તારક મહેતા

વિકિપીડિયામાંથી
તારક મહેતા
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
તારક મહેતા અમદાવાદ ખાતેના તેમના નિવાસસ્થાને, ૨૦૦૯
જન્મ(1929-12-26)December 26, 1929
અમદાવાદ, ગુજરાત
મૃત્યુMarch 1, 2017(2017-03-01) (ઉંમર 87)
વ્યવસાયઅધિકારી, લેખક
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી
જીવનસાથીઓઇલા, ઇંદુ

તારક જનુભાઈ મહેતા ‍‍(૨૬ ડિસેમ્બર ૧૯૨૯ - ૧ માર્ચ ૨૦૧૭) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા.[૧][૨] તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષયમાં એમ.એ.ની પદવી મેળવી હતી.

વ્યવસાય[ફેરફાર કરો]

તેઓ ૧૯૫૮-૫૯માં ગુજરાતી નાટ્યમંડળના કાર્યાલયમાં કાર્યકારી મંત્રી, ૧૯૫૯-૬૦માં પ્રજાતંત્ર દૈનિકના ઉપતંત્રી અને ૧૯૬૦થી ૧૯૮૬ સુધી ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ફિલ્મ્સ-ડિવિઝન, મુંબઈમાં વૃત્તાંતલેખક અને ગૅઝેટેડ અધિકારી રહ્યા હતા.

સાહિત્ય[ફેરફાર કરો]

એમણે ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (૧૯૬૪), દુનિયાને ઊંધા ચશ્મા (૧૯૬૫), પ્રહસન કોથળામાંથી બિલાડું (૧૯૬૫) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (૧૯૭૮) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (૧૯૮૩) આપ્યાં છે.

તારક મહેતાના ઊંધા ચશ્મા (૧૯૮૧), શ્રેષ્ઠ હાસ્યરચનાઓ (૧૯૮૨), તારક મહેતાનો ટપુડો (૧૯૮૨), તારક મહેતાના ટપુડાનો તરખાટ (૧૯૮૪), દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨ (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. એક્શન રિપ્લે નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા[ફેરફાર કરો]

હિંદીમાં સબ ટીવી પરથી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે.[૩] પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક 'દુનિયાને ઉંધા ચશ્માં'ના આધારે તૈયાર થઇ છે.[૪]

અંગત જીવન[ફેરફાર કરો]

તારક મહેતા ૨૦૦૦ની સાલ પછી અમદાવાદમાં તેમની બીજી પત્નિ ઇંદુ (અવસાન: ૨૦૦૯) સાથે રહેતા હતા. તેમની પ્રથમ પત્નિ ઇલા જેઓ પછીથી મનોહર જોશી સાથે પરણ્યા હતાં, પણ તેમની બાજુની ઇમારતમાં રહેતા હતા. તેમની પુત્રી ઇશાની યુ.એસ.એ. ખાતે રહે છે.[૫][૬]

પુરસ્કારો[ફેરફાર કરો]

તારક મહેતાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરતા ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી. ૩૦ માર્ચ ૨૦૧૫.

તારક મહેતાને ૨૦૧૫માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭][૨] ૨૦૧૧માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો અને ૨૦૧૭માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.[૮][૯]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Contemporary Indian theatre: interviews with playwrights and directors. Sangeet Natak Akademi. ૧૯૮૯. પૃષ્ઠ ૧૫૯. CS1 maint: discouraged parameter (link)
  2. ૨.૦ ૨.૧ "પ્રખ્યાત હાસ્ય લેખક તારક મહેતાનું અમદાવાદમાં નિધન, પરિવારજનોએ દેહદાન કરવાનો લીધો નિર્ણય". ચિત્રલેખા. ૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-03-07 પર સંગ્રહિત. મેળવેલ ૧ માર્ચ ૨૦૧૭.
  3. "Laughing away to success". Indian Express. ૩૦ જુલાઇ ૨૦૧૦.
  4. "Comedy Inc!". Indian Express. ૨ જુલાઇ ૨૦૧૦.
  5. "Tarak Mehta is 'booked'!". DNA (newspaper). ૯ માર્ચ ૨૦૦૯.
  6. "Tragedy strikes Tarak Mehta". The Times of India. ૧૪ જુલાઇ ૨૦૦૯. મૂળ માંથી 2012-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2016-11-21.
  7. "૨૦૧૫ના પદ્મ પારિતોષિકો". Press Information Bureau. મૂળ સંગ્રહિત માંથી 2015-01-26 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫.
  8. "Tarak Mehta gets an award from Gujarat Government=૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭". INDIA NEW ENGLAND NEWS. મૂળ માંથી 2017-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-13.
  9. "સર્વપ્રિય હાસ્યલેખક તારક મહેતા 'રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક'થી સમ્માનિત". ચિત્રલેખા. ૩૧ માર્ચ ૨૦૧૭. મૂળ માંથી 2017-04-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૭.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]