પ્રણવ મિસ્ત્રી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
પ્રણવ મિસ્ત્રી
જન્મ ૧૯૮૧
ભારત પાલનપુર, ગુજરાત, ભારત.
સંસ્થાઓ અનુસંધાન સહાયક અને પી. એચ. ડી.ના વિદ્યાર્થી એમ આઇ ટી મિડીયા લેબ (en:MIT Media Lab) ખાતે
માતૃસંસ્થા ગુજરાત યુનિવર્સિટી
આઇ આઇ ટી, મુંબઇ
મેસેચ્યુએટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી
ડોક્ટરની પદવી માટેના સલાહકર્તા પેટ્ટી મેસ
-માટે જાણીતા સિકસ્થ સેન્સ(Sixth Sense)અને માઉસલેસ ના સંશોધક
મહત્વના ખિતાબો પોપ્યુલર સાયન્સ દ્વારા ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ
ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯

પ્રણવ મિસ્ત્રી (જન્મ : પાલનપુર, ગુજરાત, ભારત ખાતે) વર્તમાન સમયમાં રોમાંચકારક એવી સિક્સ્થ સેન્સ ટેકનોલોજીના શોધકો પૈકીની એક ગુજરાતી પ્રતિભા છે.[૧] તેઓ હાલમાં સિક્સ્થ સેન્સ પ્રોજેક્ટના અનુસંધાન સહાયક તરીકેનું કાર્ય સંભાળવા સાથે સાથે એમ આઇ ટી મિડીયા લેબ (en:MIT Media Lab) ખાતે પી. એચ. ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ વર્તમાન સમયમાં આખા જગતને આકર્ષિત કર્યું છે.[૨],[૩] તેમના કરેલા રિસર્ચ કાર્યોમાં, એક અદ્રશ્ય કમ્પ્યુટર માઉસ - માઉસલેસ; બુદ્ધિશાળી સ્ટીકિ નોટ્સ - જે માહિતી શોધી અને મેળવી શકે તથા સંદેશ અને યાદપત્ર મોકલી શકે ; એવી પેન કે જેનાથી ૩ પરિમાણમાં ચિત્ર દોરી શકાય અને જાહેર નકશો જે ભૌતિક જગતના ગુગલનું કામ કરી શકે. પ્રણવ મિસ્ત્રીએ બેચલરની પદવી કમ્પયુટર સાયન્સમાં નિરમા યુનિવસિટી, અમદાવાદ માંથી મેળવી છે . તેણે એમ.આઇ.ટી માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સ માં માસ્ટર ડીગ્રી મેળવી છે અને ઇનડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર ,આઇ.આઇ.ટી-બોમ્બે માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે.પ્રણવના સંશોધન વિષયમાં યુબિક્ટોસ કમ્પયુટિંગ, જેસ્ચર રેક્ગ્નૈઝેશન અને ટેઞીબલ ઇન્ટર્ફેસ , આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રીઆલીટી, મશિન વિઝન, કલેક્ટીવ ઇન્ટેલિજન્સ અને રોબોટીક્સ નો સમાવેશ થાય છે.

પોપ્યુલર સાયન્સ દ્વારા સિક્સ્થ સેન્સની શોધને ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવી છે.[૧] પ્રણવે ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯ એવોર્ડ પણ જીત્યો છે.[૪] ૨૦૧૦માં ક્રિએટીવ મેગેઝીને તેમને ક્રિએટીવીટી૫૦ માં નામાંકીત કર્યા હતા.[૫] ક્રિસ એન્ડરસનના મતે,પ્રણવ મિસ્ત્રી હાલના તબક્કાના "વિશ્વના ૩ સર્વશ્રેષ્ઠ સંશોધકો" પૈકીના એક છે. [૬]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. BBC Sixsth Sense ટેક્નોલોજીએ ડિજિટલ અને વાસ્તવિક વચ્ચેનો તફાવત ઓછો કર્યો
  2. CNN Fareed Zakaria GPS: Innovation Nation
  3. TR35 2009 Young Innovators Under 35
  4. 2010 Creativity 50 List of 50 most influential and inspiring creative personalities of 2010
  5. TEDtalk Pranav Mistry and Chris Andersen discussion at the end.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]