ભારતમાં આરોગ્યસંભાળ
ભારતમાં ઘટક રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો દ્વારા ચલાવાતિ સાર્વત્રિક આરોગ્યસંભાળ વ્યવસ્થા છે. ભારતનું બંધારણ રાજ્યના તમામ નાગરિકોમાં પોષણનો દર વધારવાની, લોકોનું જીવનધોરણ સુધારવાની અને સાર્વજનિક સ્વાસ્થ્ય સુધારવાની જવાબદારી જે તે રાજ્યને તેની પ્રાથમિક ફરજોમાંની એક તરીકે સોંપી છે. રાષ્ટ્રિય સ્વાસ્થ યોજના ભારતની સંસદએ ૧૯૮૩માં માન્યતા આપી છે અને ૨૦૦૨માં તેમાં સુધારો કરેલ છે.[૧]
ભારતમાં જાહેર સ્વાસ્થ્ય ક્ષેત્રની કરતાં ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્ર વધુ પ્રમાણમાં લોકપ્રિય છે. સર્વેક્ષણમાં જણાયા અનુસાર શહેરી અને ગ્રામ્ય ભારતીય ઘરો સાર્વજનિક સ્વાસ્થ્ય સુવિધાઓ કરતાં ખાનગી સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ પ્રમાણમાં વાપરે છે.[૨]
ભારતમાં સંભવિત આયુષ્ય ૬૪/૬૭ (પુરુષ/સ્ત્રી) વર્ષ જેટલું છે, અને શિશુ મૃત્યુદર દર ૧૦૦૦ જીવીત જન્મએ ૬૧ જેટલો છે.[૩]
સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ
[ફેરફાર કરો]કુપોષણ
[ફેરફાર કરો]ભારતમાં ત્રણ વર્ષથી ઓછી ઉંમરના ૪૨% બાળકો કુપોષણથી પિડાય છે, જે આફ્રિકાના સહારાના વિસ્તારમાં જ્યાં ૨૮% તેનાં કરતાં વધારે છે.[૪] ભારતનું અર્થતંત્ર ૨૦૦૧-૨૦૦૬ વચ્ચે ૫૦% જેટલું વૃદ્ધિ પામ્યું છતાં પણ કુપોષણના દરમાં ૧% જેટલો જ ઘટાડો નોંધાયો, સમાન વિકાસદર ધરાવતા દેશો કરતાં આ ઘણું પાછળ છે.[૫] કુપોષણ બાળકનો સામાજિક અને માનસિક વિકાસ રૂંધે છે અને તેની શૈક્ષણિક ઉપલબ્ધી અને પુખ્ત વયે આવક ઘટાડે છે.[૫] આ બદલી ન શકાય તે પ્રકારની હાનિ ઓછી ઉત્પાદકતામાં પરિણમે છે.[૫]
મોટા પ્રમાણમાં શિશુ મૃત્યુદર
[ફેરફાર કરો]દર વર્ષે આશરે ૧૭ લાખ ૨૦ હજાર બાળકો જન્મના એક વર્ષના ગાળામાં મરી જાય છે.[૬] પાંચ વર્ષ કરતાં ઓછી ઉમરના બાળકો અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે, ૧૯૭૦ના દર હજાર જીવિત બાળકોએ ૨૦૨ અને ૧૯૦ મૃત્યુ કરતાં ૨૦૦૯માં તે દર હજાર જીવિત બાળકે ૬૪ અને ૫૦ મૃત્યુએ પહોંચ્યો છે.[૬][૭] જોકે, ઘટાડાના આ દરની ઝડપ ઘટી રહી છે. રસીકરણના ભંડોળમાં ઘટાડાને કારણે માત્ર કુલ સંખ્યાના ૪૩.૫% બાળકોનું સંપુર્ણ રસીકરણ થઈ શક્યું છે.[૫] ભવિષ્ય સ્વાસ્થ્ય પદ્ધતિ સંઘ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ દ્વારા કરાયેલ એક સર્વેક્ષણ મુજબ રસીકરણના વ્યાપને અવરોધતાં પરિબળોમાં પ્રતિકુળ ભૌગોલિક સ્થાનો, ગેરહાજર અથવા અયોગ્ય રીતે તાલીમ પામેલા સ્વાસ્થ્ય કામદારો અને કથિત રસીકરણની ઓછી જરૂરિયાત છે.[૮] ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાનાં, માર્ગો, પાણી અને સ્વચ્છતાને લગતી માળખાગત સુવિધાનો અભાવ છે.[૯] સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડનારાની તંગી, જન્મ પહેલાં અને જન્મ બાદ નવજાત બાળકની સંભાળ લેવાની નબળી વ્યવસ્થા, પાચનતંત્રના રોગો અને શ્વસનતંત્રને લગતાં તીવ્ર ચેપને કારણે શિશુ મૃત્યુનો દર વધુ છે.[૬]
રોગો
[ફેરફાર કરો]ડેન્ગ્યુ તાવ, કમળો, ક્ષય, મેલેરીયા અને ન્યૂમોનિયા જેવા રોગો દવા સામેની તેમની પ્રતિકાર શક્તિ વધી જવાને કારણે ભારતમાં ઘણી ખરાબ અસર દેખાડી રહ્યા છે.[૧૦] ૨૦૧૧માં ભારતમાં એવા ક્ષયના જીવાણુઓ દેખાયા જે દવા સામે સંપૂર્ણ પ્રતિકારક હતા.[૧૧] એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિઓના દરમાં ભારત વિશ્વના દેશોમાં ત્રીજા સ્થાને છે.[૧૨] બાળ મૃત્યુના પ્રાથમિક કારણોમાં એક ડાયેરિયાને લગતા રોગો છે.[૧૩] આ રોગો સ્વચ્છતાના અભાવ અને સુરક્ષિત પીવાલાયક પાણીની તંગીને કારણે થાય છે.[૧૪] ભારતમાં હડકવાના વિશ્વમાં સૌથી વધુ બનાવો બને છે.
જોકે ૨૦૧૨માં ભારત ઈતિહાસમાં પ્રથમ વખત પોલિયો મુક્ત બન્યું.[૧૫] આ સિદ્ધિ ભારત સરકાર દ્વારા ૧૯૯૫-૯૬માં શરૂ કરાયેલ પલ્સ પોલિયો કાર્યક્રમને કારણે મેળવી શકાઈ.[૧૬]
ભારતીયો ખાસ કરીને એથેરોસ્ક્લેરોસિસ અને હ્રદયરોગના જોખમ હેઠળ હોય છે. આના કારણો જનીની ખામી થી લઈને ચયાપચયની બિમારી અને હ્રદયની ધમનીને મળતા પ્રતિકુળ સંજોગો ગણાવી શકાય. આ વિષય પર લોકોમાં સ્વાસ્થ્યની જાગૃકતા વધારવા બિન સરકારી સંગઠનો જેવાં કે ઈન્ડિયન હાર્ટ ફાઉન્ડેશન અને મેડવિન ફાઉન્ડેશન શરૂ કરાયાં છે.[૧૭][૧૮]
સ્વચ્છતાનો અભાવ
[ફેરફાર કરો]૧૨ કરોડ ૨૦ લાખ જેટલા ઘરોમાં શૌચાલયો નથી, અને ૩૩%માં જાજરૂની સગવડ નથી, કુલ વસ્તીના ૫૦% (૬૩ કરોડ) કરતાં વધુ લોકો મળત્યાગ ખુલ્લામાં કરે છે.[૧૯] તે બાંગ્લાદેશ, બ્રાઝિલ (૭%) અને ચીન (૪%) કરતાં પ્રમાણમાં વધારે છે.[૧૯] જોકે ૧૯૯૦-૨૦૦૮ વચ્ચે કુલ ૨૧ કરોડ લોકોને આ સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી પરંતુ તેમાંથી માત્ર ૩૧% લોકો જ આનો ઉપયોગ કરે છે.[૧૯] ગ્રામ્ય પરિવારોમાં માત્ર ૧૧% લોકો જ મળનો સુરક્ષિત રીતે નિકાલ કરે છે જ્યારે ૮૦% લોકો તેમનું મળ ખુલ્લામાં મૂકી દે છે અથવા તેને ઉકરડામાં ફેકી દે છે.[૧૯] ખુલ્લી હવામાં આ પ્રમાણેના ત્યાગને કારણે પ્રજીવો અને જીવાણુઓના ચેપ દ્વારા રોગો ફેલાય છે અને કુપોષણમાં વધારો થાય છે.[૨૦]
અપૂરતું પીવાનું સુરક્ષિત પાણી
[ફેરફાર કરો]પીવાના સુરક્ષિત પાણીના સ્રોતની ઉપલબ્ધતા ૧૯૮૮માં ૬૮% વસ્તીને હતી તે વધીને ૨૦૦૮ સુધીમાં ૮૮% જેટલી થઈ છે.[૧૯] જોકે ઝુંપડપટ્ટીમાં વસતા લોકોમાં માત્ર ૨૬% લોકોને જ પીવાના સુરક્ષિત પાણીની ઉપલબ્ધતા છે[૨૦] અને કુલ વસ્તીના ૨૫% લોકોને જ તેમના ઘરમાં પીવાના પાણીની વ્યવસ્થા છે.[૧૯] પિયત માટે ભુગર્ભજળનો વપરાશ થવાથી તેનું સ્તર ઘટવાને કારણે આ સમસ્યા વધુ વકરી રહી છે.[૧૯] પાણીના સ્રોતોની આસપાસના પર્યાવરણની અપૂરતી જાળવણી, ભુગર્ભજળનું પ્રદુષણ, પીવાના પાણીમાં મોટા પ્રમાણમાં આર્સેનિક અને ફ્લોરાઈડ ભારતીયોના આરોગ્ય માટે મોટા ખતરા રૂપ છે.[૧૯]
સ્ત્રીઓના આરોગ્યની સમસ્યા
[ફેરફાર કરો]ભારતમાં સ્ત્રીના આરોગ્યને લગતી અનેક સમસ્યાઓ છે. તેમાની કેટલીક નીચે મુજબ છે:
- કુપોષણ : ભારતમાં સ્ત્રીઓના કુપોષણની સમસ્યાનું મોટું કારણ સ્ત્રીઓની જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે પણ છેલ્લે જમવાની પરંપરા છે.[૨૧]
- સ્તન કેન્સર : ભારતની સ્ત્રીઓમાં આ સૌથી તીવ્ર અને વધતી સમસ્યા છે અને તેનું પરિણામ વધુ મૃત્યુદર આવે છે.
- હ્રદયરોગ
- અંડાશયના રોગ : તેના કારણે સ્ત્રીઓમાં ફળદ્રુપતાના દરમાં ઘટાડો થાય છે. આ બીમારીને કારણે અંડાશયમાં ઘણા નાના રસી થાય છે જે સ્ત્રીની ગર્ભ ધારણ કરવાની ક્ષમતાને નુક્શાન કરે છે.
- માતૃત્વ મૃત્યુદર : ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં માતૃત્વ મૃત્યુદર વિશ્વમાં સૌથી વધારેમાંનો ગણાય છે.[૨૧]
ગ્રામીણ આરોગ્ય
[ફેરફાર કરો]ગ્રામ્ય ભારતમાં ભારતની કુલ વસ્તીના ૬૮% લોકો વસે છે જેમાંથી અડધા ગરીબી રેખા હેઠળ જીવે છે, તેઓ આરોગ્ય સંભાળ અને તેને લગતી સેવાઓની સારી અને સરળ ઉપલબ્ધતા માટે સંઘર્ષ કરે છે.[૨૨] ગ્રામ્ય લોકોને અસર કરતા આરોગ્યના પ્રશ્નો ઘણા અને વિવિધ છે - તીવ્ર મેલેરિયાથી લઈને બેકાબૂ મધુપ્રમેહ, ખરાબ રીતે ચેપ લાગેલ ઘાવથી લઈને કેન્સર.[૨૩] ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા સંશાધનો ધરાવતા વિસ્તારોમાં માતૃત્વ ધારણ કર્યા બાદની બીમારીઓ ગંભીર સમસ્યા છે અને તેને કારણે માતૃત્વ મૃત્યુદરમાં વધારો થાય છે.[૨૪] ૨૦૦૯માં કરાયેલ એક સર્વેક્ષણમાં જણાયું કે ૪૩.૯% માતાઓએ બાળકના જન્મના છ અઠવાડિયા બાદ બીમારી સહન કરવી પડી.[૨૫] ગ્રામ્ય પ્રજા ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતા તબીબોની સેવા મોટા પ્રમાણમાં લે છે કારણ કે તે સામાન્ય જાહેર આરોગ્ય ક્ષેત્ર કરતાં ઘણા સસ્તા છે અને તે ભૌગોલિક રીતે આસાનીથી મળી જાય છે.[૨૬]
આરોગ્ય સંભાળની વ્યવસ્થા
[ફેરફાર કરો]જાહેર અને ખાનગી ક્ષેત્ર
[ફેરફાર કરો]રાષ્ટ્રિય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણ-૩ મુજબ, શહેરી વિસ્તારોમાં ખાનગી આરોગ્ય ક્ષેત્ર ૭૦% ઘરો માટે અને ગ્રામ્ય વિસ્તારોમાં ૬૩% ઘરો માટે આરોગ્ય સંભાળનો પ્રાથમિક સ્રોત છે.[૨] રાજ્યવાર જાહેર અને ખાનગી આરોગ્ય ક્ષેત્ર પરનો આધાર મોટા પ્રમાણમાં બદલાય છે. જાહેર ક્ષેત્રને બદલે ખાનગી ક્ષેત્ર પર આધાર રાખવાના અનેક કારણો અપાયાં છે; રાષ્ટ્રિય સ્તરે પ્રમુખ કારણ જાહેર ક્ષેત્રમાં આરોગ્ય સંભાળની નબળી ગુણવત્તા છે, ૫૭% કરતાં વધુ ઘરોએ આરોગ્ય સંભાળ માટે ખાનગી ક્ષેત્રને પ્રાધાન્ય આપવા પાછળ આ કારણ આપ્યું હતું.[૨] અન્ય મોટા કારણો જાહેર ક્ષેત્ર સુવિધાનું અંતર, લાંબો વિલંબ અને કામગીરીના અગવડરૂપ કલાકો.[૨]
રાષ્ટ્રિય ગ્રામ્ય આરોગ્ય યોજના
[ફેરફાર કરો]રાષ્ટ્રિય ગ્રામ્ય આરોગ્ય યોજનાની શરૂઆત એપ્રિલ ૨૦૦૫માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી. આ યોજનાનું લક્ષ્યાંક એવા ૧૮ રાજ્યોની ગ્રામ્ય વસ્તીને અસરકારક આરોગ્ય સંભાળ પૂરી પાડવાની છે જેના આરોગ્ય આંકડાઓ નબળા છે/અથવા નબળું માળખું ધરાવે છે.[૨૭]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Jugal Kishore (2005). ભારતના રાષ્ટ્રિય સ્વાસ્થ્ય કાર્યક્રમ: સ્વાસ્થ્યને લગતી રાષ્ટ્રિય નીતિ અને કાયદા. Century Publications. ISBN 978-81-88132-13-3. મેળવેલ 2 September 2012.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ International Institute for Population Sciences and Macro International (September 2007). "National Family Health Survey (NFHS-3), 2005–06" (PDF). Ministry of Health and Family Welfare, Government of India. પૃષ્ઠ 436–440. મૂળ (PDF) માંથી 8 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 5 October 2012.
- ↑ http://www.who.int/countries/ind/en/
- ↑ Rieff, David (11 October 2009). "ભારતનો કુપોષણ ધર્મસંકટ". Source: The New York Times 2009. મેળવેલ 2011-09-20.
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ Robinson, Simon (1 May 2008). "ભારતની તબીબી કટોકટી". Source: Time US. મૂળ માંથી 2013-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-20.
- ↑ ૬.૦ ૬.૧ ૬.૨ "ભારતમાં શિશુ મૃત્યુદર અને સ્વાસ્થ્ય" (PDF). Source: Institute of Economic Growth University of Delhi Enclave North Campus India by Suresh Sharma. મૂળ (PDF) માંથી 2012-04-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-20.
- ↑ "માતા અને બાળ મૃત્યુ અને કુલ ફળદ્રુપતા દર" (PDF). મેળવેલ 2012-02-13.
- ↑ Kanjilal, Barun (2008). "રસીકરણની સેવાઓને અવરોધતા પરિબળો: મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં કરાયેલ સર્વેક્ષણ". FHS Research Brief (3). મૂળ માંથી 2013-04-30 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-23. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ "ખસ્તાહાલ તબીબી અને આરોગ્યસંભાળની સુવિધા". Source: Abhinandan S, Dr Ramadoss. મેળવેલ 2011-09-20.
- ↑ "ડેન્ગ્યુ". Source: Centers for Disease Control and Prevention US. મેળવેલ 2011-09-20.
- ↑ Goldwert, Lindsay. "‘Totally drug-resistant’ tuberculosis reported in India; 12 patients have not responded to TB medication." સંગ્રહિત ૨૦૧૩-૦૫-૧૭ ના રોજ વેબેક મશિન New York Daily News 16 January 2012.
- ↑ "એચઆઈવી/એઇડસ". Source: UNICEF India. મૂળ માંથી 2011-09-03 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-20.
- ↑ "ભારતમાં અપેક્ષિત આયુષ્ય અને મૃત્યુદર". Source: The Prajnopaya Foundation. મૂળ માંથી 2010-07-06 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-20.
- ↑ "સ્વાસ્થ પરિસ્થિતિ". Source: US Library of Congress. મેળવેલ 2011-09-20.
- ↑ "ભારતમાં આખરી પોલિયો કેસને એક વર્ષ પૂર્ણ" Al Jazeera, 13 January 2012.
- ↑ http://india.gov.in/spotlight/spotlight_archive.php?id=90
- ↑ હ્રદયરોગને અટકાવી શકાય. Indian Heart Foundation. Retrieved on 2012-07-17.
- ↑ પ્રિવેન્ટ ઈન્ડિયા-૨૦૧૨ સંગ્રહિત ૨૦૧૩-૦૬-૧૪ ના રોજ વેબેક મશિન. Preventindia.org. Retrieved on 2012-07-17.
- ↑ ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ ૧૯.૩ ૧૯.૪ ૧૯.૫ ૧૯.૬ ૧૯.૭ "પાણી, પર્યાવરણ અને સ્વચ્છતા". Source: UNICEF India. મૂળ માંથી 2011-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2011-09-20.
- ↑ ૨૦.૦ ૨૦.૧ "સ્વચ્છતા અને આરોગ્યરક્ષણની દિશામાં પહેલ". Source: Sangam Unity in Action. મેળવેલ 2011-09-20.
- ↑ ૨૧.૦ ૨૧.૧ "ભારતમાં તીવ્ર ભૂખમરો અને સ્ત્રીઓની પરિસ્થિતિ". મૂળ માંથી 2014-09-10 પર સંગ્રહિત. મેળવેલ 2013-05-23.
- ↑ ભારતની શહેરી અને ગ્રામીણ વસ્તી. Indiafacts.in. Retrieved on 2012-07-17.
- ↑ JSS – ગ્રામ્ય આરોગ્યને લગતું કડવું સત્ય સંગ્રહિત ૨૦૧૨-૦૪-૨૫ ના રોજ વેબેક મશિન. Jssbilaspur.org. Retrieved on 2012-07-17.
- ↑ Sutherland, T (2008). "Cost-Effectiveness Of Misoprostol And Prenatal Iron Supplementation As Maternal Mortality Interventions In Home Births In Rural India". Int J of Gynecology and Obstetrics. મૂળ માંથી 30 ઑગસ્ટ 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 May 2012. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ); Check date values in:|archive-date=
(મદદ) - ↑ Tuddenham, S A (2010). "Care seeking for postpartum morbidities in Murshidabad, rural India". Int J of Gynecology and Obstetrics. 109 (3): 245–246. doi:10.1016/j.ijgo.2010.01.016. મૂળ માંથી 10 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 26 May 2012. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Kanjilal, B (2007). "A Parallel Health Care market: Rural Medical Practitioners in West Bengal, India" (PDF). FHS Research Brief. 02. મૂળ (PDF) માંથી 24 માર્ચ 2012 પર સંગ્રહિત. મેળવેલ 30 May 2012. Unknown parameter
|month=
ignored (મદદ); Unknown parameter|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ Umesh Kapil and Panna Choudhury રાષ્ટ્રિય ગ્રામ્ય આરોગ્ય યોજના: શું તે ફેરફાર આણશે? સંગ્રહિત ૨૦૧૬-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન Indian Pediatrics Vol. 42 (2005): 783
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિશ્વમાં દાયણોની સ્થિતિ – ભારત દેશની રૂપરેખા સંગ્રહિત ૨૦૧૩-૧૧-૨૬ ના રોજ વેબેક મશિન
- લાન્સેટ-ભારત:પૂર્ણ સ્વાસ્થ્ય તરફ