આ ગામના પાદરમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તેની બાજુમાં ગિરનારી આશ્રમ આવેલો છે. જયાં ઓમકારગીરી બાપુ બિરાજમાન છે. આ આશ્રમમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર તથા બોલબાલા હનુમાનજી નું મંદીર આવેલું છે. ગામમાં રામજી મંદિરે દર વર્ષે નવરાત્રીમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ગામમાં શક્તિમાતાનું (હડકમાનું) મંદિર પણ આવેલ છે, જ્યાં ગામેગામથી માનતા પુરી કરવા આવે છે. ગામમાં માટીથી ચણેલા અને છાપરા પર દેશી નળિયા વાળા મકાનો જોવા મળે છે. ગામમાં બારેમાસ પીવાનું પાણી ઘરે નળ દ્વારા મળી રહે તેવી સગવડ છે. તેમજ ભુગર્ભ ગટર યોજના પણ છે. અહીં આવેલી લુવારવાવ કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં "BRC" ભવન આવેલું છે, જ્યાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે રહેવા તથા જમવાની સુવિધાઓ મળે છે.