બરફી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બરફી
Anjur burfi.jpg
અંજીર બરફી
ઉત્પતિ
મૂળ ઉત્પતિ સ્થાન ભારત
ક્ષેત્ર કે રાજ્ય ઉત્તર ભારત
વાનગીની માહિતી
મુખ્ય સામગ્રી માવો(કંડેન્સ્ડ મિલ્ક), સાકર
વિવિધારૂપો કેસરી પેંડા, કાજુ કતરી, પિસ્તા બરફી


બરફી(હિંદી: बर्फ़ी) એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવા માંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવીકડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, "બેસન બરફી"," ચોકલેટ બરફી", "કાજુ બરફી" અને "પિસ્તા બરફી" વિગેરે. આનું નામ બરફ શબ્દ પરથી ઉતરી આવ્યું છે કેમકે સાદી બરફરી દેખાવમાં બરફ જેવી લાગે છે.

બરફીને હમેશા લહેજતદાર વસ્તુઓ ઉમેરીને બનવાય છે. જેમકે (કેરી, નારિયેળ, કાજુ, પિસ્તા કે એલચી). ઘણી વખત બરફી પર ચાંદીનો વરખ લગાવીને સજાવાય છે. તેમને ચોરસ, ષટકોણ પતંગ અથવા ગોળાકારે ટુકડા કરીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ક્યારેક બરફી ચીઝ જેવી લાગે છે આ માટે તેને ભારતીય ચીઝ કેક પણ કહે છે. બરફીના ઘણાં પ્રકાર હોય છે. તે પ્રમાણે તેનો સ્વાદ, સોડમ અને સપાટી પણ બદલાય છે.