કાર્બન

વિકિપીડિયામાંથી
આવર્ત કોષ્ટકમાં કાર્બન

કાર્બન તત્વ આવર્ત કોષ્ટકની મહત્વની અધાતુ છે. કાર્બન ની આણ્વીક સંખ્યા ૬ છે. તેને "C" વડે દર્શાવાય છે. કાર્બન એ રસાયણ શાસ્ત્રમાં તથા જૈવરસાયણ શાસ્ત્રમાં અત્યંત અગત્યનું તત્વ છે. માનવ શરીરમાં પાણી ને બાદ કરતાં બાકીના તમામ પદાર્થોમાં કાર્બનનું પ્રમાણ સૌથી વધુ છે. સજીવો વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનોના બનેલા છે.

ઘન સ્વરૂપો[ફેરફાર કરો]

કુદરતમાં કાર્બન જુદા-જુદા સ્વરૂપમાં જોવા મળે છે. તેમાં શુદ્ધ કાર્બનના મુખ્ય બે સ્ફટિક રૂપ છે.

હીરો[ફેરફાર કરો]

આધુનિક ભાતમાં કાપેલો હીરો. આવા હીરાઓ ૨૦મી સદીમાં અત્યંત લોકપ્રિય બન્યા છે અને ઘરેણાઓમાં જડેલા જોવા મળે છે.

હીરો કુદરતમાં મળી આવતા પદાર્થોમાં સૌથી સખત પદાર્થોમાંનો એક છે. તેની સખ્તાઇને કારણે તેનો ઔદ્યોગિક ઉપયોગ વ્યાપક છે. ખાસ કરીને ખૂબ સખત ઓજારોની ધાર કાપવા માટે હીરાનો ઉપયોગ થાય છે. શુદ્ધ કાર્બનનો સ્ફટિક હીરો પારદર્શક હોય છે. હીરાનો વક્રીભવન અચળાંક ખૂબ ઉંચો હોય છે. આ ગુણધર્મોને કારણે હીરો કિમતી કિમતી પત્થર તરીકે ખૂબ લોકપ્રિય છે અને ઘરેણાઓ માં ખૂબ જોવા મળે છે.

ગ્રેફાઇટ[ફેરફાર કરો]

ગ્રેફાઇટ

ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો હીરા કરતા તદ્દન વિરોધી છે. ગ્રેફાઇટ કાળા/રાખોડી રંગનો પદાર્થ છે. તે અત્યંત નરમ હોય છે. આથી તેનો ઉપયોગ પેન્સિલની અણીમાં થાય છે.