લખાણ પર જાઓ

દિલીપ કુમાર

વિકિપીડિયામાંથી
દિલીપ કુમાર
Dilip Kumar in 2006
જન્મMohammed Yusuf Khan Edit this on Wikidata
૧૧ ડિસેમ્બર ૧૯૨૨ Edit this on Wikidata
પેશાવર Edit this on Wikidata
મૃત્યુ૭ જુલાઇ ૨૦૨૧ Edit this on Wikidata
P. D. Hinduja National Hospital & Medical Research Centre, Mumbai Edit this on Wikidata
જીવન સાથીSaira Banu Edit this on Wikidata
કુટુંબNasir Khan Edit this on Wikidata
પુરસ્કારો
સહી
પદની વિગતરાજ્યસભાના સભ્ય (૨૦૦૦–૨૦૦૬) Edit this on Wikidata

મહંમદ યુસુફ ખાન (જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૨૨, – ૭ જુલાઈ ૨૦૨૧) દિલીપ કુમાર તરીકે જાણીતા ભારતીય ફિલ્મ કલાકાર છે. જેઓ "ટ્રેજેડી કિંગ" તરીકે પણ ખ્યાતનામ છે.[] અને સત્યજીત રાયે તેમને "the ultimate method actor" તરીકે ઓળખાવ્યા છે[]. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત 'જ્વાર ભાટા' નામની ફિલ્મથી ૧૯૪૪માં કરી હતી. તેમની કારકિર્દી ૬ દાયકામાં ૬૦ ફિલ્મો વડે પથરાયેલી છે. તેમણે વિવિધ પ્રકારની ફિલ્મો જેવી કે પ્રણય આધારિત 'અંદાજ' (૧૯૪૯), 'આન' (૧૯૫૨) તેમજ નાટકીય 'દેવદાસ' (૧૯૫૫), રમુજી ફિલ્મ 'આઝાદ' (૧૯૫૫), ઐતહાસિક 'મુગલ-એ-આઝમ' (૧૯૬૦) તેમજ સામાજીક 'ગંગા જમુના' (૧૯૬૧)માં અભિનય કર્યો છે.

જાહેર જીવન

[ફેરફાર કરો]
તાજેતરના વર્ષોમાં સાયરા બાનુ સાથે દિલીપ કુમાર

દિલીપ કુમાર રાજ્ય સભાના સભ્ય તરીકે એક સત્ર માટે ચૂંટાયા હતા.

તેમને ૧૯૯૪માં દાદા સાહેબ ફાળકે અને ૧૯૯૮માં પાકિસ્તાનના સર્વોચ્ચ પારિતોષિક નિશાન-એ-ઇમ્તિઆઝ એનાયત કરવામાં આવ્યા હતા.

અંગત જીવન

[ફેરફાર કરો]

દિલીપકુમાર સૌપ્રથમ અભિનેત્રી કામિનિ કૌશલ સાથે પ્રેમમાં હતાં, પણ તેઓ તેણીના લગ્ન તેની સ્વર્ગવાસી બહેનનાં પતિ સાથે થવાથી પરણી ન શક્યા.[] ત્યારબાદ તેઓ મધુબાલા સાથે પ્રેમ સંબંધોમાં હતા, પરંતુ પરિવારના વિરોધના કારણે તેમનું લગ્ન ન થઇ શક્યું.[][] તેઓએ ૧૯૬૬માં અભિનેત્રી અને સૌદર્યં સામ્રાજ્ઞી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા, જે તેમનાથી ૨૨ વર્ષ નાની હતી. તેઓએ ૧૯૮૦માં અસ્મા સાથે બીજા લગ્ન કર્યા પણ આ લગ્ન વધુ સમય ટક્યા નહી.[]

ફિલ્મનોંધ

[ફેરફાર કરો]
વર્ષ ફિલ્મ પાત્ર પારિતોષિક
૧૯૪૪ જ્વાર ભાટા જગદીશ
૧૯૪૫ પ્રતિમા
૧૯૪૭ મિલન રમેશ
જુગ્નુ સૂરજ
૧૯૪૮ શહીદ રામ
નદિયાં કે પાર
મેલા મોહન
ઘર કી ઇજ્જત ચંદા
અનોખા પ્યાર અશોક
૧૯૪૯ શબનમ મનોજ
અંદાજ દિલીપ
૧૯૫૦ જોગન વિજય
બાબુલ અશોક
આરઝૂ બાદલ
૧૯૫૧ તરાના મોતીલાલ
હલચલ કિશોર
દિદાર શામુ
૧૯૫૨ સંગદીલ શંકર
દાગ શંકર વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
આન જય તિલક
૧૯૫૩ શિકસ્ત ડો. રામ સિંહ
ફૂટપાથ નૌશુ
૧૯૫૪ અમર અમરનાથ
૧૯૫૫ ઉડન ખટૌલા
ઇન્સાનિયત મંગલ
દેવદાસ દેવદાસ વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
આઝાદ વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૫૭ નયા દૌર શંકર વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
મુસાફિર
૧૯૫૮ યહુદી પ્રિન્સ મારકસ
મધુમતી આનંદ/દેવેન નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૫૯ પૈગામ રતન લાલ નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૬૦ કોહિનૂર યુવરાજ રાણા દેવેન્દ્ર બહાદુર વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
મગલ-એ-આઝમ પ્રિન્સ સલીમ
૧૯૬૧ ગંગા જમુના ગંગા નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૬૪ લીડર વિજય ખન્ના વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૬૬ દિલ દિયા દર્દ લિયા શંકર/રાજાસાહેબ નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૬૭ રામ ઓર શ્યામ રામ/શ્યામ (દ્રિપાત્રી) વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૬૮ સંઘર્ષ નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
આદમી રાજેશ/ રાજા સાહેબ નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૭૦ સગિના મહાતો સગિના
ગોપી ગોપી નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૭૨ દાસ્તાન અનિલ/સુનિલ (દ્રિપાત્રી)
અનોખા મિલન
૧૯૭૪ સગિના નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
ફિર કબ મિલોગી
૧૯૭૬ બૈરાગ કૈલાશ/ભોલેનાથ/સંજય (ત્રિપાત્રી) નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૮૧ ક્રાંતિ સાંગા/ક્રાંતિ
૧૯૮૨ વિધાતા શમશેર સિંગ
શક્તિ અશ્વિની કુમાર વિજેતા, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૮૩ મઝદૂર દિનાનાથ સક્સેના
૧૯૮૪ દુનિયા મોહન કુમાર
મશાલ વિનોદ કુમાર નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૮૬ ધરમ અધિકારી
કર્મા વિશ્વનાથ પ્રતાપ સિંહ, ઉર્ફે રાણા
૧૯૮૯ કાનૂન અપના અપના કલેક્ટર જગત પ્રતાપ સિંહ
૧૯૯૦ ઇજ્જતદાર બ્રમ્હા દત્ત
આગ કા દરિયા
૧૯૯૧ સૌદાગર ઠાકુર વીર સિંહ નામાંકન, ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૧૯૯૮ કિલ્લા જગનાથ/અમરનાથ સિંહ (બેવડો અભિનય)

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Tragedy king Dilip Kumar turns 88". Indian Express. 11 December 2010. મેળવેલ 21 June 2012.
  2. "Unmatched innings". The Hindu. 28 August 28. મૂળ માંથી 8 ફેબ્રુઆરી 2012 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2012. Check date values in: |date= (મદદ)
  3. "'Excerpt from Dilip Kumar's Biography'". Tribune. Dec 2008. મેળવેલ 3 January 2014. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  4. "'She loved Dilipsaab till the day she died'". Rediff.com. March 2008. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  5. Kumar, Anuj (6 January 2010). "Capturing Madhubala's pain". The Hindu. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  6. Bhatia, Ritu (2 September 2012). "Don't mind the (age) gap". India Today. મેળવેલ 16 September 2013. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]