ટીન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ટીન અથવા કલાઈ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Sn (લેટીન નામ સ્ટેનમ પરથી) છે અને અણુ ક્રમાંક ૫૦ છે. આ ધાતુ આવર્તન કોઠાના જૂથ- ૧૪ની મુખ્ય ધાતુ છે. ટીન તેના જૂથ ૧૪ ના પાડોશીઓ જર્મેનિયમ અને સીસા સાથે રાસાયણિક સામ્યતા ધરવે છે. આ ધાતુ બે ઓક્સિડેશનની બે સ્થિતિઓ ધરાવે છે +૨ અને થોડી વધુ સ્થિર +૪. પ્ર્થ્વી પર બહુતાયત ધરાવતા તત્વોની યાદિમાં તે ૪૯મા ક્ર્મ પર આવે છે. અને ૧૦ સ્થિર સમસ્થાનિકો ધરાવે છે. જે કોઈપણ ધાતુના સૌથી વધુ સ્થિર સમસ્થાનિક છે. ટીન મોટે ભાગે તેની ખનિજ કેસીટેરાઈટ માંથી મેળવાય છે જેમાં તે ટીન ડાયોક્સાઈડ SnO2 સ્વરૂપે હોય છે. .

આ ચળકતી, પ્રસરણશીલ મૃદુ ધાતુ છે અને સરળતાથી હવામાં ઓક્સિકરણ પામતી નથી અને આનો ઢોળ અન્ય ધાતુઓ પર ચડાવી તેને કાટથી સંરક્ષ્ક્ષિત કરાય છે. ઈ. પૂ. ૩૦૦૦થી પણ પહેલાં;આ સમયથી એક મિશ્ર ધાતુ કાંસુ અત્યંત પ્રચલિત છે કે ટીન અને તાંબાની મિશ્ર ધાતુ છે. ઈ. પૂ. ૬૦૦ પછી શુધ ટીન ધાતુ નિર્માણ થવા માંડી. ટીન માંથી એક અન્ય મિશ્ર ધાતુ પ્યૂટર પણ બને છે જેમાં ૮૫-૯૦% ટીન હોય છે અને બાકીનો ભાગ તાંબુ, એન્ટીમની,સીસું વગેરે હોય છે, તેનો ઉપયોગ ચમચા ચિપીયા,કાંટા આદિ બનાવવા માટે થાય છે. આજે પણ ટીન નો ઉપયોગ મિશ્ર ધાતુઓ બનાવવા માટે થાય છે.તેમાં ખાસ છે ટીન/સીસાની સોલ્ડરીંગ ધાતુ, જેમાં ૬૦% ટીન હોય છે. અન્ય એક મુખ્ય ઉપયોગ છે લોખંડને કાટથી બચાવવા માટે ટીનનો ઢોળ ચઢાવવા માટે થાય છે. આના ઓછા પ્રમાણમાં ઝેરી હોવાને કારણે આનો ઉપયોગ ખોરાક ની પેકિંગ માટે થાય છે, જેના પરથી તે ડબ્બાઓનું નામ ટીન કેન પડ્યું છે, જે પ્રાયઃ લોખંડના બનેલા હોય છે.