મણિલાલ હ. પટેલ
મણિલાલ પટેલ | |
---|---|
મણિલાલ પટેલ ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ ખાતે, ૧૧ મે ૨૦૧૯ | |
જન્મ | મણિલાલ હરિદાસ પટેલ 9 November 1949 ગોલાના પાલ્લા, લુણાવાડા તાલુકો, ગુજરાત |
વ્યવસાય | કવિ, નિબંધકાર, નવલકથાકાર, ટૂંકી વાર્તા લેખક, વિવેચક |
ભાષા | ગુજરાતી |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | એમ.એ., પીએચ.ડી. |
નોંધપાત્ર સર્જનો |
|
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવનસાથી | ગોપી (લ. 1972) |
સંતાનો | બે પુત્રો, એક પુત્રી |
સહી | |
શૈક્ષણિક પાર્શ્વભૂમિકા | |
શોધ નિબંધ | અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રેમનિરૂપણ (૧૯૭૮) |
માર્ગદર્શક | ધીરુભાઈ ઠાકર |
મણિલાલ હરિદાસ પટેલ (૯ નવેમ્બર ૧૯૪૯) ગુજરાતી કવિ, નિબંધકાર, નવલકથાકાર, વિવેચક છે. ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન બદલ તેઓને ૧૯૯૪-૯૫નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૨૦૦૭માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયેલાં છે.
જીવન
[ફેરફાર કરો]તેમનો જન્મ લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં અંબાબેન અને હરિદાસને ત્યાં થયો હતો.[૧] તેમણે ૧૯૬૭માં એસ.એસ.સી., ૧૯૭૧માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ., ૧૯૭૩માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ.ની પદવી મેળવી. ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની પદવીઓ મેળવી.[૨] ૧૯૭૩ થી ૧૯૮૭ સુધી આર્ટસ-કૉમર્સ કૉલેજ, ઇડરમાં ગુજરાતીનું અધ્યાપન કાર્ય[૩] અને ૧૯૮૭માં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગ સાથે રીડર તરીકે જોડાયા. બાદમાં તેમણે પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે પદોન્નતિ મેળવી. ૨૦૧૨માં તેઓ નિવૃત થયા.[૪]
સર્જન
[ફેરફાર કરો]એમના ‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩) અને ‘સાતમી ઋતુ’ (૧૯૮૮) નામક કાવ્યસંગ્રહોમાં ઈડરના સ્થળવિશેષના આગવા અસબાબથી અને ઈન્દ્રિયવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુસંધિત રાખીને ચાલે છે.[૩] ‘તરસઘર’ (૧૯૭૪), ‘ઘેરો’ (૧૯૮૪), ‘કિલ્લો’ (૧૯૮૬) અને ‘અંધારું’ (૧૯૯૦) નામક એમની નવલકથાઓમાં કથાનક અને ભાષા પરત્વેનો કસબ આસ્વાદ્ય છે. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’ (૧૯૮૫) એમનો લલિતનિબંધોનો સંગ્રહ છે; એમાં અંગત આપવીતી ક્યાંક સંવેદ્ય બની શકી છે. ‘કવિતાનું શિક્ષણ’ (અન્ય સાથે, ૧૯૭૯) અને ‘જીવનકથા’ (૧૯૮૬) એમના વિવેચનગ્રંથો છે.
‘પદ્મ વિનાના દેશમાં’ (૧૯૮૩), ‘સાતમી ઋતુ’ (૧૯૮૮),[૩] ‘ડુંગર કોરી ઘર કર્યા’ (૧૯૯૬), ‘પતઝડ’ (૧૯૯૯ હિન્દી) તથા ‘વિચ્છેદ’ (૨૦૦૬) તેમના કાવ્યસંગ્રહો છે.[૪]
‘રાતવાસો’ (૧૯૯૩), ‘લલિતા’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧), ‘સદાબહાર વાર્તાચયન’ (૨૦૦૨), ‘અંજળ’ (૨૦૦૪) તથા ‘સુધા અને બીજી વાર્તાઓ’ (૨૦૦૭) તેમના નવલિકા સંગ્રહ છે. ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ’ (૨૦૦૫) એ તેમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ છે.[૪]
‘હું તો નિત્ય પ્રવાસી’ એ તેમનો પ્રવાસનિબંધ છે. ‘તરસ્યા મલકનો મેઘ’ (૨૦૦૭) એ પન્નાલાલ પટેલનું જીવનવૃતાંત છે. ‘કવિતાનું શિક્ષણ’ (૧૯૭૯), જીવનકથા (૧૯૮૬),[૩] ‘ઇશ્વર પેટલીકર (૧૯૮૪), ‘નિંબંધકાર સુરેશ જોષી’ (૧૯૮૯), ‘પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો’ (૧૯૯૯), ‘સર્જક રાવજી પટેલ’ (૨૦૦૪), ‘ગુજરાતી પ્રેમ કવિતા’ (૧૯૬૩) એ તેમના વિવેચન સંગ્રહો છે.[૪]
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- ↑ જાની, સુરેશ બી. (9 June 2007). "મણિલાલ પટેલ". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ 1 April 2018.
- ↑ મહેતા, હસિત (November 2018). દેસાઈ, પારૂલ કંદર્પ (સંપાદક). ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ (૧૯૩૬થી ૧૯૫૦): સ્વાતંત્ર્યોત્તર યુગ-૨. 8. અમદાવાદ: કે. એલ. સ્ટડી સેન્ટર, ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 173. ISBN 978-81-939074-1-2.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ટોપીવાળા, ચંદ્રકાન્ત. "મણિલાલ પટેલ". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ 1 April 2018. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ત્રિવેદી, સંજય એલ. (માર્ચ 2015). "1. જીવન-ઘડતર પરિબળો". મહીકાંઠાના બે પ્રાદેશિક નવલકથાકાર : મણિલાલ હ. પટેલ અને કાનજી પટેલ : એક અધ્યયન (Ph. D.). ગુજરાતી વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. પૃષ્ઠ 36–39. hdl:10603/102501. મેળવેલ 1 April 2018.