મહારાણા પ્રતાપ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
મહારાણા પ્રતાપ
મેવાડના મહારાજા
RajaRaviVarma MaharanaPratap.jpg
શાસન કાળ ૧૫૬૮-૧૫૯૭
જન્મ મે ૯, ૧૫૪૦
જન્મ સ્થળ કુંભલગઢ, જુની કચેરી, પાલી, રાજસ્થાન
અવસાન જાન્યુઆરી ૧૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ)
પૂર્વગામી મહારાણા ઉદય સિંહ (બીજા)
વંશ/ખાનદાન સૂર્યવંશી,રાજપુત
પિતા મહારાણા ઉદય સિંહ (બીજા)
માતા મહારાણી જીવંત બાઈ
સંતાન ૩ પુત્રો અને ૨ પુત્રીઓ
ધર્મ હિંદુ


સિટી પેલેસ, ઉદેપુર ખાતે મહારાણા પ્રતાપનું પૂતળું

મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.

એમનો જન્મ ૯ મે ૧૫૪૦ના રોજ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા)માં થયો હતો[૧][૨]. ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોધલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમા ૧૭,૦૦૦ સૈનીકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણા પ્રતાપની હાલત દિન-પ્રતિદિન નબળી પડતી ગઈ. ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]