સીસું

વિકિપીડિયામાંથી

સીસું એ કાર્બન જૂથનું એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Pb ( લેટિન= પ્લંબમ) અને અણુ ક્રમાંક ૮૨ છે. સીસું એક નરમ, ઢાળી શકાય તેવી મૃદુ ધાતુ છે. આને એક ભારી ધાતુ ગણવામાં આવે છે. ધાતુ સ્વરૂપે તુરંત કાપીને રાખેલ આ તત્વ ભૂરો -સફેદ રંગ ધરાવે છે પરંતુ હવામાં ખુલ્લી રાખતાં જ તે રાખોડી-ભૂરી રંગની બની જાય છે.આ ધતુ ચળકતી ક્રોમ-ચાંદી સમાન ચળકાટ ધરાવે છે અને તેને પીગાળી શકાય છે.

સીસાનો ઉપયોગ મકાન બાંધકામ, લીડ-એસિડ વિદ્યુત કોષ, બુલેટ અને શોટમાં, વજનમાં, અને સોલ્ડરની ધાતુમાં, પ્યુટરની બનાવટમાં, ફ્યુસીબલ મિશ્રધાતુ અને કિરણોત્સારી ઢાલ બનાવવા. સ્થિર તત્વોમાં સીસુ સૌથી વધુ અણુ ક્રમાંક ધરાવે છે. જોકે તેના પછીના તત્વ બિસ્મથનો અર્ધ આયુષ્યકાળ વિશ્વની આયુ કરતાં પણ વધુ હોવાથી તેને સ્થિર ગણવા વિષે શંકા છે. આના ચાર સ્થિર સમસ્થાનિકો ૮૨ પ્રોટોન ધરાવે છે.

એક હદથે ઉપર સીસા સાથેનો સંપર્ક માણસો અને પ્રાણીઓ માટે ઝેરી હોઈ શકે છે. આ ચેતા તંત્રને નુકશાન પહોંચાડે છે અને મગજ સંબંધી વિકાર પહોંચાડે છે. વધુ પડતું સીસું રક્ત અને મગજ પર અસર કરે છે. પારાની જેમ સીસું પણ એક ન્યૂરોટોક્સિન (મસ્તિષ્ક વિષ) છે જે મૃદુ કોષીકા અને સખત હાડકાં બનંનેમાં જમા થાય છે. પ્રાચેન રોમ, પ્રાચીન ગ્રીસ અને પ્રાચીન ચીનમાં સીસાના ઝેર ફેલાયાનું વર્ણન છે.