વાસુદેવ મહેતા

વિકિપીડિયામાંથી
વાસુદેવ મહેતા
જન્મવાસુદેવ મહેતા
૨૮ માર્ચ, ૧૯૧૭
અમદાવાદ
મૃત્યુ૯ માર્ચ, ૧૯૯૭
વ્યવસાયલેખક, પત્રકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
લેખન પ્રકારલેખક, પત્રકાર

વાસુદેવ મહેતા (૨૮ માર્ચ, ૧૯૧૭ – ૯ માર્ચ, ૧૯૯૭) એ ગુજરાતી લેખક અને પત્રકાર હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૮ માર્ચ, ૧૯૧૭ ના રોજ અમદાવાદ ખાતે મહેતા પરિવારમાં થયો હતો.[૨] વાસુદેવ મહેતા ગુજરાતના અગ્રણી રાજકીય સમીક્ષક અને નિર્ભીક પત્રકાર તરીકે ઓળખાય છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત નવસૌરાષ્ટ્ર સમાચારપત્રથી કરી હતી. ત્યારબાદ તેઓ જયંતિ દલાલના રેખા સાથે જોડાયા.

૧૯૪૮માં તેઓ રમણલાલ જાનીના દૈનિક પત્ર વર્તમાન સાથે જોડાયા. બાદમાં તેઓ ગુજરાત સમાચારમાં જોડાયા. તેના થોડાક સમય બાદ ક્ષયનો રોગ થયો, પણ તેમણે આ ક્ષય જેવી તે સમયની મહાકાય બીમારી ને સફળ રીતે માત આપી. ૧૯૭૦માં તેઓ સંદેશ વર્તમાનપત્ર સાથે જોડાયા.[૩]

પુસ્તકો[ફેરફાર કરો]

  • પેલેન્સ્ટાઈન ( ૧૯૪૭ )
  • આ પેલું રશિયા ( ૧૯૭૬ )

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "વાસુદેવ મહેતાના પત્રકારત્વ જીવન' પર વ્યાખ્યાન". gujaratsamachar.com. 2017-06-28. મેળવેલ 2017-07-30.
  2. "પત્રકાર પરિચય:: ગુજરાતી વિશ્વકોશ". gujarativishwakosh.org. 2017-06-28. મેળવેલ 2017-07-30.
  3. "પત્રકાર શિરોમણિ વાસુદેવ મહેતા ગ્રંથનું લોકાર્પણ". divyabhashkar.com. 2022-03-28. મેળવેલ 2022-03-28.

બાહ્ય કડી[ફેરફાર કરો]

ગુજરાતી વિશ્વકોશમાં વાસુદેવ મહેતા.