દેવયાની

વિકિપીડિયામાંથી
દેવયાની
ચિત્ર:Sharmista was questined by Devavayani.jpg
યયાતિની બાજુમાં ઉભી રહીને શર્મિષ્ઠાને પ્રશ્નો કરતી દેવયાની
માહિતી
જોડાણદેવી પુત્રી
બાળકોયદુ, તુર્વાસુ

દેવયાની ( સંસ્કૃત: देवयानी, Devayānī) એ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય, અને તેમની પત્ની જયંતિ, ઇન્દ્રની પુત્રીની પુત્રી હતી.[૧] તેણે યયાતિ સાથે લગ્ન કર્યા, અને બે પુત્રો - યદુ અને તુર્વાસુને જન્મ આપ્યો.

શાપ[ફેરફાર કરો]

બૃહસ્પતિ (દેવોના ગુરુ)ના પુત્ર કચને મિત્ર સંજીવની મંત્ર (મૃત વ્યક્તિને જીવંત બનાવવાનો મંત્ર) જાણવા માટે શુક્રાચાર્ય પાસે મોકલવામાં આવ્યો હતો. શુક્રચાર્યનો આશીર્વાદ મેળવવા માટે કચના પિતાએ શુક્રચાર્યની પ્રિય પુત્રી દેવયાનીને પ્રસન્ન કરવાનું કહ્યું. કચે તેમની સલાહને અનુસરી અને આ વાતથી અજાણ દેવયાની તેના પ્રેમમાં પડી. શુક્રચાર્યના દૈત્ય શિષ્યો કચને મારવા માગતા હતા કારણ કે તે તેમના પ્રતિસ્પર્ધીનો પુત્ર હતો અને જો તે મૃત સંજીવિની મંત્ર શીખી લે તો તેમને નુકસાન પહોંચાડી શકે. તેઓએ બે વાર કચને મારવાની કોશિશ કરી હતી, પરંતુ શુક્રાચાર્યે દેવયાનીના આગ્રહ પર તેને ફરીથી જીવંત બનાવ્યો. છેવટે દૈત્યોએ તેને બાળી દીધો, તેની રાખને દારૂમાં ભેળવી, તે દારૂ શુક્રચાર્યને પાયો. શુક્રચાર્યને આ વાતની ખબર પડતા તેઓ મૃત સંજીવિની મંત્રને કચ શીખવે છે અને તેને પોતાની હત્યા કરીને પેટમાંથી બહાર આવવા કહે છે. કચ બહાર આવે છે અને મંત્રની મદદથી શુક્રચાર્યને ફરી જીવતા કરે છે.

શર્મિષ્ઠા સાથે ઝપાઝપી[ફેરફાર કરો]

શર્મિષ્ઠા દાનવ રાજા વૃષ્પર્વની પુત્રી હતી. શુક્રચાર્ય રાજા વૃષ્પર્વના સલાહકાર હતા. એક દિવસ શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની તેમની સખીઓ સાથે તેમના ઘર નજીક આવેલા વનના એક તળાવમાં નહાવા માટે ગઈ. નહાયા પછી ભૂલમાં શર્મિષ્ઠાએ દેવયાનીની સાડી પહેરી લીધી. દેવયાનીએ પાછી વળી અને આ ભૂલ માટે તેણે શર્મિષ્ઠાને ઠપકો આપ્યો અને તેનું અપમાન કરતા જણાવ્યું કે તે પોતે તો શુક્રાચાર્ય પુત્રી છે અને વૃષ્પર્વ રાજા તેના અને તેનું રાજ્ય પોતાના પિતાના આશીર્વાદ પર નિર્ભર છે. પોતાના અને તેના પિતા વૃષ્પર્વનું આવું અપમાન સાંભળી શર્મિષ્ઠા કોર્ધે ભરાઈ અને તેણે નગ્ન દેવયાનીને જંગલના કૂવામાં ફેંકાવી દીધી અને પોતાની સખીઓ સાથે ત્યાંથી ચાલી ગઈ. આ તરફ નહુશાનો પુત્ર યયાતિ પાણી પીવા માટે કૂવામાં તરફ આવે છે અને દેવયાનીને તેમાંથી બહાર કાઢે છે.[૨] દેવયાની તેના પિતા પાસે પાછી આવી આખી કથા સંભળાવે છે અને માંગણી કરે છે કે શર્મિષ્ઠા સાથે અન્ય અસુર છોકરીઓ તેની દાસી તરીકે સેવા કરે. જેને વૃષ્પર્વ તે માટે સંમત થયો કારણ કે તે શુક્રચાર્યને નારાજ કરવા માંગતો ન હતો.

લગ્ન[ફેરફાર કરો]

દેવયાનીએ કૂવામાંથી બચાવતો યયાતિ

કેટલાક દિવસ પછી દેવયાની શર્મિષ્ઠા અને અન્ય દાસીઓ સાથે જંગલમાં ઉજાણી પર જાય છે. ત્યાં યયાતિ શિકાર માટે આવેલો હોય છે અને તેઓ ફરીથી મળે છે. આ વખતે દેવયાની તેને પોતાના પિતા પાસે લાવે છે અને તેમને કહે છે કે તેઓ લગ્ન કરવા માંગે છે. શુક્રાચાર્ય તે માટે સંમતિ આપે છે અને યયાતિને કહે છે કે તેણે શર્મિષ્ઠાની પણ સંભાળ લેવી જોઈએ કારણ કે તે પણ રાજકુમારી છે પણ તેની સાથે લગ્ન ન કરવા. યયાતિ દેવયાની સાથે લગ્ન કરે છે અને તેની સારી સંભાળ રાખે છે.[૩]

યયાતિએ દેવયાની સાથે બે પુત્રો યદુ અને તુર્વાસુને જન્મ આપ્યો. તેણીની જાણ બહાર શર્મિષ્ઠા થકી યયાતિને ત્રણ પુત્રો જન્મ્યા ધ્રુહ્યુ, અનુ અને પુરૂ. જ્યારે દેવયાનીને આ વાતની ખબર પડી ત્યારે તેણે પોતાના પતિને છોડી દીધો અને તેના પિતાને ઘેર પાછી આવી. શુક્રાચાર્ય તેને અકાળ વૃદ્ધાવસ્થાનો શાપ આપે છે. જોકે, યયાતિની આગ્રહ ભરી વિનંતિ પર તે આ શ્રાપને ઘટાડવાની સંમતિ આપે છે. તે અનુસાર યયાતિ તેના વૃદ્ધાવસ્થાને તેના કોઈપણ યુવાન પુત્રોની યુવાની સાથે બદલી શકે છે. યયાતિએ તેમના પાંચમા પુત્ર પુરૂની યુવાની લઈ લીધી.[૪]

મૃત્યુ અને વારસો[ફેરફાર કરો]

થોડો સમય ખુશીથી જીવન જીવ્યા પછી, યયાતિ તેની યુવાની અને તેનું રાજ્ય તેના પુત્રને પાછું સોંપી દે છે. દેવયાની અને યયાતિ શાંતિપૂર્ણ રીતે સમય પસાર કરવા અને ધર્મ પ્રમાણે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા માટે વાનપ્રસ્થ જવા રવાના થયા છે. તેઓ ત્યાં થોડા સમય પછી મૃત્યુ પામે છે. તેનો પુત્ર યદુ યદુવંશની શરૂઆત કરે છે, જે વંશમાં પાછળથી કૃષ્ણનો જન્મ થયો હતો.

નોંધો[ફેરફાર કરો]

  1. Pargiter, F.E. (1972). Ancient Indian Historical Tradition, Delhi: Motilal Banarsidass, pp.196, 196ff.
  2. http://www.sacred-texts.com/hin/m01/m01079.htm
  3. http://www.sacred-texts.com/hin/m01/m01082.htm
  4. Mahabharatham- Adi Parva, Yayati charitram

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]