માણેકઠારી પૂનમનો મેળો

વિકિપીડિયામાંથી

સ્થળ[ફેરફાર કરો]

ડાકોરનું મંદિર, જ્યાં માણેકઠારી પૂનમનો મેળો ભરાય છે.

માણેકઠારી પૂનમનો મેળો મધ્ય ગુજરાતમાં આવેલ જી. ખેડાના ડાકોરમાં ભરાતો એક મેળો છે.[૧] બાજુમા ગોમતી તળાવ આવેલુ

સમય[ફેરફાર કરો]

આસો સુદ પૂનમ એટલે કે શરદ પૂનમના દિવસે

દંતકથા[ફેરફાર કરો]

ડાકોરને વૈષ્ણવોના મોટા તીર્થોમાંનું એક ગણવામાં આવે છે. મહાભારત અનુસાર, મથુરામાં જરાસંધને ૧૮ વખત હરાવ્યા પછી કાલયવન મથુરા પર આક્રમણ કરવા આવી પહોંચ્યો; યાદવોનો સંહાર અટકાવવા માટે કૃષ્ણે મથુરાનું રણમેદાન છોડ્યું અને ગુજરાતમાં આવીને વસ્યા તેથી તેઓ 'રણછોડરાય' તરીકે ઓળખાયા.[૧]


ત્યારબાદ ભક્ત બોડાણો પછી દ્વારકાની મૂર્તિને ડાકોરમાં લાવ્યો તેવી લોકવાયકા છે.[૧]

મેળો[ફેરફાર કરો]

શરદ પૂનમને માણેકઠારી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ દિવસ ચાલનારા આ મેળામાં પૂનમના દિવસે આ મૂર્તિને રેશમી વસ્ત્રો અને કીમતી અલંકારોથી શણગારવામાં આવે છે અને વિશાળ કીમતી મુગટ આ દિવસે જ ખાસ પહેરાવાય છે.[૧]

નોંધપાત્ર ઘટના[ફેરફાર કરો]

ઈ. સ. ૧૯૨૦ની ૨૭મી ઑક્ટોબરે મહાત્મા ગાંધીએ ડાકોરના માણેકઠારી પૂનમના મેળામાં ભાગ લીધો હતો.[૨] તે સમયે ગાંધીજીએ વૈષ્ણવોને સમજાવ્યા હતા કે બ્રિટીશરાજની શાળાઓ અને ન્યાયાલયોનો બહિષ્કાર કરવો એ તેમનો ધર્મ છે. તેમણે ત્યાં બ્રિટીશ રાજને 'રાવણ રાજ્ય' કહ્યું હતું.[૨] સાથે જ પૂછ્યું હતું, "વૈષ્ણવો કઈ રીતે અધર્મી સરકારની સંસ્થાઓમાં લોકોને મોકલી શકે?" આ જ સમયે મંદિરના મુખ્ય પૂજારીની ચૂંટણી માટે ગાંધીજીએ મદ્રાસના રાષ્ટ્રવાદી સ્વામી ભારતી ક્રિષ્નાને ઉભા રાખ્યા હતા જેઓ ગાંધીજીના સુધારાવાદી વૈષ્ણવવાદનું ધ્યેય પૂરું કરી શકે તેમ હતા.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ વ્યાસ, રજની. ગુજરાતની અસ્મિતા (૩જી આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃ: ૨૬૪
  2. ૨.૦ ૨.૧ ૨.૨ હાર્ડીમેન, ડૅવિડ. પીઝન્ટ ઍગીટેશન્સ ઇન ખેડા ડિસ્ટ્રીક્ટ, ગુજરાત, ૧૯૧૭-૧૯૩૪.પૃ: ૧૯૮