વિકાસ મહારાજ (સરોદવાદક)

વિકિપીડિયામાંથી
વિકાસ મહારાજ ૧૯૮૩ના વર્ષમાં એક કાર્યક્રમમાં સરોદ વગાડી રહેલા વિકાસ મહારાજ

વિકાસ મહારાજ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા સરોદ વાદક છે. એમનો જન્મ પહેલી જુલાઇ, ૧૯૫૭ના રોજ વારાણસી નગરમાં થયો હતો. તેઓ સ્વ. પંડિત કિશન મહારાજના ભત્રીજા અને સ્વ. પંડિત નનકુ મહારાજના પુત્ર છે. એમણે સંગીતનું પ્રારંભિક શિક્ષણ સ્વ. પંડિત રાજેશચંદ્ર મોઇત્રા પાસે લીધું હતું. પંડિત રાજેશચંદ્ર મોઇત્રા ઉસ્તાદ બાબા અલ્લાઉદ્દીન ખાન સાહેબ તથા એમના પિતાજી સ્વ. અશોક મોઇત્રા (ખુલાના, બાંગલાદેશ) પાસે સંગીત શીખ્યા હતા.

પંડિત વિકાસ મહારાજ એમના સંગીતસાધન સરોદ સાથેના અજોડ નાતા માટે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ખુબજ પ્રસિદ્ધ છે. તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખર જ્ઞાતા ગણાય છે. એમના સરોદવાદનમાં તેઓ સાતત્યપૂર્ણ ધુન દ્વારા ઊંડી ભાવના અને લાગણી શુદ્ધતાપુર્વક વ્યક્ત કરી શકે છે, જે સરોદવાદનમઅં અત્યંત દુર્લભ ગણાય છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]