વિકિપીડિયા:ચોતરો

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચોતરો
ચોતરો નવી ચર્ચા શરૂ કરો
દફ્તર જૂની ચર્ચાઓ
સમાચાર જૂના સમાચારો
અન્ય અન્ય જૂની ચર્ચાઓ
  • સ્વાગત! જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહિં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.

    Requests for the bot flag should be made on this page. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply below, and then request access from a steward if there is no objection.


વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતીય વિકિ સમુદાયોના પરામર્શનનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, મેં ગઈકાલે મેઈલિંગ લિસ્ટમાં મોકલેલા ઇમેલમાં તમે જોયું હશે કે વિકિમીડિયા ફાઉન્ડેશને ભારતીય ભાષાઓના વિકિપીડિયા (અને અન્ય પ્રકલ્પો)માં સક્રિય યોગદાન કરી રહેલા સમુદાયના સભ્યો (community members)ના પરામર્શનનો પ્રસ્તાવ મુક્યો છે. વધુ જાણકારી માટે મેટા પરનું આ પાનું જુઓ (India Community Consultation 2014). આ આખી વાતની પૂર્વભૂમિકા ટૂંકમાં જણાવું તો વિકિમીડિયા ફાઉન્ડેશને ૨૦૧૦ના અરસાથી આજ સુધી પ્રચાર-પ્રસાર માટે વિવિધ અખતારો કર્યા હતા અને લાંબા સમયથી જે લોકો ભારતીય ભાષાઓમાં યોગદાન કરતા હતા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના આ અખતરાઓથી વાકેફ છે તેમાંથી ઘણા મોટા પ્રમાણમાં લોકો એ અખતરાઓથી નાખુશ છે, એની પાછળનું કારણ ફાઉન્ડેશને આડેધડ વેડફેલા પૈસા છે. અન્ય દેશોમાં ફક્ત એક જ સંસ્થા (વિકિમીડિયા ચેપ્ટર) કાર્યરત હોય જેને બધું જ ભંડોળ મળે અને તેનું સંચાલન કરે જ્યારે ભારતમાં આ જ માળખાને અનુસરતું વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટર અસ્તિત્વમાં હોવા છતાં વિકિમીડિયા ફાઉન્ડેશને પહેલા IP (ઇન્ડિયા પ્રોગ્રામ)ના નામે અને પછી A2K (એક્સેસ ટુ નોલેજ)ના નામે અન્ય ખાનગી સંસ્થાઓને અધધધ કહેવાય તેવી ધનરાશીનું ધિરાણ કર્યું. આ બધી ઘટનાઓએ ઘણો ઉહાપોહ કર્યો. બે અઠવાડિયા પહેલા લંડનમાં યોજાઈ ગયેલા વિકિમેનિયા ૨૦૧૪માં ભારતિય ભાષાના વિકિપીડિયાઓનું એક પ્રતિનિધિમંડળ ફાઉન્ડેશનને મળ્યું જેમાં હું પણ સામેલ હતો અને અમે ફાઉન્ડેશનના અધિકારી (Executive Director) Lila Tretikov સાથે વાત કરી. આ પહેલા India Meetup નામે ભારતીય ભાષાઓના વિકિપીડિયામાં યોગદાન કરતા તમારા-મારા જેવા સ્વયંસેવક સભ્યો મળ્યા હતા જેમાં પણ અનસુયા અને અસફ નામના બે અધિકારીઓ કે જે ખાસ કરીને ફાઉન્ડેશનના ભંડોળની ફાળવણી કરતી સમિતિ (FDC)ના સભ્યો છે, તેઓ ઉપસ્તિત હતા. એ બંને મિટિંગમાં તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જઈને ભવિષ્યમાં ભારતમાં કેવી રીતે વિકિપીડિયાનો વ્યાપ વધારી શકાય અને વિવિધ ક્ષેત્રો અને ભાષાઓના સમુદાયો વિકિપીડિયાને કઈ દિશામાં લઈ જવા માંગે છે, વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા એક ગોષ્ઠિનું આયોજન કરશે. અગાઉમેં આપેલી કડી પર આ ઘોષણા તમે જોઈ શકો છો અને એ જ ઘોષણા સંલગ્ન માહિતી મેં ગઈકાલે મોકલેલા ઇમેલમાં હતી. આપણે જો આપણા મુદ્દાઓ અહિં ચર્ચીએ અને નક્કી કરીએ કે આપણા સમુદાયમાંથી કોણ એ મિટિંગમાં જશે તો સારું રહેશે. આપણે એવી કોઈક વ્યક્તિની પસંદગી કરવી જોઈએ કે જે આ બધી હકિકતોથી વકેફ હોય અને સભામાં ભારપૂર્વક બોલી શકે તથા આપણો પક્ષ રજૂ કરી શકે. તો ચાલો આપણે આ ચર્ચા શરૂ કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ધવલભાઈ સાથે સહમત. ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. આપણા શક્ય તેટલા વધુ સ્વયંસેવકો આમાં જાય તેવું કરીએ.
આ મિટિંગની પૂર્વભૂમિકા ધવલભાઈએ સારી રીતે સમજાવી છે. મિટિંગમાં જવા પૂર્વે આ વિષે વધુ ચર્ચા થાય તો સારું. એક વેબ ગોષ્ટિનું આયોજન કરીએ. ગુજરાતી કોમ્યુનીટીની રણનીતિ નક્કી કરીએ. અને ભાગલેનાર સભ્ય ગુજરાતી કોમ્યુનીટીના પ્રતિભાવ કયા મુદ્દે કેમ રજૂ કરવા જેવા વિષયો પર ચર્ચા કરીએ. વેબ ગોષ્ટિ માટે આવતો રવિવાર કેમ રહેશે? --Sushant savla (talk) ૨૧:૦૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ અત્યંત જરૂરી છે. સાથે સાથે, આપણે ખાસ ગુજરાતમાં ફંડીંગ વધુ મળે અને અથવા ફંડીગનો મહત્તમ લાભ આપણા સમુદાયને થાય એવું કંઇક વિચારવું જોઇયે. માફ કરશો પણ બહુ વિગતે આ વાતથી વાકેફ નથી એટલે ભૂલચૂક લેવી-દેવી. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
મહર્ષિભાઈ, આપનો ઘણો ઘણો આભાર. એકદમ સાચી વાત કરી છે કે ગુજરાતી વિકિને વધુમાં વધુ ફંડ મળે તેમ કરવું જોઈએ અને સાથે સાથે આપણો ઉદ્દેશ્ય એ પણ હોવો જોઈએ કે વચેટિયાઓ પૈસા ન લઈ જાય અને ડોનેશનરૂપે મળેલા નાણાંનો મહત્તમ ઉપયોગ થઈ શકે. મારી ઈચ્છા એવી ખરી કે આપણે આ બાબતનું ધ્યાન રાખીએ, નહિ કે સ્વાર્થી બનીને ફક્ત આપણો લાભ જોઈએ અને વચેટિયાને જે લેવું હોય તે લઈ જાય એમ કહીએ. હું તો એમ ચાહું કે એ વચેટિયાને મળતા પૈસા પણ આપણા સમુદાયને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
બીજો મુદ્દો એ કે નાણાંખર્ચ માટે વિકિમીડિયા એક સ્પષ્ટ નીતિ બનાવે કે જે કામો આપણે સહુ સ્વયંસેવકો કરીએ છીએ એ કામો કરવા માટે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને પૈસો ન મળવો જોઈએ. પૈસા ફક્ત સ્વયંસેવકો ન કરી શકે તેવા અને ખાસ કરીને અટપટા ટેકનિકલ અને કાનુની કામો માટે જ ખર્ચવા. આના જેવા બીજા પણ કોઈ મુદ્દા તમારા ધ્યાને ચડતા હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૨૭ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
ધવલભાઇ તમારો બીજો મુદ્દો - માત્ર ગુજરાતી વિકિપીડિયા માટે છે કે સમગ્ર વિકિપીડિયા માટે? મારા ખ્યાલ પ્રમાણે અહીં ભારતીય વિકિપીડિયા માટે ચર્ચા થશે. --KartikMistry (talk) ૧૮:૫૦, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
કાર્તિકભાઈ, બધીજ ભારતીય ભાષાઓના વિકિપીડિયા તથા અન્ય પ્રકલ્પો માટે એ મુદ્દો છે. જેમકે કોઈ કાર્યક્રમનું આયોજન કરવું, પ્રચાર-પ્રસારના કામો કરવા, મીટઅપ્સ યોજવી, વગેરે જેવા કામો સ્વયંસેવક સભ્યો ફંડીંગ મેળવીને કરી શકે છે અને કરતા આવ્યા છે. આવા કામો કરવા માટે પગારદાર માણસો કે સંસ્થાઓ ના રોકવી જોઈએ. આ મુદ્દો ઘણી વખત ચર્ચાઈ પણ ગયો છે અને બધી જ ભાષાઓના વિકિપીડિયાઓને લાગુ પડે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ભાઈ લોગ સરપ્રાઈઝ એન્ટ્રિ બદલ માફી પણ ધવલભાઈ તમે મૂકેલ કડીના ચર્ચાનાં પાનાં પર મિટીંગના વેન્યુની વાત ચાલી છે અને મુંબઈ અને બેંગ્લોર ના નામો દોડમાં જણાય છે તો શક્ય હોય તો ભાગ લેનાર મિત્રો નક્કી કરી અને પોતાના મત ઉમેરી દે જેથી ભાગ લેવાની અનુકૂળતા રહે.--Vyom25 (talk) ૦૨:૦૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ભાગલેનાર સભ્યો[ફેરફાર કરો]

ગુજરાતી ભાષા વિકિના બે પ્રેજેક્ટમાં સક્રીય છે. વિકિપીડિયા અને વિકિસ્રોત. તો આપણે ઓછામાં ઓછા બે-ત્રણ સભ્યો તો મોકલવા જ જોઈએ. વિકિપીડિયા તથા વિકિસ્રોત પરના પ્રથમ પાંચ સક્રીય સભ્યોના નામ (જૂન ૨૦૧૪) ના આંકડા આધારે નીચે મુજબ છે

સભ્ય નામ ભાગ લેવા માંગશો? નોંધ
સતિષચંદ્ર
Sushant savla હા જવા માંગીશ.
Ashok modhvadia ના સમયના અભાવે, જો કે અન્ય સહયોગ અને નેટ દ્વારા થતા કાર્ય કરીશ. (કોમ્પ.ઉપલબ્ધ ન હોય લોગૈન વિના સંદેશ મુક્યો)
Dsvyas હા આ કન્સલ્ટેશન પાછળના ઉદ્દેશથી અને અત્યાર સુધીના રાજકારણથી વાકેફ. પ્રચાર-પ્રસારના ઘણા કાર્યક્રમો યોજ્યા હોવાથી આપણી જરૂરીયાતોથી માહિતગાર
KartikMistry ના સૂચિત તારીખો પર વ્યસ્ત :(
Amvaishnav હાલના તબ્બકે હું આ પ્રકારની પ્રવૃત્તિઓમાં અમદાવાદમાં થનારી પ્રવૃત્તિઓ સિવાય સક્રિય થઇ શકું તેમ નથી. ઇ-મેલ કે અહીંની ચર્ચાઓમાં રીમોટ કક્ષાએ ભાગ લેવામાં મારા ક્ષેત્ર પૂરતો સક્રિય રહી શકીશ.
વિહંગ હા કન્સલ્ટેશન પાછળના ઉદ્દેશથી થોડા-ઘણા અંશે વાકેફ અને અત્યાર સુધીના રાજકારણથી ૧૦૦% અસરગ્રસ્ત. હાજરી જો ફક્ત એક સભ્ય પુરતી મર્યાદીત હોય તો ધવલની તરફેણમાં મારી ઉમેદવારી પાછી ખેચવા બિનશરતી તૈયાર.
વ્યોમ ના મુદ્દા વિષે બહુ જાણ નથી અને હાલમાં સક્રિય પણ નથી. (મુદ્દા વિશે જાણકારી ભેગી કરી રહ્યો છું)

ઉપરના સભ્યો સિવાય કોઈ સભ્યને આ મિટીંગમાં જવાની ઈચ્છા હોય તેઓ નીચે નામ જણાવે.

સુશાંતભાઈ, જૂન ૨૦૧૪ના આંકડા પસંદ કરવા પાછળનું કોઈ વિશેષ પ્રયોજન? અને ઉપર તમે જણાવેલા નામો યોગદાનના આંકડા મુજબ ઉતરતા ક્રમમાં છે?
જો તમે મેં આપેલી લિંક પરનું પાનું ધ્યાનથી વાંચશો તો વિકિમીડિયા ફાઉન્ડેશન એકાદ સભ્યને જ સ્પોન્સર કરશે. આપણી પાસે ભલે બે પ્રોજેક્ટ સક્રિય હોય પરંતુ સક્રિય સમુદાય (community)ના કદને ધ્યાનમાં રાખીને જ આપણે કેટલા સભ્યો મોકલવા તેનો નિર્ણય લેવો જોઈએ. ૧૦-૧૨ સક્રિય સભ્યોવાળી કમ્યુનિટિમાંથી ૩ સભ્યોને જો તે લોકો બોલાવવાના હોય તો તો સારું જ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪‎ (IST)
કદાચ તમે કહો તેમ હોઈ શકે. તેમણે "At least" લખ્યું છે. "as well as key communities like wikisorce" લખ્યું છે. આપણે પ્રયાસ કરી જોઈએ. આગળ જે થાય તે. અને stats.wekimedia.org પર ના અંતિમ જે આંકડા ઉપલબ્ધ છે તે લીધા છે. --Sushant savla (talk) ૨૨:૪૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
જો ફક્ત એક જ સભ્ય ભાગ લઇ શકવાના હોય તો ધવલ સૌથી વધારે યોગ્યતા ધરાવતા સભ્ય છે. એમની ઉમેદવારીને મારો ટેકો છે. વધારે સભ્યો જઇ શકે કે નહી તે જો સ્પષ્ટ હોય તો વધારે મમરા મુકવા તૈયાર છું. (જેવા કે જે માણસ/માણસો એ પેલી બેંગ્લોરની ખાનગી સંસ્થા સાથે નજદીકી કેળવી હોય તેવા લોકો ન જવા જોઇએ.) (કોમ્પ.ઉપલબ્ધ હોવા છતા લોગીન વિના સંદેશ મુક્યો-કેમેક મારા ખાતાનો પાસવર્ડ ભુલી ગયો છુ અને રીસેટ કરવાની આળસ આવે છે. ;),)-વિહંગ
જો એક સભ્ય જઇ શકે એમ હોય તો, ધવલ ભાઇને સંપૂર્ણ ટેકો અને પ્રાથમિકતા! --KartikMistry (talk) ૧૮:૪૮, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

આમંત્રિત સભ્યો[ફેરફાર કરો]

અહિં જણાવ્યા મુજબ સુશાંતભાઈ અને કાર્તિકભાઈની પસંદગી થઈ છે. બંને મિત્રોને વિનંતી કે કોઈપણ સ્વાર્થ વગર આપણું અને સમગ્ર ભારતીય ભાષાઓનું ભલું થાય એવા નિર્ણયોનો સાથ આપવો. દાતાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને મહત્તમ ફાયદો યોગદાનકર્તાઓને થાય એવી નીતિઓની તરફેણ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

કાર્તિકભાઈ તેમના અન્ય આયોજનોને કારણે (અને તેમણે અહિં આ ચર્ચામાં અગાઉ ઉપર જણાવ્યા પ્રમાણે) આ ગોષ્ઠિમાં ભાગ લઈ શકે તેમ નથી. આખરી યાદિ પ્રમાણે હવે ગુજરાતી વિકિમાંથી ત્રણ સભ્યો, વિહંગભાઈ, સુશાંતભાઈ અને હું, તેમાં જઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

મોટી મુશ્કેલી. ઉપર જણાવ્યા મુજબ હું ૪-૫ તારીખે વ્યસ્ત છું. બીજું કોઇ મારા બદલે જઇ શકે છે. મને જણાવવા વિનંતી જેથી હું મારા બદલે નામ મૂકી શકું. અસુવિધા બદલ ખેદ :( --KartikMistry (talk) ૧૫:૫૧, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
પસંદગીનો પાયો જ ખોટો છે. વિષ્ણુ (અને એની ટીમ) આ મિટિંગને પોતાની રીતે "મેનેજ" કરવા માંગે છે તે સ્પષ્ટ દેખી શકાય છે. દરેક ભારતીય વિકિ પરથી એમણે પોતાને અનુકુળ માણસૌને જ પસંદ કર્યા છે.- વિહંગ --210.56.147.174 ૨૧:૪૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
કાર્તિકભાઈ, જો તમે ન આવી શકો તો તમારે સ્થાને ધવલભાઈ કે વિહંગભાઈનું નામ જરૂરથી નોમીનેટ કરવા વિનંતી. કેમકે WMF, CIS, A2K ઇત્યાદિ સંસ્થાઓના ભૂતકાળની અમુક ગફલતોથી તેઓ અવગત છે માટે તે મુદ્દે સારા મુદ્દા ચર્ચી શકશે. તે સિવાય એક સુઝાવ છે. મિટિંગ પૂર્વે આપણે ગુજરાતી સભ્યો એક વેબ મિટિંગ યોજીયે. તેમાં આ વિષયના ઈતિહાસ વિષે ચર્ચા કરીએ. (ધવલ ભાઈએ જણાવેલે માહિતી સિવાય મને તે વિષે વધુ જાણકારી નથી.) આપણી કોમ્યુનીટી દ્વારા કયા મુદ્દા જણાવવા છે. તે વિષે ચર્ચા કરીશું રણનીતિ ઘડીશું તો સારું રહેશે. તે માટે આવતા રવિવારે વેબમિટિંગ ગોઠવીશું? કે પછી ૨૮-૦૯-૨૦૧૪ ના દિવસે?--Sushant savla (talk) ૨૨:૪૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
સુશાંતભાઈ, મારું નામ અહિં બહુમતિથી પસંદ કરવામાં આવ્યું હોવા છતા મને આમંત્રણ ન આપવા પાછળનું કારણ મારો પ્રવાસખર્ચ છે. જ્યાં જ્યાં સમુદાયોએ નામોની પસંદગી કરી ત્યાં WMFએ એ લોકોને જ આમંત્ર્યા છે, આપણે અહિં થયેલી પસંદગી તેમને આર્થિક રીતે મોંધી પડે તેમ છે એટલે તેમણે સમુદાયની પસંદને બદલે સ્વનામાંકન કરેલા સભ્યોને આમંત્રણ આપ્યું છે. જો કે આમ કરવા માટે પણ તેમણે કોઈક અન્ય માપદંડતો વાપર્યો જ હશે. એટલે કાર્તિકભાઈની અનુપસ્થિતીમાં મારું નામાંકન કરવાથી ખાસ કોઈ ફરક નથી પડવાનો. હા, જો WMF મારો પ્રવાસખર્ચ ઉઠાવવા તૈયાર થાય તો તેઓ આપ બે કે ત્રણ સભ્યો ઉપરાંત પણ મને બોલાવી શકે છે. એટલે મારે બદલે વિહંગભાઈનું નામ સૂચવવું વધુ યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
ધવલભાઇ એ સૌથી યોગ્ય વ્યક્તિ છે. પ્રવાસ-ખર્ચ મોંઘો પડવાનું કારણ ગળે ઉતરે એમ નથીૂ. CIS - A2K પાછળ જે રીતે ખર્ચ થયો છે તે જોતા એમનો પ્રવાસ ખર્ચ તદ્દન નગણ્ય છે. - વિહંગ --210.56.147.174 ૨૧:૪૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)


આપ સહુની જાણકારી માટે લખવાનું કે આજે સવારે જાગીને મારા મેલ-બોક્ષમાં જોયું તો વિકીના ટ્રાવેલ એજન્ટનો ઇમેલ હતો કે અગાઉ મને મોકલવામાં આવેલ ઇ-ટીકીટ કોઇ અકળ કારણોસર રદ કરી નાખી છે અને નવી એવી ટીકીટ મોકલવામાં આવી છે જેમાં અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-બેંગલોર એમ બે ભાગમાં સમગ્ર પ્રવાસ વહેચાયેલો છે. ટીકિટ જોતા એવું લાગે છે કે બન્ને ભાગનો ફ્લાઇટ નંબર અલગ અલગ હોવાથી એમ માનવા પ્રેરાઉ છુ કે એક વિમાન છોડીને બીજામાં બેસવાનું હશે.(એ લોકો ને પુછ્યુ છે પણ હજુ સુધી કોઇ જવાબ નથી). અમદાવાદ-બેંગલોર ડાયરેક્ટ ૩ ફ્લાઇટ ઉપલબ્ધ હોવા છતા આવી ટીકિટ કેમ મોકલી હશે તેનો કોઇ જવાબ હજુ સુધી મળતો નથી. પહેલાવળી ટીકીટ (જે પણ ડાયરેક્ટ નહોતી, પણ વિમાન બદલવાની માથાકુટ નહોતી એટલે મેં સ્વીકારેલી તે) રદ્દ શું કામ કરવી પડી છે તે પણ કોઇ સ્પષ્ટ ખુલાસો નથી. આવા સંજોગોમાં મારે માટે બેંગલોર જવાની કોઇ મનો-શારીરીક તૈયારી કરવી કે કેમ તે એક કોયડો બની ગયો છે.--લિ., વિહંગ વ્યાસંગી ૧૬:૫૧, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)

વિકિના ટ્રાવેલ એજન્ટ અત્યારે છેક "કન્ફર્મ" કરી રહ્યા છે કે હા, ટીકીટ તો અમે એવી જ મોકલી છે કે જે દરમ્યાન તમારે મુંબઇમાં વિમાન બદલવાની દોડાદોડી કરવી પડે.
કેટલું સરસ!, બન્ને ફ્લાઇટ વચ્ચે સમય નો તફાવત છે ફક્ત ૪૦ મીનીટનો. એક ફ્લાઇટ ઉતરે, ટેક્ષીગ કરે અને બઘા ઊતારૂઓ ઉતરે અને કન્વેયર બેલ્ટ પરથી ચેક્ડ-ઇન લગેજ લે એ દરમ્યાન જ મોટેભાગે આટલો સમય જતો રહેતો હોય છે. તો પછી કનેક્ટીંગ ફ્લાઇટ ચોક્કસપણે ચુકી જ જવાય એેવી ટીકીટ મોકલવા પાછળ શું આશય હોય શકે?--લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૦૪, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
હવે વિકિના ટ્રાવેલ એજન્ટ ટીકીટ બુક કરવા મટે અશક્ત છીએ એમ કહી રહ્યા છે. --લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૨૭, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
વિહંગભાઈ, તમારી તકલીફ સમજી શકાય એમ છે. એક વાત કહીશ કે જો અમદાવાદ-બેંગલોર બુકીંગ મળતું હોય અને એજન્ટે એ બુકીંગ એક સળંગ જર્ની તરીકે કરાવ્યું હોય તો તમારે ચેક્ડ-ઇન બેગેજ જાતે ફેરવાની જરૂર નહિ રહે, એરલાઇન્સ પોતે જ તમારો સામાન ફેરવી દેવી જોઈએ. પણ તમે કહો છો તેમ પણ હોઈ શકે અને જો એવું હોય તો દોડાદોડ થઈ જાય અને સંભવત: ફ્લાઇટ ચૂકી પણ જવાય. તેઓએ હાલમાં જ આપને અન્ય બે પર્યાય સૂચવ્યા છે, જેમાં બે ફ્લાઇટ વચ્ચે ખાસ્સો સમય છે, ખબર નહિ કે એટલો બધો સમય તમે એરપોર્ટ પર વ્યતિત કરવાનું પસંદ કરશો કે નહિ. હું તો આપને એટલું જ કહિશ કે, પહેલા તમારી સહુલિયત જો જો. તમારી આ ચર્ચામાં અગાઉની કોમેન્ટ પરથી એમ તો લાગે છે કે તમે આ મિટિંગના બેકગ્રાઉન્ડથી થોડાઘણા અંશે વાકેફ છો અને એ કારણે આપની ઉપસ્થિતિ ઈચ્છનિય છે, પરંતુ કોઈપણ પ્રકારની અગવડ વેઠીને તો નહિ જ. આપ જે નિર્ણય લેશો એ મને અને અન્ય સભ્યોને માન્ય જ હશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૪, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ, મારી તકલીફ સમજવા બદલ આભાર. મુંબઇમાં ૬૦ મીનીટથી ઓછો તફાવત હોય તો હાલત ખરાબ થઇ જાય છે એવા મારા અને અન્ય મિત્રોના અનુભવને આધારે એ લોકોને એમ કહેવા માંગતો હતો કે કે ભાઇસાબ કાંતો Direct ટિકિટ આપો અને નહી તો પુરતો સમય મળે એવી ટીકિટ આપો.--લિ., વિહંગ વ્યાસંગી ૦૧:૩૨, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)

Letter petitioning WMF to reverse recent decisions[ફેરફાર કરો]

The Wikimedia Foundation recently created a new feature, "superprotect" status. The purpose is to prevent pages from being edited by elected administrators -- but permitting WMF staff to edit them. It has been put to use in only one case: to protect the deployment of the Media Viewer software on German Wikipedia, in defiance of a clear decision of that community to disable the feature by default, unless users decide to enable it.

If you oppose these actions, please add your name to this letter. If you know non-Wikimedians who support our vision for the free sharing of knowledge, and would like to add their names to the list, please ask them to sign an identical version of the letter on change.org.

-- JurgenNL (talk) ૨૩:૦૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

Process ideas for software development[ફેરફાર કરો]

’’My apologies for writing in English.’’

Hello,

I am notifying you that a brainstorming session has been started on Meta to help the Wikimedia Foundation increase and better affect community participation in software development across all wiki projects. Basically, how can you be more involved in helping to create features on Wikimedia projects? We are inviting all interested users to voice their ideas on how communities can be more involved and informed in the product development process at the Wikimedia Foundation. It would be very appreciated if you could translate this message to help inform your local communities as well.

I and the rest of my team welcome you to participate. We hope to see you on Meta.

Kind regards, -- Rdicerb (WMF) talk ૦૩:૪૫, ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

--This message was sent using MassMessage. Was there an error? Report it!

Grants to improve your project[ફેરફાર કરો]

Apologies for English. Please help translate this message.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals for funding new experiments from September 1st to 30th. Your idea could improve Wikimedia projects with a new tool or gadget, a better process to support community-building on your wiki, research on an important issue, or something else we haven't thought of yet. Whether you need $200 or $30,000 USD, Individual Engagement Grants can cover your own project development time in addition to hiring others to help you.

VisualEditor available on Internet Explorer 11[ફેરફાર કરો]

VisualEditor-logo.svg

VisualEditor will become available to users of Microsoft Internet Explorer 11 during today's regular software update. Support for some earlier versions of Internet Explorer is being worked on. If you encounter problems with VisualEditor on Internet Explorer, please contact the Editing team by leaving a message at VisualEditor/Feedback on Mediawiki.org. Happy editing, Elitre (WMF) ૧૨:૫૯, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST).

PS. Please subscribe to the global monthly newsletter to receive further news about VisualEditor.

ભરૂચ તાલુકામાં ઇન્ફોબોક્સ?[ફેરફાર કરો]

કદાચ આ તાલુકો ઇન્ફોબોક્સ મૂકવામાંથી રહી ગયો છે. તેમાં બોટ ચલાવીને બોક્સ મૂકવા કે એમને એમ મૂકી શકાય? આભાર. --KartikMistry (talk) ૧૮:૫૪, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

એમનેમ પણ મૂકી શકાય પણ લાંબુ કામ થાય, જો તમે કહો તો હું બોટ દ્વારા મૂકી દઉં.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૪, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
કરો કંકુના, એટલે કે બોટના. --KartikMistry (talk) ૧૩:૪૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
સાથે-સાથે વિજાપુર તાલુકામાં પણ બોટ ચલાવવા વિનંતી. --KartikMistry (talk) ૧૮:૧૯, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

Yes check.svg કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૭, ૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

આભાર, ધવલભાઇ! --KartikMistry (talk) ૧૨:૩૩, ૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

Monuments of Spain Challenge[ફેરફાર કરો]

Excuse me for not speaking Gujarati yet.

Wikimedia España invites you to join the Monuments of Spain Challenge. And what’s that? It’s a contest. You have to edit, translate or expand articles about the Spanish monuments and you will be granted points. So you’re not just writing about wonderful buildings: you can get prizes!

The time of the contest will include all October and any information you may need is right here.

Join in and good luck!

PS: We would be grateful if you could translate this note into Gujarati.

B25es on behalf of Wikimedia España.

B25es (talk) ૧૧:૩૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

ઢાંચાનું ધીંગાણું[ફેરફાર કરો]

ધવલભાઇ/અશોકભાઇ. કદાચ છેલ્લાં ટેમ્પલેટ્સ-ઢાંચા લાવતી વખતે કંઇ ગરબડ થઇ છે. જુઓ, ચકાસણી પાનું, https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry/Test --KartikMistry (talk) ૧૮:૦૬, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)

હા, કાર્તિકભાઈ, ગઈ કાલે વિહંગભાઈ માટે Infobox:Hurricaneના બધા ઢાંચા લાવતી વખતે આ ગોટાળો થયો છે, મેં એ જ વખતે જોયું હતું પણ ક્યાં ગરબડ થઈ એ જોવાનો સમય નહોતો મળ્યો. માફ કરશો, આજે જોઈને પૂર્વવત્ કરવાનો પ્રયત્ન કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૪, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)
પેલા ચક્રવાતને કારણે કદાચ આવું થયુ હશે. વિશાખાપટ્ટનમ હવાઇમથક તુટી ગયું ત્યાં એકાદ ઢાંચાની શું વિસાત?--એ. આર. ભટ્ટ (talk) ૨૦:૨૩, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)
છેવટે, અહીં તો બધું શાંત થઇ ગયું છે. આભાર, ધવલભાઇ!! --KartikMistry (talk) ૧૪:૦૩, ૧૪ ઓકટોબર ૨૦૧૪ (IST)
માફ કરજો પણ આ પાનું આપણી સાથે સહમત થતું હોય એમ લાગતું નથી. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૦૦, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
Yes check.svg કામ થઈ ગયું કાર્તિકભાઈ, ગઈકાલે ૨-૩ ખૂટતા મોડ્યુલ્સ અહિં બનાવતા આ ત્રુટિ અદૃશ્ય થઈ છે, ફરી આવું કશું ધ્યાને ચઢે તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૧, ૧૪ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ/અશોકભાઇ, લીચેસ્ટેઈનના પાના પરના ઢાંચામાં ક્યાંક ત્રૂટિ છે, જોઇ લેશો.--સતિષચંદ્ર (talk) ૦૬:૫૯, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
ફિક્સ. https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B2%E0%AB%80%E0%AA%9A%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%88%E0%AA%A8&diff=386563&oldid=383218 પણ, આ ધીંગાણાંને સંબંધિત લાગતું નથી. --KartikMistry (talk) ૧૨:૫૪, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
આભાર કાર્તિકભાઈ!
ભટ્ટ સાહેબ, થરાદની શું વિસાત કે આપણી સાથે સહમત ન થાય, હવે જોઈ જુઓ, આપણા સૂરમાં સૂર પુરાવે છે કે નહિ? અને હા, ગુપ્તરોગને પણ આ રોગ લાગેલો, જે હવે નિવારવામાં આવ્યો છે. આ બે અને એવા અન્ય એકાદબે પાનાઓ ચકાસતા એવું સમજાય છે કે આ ત્રુટિ કોઈપણ માહિતીચોકઠામાં જ્યારે લાલ કડી (એવા પૃષ્ઠની કડી કે જે અહિં ન હોય) આવતી હોય ત્યારે જ આ ત્રુટિ દર્શાવે છે. જો કે વધુ સંશોધનની જરૂર છે, જે હું કરી રહ્યો છું. ઉદા. તરિકે જ્ઞાનકોશ અને ધુમકેતુ જુઓ. હું તો સંશોધન કરી જ રહ્યો છું, પણ તમે અને કાર્તિકભાઈ પણ ટેકનિકલ માણસો હોવાને નાતે જો ચાહો તો કામ કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૪, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ, આપ જેવા સર સેનાપતિ મેદાનમાં હોય પછી કોની વિસાત છે કે સહમત નથાય. આપનો સંશોધન કરવાનો આદેશ આંખ-માથા પર ચડાવું છું--એ. આર. ભટ્ટ (talk) ૧૯:૧૯, ૧૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

Meta RfCs on two new global groups[ફેરફાર કરો]

Hello all,

There are currently requests for comment open on meta to create two new global groups. The first is a group for members of the OTRS permissions queue, which would grant them autopatrolled rights on all wikis except those who opt-out. That proposal can be found at m:Requests for comment/Creation of a global OTRS-permissions user group. The second is a group for Wikimedia Commons admins and OTRS agents to view deleted file pages through the 'viewdeletedfile' right on all wikis except those who opt-out. The second proposal can be found at m:Requests for comment/Global file deletion review.

We would like to hear what you think on both proposals. Both are in English; if you wanted to translate them into your native language that would also be appreciated.

It is possible for individual projects to opt-out, so that users in those groups do not have any additional rights on those projects. To do this please start a local discussion, and if there is consensus you can request to opt-out of either or both at m:Stewards' noticeboard.

Thanks and regards, Ajraddatz (talk) ૨૩:૩૪, ૨૬ ઓકટોબર ૨૦૧૪ (IST)