ઢાંક ગુફાઓ

વિકિપીડિયામાંથી
ઢાંક ગુફાઓ
ગુફામાં બૌદ્ધ અને જૈન સ્થાપત્યો
Map showing the location of ઢાંક ગુફાઓ
Map showing the location of ઢાંક ગુફાઓ
ગુજરાતમાં સ્થાન
Map showing the location of ઢાંક ગુફાઓ
Map showing the location of ઢાંક ગુફાઓ
ઢાંક ગુફાઓ (ગુજરાત)
સ્થાનઢાંક
અક્ષાંશ-રેખાંશ21°46′54″N 70°07′27″E / 21.781547°N 70.12423°E / 21.781547; 70.12423

ઢાંક ગુફાઓ ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ઢાંક ગામ નજીક આવેલી છે. ક્ષત્રપ શાસન દરમિયાન તે બનાવવામાં આવી હતી. આ ગુફાઓ બૌદ્ધ અને જૈન પ્રભાવ ધરાવે છે. બૌદ્ધ ગુફામાં બોધિસત્વ અને જૈન ગુફામાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આવેલી છે.[૧] આ ગુફાઓને કાઠિયાવાડનું સૌથી પ્રારંભિક જૈન શિલ્પ ગણવામાં આવે છે.

જૈન કોતરણીની વિગતો[ફેરફાર કરો]

આ ગુફાઓ ઇ.સ. ૭મી સદીમાં કોતરવામાં આવી હતી અને તે સરળ શૈલીનું કોતરકામ ધરાવે છે.[૨]

આ ગુફાઓ ગુજરાતમાં આવેલી ખડકમાંથી કોતરેલી સૌથી જૂની ગુફાઓમાંની એક છે. આ સ્થળ ઢાંકગિરિ તરીકે પણ ઓળખાય છે અને જુનાગઢની ઉત્તર પશ્ચિમ દિશામાં લગભગ ૪૮ કિ.મી.ના અંતરે આવેલી છે. ટેકરીની પશ્ચિમ બાજુએ ત્રણ સપાટ જગ્યાઓ આવેલી છે. એક જગ્યા દરવાજા અને અન્ય બે સામી બાજુએ છે.[૩]

દરવાજાની બાજુની જગ્યા કાયોત્સર્ગ અને ધ્યાનમુદ્રા ધરાવતી જૈન મૂર્તિઓ ધરાવે છે. મોટા ભાગની મૂર્તિઓ કોઈક તીર્થંકરને ઓળખી શકાય તેવા કોઈ સંકેત ધરાવતી નથી પરંતુ એચ.ડી. સાંકળિયા અનુસાર આ મૂર્તિઓ ઋષભનાથની છે.[૪] અન્ય બાજુએ જિનના બે પદાધિકારીઓ અને સિંહના સિંહાસન પર બેઠેલા જિન દર્શાવેલા છે. હજુ જિનનાં બીજાં બે શિલ્પો ધ્યાનસ્થ મુદ્રામાં દર્શાવ્યાં છે જેમાં અન્ય બાજુએ પદાધિકારીઓનાં મુખ પર શાંતિ છે. જિનના મસ્તક ઉપર ત્રણ છત્રો બતાવ્યાં છે. આમાંથી એક શિલ્પમાં મૃગ દેખાય છે જેથી તેને શાંતિનાથ સાથે સાંકળવામાં આવે છે.[૪]

૨૩મા તીર્થંકર પાર્શ્વનાથની કાયોત્સર્ગ મુદ્રાની એક સારી રીતે સચવાયેલી છબીમાં શરીરને સમાંતર લાંબા સ્તંભો છે અને માથે નાગની છત્રછાયા ધરાવે છે. અહીં જૈન યક્ષિણી અંબિકાની છબી પણ કોતરવામાં આવી છે જેમાં તેમના હાથમાં શિશુ અને બીજી કેરીની કળી છે. ચાલુ ચર્ચાથી સ્પષ્ટપણે સ્પષ્ટ થાય છે કે ઢાંકની ગુફાઓ જૈન ધર્મને આભારી છે અને આ ગુફાઓનો રહેવાસી જૈન હતો.[૫]

બર્ગેસે ગુફાના સમય વિશે મત આપ્યો નથી પરંતુ એચ.ડી. સાંકળિયા અનુસાર સ્થાપત્યની શૈલી અને પ્રતિમાઓ પરથી તે ૩જી સદીની હોઈ શકે છે. આ ગુફા દિગંબર જૈનોને સમર્પિત છે.[૬]

નજીકમાં આવેલો બીજો ગુફા સમૂહ ઝુનઝુરીજહાર ગુફાઓ તરીકે ઓળખાય છે, જે ખડકમાંથી કોતરેલા ઓરડાઓ અને પાકી ઇંટોના થાંભલાઓ ધરાવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Archaeological Survey of India, Vadodara Circle. "Dhank Caves". Archaeological Survey of India. મૂળ માંથી 2013-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૧ ડિસેમ્બર ૨૦૧૩.
  2. Fergusson, James; Burgess, James. The cave temples of India. Cambridge: Cambridge University Press. પૃષ્ઠ ૧૮૬, ૨૦૦–૨૦૩. ISBN 1108055524.
  3. Unexplored Sites of Gujarat, India, Khushboo Gujarat Ki! Dhank jain and Buddhist caves (ढांक गाव की तीसरी सदी की प्राचीन जैन गुफा), https://www.youtube.com/watch?v=qVGSxax3vtQ, retrieved 2019-02-04 
  4. ૪.૦ ૪.૧ Sankalia, H. D. (1938). "The Earliest Jain Sculptures in Kāthiāwār". Journal of the Royal Asiatic Society of Great Britain and Ireland. 70 (3): 426–430. doi:10.1017/S0035869X00077844. JSTOR 25201741.
  5. Umakant Premanand Shah, Madhusudan A. Dhaky (1975). Aspect of Jaina art and architecture. Gujarat State Committee for the Celebration of 2500th Anniversary of Bhagavān Mahāvīra Nirvāna : distributors, L.D. Institute of Indology. pp. 77, 78.
  6. Shah, Umakant Premanand; Dhaky, Madhusudan (૧૯૭૫). Aspect of Jaina art and architecture. Gujarat State Committee for the Celebration of 2500th Anniversary of Bhagavān Mahāvīra Nirvāna : distributors, L.D. Institute of Indology. પૃષ્ઠ ૭૭-૭૮.