રામાસ્વામી પરમેશ્વરન

વિકિપીડિયામાંથી
મેજર
રામાસ્વામી પરમેશ્વરન
પરમવીર ચક્ર
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે રામાસ્વામી પરમેશ્વરનની અર્ધપ્રતિમા
જન્મ(1946-09-13)13 September 1946
મૃત્યુ25 November 1987(1987-11-25) (ઉંમર 41)
શ્રીલંકા
દેશ/જોડાણભારત ભારત
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૭૨-૧૯૮૭
હોદ્દો મેજર
દળમહાર રેજિમેન્ટ
ભારતીય શાંતિ સેના
યુદ્ધોશ્રીલંકાનો આંતર વિગ્રહ
ઓપરેશન પવન
પુરસ્કારો પરમવીર ચક્ર

મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેના ના એક અધિકારી હતા. તેઓ મહાર રેજિમેન્ટમાં ટૂંકા ગાળાની સેવા હેઠળ ૧૬ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ લશ્કરમાં જોડાયા હતા. તેઓ એ ભારતીય ભૂમિસેના દ્વારા કરાયેલ અનેક કાર્યવાહીમાં જોડાયા હતા. તેમને વીરતા માટે ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર એનાયત કરાયો હતો.

લશ્કરી કાર્યવાહી[ફેરફાર કરો]

૨૫ નવેમ્બર ૧૯૮૭ના રોજ શ્રીલંકા ખાતે મોડી રાત્રે એક શોધખોળ કાર્યવાહીમાંથી પાછા આવી રહ્યા હતા, ત્યારે તેમની ટુકડી પર આતંકવાદીઓએ છુપાઈને હુમલો કર્યો. તેઓએ માનસિક સમતુલા જાળવી અને આતંકવાદીઓને પાછળથી ઘેરી લીધા અને તેમના પર હુમલો કરી દીધો, આનાથી આતંકવાદીઓ ગભરાઈ ગયા. હાથોહાથની લડાઈમાં એક આતંકવાદીએ તેમને છાતી પર ગોળી મારી તેમ છતાં પાછા હટ્યા વિના તેમણે આતંકવાદીની બંદુક છીનવી લીધી અને તેના વડે જ તેને ઠાર માર્યો. ગંભીર ઈજાઓ થવા છતાં તેઓ પોતાની ટુકડીને દોરવણી આપતા રહ્યા અને પ્રોત્સાહિત કરતા રહ્યા. છેવટે જખ્મોને લીધે તેઓ શહીદ થયા. આ લડાઈમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા અને ત્રણ બંદુક અને બે રોકેટ લોન્ચર કબ્જે કરાયા.

આઈપીકેએફ સ્મારક ખાતે ક્ષતિ[ફેરફાર કરો]

૧૫ ઓગસ્ટ ૨૦૧૨ના રોજ ધ હિન્દુ અખબારના પત્રકાર આર.કે. રાધાક્રિષ્ણને કોલંબો ખાતેથી સ્મારકમાં રહેલી ગંભીર ભૂલ તરફ દેશનું ધ્યાન દોર્યું.

તેના પરના લેખ હતા કે: "આઈસી ૩૨૯૦૭ મેજર પી. રામાસ્વામી, મહાવીર ચક્ર ૨૫ નવેમ્બર ૧૯૮૭ ૮ મહાર". અહીં મહાવીર ચક્ર બીજા ક્રમનું સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. ત્યાં બીજા ૧૨૦૦ સૈનિકોના નામ હતાં મને તે વાતનો વિચાર થયો કે આઝાદી બાદ માત્ર ૨૧ ભારતીયોને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા છે તેમના નામમાં પણ ક્ષતિ હોય તો બાકીનામાંથી કેટલા નામો સાચાં હશે. મહાર રેજિમેન્ટ માટે પરમવીર ચક્ર મેળવનાર પરમેશ્વરન એકમાત્ર હતા અને તેનું રેજિમેન્ટ માટે કેટલું મૂલ્ય હશે."[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Radhakrishnan, R.K. (૧૫ ઓગસ્ટ ૨૦૧૨). "Glaring mistake that missed many an eye". The Hindu. મેળવેલ ૧૬ ઓગસ્ટ ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]