ક્રિયા હાલમાં ચાલતી હોવાનો કોઈ પુરાવા મળ્યા નથી. આમ છતાં મેગેલનના રાડાર સાઉન્ડિંગ જણાવે છે કે શુક્રમાં તાજેતરમાં પ્રમાણમાં જોવા મળેલી જ્વાળામુખીની ક્રિયા માત મોન્સના વોલ્કેનો જેટલા મોટા પ્રમાણમાં છે. ઉત્તરીય પડખામાં શિખરની નજીક રાખનો પ્રવાહ મોટાપાયા પર જમા થયો છે.

મંગળ પર કેટલાક નિષ્ક્રીય જવાળામુખી છે, તેમાના ચાર તો અત્યંત વિશાળ વ્યાપ ધરાવતા શીલ્ડ વોલ્કેનો છે જે પૃથ્વી કરતાં પણ મોટા છે. તેમાં અર્સિયા મોન્સ, એઝક્રેઇસ મોન્સ, હેકેટ્સ થોલસ, ઓલમ્પસ મોન્સ અને પેવોનિસ મોન્સનો સમાવેશ થાય છે. આ જ્વાળામુખી લાખો વર્ષો સુધી નિષ્ક્રીય રહ્યા છે,[૫] પરંતુ યુરોપીયન માર્સ એકસપ્રેસ સ્પેસક્રાફ્ટે તાજેતરના ભૂતકાળમાં મંગળ પર જ્વાળામુખીની ક્રિયા થઈ હોવાના પુરાવા શોધી કાઢ્યા છે.[૫]

વશ્ટર વોલ્કેનો ગુરુના ચંદ્ર લોની લો સપાટીએ 330 કિલોમીટર ઊંચે ફાટ્યો હતો.

ગુરુનો ચંદ્ર લો સૂર્યમાળામાં ઓબ્જેક્ટની રીતે એકદમ સક્રિય છે, કારણ કે તે ગુરુના ટાઇડલ ઇન્ટરએકશનમાં આવે છે. તે જ્વાળામુખીઓથી જ ભરેલો છે, તે સલ્ફર , સલ્ફર ડાયોકસાઇડ, સિલિકેટ, ખડકોની સાથે ફાટે છે. તેના પરિણામે ચંદ્રની સપાટી સતત રિસરફેસ થતી રહે છે. તેનો લાવા સમગ્ર સૂર્યમાળામાં સૌથી ગરમ છે અને તેનું તાપમાન 1,800 કે(1500 સેલ્સિયસ)થી પણ વધારે છે. ફેબ્રુઆરી 2001માં ચંદ્ર પર સૂર્યમાળાનો સૌથી મોટો જ્વાળામુખી વિસ્ફોટ જોવા મળ્યો હતો. [૬]ગુરુનો સૌથી નાનો ગેલીલિયન ચંદ્ર યુરોપા વોલ્કેનિક સિસ્ટમમાં અત્યંત સક્રિય મનાય છે, સિવાય કે જ્વાળામુખીની ક્રિયા સમગ્રપણે પાણીમાં હોય, જે મજબૂત સપાટીની નીચી બરફમાં સ્થગિત થઈ જાય છે. આ પ્રક્રિયાને ક્રાયોવોલ્કેનિઝમ તરીકે ઓળખવામાં આવે છે અને તે સૂર્યમાળાના બહારના ગ્રહોના ચંદ્ર પર અત્યંત સામાન્ય છે.

વોયેજર ટુ સ્પેસક્રાફ્ટે નેપચ્યુનના ચંદ્ર ટ્રિટોન પર 1989માં ક્રાયોવોલ્કેનોનું નિરીક્ષણ કર્યું હતું(આઇસ વોલ્કેનો) અને 2005માં કાસિની હ્યુજીન્સે શનિના ચંદ્ર એન્સેલેડસ પર થીજી ગયેલા ફુવારાના પ્રોબ ફોટોગ્રાફ લીધા હતા. [૭]આ પ્રકારનું ઇજેક્ટા પાણીથી રચાય છે તથા તેમાં લિક્વીડ નાઇટ્રોજન ધૂળ કે મિથેનના કમ્પાઉન્ડ્ઝ હોય છે. કેસિની હ્યુજીન્સે શનિના ચંદ્ર ટાઇટન પરના ક્રાયોવોલ્કેનોમાં મિથેનના થતા સ્ત્રાવનો પુરાવો આપ્યો હતો, જે વાતાવરણમાં જોવા મળતા મિથેનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. [૮]હાલમાં તેવી થિયરી છે કે ક્રાયોવોલ્કેનિઝમ કુપર બેલ્ટ ઓબ્જેક્ટ(ક્વોઅર)માં જોવા મળે છે.

વ્યુત્પતિ શાસ્ત્ર[ફેરફાર કરો]

વોલ્કેનો શબ્દનું સર્જન ઇટાલીના એયોલિયન આઇલેન્ડઝમાં આવેલા વોલ્કેનિક આઇલેન્ડ વુલ્કેનો પરથી થયું હોય તેમ લાગે છે, આમ તેનું મૂળ નામ વુલ્કન છે, જેનો અર્થ [[રોમન દંતકથા|રોમન દંતકથાના અગ્નિના દેવતા થાય છે. ]] વોલ્કેનોના અભ્યાસને વોલ્કેનોલોજી કહેવાય છે. ઘણી વખત તેનો સ્પેલિંગ વુલ્કેનોલોજી કરવામાં આવે છે. વુલ્કેનો આઇલેન્ડના રોમન નામે આપેલો શબ્દો વોલ્કેનો આજે મોટાભાગની આધુનિક યુરોપીયન ભાષામાં સ્વીકાર્ય શબ્દ બની ગયો છે.

સંસ્કૃતિ[ફેરફાર કરો]

ભૂતકાળની માન્યતા[ફેરફાર કરો]

મુન્ડુસ સટરેનિયસ દ્વારા પૃથ્વીના આંતરિક દાહનું

કિર્ચર મોડેલ

મોટાભાગના પ્રાચીન લખાણોમાં જ્વાળામુખી ફાટવોને અલૌકિક ઘટના કારણોસર થતો ગણાવાયો છે, તેને ઇશ્વરના પગલાં કે શેતાનના કૃત્ય તરીકે પણ ગણાવાયા છે. જૂની ગ્રીક દંતકથાઓમાં વોલ્કેનોઝની જબરજસ્ત તાકાતને ઇશ્વરના કૃત્યો તરીકે સમજાવવામાં આવતી હતી જ્યારે 16થી 17મી સદીમાં જર્મન ભૂગોળશાસ્ત્રી જોન્સ કેપ્લરનું માનવું હતું કે આના દ્વારા પૃથ્વીના આંસુ વહેતા હતા. [૯]માઉન્ટ એટના અને સ્ટ્રોમ્બોલીના વિસ્ફોટો નીહાળનાર તથા વિસુવિયસના મુખની મુલાકાત લઈને પૃથ્વી પરના મંતવ્યો પ્રકાશિત કરનારા જેસુઇટ એથેન્સિયસ કિર્ચરે (1602થી 1680) તેની કેન્દ્રીય આગ માટે સલ્ફર, બિટુમેન અને કોલસો સળગવા જેવા જુદા-જુદા કારણો દર્શાવ્યા હતા. પૃથ્વીના માળખું સેમીસોલિડ સ્વરૂપમાં વિકસ્યુ હોવાની આધુનિક સમજ પૂર્વે જ્વાળામુખીની વર્તણૂક અંગે જુદી-જુદી સમજૂતીઓ આપવામાં આવી હતી. દાયકાઓ પછી આવેલી જાગૃતિના લીધે કોમ્પ્રેસન અને રેડિયોએક્ટિવ સામગ્રી ગરમીના સ્ત્રોત છે, તેની જાણકારી બાદ તેના ફાળાનું મહત્વ ઘટી ગયું હતું. વોલ્કેનિક એકશનનું કારણ રાસાયણિક પ્રત્યાઘાતો અને સપાટી નજીક ઓગળેલા ખડકોનું પાતળું પડ છે.

હેરલ્ડ્રી[ફેરફાર કરો]

હેરલ્ડ્રીમાં જ્વાળામુખી ફાટવાની તૈયારીમાં

પેનોરમા[ફેરફાર કરો]

નિષ્ક્રીય બ્લેક

[[ચિત્ર:Volcan_sierra_negra.jpgસિએરા નેગ્રા (Sierra Negra) |thumb|590px|center|જ્વાળામુખી પર્વત, ઇસાબેલા આઇલેન્ડ (Isabela island), ગાલાપાગોસ (Galapagos), ઇક્વાડોર (Ecuador)]]

આ ઉપરાંત જુઓ[ફેરફાર કરો]

યાદી

ખાસ સ્થળો

લોકો

વધુ વાંચો[ફેરફાર કરો]

 • Marti, Joan and Ernst, Gerald. (2005). Volcanoes and the Environment. Cambridge University Press. ISBN 0-521-59254-2.
 • મેકડોનાલ્ડ, ગોર્ડન એ., અને અગાટિન ટી એબોટ(1970).દરિયાની અંદર આવેલા જ્વાળામુખી. હવાઈ પ્રેસ યુનિર્વસિટી, હોનોલુલુ. 441 નંબરનું પેજ
 • ઓલિયર, ક્લિફ(1988). જ્વાળામુખી. Basil Blackwell, Oxford, UK, ISBN 0-631-15664-X (hardback), ISBN 0-631-15977-0 (paperback).
 • હેરલ્ડર સિગરસન (Haraldur Sigurðsson) ઇડી(1999) જ્વાળામુખીનો જ્ઞાનકોશ. એકેડેમિક પ્રેસ.ISBN 0-12-643140-X.આ ભૂસ્તરશાસ્ત્રીઓનો રેફરન્સ છે, પરંતુ ઘણા લેખ નોન-પ્રોફેશનલ માટે પણ એક્સેસીબલ છે.
 • કાસ, આર. એ. એફ અને જે. વી. રાઇટ, 1987.વોલ્કેનિક સકસેશનયુન્વિન હેમેન ઇન્કો. 528 નંબરનું પેજ ISBN 0-04-552022-4

નોંધ[ફેરફાર કરો]

આવર્તી ઢાંચો મળ્યો : ઢાંચો:Refimprove

 1. બીબીસી ન્યૂઝ, પ્રાચીન એન્ટાર્ટિક ઇરપ્શન નોટેડ નેચર આર્ટિકલdoi:10.1038/ngeo106
 2. "Volcanic Gases and Their Effects" (HTML). U.S. Geological Survey. Retrieved 2007-06-16. 
 3. M. A. Wieczorek, B. L. Jolliff, A. Khan, M. E. Pritchard, B. P. Weiss, J. G. Williams, L. L. Hood, K. Righter, C. R. Neal, C. K. Shearer, I. S. McCallum, S. Tompkins, B. R. Hawke, C. Peterson, J, J. Gillis, B. Bussey (2006). "The Constitution and Structure of the Lunar Interior". Reviews in Mineralogy and Geochemistry 60 (1): 221–364. doi:10.2138/rmg.2006.60.3.
 4. D.L. Bindschadler (1995). "Magellan: A new view of Venus' geology and geophysics". American Geophysical Union. Retrieved 2006-09-04. 
 5. ૫.૦ ૫.૧ "Glacial, volcanic and fluvial activity on Mars: latest images". European Space Agency. Retrieved 2006-08-17.  Text "date-2005-02-25" ignored (help)
 6. સૂર્યમાળામાં 13 નવેમ્બર 2002ના રોજ અપવાદજંનક રીતે ચકિત કરી તેઓ બ્રાઇટેસ્ટ ઇરપ્શન
 7. પીપીએઆરસી કેસિનીએ શનિના ચંદ્ર એન્સેલેડસ પર વાતાવરણ શોધી કાઢ્યું હતું.
 8. ન્યુસાયન્ટિસ્ટ, "ટાઇટન પર 8 જુન 2005ના રોજ હાઇડ્રોકાર્બન વોલ્કેનોને " શોધી કાઢવામાં આવ્યો હતો.
 9. Micheal Williams (11-2007). "Hearts of fire". Morning Calm (Korean Air Lines Co., Ltd.) (11-2007): 6.

એક્સ્ટર્નલ લિંક્સ[ફેરફાર કરો]

ઢાંચો:External links