વિકિપીડિયા:ચોતરો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ચોતરો
ચોતરો નવી ચર્ચા શરૂ કરો
દફ્તર જૂની ચર્ચાઓ
સમાચાર જૂના સમાચારો
અન્ય અન્ય જૂની ચર્ચાઓ
 • સ્વાગત! જેમ ગામના ચોતરે બધાં ચર્ચા કરવા ભેગા થાય એમ આ પાનાનો ઉપયોગ વિકિપીડિયાને લગતી વાતો કરવા માટે કરી શકાય છે. અહિં તમે વિકિપીડિયાને લગતા કોઇ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકો છો.

  Requests for the bot flag should be made on this page. This wiki uses the standard bot policy, and allows global bots and automatic approval of certain types of bots. Other bots should apply below, and then request access from a steward if there is no objection.


અનુક્રમણિકા

વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતીય વિકિ સમુદાયોના પરામર્શનનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, મેં ગઈકાલે મેઈલિંગ લિસ્ટમાં મોકલેલા ઇમેલમાં તમે જોયું હશે કે વિકિમીડિયા ફાઉન્ડેશને ભારતીય ભાષાઓના વિકિપીડિયા (અને અન્ય પ્રકલ્પો)માં સક્રિય યોગદાન કરી રહેલા સમુદાયના સભ્યો (community members)ના પરામર્શનનો પ્રસ્તાવ મુક્યો છે. વધુ જાણકારી માટે મેટા પરનું આ પાનું જુઓ (India Community Consultation 2014). આ આખી વાતની પૂર્વભૂમિકા ટૂંકમાં જણાવું તો વિકિમીડિયા ફાઉન્ડેશને ૨૦૧૦ના અરસાથી આજ સુધી પ્રચાર-પ્રસાર માટે વિવિધ અખતારો કર્યા હતા અને લાંબા સમયથી જે લોકો ભારતીય ભાષાઓમાં યોગદાન કરતા હતા અને વિકિમીડિયા ફાઉન્ડેશનના આ અખતરાઓથી વાકેફ છે તેમાંથી ઘણા મોટા પ્રમાણમાં લોકો એ અખતરાઓથી નાખુશ છે, એની પાછળનું કારણ ફાઉન્ડેશને આડેધડ વેડફેલા પૈસા છે. અન્ય દેશોમાં ફક્ત એક જ સંસ્થા (વિકિમીડિયા ચેપ્ટર) કાર્યરત હોય જેને બધું જ ભંડોળ મળે અને તેનું સંચાલન કરે જ્યારે ભારતમાં આ જ માળખાને અનુસરતું વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટર અસ્તિત્વમાં હોવા છતાં વિકિમીડિયા ફાઉન્ડેશને પહેલા IP (ઇન્ડિયા પ્રોગ્રામ)ના નામે અને પછી A2K (એક્સેસ ટુ નોલેજ)ના નામે અન્ય ખાનગી સંસ્થાઓને અધધધ કહેવાય તેવી ધનરાશીનું ધિરાણ કર્યું. આ બધી ઘટનાઓએ ઘણો ઉહાપોહ કર્યો. બે અઠવાડિયા પહેલા લંડનમાં યોજાઈ ગયેલા વિકિમેનિયા ૨૦૧૪માં ભારતિય ભાષાના વિકિપીડિયાઓનું એક પ્રતિનિધિમંડળ ફાઉન્ડેશનને મળ્યું જેમાં હું પણ સામેલ હતો અને અમે ફાઉન્ડેશનના અધિકારી (Executive Director) Lila Tretikov સાથે વાત કરી. આ પહેલા India Meetup નામે ભારતીય ભાષાઓના વિકિપીડિયામાં યોગદાન કરતા તમારા-મારા જેવા સ્વયંસેવક સભ્યો મળ્યા હતા જેમાં પણ અનસુયા અને અસફ નામના બે અધિકારીઓ કે જે ખાસ કરીને ફાઉન્ડેશનના ભંડોળની ફાળવણી કરતી સમિતિ (FDC)ના સભ્યો છે, તેઓ ઉપસ્તિત હતા. એ બંને મિટિંગમાં તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળને ભૂલી જઈને ભવિષ્યમાં ભારતમાં કેવી રીતે વિકિપીડિયાનો વ્યાપ વધારી શકાય અને વિવિધ ક્ષેત્રો અને ભાષાઓના સમુદાયો વિકિપીડિયાને કઈ દિશામાં લઈ જવા માંગે છે, વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા એક ગોષ્ઠિનું આયોજન કરશે. અગાઉમેં આપેલી કડી પર આ ઘોષણા તમે જોઈ શકો છો અને એ જ ઘોષણા સંલગ્ન માહિતી મેં ગઈકાલે મોકલેલા ઇમેલમાં હતી. આપણે જો આપણા મુદ્દાઓ અહિં ચર્ચીએ અને નક્કી કરીએ કે આપણા સમુદાયમાંથી કોણ એ મિટિંગમાં જશે તો સારું રહેશે. આપણે એવી કોઈક વ્યક્તિની પસંદગી કરવી જોઈએ કે જે આ બધી હકિકતોથી વકેફ હોય અને સભામાં ભારપૂર્વક બોલી શકે તથા આપણો પક્ષ રજૂ કરી શકે. તો ચાલો આપણે આ ચર્ચા શરૂ કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ધવલભાઈ સાથે સહમત. ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ હોવું જ જોઈએ. આપણા શક્ય તેટલા વધુ સ્વયંસેવકો આમાં જાય તેવું કરીએ.
આ મિટિંગની પૂર્વભૂમિકા ધવલભાઈએ સારી રીતે સમજાવી છે. મિટિંગમાં જવા પૂર્વે આ વિષે વધુ ચર્ચા થાય તો સારું. એક વેબ ગોષ્ટિનું આયોજન કરીએ. ગુજરાતી કોમ્યુનીટીની રણનીતિ નક્કી કરીએ. અને ભાગલેનાર સભ્ય ગુજરાતી કોમ્યુનીટીના પ્રતિભાવ કયા મુદ્દે કેમ રજૂ કરવા જેવા વિષયો પર ચર્ચા કરીએ. વેબ ગોષ્ટિ માટે આવતો રવિવાર કેમ રહેશે? --Sushant savla (talk) ૨૧:૦૨, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ અત્યંત જરૂરી છે. સાથે સાથે, આપણે ખાસ ગુજરાતમાં ફંડીંગ વધુ મળે અને અથવા ફંડીગનો મહત્તમ લાભ આપણા સમુદાયને થાય એવું કંઇક વિચારવું જોઇયે. માફ કરશો પણ બહુ વિગતે આ વાતથી વાકેફ નથી એટલે ભૂલચૂક લેવી-દેવી. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk)
મહર્ષિભાઈ, આપનો ઘણો ઘણો આભાર. એકદમ સાચી વાત કરી છે કે ગુજરાતી વિકિને વધુમાં વધુ ફંડ મળે તેમ કરવું જોઈએ અને સાથે સાથે આપણો ઉદ્દેશ્ય એ પણ હોવો જોઈએ કે વચેટિયાઓ પૈસા ન લઈ જાય અને ડોનેશનરૂપે મળેલા નાણાંનો મહત્તમ ઉપયોગ થઈ શકે. મારી ઈચ્છા એવી ખરી કે આપણે આ બાબતનું ધ્યાન રાખીએ, નહિ કે સ્વાર્થી બનીને ફક્ત આપણો લાભ જોઈએ અને વચેટિયાને જે લેવું હોય તે લઈ જાય એમ કહીએ. હું તો એમ ચાહું કે એ વચેટિયાને મળતા પૈસા પણ આપણા સમુદાયને મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.
બીજો મુદ્દો એ કે નાણાંખર્ચ માટે વિકિમીડિયા એક સ્પષ્ટ નીતિ બનાવે કે જે કામો આપણે સહુ સ્વયંસેવકો કરીએ છીએ એ કામો કરવા માટે કોઈ વ્યક્તિને કે કોઈ સંસ્થાને પૈસો ન મળવો જોઈએ. પૈસા ફક્ત સ્વયંસેવકો ન કરી શકે તેવા અને ખાસ કરીને અટપટા ટેકનિકલ અને કાનુની કામો માટે જ ખર્ચવા. આના જેવા બીજા પણ કોઈ મુદ્દા તમારા ધ્યાને ચડતા હોય તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૨, ૨૭ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
ધવલભાઇ તમારો બીજો મુદ્દો - માત્ર ગુજરાતી વિકિપીડિયા માટે છે કે સમગ્ર વિકિપીડિયા માટે? મારા ખ્યાલ પ્રમાણે અહીં ભારતીય વિકિપીડિયા માટે ચર્ચા થશે. --KartikMistry (talk) ૧૮:૫૦, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
કાર્તિકભાઈ, બધીજ ભારતીય ભાષાઓના વિકિપીડિયા તથા અન્ય પ્રકલ્પો માટે એ મુદ્દો છે. જેમકે કોઈ કાર્યક્રમનું આયોજન કરવું, પ્રચાર-પ્રસારના કામો કરવા, મીટઅપ્સ યોજવી, વગેરે જેવા કામો સ્વયંસેવક સભ્યો ફંડીંગ મેળવીને કરી શકે છે અને કરતા આવ્યા છે. આવા કામો કરવા માટે પગારદાર માણસો કે સંસ્થાઓ ના રોકવી જોઈએ. આ મુદ્દો ઘણી વખત ચર્ચાઈ પણ ગયો છે અને બધી જ ભાષાઓના વિકિપીડિયાઓને લાગુ પડે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૬, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ભાઈ લોગ સરપ્રાઈઝ એન્ટ્રિ બદલ માફી પણ ધવલભાઈ તમે મૂકેલ કડીના ચર્ચાનાં પાનાં પર મિટીંગના વેન્યુની વાત ચાલી છે અને મુંબઈ અને બેંગ્લોર ના નામો દોડમાં જણાય છે તો શક્ય હોય તો ભાગ લેનાર મિત્રો નક્કી કરી અને પોતાના મત ઉમેરી દે જેથી ભાગ લેવાની અનુકૂળતા રહે.--Vyom25 (talk) ૦૨:૦૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

ભાગલેનાર સભ્યો[ફેરફાર કરો]

ગુજરાતી ભાષા વિકિના બે પ્રેજેક્ટમાં સક્રીય છે. વિકિપીડિયા અને વિકિસ્રોત. તો આપણે ઓછામાં ઓછા બે-ત્રણ સભ્યો તો મોકલવા જ જોઈએ. વિકિપીડિયા તથા વિકિસ્રોત પરના પ્રથમ પાંચ સક્રીય સભ્યોના નામ (જૂન ૨૦૧૪) ના આંકડા આધારે નીચે મુજબ છે

સભ્ય નામ ભાગ લેવા માંગશો? નોંધ
સતિષચંદ્ર
Sushant savla હા જવા માંગીશ.
Ashok modhvadia ના સમયના અભાવે, જો કે અન્ય સહયોગ અને નેટ દ્વારા થતા કાર્ય કરીશ. (કોમ્પ.ઉપલબ્ધ ન હોય લોગૈન વિના સંદેશ મુક્યો)
Dsvyas હા આ કન્સલ્ટેશન પાછળના ઉદ્દેશથી અને અત્યાર સુધીના રાજકારણથી વાકેફ. પ્રચાર-પ્રસારના ઘણા કાર્યક્રમો યોજ્યા હોવાથી આપણી જરૂરીયાતોથી માહિતગાર
KartikMistry ના સૂચિત તારીખો પર વ્યસ્ત :(
Amvaishnav હાલના તબ્બકે હું આ પ્રકારની પ્રવૃત્તિઓમાં અમદાવાદમાં થનારી પ્રવૃત્તિઓ સિવાય સક્રિય થઇ શકું તેમ નથી. ઇ-મેલ કે અહીંની ચર્ચાઓમાં રીમોટ કક્ષાએ ભાગ લેવામાં મારા ક્ષેત્ર પૂરતો સક્રિય રહી શકીશ.
વિહંગ હા કન્સલ્ટેશન પાછળના ઉદ્દેશથી થોડા-ઘણા અંશે વાકેફ અને અત્યાર સુધીના રાજકારણથી ૧૦૦% અસરગ્રસ્ત. હાજરી જો ફક્ત એક સભ્ય પુરતી મર્યાદીત હોય તો ધવલની તરફેણમાં મારી ઉમેદવારી પાછી ખેચવા બિનશરતી તૈયાર.
વ્યોમ ના મુદ્દા વિષે બહુ જાણ નથી અને હાલમાં સક્રિય પણ નથી. (મુદ્દા વિશે જાણકારી ભેગી કરી રહ્યો છું)

ઉપરના સભ્યો સિવાય કોઈ સભ્યને આ મિટીંગમાં જવાની ઈચ્છા હોય તેઓ નીચે નામ જણાવે.

સુશાંતભાઈ, જૂન ૨૦૧૪ના આંકડા પસંદ કરવા પાછળનું કોઈ વિશેષ પ્રયોજન? અને ઉપર તમે જણાવેલા નામો યોગદાનના આંકડા મુજબ ઉતરતા ક્રમમાં છે?
જો તમે મેં આપેલી લિંક પરનું પાનું ધ્યાનથી વાંચશો તો વિકિમીડિયા ફાઉન્ડેશન એકાદ સભ્યને જ સ્પોન્સર કરશે. આપણી પાસે ભલે બે પ્રોજેક્ટ સક્રિય હોય પરંતુ સક્રિય સમુદાય (community)ના કદને ધ્યાનમાં રાખીને જ આપણે કેટલા સભ્યો મોકલવા તેનો નિર્ણય લેવો જોઈએ. ૧૦-૧૨ સક્રિય સભ્યોવાળી કમ્યુનિટિમાંથી ૩ સભ્યોને જો તે લોકો બોલાવવાના હોય તો તો સારું જ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪‎ (IST)
કદાચ તમે કહો તેમ હોઈ શકે. તેમણે "At least" લખ્યું છે. "as well as key communities like wikisorce" લખ્યું છે. આપણે પ્રયાસ કરી જોઈએ. આગળ જે થાય તે. અને stats.wekimedia.org પર ના અંતિમ જે આંકડા ઉપલબ્ધ છે તે લીધા છે. --Sushant savla (talk) ૨૨:૪૬, ૧૯ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
જો ફક્ત એક જ સભ્ય ભાગ લઇ શકવાના હોય તો ધવલ સૌથી વધારે યોગ્યતા ધરાવતા સભ્ય છે. એમની ઉમેદવારીને મારો ટેકો છે. વધારે સભ્યો જઇ શકે કે નહી તે જો સ્પષ્ટ હોય તો વધારે મમરા મુકવા તૈયાર છું. (જેવા કે જે માણસ/માણસો એ પેલી બેંગ્લોરની ખાનગી સંસ્થા સાથે નજદીકી કેળવી હોય તેવા લોકો ન જવા જોઇએ.) (કોમ્પ.ઉપલબ્ધ હોવા છતા લોગીન વિના સંદેશ મુક્યો-કેમેક મારા ખાતાનો પાસવર્ડ ભુલી ગયો છુ અને રીસેટ કરવાની આળસ આવે છે. ;),)-વિહંગ
જો એક સભ્ય જઇ શકે એમ હોય તો, ધવલ ભાઇને સંપૂર્ણ ટેકો અને પ્રાથમિકતા! --KartikMistry (talk) ૧૮:૪૮, ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

આમંત્રિત સભ્યો[ફેરફાર કરો]

અહિં જણાવ્યા મુજબ સુશાંતભાઈ અને કાર્તિકભાઈની પસંદગી થઈ છે. બંને મિત્રોને વિનંતી કે કોઈપણ સ્વાર્થ વગર આપણું અને સમગ્ર ભારતીય ભાષાઓનું ભલું થાય એવા નિર્ણયોનો સાથ આપવો. દાતાઓના પૈસાનો યોગ્ય ઉપયોગ થાય અને મહત્તમ ફાયદો યોગદાનકર્તાઓને થાય એવી નીતિઓની તરફેણ કરજો.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૫૩, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

કાર્તિકભાઈ તેમના અન્ય આયોજનોને કારણે (અને તેમણે અહિં આ ચર્ચામાં અગાઉ ઉપર જણાવ્યા પ્રમાણે) આ ગોષ્ઠિમાં ભાગ લઈ શકે તેમ નથી. આખરી યાદિ પ્રમાણે હવે ગુજરાતી વિકિમાંથી ત્રણ સભ્યો, વિહંગભાઈ, સુશાંતભાઈ અને હું, તેમાં જઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૯, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

મોટી મુશ્કેલી. ઉપર જણાવ્યા મુજબ હું ૪-૫ તારીખે વ્યસ્ત છું. બીજું કોઇ મારા બદલે જઇ શકે છે. મને જણાવવા વિનંતી જેથી હું મારા બદલે નામ મૂકી શકું. અસુવિધા બદલ ખેદ :( --KartikMistry (talk) ૧૫:૫૧, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
પસંદગીનો પાયો જ ખોટો છે. વિષ્ણુ (અને એની ટીમ) આ મિટિંગને પોતાની રીતે "મેનેજ" કરવા માંગે છે તે સ્પષ્ટ દેખી શકાય છે. દરેક ભારતીય વિકિ પરથી એમણે પોતાને અનુકુળ માણસૌને જ પસંદ કર્યા છે.- વિહંગ --210.56.147.174 ૨૧:૪૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
કાર્તિકભાઈ, જો તમે ન આવી શકો તો તમારે સ્થાને ધવલભાઈ કે વિહંગભાઈનું નામ જરૂરથી નોમીનેટ કરવા વિનંતી. કેમકે WMF, CIS, A2K ઇત્યાદિ સંસ્થાઓના ભૂતકાળની અમુક ગફલતોથી તેઓ અવગત છે માટે તે મુદ્દે સારા મુદ્દા ચર્ચી શકશે. તે સિવાય એક સુઝાવ છે. મિટિંગ પૂર્વે આપણે ગુજરાતી સભ્યો એક વેબ મિટિંગ યોજીયે. તેમાં આ વિષયના ઈતિહાસ વિષે ચર્ચા કરીએ. (ધવલ ભાઈએ જણાવેલે માહિતી સિવાય મને તે વિષે વધુ જાણકારી નથી.) આપણી કોમ્યુનીટી દ્વારા કયા મુદ્દા જણાવવા છે. તે વિષે ચર્ચા કરીશું રણનીતિ ઘડીશું તો સારું રહેશે. તે માટે આવતા રવિવારે વેબમિટિંગ ગોઠવીશું? કે પછી ૨૮-૦૯-૨૦૧૪ ના દિવસે?--Sushant savla (talk) ૨૨:૪૫, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
સુશાંતભાઈ, મારું નામ અહિં બહુમતિથી પસંદ કરવામાં આવ્યું હોવા છતા મને આમંત્રણ ન આપવા પાછળનું કારણ મારો પ્રવાસખર્ચ છે. જ્યાં જ્યાં સમુદાયોએ નામોની પસંદગી કરી ત્યાં WMFએ એ લોકોને જ આમંત્ર્યા છે, આપણે અહિં થયેલી પસંદગી તેમને આર્થિક રીતે મોંધી પડે તેમ છે એટલે તેમણે સમુદાયની પસંદને બદલે સ્વનામાંકન કરેલા સભ્યોને આમંત્રણ આપ્યું છે. જો કે આમ કરવા માટે પણ તેમણે કોઈક અન્ય માપદંડતો વાપર્યો જ હશે. એટલે કાર્તિકભાઈની અનુપસ્થિતીમાં મારું નામાંકન કરવાથી ખાસ કોઈ ફરક નથી પડવાનો. હા, જો WMF મારો પ્રવાસખર્ચ ઉઠાવવા તૈયાર થાય તો તેઓ આપ બે કે ત્રણ સભ્યો ઉપરાંત પણ મને બોલાવી શકે છે. એટલે મારે બદલે વિહંગભાઈનું નામ સૂચવવું વધુ યોગ્ય રહેશે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૧, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
ધવલભાઇ એ સૌથી યોગ્ય વ્યક્તિ છે. પ્રવાસ-ખર્ચ મોંઘો પડવાનું કારણ ગળે ઉતરે એમ નથીૂ. CIS - A2K પાછળ જે રીતે ખર્ચ થયો છે તે જોતા એમનો પ્રવાસ ખર્ચ તદ્દન નગણ્ય છે. - વિહંગ --210.56.147.174 ૨૧:૪૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)


આપ સહુની જાણકારી માટે લખવાનું કે આજે સવારે જાગીને મારા મેલ-બોક્ષમાં જોયું તો વિકીના ટ્રાવેલ એજન્ટનો ઇમેલ હતો કે અગાઉ મને મોકલવામાં આવેલ ઇ-ટીકીટ કોઇ અકળ કારણોસર રદ કરી નાખી છે અને નવી એવી ટીકીટ મોકલવામાં આવી છે જેમાં અમદાવાદ-મુંબઇ અને મુંબઇ-બેંગલોર એમ બે ભાગમાં સમગ્ર પ્રવાસ વહેચાયેલો છે. ટીકિટ જોતા એવું લાગે છે કે બન્ને ભાગનો ફ્લાઇટ નંબર અલગ અલગ હોવાથી એમ માનવા પ્રેરાઉ છુ કે એક વિમાન છોડીને બીજામાં બેસવાનું હશે.(એ લોકો ને પુછ્યુ છે પણ હજુ સુધી કોઇ જવાબ નથી). અમદાવાદ-બેંગલોર ડાયરેક્ટ ૩ ફ્લાઇટ ઉપલબ્ધ હોવા છતા આવી ટીકિટ કેમ મોકલી હશે તેનો કોઇ જવાબ હજુ સુધી મળતો નથી. પહેલાવળી ટીકીટ (જે પણ ડાયરેક્ટ નહોતી, પણ વિમાન બદલવાની માથાકુટ નહોતી એટલે મેં સ્વીકારેલી તે) રદ્દ શું કામ કરવી પડી છે તે પણ કોઇ સ્પષ્ટ ખુલાસો નથી. આવા સંજોગોમાં મારે માટે બેંગલોર જવાની કોઇ મનો-શારીરીક તૈયારી કરવી કે કેમ તે એક કોયડો બની ગયો છે.--લિ., વિહંગ વ્યાસંગી ૧૬:૫૧, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)

વિકિના ટ્રાવેલ એજન્ટ અત્યારે છેક "કન્ફર્મ" કરી રહ્યા છે કે હા, ટીકીટ તો અમે એવી જ મોકલી છે કે જે દરમ્યાન તમારે મુંબઇમાં વિમાન બદલવાની દોડાદોડી કરવી પડે.
કેટલું સરસ!, બન્ને ફ્લાઇટ વચ્ચે સમય નો તફાવત છે ફક્ત ૪૦ મીનીટનો. એક ફ્લાઇટ ઉતરે, ટેક્ષીગ કરે અને બઘા ઊતારૂઓ ઉતરે અને કન્વેયર બેલ્ટ પરથી ચેક્ડ-ઇન લગેજ લે એ દરમ્યાન જ મોટેભાગે આટલો સમય જતો રહેતો હોય છે. તો પછી કનેક્ટીંગ ફ્લાઇટ ચોક્કસપણે ચુકી જ જવાય એેવી ટીકીટ મોકલવા પાછળ શું આશય હોય શકે?--લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૦૪, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
હવે વિકિના ટ્રાવેલ એજન્ટ ટીકીટ બુક કરવા મટે અશક્ત છીએ એમ કહી રહ્યા છે. --લિ., વિહંગ વ્યાસંગી ૨૧:૨૭, ૧ ઓકટોબર ૨૦૧૪ (IST)
વિહંગભાઈ, તમારી તકલીફ સમજી શકાય એમ છે. એક વાત કહીશ કે જો અમદાવાદ-બેંગલોર બુકીંગ મળતું હોય અને એજન્ટે એ બુકીંગ એક સળંગ જર્ની તરીકે કરાવ્યું હોય તો તમારે ચેક્ડ-ઇન બેગેજ જાતે ફેરવાની જરૂર નહિ રહે, એરલાઇન્સ પોતે જ તમારો સામાન ફેરવી દેવી જોઈએ. પણ તમે કહો છો તેમ પણ હોઈ શકે અને જો એવું હોય તો દોડાદોડ થઈ જાય અને સંભવત: ફ્લાઇટ ચૂકી પણ જવાય. તેઓએ હાલમાં જ આપને અન્ય બે પર્યાય સૂચવ્યા છે, જેમાં બે ફ્લાઇટ વચ્ચે ખાસ્સો સમય છે, ખબર નહિ કે એટલો બધો સમય તમે એરપોર્ટ પર વ્યતિત કરવાનું પસંદ કરશો કે નહિ. હું તો આપને એટલું જ કહિશ કે, પહેલા તમારી સહુલિયત જો જો. તમારી આ ચર્ચામાં અગાઉની કોમેન્ટ પરથી એમ તો લાગે છે કે તમે આ મિટિંગના બેકગ્રાઉન્ડથી થોડાઘણા અંશે વાકેફ છો અને એ કારણે આપની ઉપસ્થિતિ ઈચ્છનિય છે, પરંતુ કોઈપણ પ્રકારની અગવડ વેઠીને તો નહિ જ. આપ જે નિર્ણય લેશો એ મને અને અન્ય સભ્યોને માન્ય જ હશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૧૪, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ, મારી તકલીફ સમજવા બદલ આભાર. મુંબઇમાં ૬૦ મીનીટથી ઓછો તફાવત હોય તો હાલત ખરાબ થઇ જાય છે એવા મારા અને અન્ય મિત્રોના અનુભવને આધારે એ લોકોને એમ કહેવા માંગતો હતો કે કે ભાઇસાબ કાંતો Direct ટિકિટ આપો અને નહી તો પુરતો સમય મળે એવી ટીકિટ આપો.--લિ., વિહંગ વ્યાસંગી ૦૧:૩૨, ૨ ઓકટોબર ૨૦૧૪ (IST)

Letter petitioning WMF to reverse recent decisions[ફેરફાર કરો]

The Wikimedia Foundation recently created a new feature, "superprotect" status. The purpose is to prevent pages from being edited by elected administrators -- but permitting WMF staff to edit them. It has been put to use in only one case: to protect the deployment of the Media Viewer software on German Wikipedia, in defiance of a clear decision of that community to disable the feature by default, unless users decide to enable it.

If you oppose these actions, please add your name to this letter. If you know non-Wikimedians who support our vision for the free sharing of knowledge, and would like to add their names to the list, please ask them to sign an identical version of the letter on change.org.

-- JurgenNL (talk) ૨૩:૦૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

Process ideas for software development[ફેરફાર કરો]

’’My apologies for writing in English.’’

Hello,

I am notifying you that a brainstorming session has been started on Meta to help the Wikimedia Foundation increase and better affect community participation in software development across all wiki projects. Basically, how can you be more involved in helping to create features on Wikimedia projects? We are inviting all interested users to voice their ideas on how communities can be more involved and informed in the product development process at the Wikimedia Foundation. It would be very appreciated if you could translate this message to help inform your local communities as well.

I and the rest of my team welcome you to participate. We hope to see you on Meta.

Kind regards, -- Rdicerb (WMF) talk ૦૩:૪૫, ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ (IST)

--This message was sent using MassMessage. Was there an error? Report it!

Grants to improve your project[ફેરફાર કરો]

Apologies for English. Please help translate this message.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals for funding new experiments from September 1st to 30th. Your idea could improve Wikimedia projects with a new tool or gadget, a better process to support community-building on your wiki, research on an important issue, or something else we haven't thought of yet. Whether you need $200 or $30,000 USD, Individual Engagement Grants can cover your own project development time in addition to hiring others to help you.

VisualEditor available on Internet Explorer 11[ફેરફાર કરો]

VisualEditor-logo.svg

VisualEditor will become available to users of Microsoft Internet Explorer 11 during today's regular software update. Support for some earlier versions of Internet Explorer is being worked on. If you encounter problems with VisualEditor on Internet Explorer, please contact the Editing team by leaving a message at VisualEditor/Feedback on Mediawiki.org. Happy editing, Elitre (WMF) ૧૨:૫૯, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST).

PS. Please subscribe to the global monthly newsletter to receive further news about VisualEditor.

ભરૂચ તાલુકામાં ઇન્ફોબોક્સ?[ફેરફાર કરો]

કદાચ આ તાલુકો ઇન્ફોબોક્સ મૂકવામાંથી રહી ગયો છે. તેમાં બોટ ચલાવીને બોક્સ મૂકવા કે એમને એમ મૂકી શકાય? આભાર. --KartikMistry (talk) ૧૮:૫૪, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

એમનેમ પણ મૂકી શકાય પણ લાંબુ કામ થાય, જો તમે કહો તો હું બોટ દ્વારા મૂકી દઉં.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૩૪, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
કરો કંકુના, એટલે કે બોટના. --KartikMistry (talk) ૧૩:૪૭, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
સાથે-સાથે વિજાપુર તાલુકામાં પણ બોટ ચલાવવા વિનંતી. --KartikMistry (talk) ૧૮:૧૯, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

Yes check.svg કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૧:૩૭, ૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

આભાર, ધવલભાઇ! --KartikMistry (talk) ૧૨:૩૩, ૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

Monuments of Spain Challenge[ફેરફાર કરો]

Excuse me for not speaking Gujarati yet.

Wikimedia España invites you to join the Monuments of Spain Challenge. And what’s that? It’s a contest. You have to edit, translate or expand articles about the Spanish monuments and you will be granted points. So you’re not just writing about wonderful buildings: you can get prizes!

The time of the contest will include all October and any information you may need is right here.

Join in and good luck!

PS: We would be grateful if you could translate this note into Gujarati.

B25es on behalf of Wikimedia España.

B25es (talk) ૧૧:૩૨, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)

ઢાંચાનું ધીંગાણું[ફેરફાર કરો]

ધવલભાઇ/અશોકભાઇ. કદાચ છેલ્લાં ટેમ્પલેટ્સ-ઢાંચા લાવતી વખતે કંઇ ગરબડ થઇ છે. જુઓ, ચકાસણી પાનું, https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry/Test --KartikMistry (talk) ૧૮:૦૬, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)

હા, કાર્તિકભાઈ, ગઈ કાલે વિહંગભાઈ માટે Infobox:Hurricaneના બધા ઢાંચા લાવતી વખતે આ ગોટાળો થયો છે, મેં એ જ વખતે જોયું હતું પણ ક્યાં ગરબડ થઈ એ જોવાનો સમય નહોતો મળ્યો. માફ કરશો, આજે જોઈને પૂર્વવત્ કરવાનો પ્રયત્ન કરીશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૪, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)
પેલા ચક્રવાતને કારણે કદાચ આવું થયુ હશે. વિશાખાપટ્ટનમ હવાઇમથક તુટી ગયું ત્યાં એકાદ ઢાંચાની શું વિસાત?--એ. આર. ભટ્ટ (talk) ૨૦:૨૩, ૧૩ ઓકટોબર ૨૦૧૪ (IST)
છેવટે, અહીં તો બધું શાંત થઇ ગયું છે. આભાર, ધવલભાઇ!! --KartikMistry (talk) ૧૪:૦૩, ૧૪ ઓકટોબર ૨૦૧૪ (IST)
માફ કરજો પણ આ પાનું આપણી સાથે સહમત થતું હોય એમ લાગતું નથી. --એ. આર. ભટ્ટ (talk) ૧૧:૦૦, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
Yes check.svg કામ થઈ ગયું કાર્તિકભાઈ, ગઈકાલે ૨-૩ ખૂટતા મોડ્યુલ્સ અહિં બનાવતા આ ત્રુટિ અદૃશ્ય થઈ છે, ફરી આવું કશું ધ્યાને ચઢે તો જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૧, ૧૪ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ/અશોકભાઇ, લીચેસ્ટેઈનના પાના પરના ઢાંચામાં ક્યાંક ત્રૂટિ છે, જોઇ લેશો.--સતિષચંદ્ર (talk) ૦૬:૫૯, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
ફિક્સ. https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B2%E0%AB%80%E0%AA%9A%E0%AB%87%E0%AA%B8%E0%AB%8D%E0%AA%9F%E0%AB%87%E0%AA%88%E0%AA%A8&diff=386563&oldid=383218 પણ, આ ધીંગાણાંને સંબંધિત લાગતું નથી. --KartikMistry (talk) ૧૨:૫૪, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
આભાર કાર્તિકભાઈ!
ભટ્ટ સાહેબ, થરાદની શું વિસાત કે આપણી સાથે સહમત ન થાય, હવે જોઈ જુઓ, આપણા સૂરમાં સૂર પુરાવે છે કે નહિ? અને હા, ગુપ્તરોગને પણ આ રોગ લાગેલો, જે હવે નિવારવામાં આવ્યો છે. આ બે અને એવા અન્ય એકાદબે પાનાઓ ચકાસતા એવું સમજાય છે કે આ ત્રુટિ કોઈપણ માહિતીચોકઠામાં જ્યારે લાલ કડી (એવા પૃષ્ઠની કડી કે જે અહિં ન હોય) આવતી હોય ત્યારે જ આ ત્રુટિ દર્શાવે છે. જો કે વધુ સંશોધનની જરૂર છે, જે હું કરી રહ્યો છું. ઉદા. તરિકે જ્ઞાનકોશ અને ધૂમકેતુ જુઓ. હું તો સંશોધન કરી જ રહ્યો છું, પણ તમે અને કાર્તિકભાઈ પણ ટેકનિકલ માણસો હોવાને નાતે જો ચાહો તો કામ કરી શકો છો.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૪, ૧૫ ઓકટોબર ૨૦૧૪ (IST)
ધવલભાઇ, આપ જેવા સર સેનાપતિ મેદાનમાં હોય પછી કોની વિસાત છે કે સહમત નથાય. આપનો સંશોધન કરવાનો આદેશ આંખ-માથા પર ચડાવું છું--એ. આર. ભટ્ટ (talk) ૧૯:૧૯, ૧૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

Meta RfCs on two new global groups[ફેરફાર કરો]

Hello all,

There are currently requests for comment open on meta to create two new global groups. The first is a group for members of the OTRS permissions queue, which would grant them autopatrolled rights on all wikis except those who opt-out. That proposal can be found at m:Requests for comment/Creation of a global OTRS-permissions user group. The second is a group for Wikimedia Commons admins and OTRS agents to view deleted file pages through the 'viewdeletedfile' right on all wikis except those who opt-out. The second proposal can be found at m:Requests for comment/Global file deletion review.

We would like to hear what you think on both proposals. Both are in English; if you wanted to translate them into your native language that would also be appreciated.

It is possible for individual projects to opt-out, so that users in those groups do not have any additional rights on those projects. To do this please start a local discussion, and if there is consensus you can request to opt-out of either or both at m:Stewards' noticeboard.

Thanks and regards, Ajraddatz (talk) ૨૩:૩૪, ૨૬ ઓકટોબર ૨૦૧૪ (IST)

Changes in Article 'પ્રણવ મિસ્ત્રી'[ફેરફાર કરો]

Sorry for not writing in Gujarati here. Takes a lot of time to type.

Hi Sushant. Thanks for the changes. Well I am not so good at Gujarati neither coding. So, thanks for the changes that you have made, where my language was not appropriate. But there are certain things i would like to discuss or point out.

I feel The second line should not have been changed to '‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે.'... Because it means that sixth sense it the ONLY project he is handling. But the fact is, he works on more than 20-22 projects, as you can see on his website and also as we have mentioned in 'inventions' part (or subheading, whatever you call it). So please have a construction of sentence accordingly. May be, what i have written is not appropriate, but please change that sentence, such that, it does not show that sixth sense not the only thing he is connected with. Also, શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી.... sentence does not make any sense, right?

Removing 'સિક્સ્થ સેન્સ'ના સર્જકને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ટીમમાં મોદીના ટેક્નિકલ સલાહકાર તરીકે જોડાવાની ઈચ્છા છે. Why? I have given reference right? That sentence is also mentioned in English Wikipedia. I request to kindly check and wright that sentence again.

Also in the inventions,that is 'આવિષ્કારો' part, I wished to write first paragraph that explains sixth sense technology and than second paragraph about Pranav's other inventions.The paragraph that i have written there. So i framed that sentence માત્ર ‘સિક્થ સેન્સ’ એ જ પ્રણવ મિસ્ત્રીની સિદ્ધી નથી. તેમનાં નામે બીજા અનેક સર્જનો છે. જેમાં .... accordingly. Anyways i will surely do that in sometime, and change it again.

Please don't remove these '[[ ]]' links. I am working on those pages and will soon upload them.

I also want to know, how to protect the pages? because i have a lot of stuff related to Science to put in Gujarati Wikipedia. But I do not want anyone to randomly change that very accurate information that i want to put there. So, please help me with this.

Thank you.

--Darshani Kansara (talk) ૧૪:૫૫, ૪ નવેમ્બર ૨૦૧૪ (IST)Darshani Kansara.

દર્શિનીજી, વિકિપીડિયાની ખૂબી જ એ કે કોઇપણ વ્યક્તિ એમાં ફેરફાર કરી શકે છે. જો લેખ વિવાદાસ્પદ કે પછી બહુ ફેરફારો પામતો હોય તો તેને કદાચ સુરક્ષિત કરી શકાય, પણ તમે લેખ શરૂ કરતાં પહેલાં આ માંગણી કરો એ ગેરવ્યાજબી છે. હા, દરેક ચર્ચા પછી તમારી સહી કરવી તેમજ વિષય બદલતી વખતે નવી ચર્ચા શરૂ કરશો તો સરળતા રહેશે. તેમજ આ વાત તમે સુશાંતભાઇના અંગત ચર્ચા પાનાં કરતાં ચોતરા પર મૂકી શકો તો સારું. --KartikMistry (talk) ૧૭:૪૭, ૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
Taking discussion to ચોતરો. for wider perspective --Sushant savla (talk) ૧૩:૩૩, ૫ નવેમ્બર ૨૦૧૪ (IST)

Hi કાર્તિકભાઇ/સુશાંતભાઇ, Regarding protecting the articles: Actually I do not know much about rules here. New. So alright, understood now. Thank you. :) I was just curious to know how some pages are protected. Please also reply to the other questions regarding the changes in page'પ્રણવ મિસ્ત્રી'. May be, I will repeat all questions again one by one again?--Darshani Kansara (talk) ૧૮:૧૭, ૫ નવેમ્બર ૨૦૧૪ (IST) "દર્શની" કંસારા.

મેં કરેલા ફેરફારો બહુ પ્રાથમિક સ્તરના છે અને તેમાં હજી ઘણાં સુધારાને અવકાશ છે. આથી તેને છેવટના અને પ્રમાણભૂત ન માની લેશો.
 1. વર્તમાન સમયની રોમાંચકારક એવી ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી ના શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી. આ વાક્ય અલંકારી લાગ્યું, જે વિશ્વકોષની માહિતીપ્રદ વાક્ય રચનાથી જુદું લાગતાં તેને સરળ બનાવવા તે વાક્ય બદલ્યું હતું. સિક્સ્થ સેન્સ નો ઉલ્લેખ પણવમિસ્ત્રીની લેખમાં બીજા જ વાક્યમાં આવે તો તે તેમના પ્રમુખ સંશોધનમાંનો એક હોવાનો જ. પણ વાક્ય રચના બદલવી જોઈએ તે માટે સહમત. વાક્ય રચના બદલી
 2. 'સિક્સ્થ સેન્સ'ના સર્જકને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ટીમમાં મોદીના ટેક્નિકલ સલાહકાર તરીકે જોડાવાની ઈચ્છા છે. આ માહિતી મને વિકિપીડિયા લાયક ન લાગી. ઘણાં વ્યક્તિ વિશેષોને ઘણી ઈચ્છાઓ હોય છે તેમનો સમાવેશ વિશ્વકોષમાં સમાવવા લાયક નથી. જો તેઓ સલાહકાર સમિતિમાં પસંદગી પામે તો ત્યાર બાદ. આ સમયથી આ સમય સુધી તેઓ અમુક સલાહકાર સમિતિના સભ્ય હતા એમ લખી શકાય. અંગ્રેજી વિકિપીડીયામાં હોય, તે સાચું જ હોય કે તે વાક્ય અહીં હોવું જ જોઈએ તે આવશ્યક નથી. મારા મતે તે વાક્ય ઉમેરવાની જરૂર નથી. અન્ય સભ્યોનો વિચાર જાણી યોગ્ય તે નિર્ણય લઈ શકાય.
 3. ઘણી વકહ્ત એવું બનતું હોય છે કે સભ્ય શરૂઆતમાં ઉત્સાહમાં અને ભવિષ્યમાં લેખ બનાવશે તે ઉદ્દેશથી ઘણી કડીઓ ઉમેરે છે. પણ ભવિષ્યમાં તેમાં લેખ લખાતા નથી. જો શક્ય હોય તો ક્યારે તે લેખ બનાવો ત્યારે તે કડીઓ લગાવશો તો સારું. પણ આપ જો તે લેખ બનાવવાના જ હોવ તો અવશ્ય તે [[ ]] મુકશો. --Sushant savla (talk) ૨૦:૦૦, ૫ નવેમ્બર ૨૦૧૪ (IST)
OK I am totally convinced with your explanation. Yes, please make other corrections. Also please keep a watch on corrections made by me. Thank You so much.દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૨૦:૧૬, ૫ નવેમ્બર ૨૦૧૪ (IST).

New Wikipedia Library Accounts Now Available (November 2014)[ફેરફાર કરો]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today :)

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for:

 • DeGruyter: 1000 new accounts for English and German-language research. Sign up on one of two language Wikipedias:
 • Fold3: 100 new accounts for American history and military archives
 • Scotland's People: 100 new accounts for Scottish genealogy database
 • British Newspaper Archive: expanded by 100+ accounts for British newspapers
 • Highbeam: 100+ remaining accounts for newspaper and magazine archives
 • Questia: 100+ remaining accounts for journal and social science articles
 • JSTOR: 100+ remaining accounts for journal archives

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team.૦૪:૫૦, ૬ નવેમ્બર ૨૦૧૪ (IST)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message to The Wikipedia Library Global Delivery List.

વિકિપીડિયા ના પાના નું પીડીએફ[ફેરફાર કરો]

મિત્રો, ગુજરાતી વિકિપીડિયા ના પાના પીડીએફ માં ડાઉનલોડ નથી કરી શકાતા. પીડીએફ નું મહત્વ તો આપણે જાણીએ જ છે. અને મારા ખ્યાલ પ્રમાણે પીડીએફ ફોર્મેટને ભાષા જોડે કંઇ સંબંધ નથી. તો એ બાબત ધ્યાન આપશો એવી વિનંતી.--Darshani Kansara (talk) ૧૩:૩૨, ૬ નવેમ્બર ૨૦૧૪ (IST)દર્શની કંસારા.

તમે સાઇડબારમાંથી છાપવા માટેની આવૃત્તિ પસંદ કરી PDF તરીકે પ્રિન્ટ કરી શકો છો. (દા.ત. https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%85%E0%AA%B6%E0%AB%8B%E0%AA%95_%E0%AA%A6%E0%AA%B5%E0%AB%87&printable=yes ) વધુમાં આ પણ જોવા વિનંતી, https://lists.wikimedia.org/pipermail/wikitech-ambassadors/2014-September/000955.html --KartikMistry (talk) ૧૭:૦૪, ૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
હા કાર્તિકભાઈ, પહેલા મેં ટ્રાઈ કરી તો એમનેમ જ પ્રિન્ટ આવી ગયું. પછી કોઈક વર્ચ્યુઅલ પ્રિન્ટર ડાઊનલોડ કરી ને જોયુ. તેમાં પીડીએફ બન્યુ. વિકિપીડિયા ની ફોર્મેટથી લીધેલી પ્રિન્ટ વધુ સારી લાગે છે અને તે પેલું મહામુલું સાઈડ પરનું 'ઈન્ફોબોક્સ' ખાઇ નથી જતું. તમારો ખુબ આભાર. દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૨૩:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૪ (IST)

બંગાળી વિકિપેડિયાની ૧૦મી વર્ષગાંઠ[ફેરફાર કરો]

બંગાળી વિકિપીડિયાની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી સ્વરૂપે ૯ અને ૧૦ જાન્યુઆરી ૨૦૧૫ કોલકતામાં બે દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જે સભ્યો જવા માંગે તેઓ નામ નોંધાવી શકે છે.

આ માટે મર્યાદિત સંખ્યામાં સ્કોલરશીપ ઉપલબ્ધ છે. તેની માહિતીઅહીંથી મળી શકશે. સ્કોલરશીપ માટે સમુદાયના સભ્યોનો ટેકો હોવો જરૂરી છે.

વધુ સ્પષ્ટતાની જરૂર[ફેરફાર કરો]

સુશાંતભાઇ, તમે આપેલી જાળસ્થળ-કડી જોઇ. મને થયેલા પ્રશ્નોના જવાબ એના પર નથી એટલે આ બાબત (કોઇના ભાગ લેવા કે ના લેવા વિષે) મારો કોઇ પ્રતિભાવ આપી શકવાની સ્થિતિમાં આવી શકુ એ માટે જો શક્ય હોય તો તમે કે અન્ય કોઇ જાણકાર વ્યક્તિ એ માહિતિ આપી શકશે તો અત્યંત આભારી થઇશ.
1. આ કાર્યક્રમમાં ભાગ લેવાથી આપણા ગુજ. વિકિ. ને શું ફાયદો થશે?
2. આપણે પોતે આવા કોઇ પ્રકારનો કાર્યક્રમ આપણા ગુજ. વિકી. માટે કેમ ન કરી શકીએ? કે જેમાં સહુ કોઇ ભાગ લઇ શકે? અમદાવાદમાં કરવું હોય તો આયોજનની જવાબદારી લેવા પણ તૈયાર છું.
3. ભાગ લેવા માટે સભ્યોની પસંદગીની પદ્ધતિમાં કોઇ પણ પ્રકારના સાતત્યનો અભાવ એ પસંદગી પદ્ધતિના ચયનની યોગ્યતા માટે શંકા ઉપજાવે એ સ્વાભાવિક છે. એવું ન થવું જોઇએ.

આમાં કોઇનો પણ કોઇ પણ પ્રકારે વિરોધ કરવાની કોઇ વાત નથી એ આપ સહુ સુજ્ઞ લોકો સમજી જ ગયા હશો એ આશા સાથે,
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૬:૦૯, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

આવશ્યકતા અને અન્ય પ્રશ્નો[ફેરફાર કરો]

 • ઉપર ભટ્ટ સાહેબે પૂછ્યું તેમ, આનાથી આપણા ગુજરાતી વિકિને શું ફાયદો?
 • આપણામાંથી કોઈકે બંગાળી ભાષાની પરિષદમાં જવાની આવશ્યકતા શું? આપણે ગુજરાતી વિકિસ્રોતની પ્રથમ વર્ષગાંઠનો કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે બધી જ ચર્ચાઓ અને પ્રેઝન્ટેશન ગુજરાતીમાં જ કર્યા હતા. અન્ય ભાષાના પ્રતિનિધિઓ જો હાજર હોત તો તેમને એ સભામાં કશી ખબર ન પડી હોત. આ ઉજવણીમાં જઈને આપણી હાલત તો એવી નહિ થાય ને?
 • બેંગલોરની મિટિંગમાં જવા માટે નોમિનેશન માંગ્યા હતા ત્યારે આપણે એક નવતર અભિગમ લઈને રજૂ થયા હતા અને સુશાંતભાઈ ક્યાંકથી સક્રિય સભ્યોની યાદિ શોધી લાવ્યા હતા અને તે દરેકને તેમના યોગદાનના ક્રમમાં અહિં લિસ્ટ કર્યા હતા તથા એમ આશા રાખી હતી કે એ જ ક્રમમાં લોકો જાય. આ વખતે એ પદ્ધતિ નહિ અપનાવવા પાછળનું કોઈ ચોક્કસ કારણ?

ભાગ લેનાર ઈચ્છુક સભ્યો અને તેમના નામની સહમતિ માતે પ્રસ્તાવ[ફેરફાર કરો]

 1. --Sushant savla (talk) ૦૬:૫૯, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
  1. સહમત. સુશાંતભાઈના નામને સહમતિ આપું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૬, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
  2. સુશાંતભાઈના નામને મારી પણ સંપૂર્ણ સહમતિ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૩૪, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST) (ફેરફાર કર્યો ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST))
ક્ષમા ચાહું છું મિત્રો. મારી પાસે કોઈ જવાબ નથી. અને હવે મારે કોઈ જવાની ઈચ્છા નથી. તેમ છતાં પણ જ્યાં સુધી હું વિચારી શકું છું
 1. ગુજરાતી વિકિના સભ્યો અન્ય ભાષીકો સાથે મળે, તેમના વિકિમાં તાજેતરમાં થયેલા સુધારા વધારા પરિયોજના પ્રચાર આદિ કાર્યક્રમને જાણે અને યોગ્ય લાગે તો ગુજરાતી વિકિમાં પ્રયોગ કરે. તે ફાયદો.
 2. બંગાળી વિકિ, વિકિમિડિયા ઈંડિયા જેવા આયોજકોએ ખાસ અન્ય ભાષી વિકિપીડિયનો માટે સ્કોરલ્રશીપ રાખી છે. તે કાંઈક વિચારીને જ રાખી હશે. માટે તમારા મનની શંકાઓ તેમને પૂછશો.
 3. પહેલા સભ્યો જુઓ તો કેટલા તૈયાર થાય છે. જો બે સભ્યો જ તૈયાર થાય, તો કોઈ સિલેક્શન ક્રાઈટેરિયા , નવતર અભિગમ વગેરેની જરૂર જ નથી.
 4. આવા કાર્યક્રમ ગુજરાતી વિકિમાટે કરી શકાય, મુસદો તૈયાર કરી પ્રસ્તાવ મુકો વિકિમિડિયા ઈંડિયા કે સહાયક સંસ્થાઓ પાસે. કોણે રોક્યા છે? (આ વાત બેમ્ગ્લોરમાં સાવ સાફ હતી, તે કોન્ફરન્સ અટેંડ કર્યા પછી પણ ફરી પૂછાયો તેની મને નવાઈ લાગે છે.)
 5. "પસંદગીની પદ્ધતિમાં કોઇ પણ પ્રકારના સાતત્યનો અભાવ એ પસંદગી પદ્ધતિના ચયનની યોગ્યતા " આ બધી વાતો ત્યારે ઉદ્ભવે જ્યારે વધુ નોમિનેશન આવે.

આવા પ્રશ્નો તો બંગાળી વિકિસમુદાયે પણ નથી કર્યા કે જે સ્કોલરશીપ આપવાની છે. ઉપરના પ્રશ્નો જોતા મને એવું લાગ્યું કે જાણે સભ્યો પોતે જ સ્પોન્સર કરતા હોય. અને શું કામ છે જવાની ? વાત માત્ર સભ્યના નોમિનેશન અને ટેકો આપવાની હતી. જો તેમણે જવુ હોય તો હા પોતાનું નામ નોમીનેટ કરવું. ન જવું હોય તો યા તો સભ્યને સહમતિ આપો અથવા ન આપો.

ધવલ,"અન્ય કોઈના નામના પ્રસ્તાવના અભાવમાં" આવા રાઈડર સાથે મને આપના ટેકાની બિલકુલ જ જરૂર નથી. ભવિષ્યમાં આપ અને અન્ય કોઈ સભ્યો આવા રાઈડર સાથે ટેકા ન આપશો. યા તો "હા" કહેશો યા તો "ના" કહેશો યા તો કાંઈ ના કહેશો. આમ લખી તે સભ્યની યોગ્યતા વિષે લોકોમાં શંકા ઉત્પન્ન ન કરશો.

મને એમ લાગ્યું છે કે ઉપરના મારા બનેં મિત્રોને પોતે જવું નથી, સહમતિ આપવી નથી, અને બીજા સહમતિ ન આપે તે માટે પ્રશ્નો ઉભા કરવા છે જેથી બીજા પણ સહમતિ ન આપે.

બંને મિત્રોના આવા અભિગમથી મને અત્યંત અત્યંત દુઃખ થયું છે. --Sushant savla (talk) ૨૦:૨૯, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

આપને થયેલા દુ:ખનું નિમિત્ત હું બન્યો તે જાણીને મને દુ:ખ થાય છે. મેં તો જે નોંધ્યું તે જણાવ્યું. બેંગલોર મિટિંગની વાત કરી ત્યારે આપ શ્રી જ ક્યાંકથી સક્રિય સભ્યો સભ્યોના આંકડા લઈ આવ્યા હતા અને અહિં યાદિ મૂકી હતી, મારું ફક્ત એમ જ કહેવાનું હતું કે જો હજુ બે મહિના પહેલા આપણે એમ કર્યું હતું તો આજે કેમ નહિ? એ સમયે પણ ૩-૪ જણા સિવાય કોઈ આગળ નહોતું આવ્યું, આજે પણ ન આવત. બે-ત્રણ વર્ષ પહેલા મલયાલમ વિકિની આવી જ કોન્ફરન્સમાં જવાનું હતું ત્યારે આપણે સામુહિક પ્રમાણે એમ નિર્ણય લીધો હતો કે આપણે કરવાના ઘણા કામો બાકી છે એ છોડીને અન્ય ભાષાની કોન્ફરન્સમાં જવાનો કોઈ અર્થ નથી, આપણી પાસેથી લોકોએ શીખવાની જરૂર છે એ ભૂલીને આપણે લોકો પાસે શીખવા શું કામ જવું, વગેરે, વગેરે. કદાચ યાદ હશે તમને. અને અહિં અન્ય કોઈ નોમિનેશન નથી આવ્યા એટલે અન્ય લોકોને નોમિનેશનથી દૂર રહેતા અટકાવવા માટે મેં લખ્યું કે અન્ય નામના પ્રસ્તાવના અભાવમાં. મને ખબર નહોતી કે તમે "વહેલા તે પહેલા"ની નીતિ મૂજબ આગળ વધવાની વાત કરતા હતા. તમને ખબર છે કે આપણી કોમ્યુનિટિ કેટલી ધીમી છે. કશું કામ કે કોઈ ચર્ચા તેના પહેલા દિવસે ઉકલી હોય તેવું ભાગ્યે જ બન્યું છે. એ સંજોગોમાં અશોકભાઈ અને હું, બન્ને પ્રબંધકો, તમને (કે જે ત્રીજા પ્રબંધક છે તેમને) પહેલા જ દિવસે ટેકો આપી દઈએ તો અન્ય સંભવિત ઈચ્છુકોને એમ લાગે કે હવે એમના નામોનો કોઈ અર્થ નથી અને આ બધું કામ ફક્ત પ્રબંધકો જ કરે છે. આપણે અહિં તાજેતરમાં અમુક નવા અને સારું કામ કરતા સક્રિય સભ્યો આવ્યા છે, તેમને આવો ખોટો સંદેશો ન પહોંચે એ માટે થઈને મેં ફોડ પાડ્યો, જે તમને ન ગમ્યું તે બદલ માફી ચાહું છું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

સુશાંતભાઇ, હવે જો જવાની ઇચ્છા જ નથી તો પછી "ઇચ્છા નથી" એમ લખ્યાની લગભગ ૪૦ મિનિટ પછી આ બધા ધમપછાડા અને ઉધામા શાં માટે?

તમારે વ્યક્તિગત આક્ષેપો કરવા પડે છે એ એમ દર્શાવે છે કે ગુસ્સાના મુળમાં તમે વાડીને પુચ્છ્યુ કે "રીંગણા લઉ બે-ચાર?" ને વાડી એે "લો ને દસ-બાર" કહેવાને બદલે સવાલ પુછ્યા એ વાત હોય એ પ્રકારનો ભાવ દેખાઇ આવે છે.

"બાકી દુનીયા પિત્તલકી, બેબી ડોલમેં સોને કી" ના પ્રકારનો રાગ આલાપવો એ હિંદી મસાલા મુવીઝમાં સારૂ લાગે, આપણને એ ન સારૂ લાગે એવું આ ઉમ્મરે તમને સમજાવવું પડે તે સારૂ ન કહેવાય. ઠંડુ પાણી પી ને શાંત થઇ જાવ.

બાકી રહી વાત "સ્પોન્સર" કરવાની કે આપણા ગજવાના રૂપીયા કાઢવાની તો જત જણાવવાનું કે સ્પોન્સર ભલે આપણામાંથી કોઇ નથી કરવાનું પણ અાપણી હા પરથી તો અન્ય કોઇ તો કરવાનું જ છે ને? તો હા પાડનારા તરીકે આપણને ખબર હોવી જોઇએ કે શા કારણે અને કઇ બાબતમાં આપણે હા પાડી રહ્યા છીએ.

તમને કોઇપણ પ્રકારે, ક્યારેય પણ, દુઃખી કરવાની અહીંયા કોઇ ને પણ મજા આવતી નથી એ વિષે ખાત્રી રાખશો.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૨૧:૧૯, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
આ જગ્યા, https://stats.wikimedia.org/EN/TablesWikipediaGU.htm#wikipedians પરથી સક્રિય સભ્યોની યાદી મળી શકે (હાલમાં, સપ્ટેમ્બર સુધીનાં આંકડા ઉપલબ્ધ છે) --KartikMistry (talk) ૧૫:૨૨, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)

આજે યોજાયેલી વેબગોષ્ઠિ પર ઉપસ્થિત ચાર સભ્યોએ સર્વસંમતિથી સુશાંતભાઈના નામને બહાલી આપી છે. વધુ વિગત માટે જૂઓ વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૮ અને ધ્વનિ મુદ્રિત સહમતિ સાંભળવા About this Sound અહિં ક્લિક કરો (જો કે આ ૨૯ મિનિટની ફાઇલમાં અન્ય ચર્ચાઓ પણ છે).--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૮, ૨૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

DoL સાથે સહકારનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

આ સમાચાર પર પણ એક નજર નાખો એવી વિનંતિ. આપ સહુનો સહકાર મળે તો DoL ને મળીને આ લાઇબ્રરી આપણે ગુજ. વિકિ. પર લેવા માટે પ્રયત્ન કરી જોવા બંદા તૈયાર છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૭:૨૫, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

ભટ્ટભાઈ, જો તમે આ કામ કરી શકો તો એથી ઉમદા કશું નહિ હોય. કરો કંકુના અને મારા તરફથી કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવશો. દૂર રહીને જેટલું કરી શકું તેથી વધારે કરવાનો પ્રયત્ન કરીશ. ભારતમાં GLAM ક્ષેત્રે સક્રિય હોય એવા વિકિ સભ્યોનો સંપર્ક કરાવી આપી શકું અને વિકિમીડિયા ફાઉન્ડેશન કે વિકિમીડિયા ઇન્ડિયા ચેપ્ટરની અધિકૃત મદદની જરૂર હોય તો પણ એમાં છેડા અડાડી શકીએ. CIS-A2Kની પણ જો ના છૂટકે મદદ લેવી હોય તો જાણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૯, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)
છેડા કે આખ્ખેઆખા વાયરો પણ અડાડીએ. પણ આપણે બેંગ્લોરમાં રજુવાત કરી હતી એ પ્રમાણે કોઇ અધીકારપત્ર કે એવું કશુક લઇને મળવા જવું પડે એમ માનું છું, અથવા તો સુશાંતભાઇ કે સમ્રાટ અશોક જો પ્રબંધકશ્રીના હોદ્દાની રુએ જોડે આવે તો ફરક પડે. --એ. આર. ભટ્ટ (talk) ૧૯:૦૮, ૧૩ નવેમ્બર ૨૦૧૪ (IST)

પ્રસ્તાવ::ગુજરાતિ વિકિપિડિયાની ૧૧મી વર્ષગાંઠ[ફેરફાર કરો]

મિત્રો
આપણો (કે આપણું) ગુજરાતિ વિકિપિડીયા જુલાઇ ૨૦૧૫માં ૧૧ વર્ષ પુરા કરવા જઇ રહ્યો (રહ્યુ) છે. આ દરમ્યાન ઘણા બઘા લોકોએ એમાં યોગદાન આપ્યુ છે. ખાસ કરીને આપણા ત્રણ પ્રબંધકો (શ્રી સુશાંતભાઇ, શ્રી ધવલભાઇ અને શ્રી અશોકભાઇ -નામ કોઇ ખાસ ક્રમમાં ગોઠવ્યા નથી) ઘણા લાંબા સમયથી સતત સેવાઓ આપી રહ્યા છે. ફક્ત પ્રબંધકોજ નહી અન્ય ઘણા સભ્યો એ પણ અવિરત પણે યોગદાન કરેલું છે.
મને લાગે છે કે એ સમય પાકી ગયો છે કે આપણે સહુ આ અવસરને સાથે મળી ને ઉજવીએ એટલુ જ નહી પણ સાથે મળી ને નક્કી કરીએ કે આપણા ગુજરાતિ વિકિપિડીયાનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરી શકાય એ માટે શું કરવું જોઇએ.
આશા છે આ ઉજવણીના આયોજનના પ્રસ્તાવને આપ સહુ તરફથી હકારાત્મક પ્રતિભાવ મળશે. જો હકારાત્મક પ્રતિભાવ મળશે તો આગળનું આયોજન કરવામાં આવશે.--એ. આર. ભટ્ટ (talk) ૦૯:૫૬, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)

૧૦મી વર્ષગાંઠની ઉજવણી આપણે ચુકી ગયા એટલે ૧૧મી વર્ષગાંઠની ઉજવણી રાખવાનો વિચાર છે. આમ પણ ધન્ય ધરા ગુજરાતમાં ૧-૧/૪, ૩, ૫, ૧૧, ૨૧, ૫૧ એ અંકો ને શુભ માનવામાં આવે છે.--એ. આર. ભટ્ટ (talk)પ્ર્ ૧૦:૦૩, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
સરસ વિચાર-પ્રસ્તાવ. --KartikMistry (talk) ૧૧:૫૦, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
પ્રસ્તાવ સ્વીકાર્ય. ઉમદા વિચાર. અન્ય પ્રબંધકશ્રી અને સભ્યશ્રીઓને રસપ્રદ જણાય તો સૂચનો, રૂપરેખા વગેરે બાબતોએ પ્રાથમિક ચર્ચાઓ કરીએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
ઉત્તમ વિચાર. કરો કંકુના અને શરૂ કરો તૈયારીઓ. કહેવાની જરૂર નથી કે મારે લાયક કામ હોય તો જણાવજો. બધા તૈયાર થતા હોય તો અનુકુળ તારીખે વેબ ગોષ્ઠિનું આયોજન કરીને રૂપરેખા ઘડવાની શરૂઆત કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૧, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)
વેબગોષ્ટીના આયોજન કીયા જાય.(અબ બાવા બન્યા હે તો હીંદીતો બોલના પડે હે ને.), ૨૩-મોવેબર-૨૦૧૪ કેવા રહેગા?--એ. આર. ભટ્ટ (talk) ૧૪:૩૧, ૧૫ નવેમ્બર ૨૦૧૪ (IST)
વેબગોષ્ટીનું આયોજન કરીને પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આપની હાજરી નોંધાવવા વિનંતિ. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૦૪, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)

સભ્ય:IMDJ તરફથી મળેલો એક લેખનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

મિત્રો
આપણા એક સભ્ય મિત્રે પોતાના Sanboxમાં એક લેખ તૈયાર કરેલો છે જે તે વિકિ પર મુકવા માગે છે એ માટે એમણે પ્રબંધકની સલાહ માંગેલ. પણ સલાહ માંગવા માટેની જગ્યા અને રીત એમણે ભુલથી ખોટી પસંદ કરલી અને એેથી કદાચ એમનો સંદેશો ભાગ્યેજ કોઇને દેખાયો હશે. મારા ધ્યાન પર આવતા મેં જવાબ આપ્યો તો એમણે મારો અભિપ્રાય માંગ્યો પણ લેખ જોયા પછી મને લાગ્યુ કે સમગ્ર કમ્યુનિટીની સલાહ અને ખાસ કરીને પ્રબંધકોનો અભિપ્રાય લેવો આવશ્યક બની જાય છે. એ બાબત કોઇ શંકાને સ્થાન નથી કે લેખ સારી રીતે લખાયેલ છે. મારી આપ સહુને વિનંતિ છે કે લેખ વાંચો અને આપના અભિપ્રાય જણાવો.

મારી દૃષ્ટિએ નિચે મુજબના મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઇએ.

[1] લેખ હાલમાં જીવિત વ્યક્તિ વિષે છે. આપણે અગાઉ ઘણા લેખને એ કારણે અટકાવ્યા છે કે વ્યક્તિએ કોઇ સામાજીક પ્રદાન કરેલ નથી કે વ્યક્તિ કોઇ પણ પ્રકારે જાહેર જીવન સાથે સંકળાયેલ નથી. હવે સવાલ એ છે કે આપણે આ લેખ માટે થઇને આ બાબત કોઇ બાંધછોડ કરવા માંગીએ છીએે કે નહી?
[2] જેના વિષે લખાયું છે તે વ્યક્તિ પોતાની આટલી બઘી માહિતિ જાહેર કરવા ઇચ્છે છે કે નહી તે જાણવું આપણી સામાજીક જવાબદારી ના ભાગ રૂપે જરૂરી બની જાય છે કે નહી? ખાસ કરીને જ્યારે લેખ કોઇ યુવતિ માટે લખાયેલ છે અને લેખક અને જેના વિષે લખાયું છે તે યુવતિ, એ બન્ને એક જ વ્યક્તિ છે કે કેમ તે સ્પષ્ટ નથી. આથી ભવિષ્યમાં કોઇ ગુંચવણ પેદા થઇ શકે ખરી?
[3] અન્ય જે કોઇ મુદ્દાઓ આપના ધ્યાન પર આવે તે ...
મેં હમણા જ એ લેખ વાંચ્યો અને એટલે મને નિચેની વાત સ્પષ્ટ કરવી જરૂરી લાગે છે.
Disclaimer : શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં શિક્ષણ, અમદાવાદમાં વસવાટ અને ભાવનગર વતન હોવું એ મારી અને આ લેખ જેમના વિષે લખાયો છે તે વ્યક્તિ વચ્ચેની પરસપર જોડતી કડીઓ હોવી એ માત્ર ને માત્ર યોગાનુયોગ છે. એ વાત મને પણ લેખ વાંચતા વખતે જ ખબર પડી છે. હું એ વ્યક્તિ કે લેખક ને ઓળખતો નથી.એટલે મહેરબાની કરીને બીજા સભ્યનામે હું મારા ઓળખીતાના લેખ વિકિ પર ચડાવું છું એવું ના માનશો.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૭:૫૩, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)

જો કે ઘણી ચર્ચાઓ થઈ ગઈ છે, અને વિકિના સભ્યો જે નિર્ણય લે તેમાં સહમત છું એટલે હાલ તરફેણ-વિરુદ્ધથી દૂર રહી એકાદ-બે માર્ગદર્શન આપવા આવ્યો છું ! મુખ્ય બાબત એ ધ્યાને ચઢી કે આ પ્રકારનો, વ્યક્તિ વિષયક, લેખ રાખવો/ન રાખવો ના નિર્ણય માટે બે મુદ્દા સામે આવે છે. (૧) વ્યક્તિની નોંધપાત્રતા અને (૨) જીવંત વ્યક્તિ હોય તેથી ’જીવંત વ્યક્તિ વિશેના (આત્મકથાનક પ્રકારના) લેખ માટેની વિકિની કડક માર્ગદર્શિકા. ચર્ચામાં મહદાંશે વ્યક્તિએ સમાજ માટે શું કર્યું એવી ચર્ચા આવી, પણ એ જરાક ગેરમાર્ગે દોરતી છે ! આપણે સમાજસેવા કરનાર વિશે જ નથી લખતા પણ સમાજ-જગતમાં નોંધપાત્રતા ધરાવતી વ્યક્તિ વિશે લખીએ છીએ. (પછી એ ’રામ’ હોય કે ’રાવણ’, આપણે માટે બંન્ને નોંધપાત્રતા ધરાવે છે !!) તો કૃપયા સભ્યશ્રીઓ સમાજસેવા નહિ પણ નોંધપાત્રતાને મુદ્દો બનાવી લેખની ચકાસણી કરે. બીજું, જીવંત વ્યક્તિના આત્મકથાત્મક લેખ વિશે વિકિની બહુ કડક માર્ગદર્શિકા છે. તેને નજર સમક્ષ રાખી વ્યક્તિની નોંધપાત્રતા અને વિગતો (જે ખુબજ વિશ્વાસપાત્ર એવા ત્રાહિત સ્રોત દ્વારા આવેલી (સંદર્ભ અપાયેલી) હોવી જરૂરી છે. વ્યક્તિની અજાહેર અંગત બાબતો સંપૂર્ણપણે નિવારવી જોઈએ. નિષ્પક્ષતાનું પણ ખાસ ધ્યાન રખાયું હોવું જોઈએ. આ બાબતોનું ધ્યાન લેખ બનાવનાર અને ચકાસનાર બંન્નેએ રાખી લેખ રાખવા લાયક છે કે નહિ તે નિર્ણય લેવો. આ સૂચન માત્ર આ લેખ માટે નથી પણ આ નિમિત્તે આગળ ઉપર પણ ઉપયોગી થાય એ આશયે અહીં લખ્યું છે. ઉપર ઉલ્લેખેલી બે માર્ગદર્શિકાઓ હાલ અંગ્રેજીમાં છે, ગુજરાતી કરવા વિચારીએ છીએ તો આ ચર્ચાએથી સભ્યશ્રીઓનાં ઉપયોગી/નીતિવિષયક સૂચનો પણ તે માટે મળી રહેશે એવી આશા. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૮, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
 • લેખ મુકવા માટે સહમત લોકોએ હસ્તાક્ષર અહીં નિચે કરવા-
મારા આ પગલા થી જો તમને ઠેસ પહોચી હોય તો માફ કરશો, પરંતુ હું મેક ઇન ઇન્ડીયા મા માનુ છુ. જેમ આપણા પીએમ સાહેબ ભારત ને આગળ વધારી રહ્યા છે, તેમ્ હુ પણ આપણા ભારત ના એ દરેક ઉદ્યોગપતિ ને વિકીપિડીયા પર લાવવા માગુ છુ કે જેનુ નામ મોટુ નથી હજુ સુધી પણ્ કામ મોટુ છે. મે ઘણુ રીસર્ચ કરી ને જ બધા નામ વિચાર્યા છે, કે જેમના વિશ્વસનીય સ્ત્રોત પણ હુ લેખ મા ઉમેરી શકુ. જેમકે, અંકીત માથુર અને નેહ જુનેજા, શેફાલી અગ્રવાલ વિગેરે મારા લીસ્ટ માં છે. મને જાણી ને દુખ થાય છે કે આટલા બધા વિશ્વસનીય સ્ત્રોત હોવા છતા પણ આવા ઉધ્યમીઓ ને વીકી મા સ્થાન નથી, જ્યારે માત્ર ૧-૨ ગુજરાતી ફીલ્મ બનાવનાર અભિષેક જૈન કે પછી કોઇ જ જાતના સ્ત્રોત વગર લખાયેલ લેખ ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી ના પેજ પર કોઇએ વાંધો લીધો નથી. આવા ઘણા ઉદાહરણો આપણા વીકી મા મોજુદ છે. મને ખેદ એ વાત નો છે કે આપણે કઇ તરફ જઇ રહ્યા છીએ. શુ ધંધાકીય યોગદાન કરતા આપણે ફીલ્મી યોગદાન ને જ હંમેશા મહત્વ આપીશું? ઉપરોક્ત લેખો મા આપેલ સંદર્ભ કરતા મારા બનાવેલ દરેક લેખ મા વધુ સંદર્ભો હશે તેની હુ ખાતરી આપુ છુ, અને હાલ ના લેખ મા પણ છે જ. કે પછી મે બધાનો અભિપ્રાય માગી ને ભુલ કરી છે, અને તમારી નજરો મા આ લેખ અથવા તો મારી જાત ની છબી બગાડી છે? શુ ૨૦ કરતા પણ વધુ વિશ્વસનીય સ્ત્રોત નોંધનીયતા સાબિત કરવા માટે પુરતા નથી? - IMDJ2 ૧૮:૩૫, ૧૯ ન​વેમ્બર​ ૨૦૧૪ (IST)
 • લેખ ન મુકવા માટે સહમત લોકોએ હસ્તાક્ષર અહીં નિચે કરવા-
 1. ઓકે. ધ્યાનથી સંબંધિત લેખ જોતાં લાગ્યું કે, ૧. લખાયેલ લેખ વિકિપીડિયા મુજબ નથી. ૨. જેના પર લેખ લખાયેલ છે તે વ્યક્તિનું સમાજમાં યોગદાન નથી. --KartikMistry (talk) ૧૧:૦૩, ૧૫ નવેમ્બર ૨૦૧૪ (IST)
 2. લેખ ન મુકવા માટે સહમત. વ્યક્તિનું સમાજમાં યોગદાન એટલું મહત્વપૂર્ણ નથી જણાતું- દર્શની કંસારા. --Darshani Kansara (talk) ૧૧:૨૪, ૧૫ નવેમ્બર ૨૦૧૪ (IST)
 3. તરફેણ તરફેણ લેખ ન મૂકવાની તરફેણમાં, વિકિપીડિયામાં સમાવેશ માટેના માપદંડ પ્રમાણે, સમાજમાં યોગદાનનો અભાવ. ફક્ત વ્યાવસાયિક સાહસિકતાને આધારે વિકિમાં સ્થાન ન મળી શકે. માહિતીને બદલે જાહેરાત/પ્રશસ્તિ વધુ લાગે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૨, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)
તમે સહુ મારા થી વડિલ હોઇ હું તમારી ઇચ્છા ને માન આપીશ પણ ખબર નહી કેમ રહી રહી ને પણ એક સવાલ મન માં થાય છે. મે આજ દીન સુધી જોયુ છે કે માત્ર ફીલ્મો કરનાર કલાકાર ને જ વીકીપીડીયા મા સ્થાન મળે છે. તેમણે સમાજ મા શુ યોગદાન આપ્યુ છે તે મને એક પ્રશ્ન લાગે છે. માત્ર અભિનય કરવો એ યોગદાન નથી. ઉ.દા. પ્રાચી_દેસાઇ સમાજ મા કઇક અલગ કર​વુ અથ​વા બીજા માટે પ્રેરણારૂપ બની રહેવુ શુ એ સામાજીક યોગદાન નથી? જ્યારે આપણા વિવિધ અખબારો અને મહાવિદ્યાલયો પણ તેની નોંધ લે અને બીજા ને પ્રેરિત કરવા માટે કોઇ આન્ત્રપ્રેન્યોર ના સામાજીક યોગદાન ને આપણે અવગણીએ?
કોઇ ને ઉદેશીને હુ આ નથી કેતો, કોઇ ને જો મારી વાત થી દુ:ખ થયુ હોય તો ખરા દિલ થી માફી માગુ છુ. --IMDJ2 (talk) ૧૭:૧૭, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
ભાઈ શ્રી/બહેન શ્રી, જે ફિલ્મ કલાકાર ન હોય તેવા પણ ઘણા લોકો વિષે લેખો અહિં બનેલા છે. સામાજીક યોગદાન શેને કહેવાય તે જાણવા માટે કૈલાશ સત્યાર્થી, પી. સી. વૈદ્ય, મેરી કોમ, વગેરે વિષે વાંચો. એવા લોકોથી ભરેલી પડી છે જે ફિલ્મ કલાકારો નથી. કોઈ વ્યક્તિ વ્યવસાય ક્ષેત્રે શું કરે છે તે તેનો પોતાનો વિકાસ છે. ઉદાહરણ તરિકે તાજેતરમાં સમાચારોમાં ચમકેલા સુરતના હિરાના વેપારી સાવજીભાઈ ધોળકિયા કદાચ સૌથી ઉમદા અને પ્રેરણાશીલ ઉદ્યોગપતિ કે આંત્રપ્રિન્યોર ગણાય, એમની નોંધ જેટલા માધ્યમોએ લીધી છે એટલી ટાટા-અંબાણી સિવાયના અન્ય કોઈ કંપની ચેરમેનની ભાગ્યે જ લેવાઈ હશે, પરંતુ તેમના વિષેનો લેખ પણ જો અહિં બને તો કદાચ આપણે આવી જ ચર્ચા કરતા હોઈએ, કેમકે તેમનું સમાજમાં યોગદાન કેટલું? તેઓ પ્રસિદ્ધિના માપદંડને કારણે કદાચ અહિં સ્થાન પામી પણ શકે. આપની દલિલોથી કોઈને દુ:ખ થવાની શક્યતા જ નથી, આપે જે ખેલદિલી સાથે આ ચર્ચામાં ભાગ લીધો છે એ સરાહનિય છે. ચર્ચાનું પરિણામ ગમે તે આવે, આપ યોગદાન કરવાનું ચાલુ રાખશો એવી આશા, કેમકે વિકિપીડિયામાં ઘણું બધું સાહિત્ય ઉમેરવાની જરૂર છે, આ એક લેખ ના ઉમેરી શકો તો શું અન્ય ઘણા લેખો ઉમેરવા માટે કે ઉપસ્થિત લેખોમાં સુધારાવધારા કરવા માટે હું પ્રબંધકના નાતે આપને ખુલ્લા દિલે આવકારું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૨૩, ૧૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
જી જરુર થી હુ મારા થી બનતા તમામ પ્રયત્નો કરીશ કે વીકીને એક સારા લેખ આપી શકુ. --IMDJ2 (talk) ૧૫:૩૭, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)
IMDJ2, વિકિને સારો લેખ આપવાનો વાયદો કરીને તમે એ જ લેખ થોડા ફેરફાર સાથે મુકવાનો પ્રયત્ન કર્યો છે અને તે પણ વિકિ સમુદાયના અભિપ્રાયને અવગણીને તે તમે ખુબ જ નિંદનિય છે. મહેરબાની કરીને ગુજરાતી વિકિ ની શુધ્ધતા જાળવી રાખવાનો પ્રયત્ન કરનાર સમુદાય ને સહકાર આપવા વિનંતિ.--એ. આર. ભટ્ટ (talk) ૨૧:૧૨, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)
 1. તરફેણ તરફેણ લેખ ન મૂકવાની તરફેણ. અાજ સુધી હું મેં ઉપર જે મુદ્દાઓ ઉઠાવ્યા હતા તેના જવાબની બાબત અવઢવમાં હતો. પણ જે રીતે સમુદાય આપેલા વચનમાંથી ફરી જઇને એક વધુ પડતી પ્રશસ્તિથી ભરપુર જાહેરાત જેવો લેખ મુકાવાનો પ્રયત્ન થયો છે તે વખોડી નાખુ છું અને આ લેખ ન જ હોવો જોઇએ તે નિર્ણય પર પહોચું છું. --એ. આર. ભટ્ટ (talk) ૨૧:૧૯, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)

Global AbuseFilter[ફેરફાર કરો]

Hello,

AbuseFilter is a MediaWiki extension used to detect likely abusive behavior patterns, like pattern vandalism and spam. In 2013, Global AbuseFilters were enabled on a limited set of wikis including Meta-Wiki, MediaWiki.org, Wikispecies and (in early 2014) all the "small wikis". Recently, global abuse filters were enabled on "medium sized wikis" as well. These filters are currently managed by stewards on Meta-Wiki and have shown to be very effective in preventing mass spam attacks across Wikimedia projects. However, there is currently no policy on how the global AbuseFilters will be managed although there are proposals. There is an ongoing request for comment on policy governing the use of the global AbuseFilters. In the meantime, specific wikis can opt out of using the global AbuseFilter. These wikis can simply add a request to this list on Meta-Wiki. More details can be found on this page at Meta-Wiki. If you have any questions, feel free to ask on m:Talk:Global AbuseFilter.

Thanks,

PiRSquared17, Glaisher

— ૨૩:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)

ઢાંચો:Commons ની કળ/સંજ્ઞા બદલવા માટેનો પ્રસ્તાવ[ફેરફાર કરો]

(English) Users recently I came across a problem here on Gujarati Wikipedia related to ઢાંચો:Commons, in this the older codes are either redirecting the link to empty pages on commons or to English version of page on common, so in this i made some changes in the codes after those changes the link is redirecting us to Gujarati version of page on common.....but for reasons unknown our admins are still insisting to go on with older codes, may be its their fear for new things or fear of new users or love towards English version of commons.....what ever the reason may be i don't know

(Gujarati) વપરાશકર્તાઓ હાલમાં જ હું અહીં ગુજરાતી વિકિપીડિયા પર એક સમસ્યા તરફ આવી ઢાંચો:Commons, આ સૌથી જૂની કોડ માટે ક્યાં કોમન્સ પર અથવા સામાન્ય પર પાનાંની ઇંગલિશ આવૃત્તિ માટે ખાલી પાનાંઓ માટે લિંક પુનઃદિશામાન કરી રહ્યા, તેથી આ માં મારે માટે કોડ માટે કેટલાક ફેરફારો કર્યા તે ફેરફારો બાદ લિંક સામાન્ય પર પાનાંના ગુજરાતી આવૃત્તિમાં અમને પુનઃદિશામાન થયેલ.....પરંતુ અજ્ઞાત કારણોસર અમારી સંચાલકો હજુ જૂની કોડ સાથે પર જવા માટે આગ્રહ કરવામાં આવે છે માટે, નવી વસ્તુઓ માટે તેની તેમના ભય હોઈ શકે છે અથવા નવા વપરાશકર્તાઓ ભય અથવા કોમન્સ ના ઇંગલિશ આવૃત્તિ તરફ પ્રેમ.....આ કારણ હોઈ શકે છે ગમે, મને ખબર નથી

(English) admins version of code will redirect you to such pages admin codes result
(Gujarati) કોડના એડમિન આવૃત્તિ જેમ પાનાંઓ માટે તમને રીડાયરેક્ટ કરશે સંચાલક કોડ માટે પરિણમી
(English) my version of code will redirect you to such pages my code result
(Gujarati) કોડ મારા આવૃત્તિ જેમ પાનાંઓ માટે તમને રીડાયરેક્ટ કરશે મારી કોડ પરિણામ
(English) Users I want you to decide what is good for Gujarati Wikipedia by voting here, those who favour my version of codes(gujarati version) please vote YES and those who favour admin's version codes (english version) please vote NO
(Gujarati) વપરાશકર્તાઓ હું તમને અહીં મતદાન કરીને ગુજરાતી વિકિપીડિયા માટે સારું છે તે નક્કી કરવા માંગો છો, કોડ્સ મારા આવૃત્તિ (ગુજરાતી આવૃત્તિ) તરફેણ જેઓ મત કરો હા અને એડમિન આવૃત્તિ કોડ (ઇંગલિશ આવૃત્તિ) તરફેણ જેઓ મત કરો ના
YES (favouring my codes (gujarati version))---હા (મારી કોડ તરફેણ (ગુજરાતી આવૃત્તિ))
 1. Sushilmishra (talk) ૧૯:૪૩, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)


NO (favouring admin's codes (english version))---ના (તરફેણ એડમિન માતાનો કોડ (ઇંગલિશ આવૃત્તિ))
તરફેણ તરફેણ
1. ગુજરાતી ન આવડતું હોય તો અહીયા પ્રદાન કરવાનો હઠાગ્રહ છોડી દો.
2. ઢાંચાના કળ/સંજ્ઞાની જુની અને નવી આવૃત્તિમાં થોડા શબ્દો સિવાય ખાસ ફેર નજરે ચડતો નથી. માટે જે તુટેલું ન હોય એને પહેલા તોડીને પછી એનું સમારકામ ન કરાય એ ન્યાયે આપ પણ એ મહેનત કરવી છોડી દો.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૨૨:૨૯, ૧૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
તરફેણ તરફેણ --KartikMistry (talk) ૧૧:૨૦, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
  • ગુજરાતીમાં શું લખ્યું છે તેની કશી જ ખબર પડતી નથી, મને આ મશિન ભાષાંતરની સખત નફરત છે. જો કોઈને ગુજરાતી ન આવડતું હોય તો અહિં ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન કરવાનો દૂરાગ્રહ છોડી દેવો જોઈએ. અંંગ્રેજીમાં શું લખ્યું છે તે વાંચવાની મારે તસ્દી લેવી નથી કેમકે આ સભ્યશ્રીને મેં જણાવ્યું છે કે જો તેમને મારા મતની કે જવાબની જરૂર હોય તો ગુજરાતી વિકિપીડિયાની ગરિમા જાળવે અને ગુજરાતીમાં સંવાદ કરે. આ કારણે હું સમગ્ર ચર્ચાથી દૂર રહું છું. I cannot tolerate ignorance of people.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૧, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
  • (હું અને ધવલભાઈ પ્રબંધકો લેખે પક્ષકાર ગણાઈએ એટલે મતદાનમાં ભાગ લેવો વાજબી નથી, અન્ય સભ્યશ્રીઓ નિઃસંકોચ પોતાનો મત જણાવે)
   એ ઉપરાંત સર્વ સભ્યશ્રીઓ અને પ્રબંધકશ્રીને જાણ થાય કે, કૉમન્સમાં ઉપરોક્ત ફેરફારનો હઠાગ્રહ આ સભ્યશ્રી શા માટે રાખે છે એ સમજાતું નથી. મારી વિનંતીથી આપણાં વિકિના એક સભ્યશ્રીએ ચકાસણી કરી અને રિપોર્ટ આપ્યો છે કે કૉમન્સના ઢાંચામાં અહીં જે ફેરફાર કરાયો છે તે અન્ય કોઈ વિકિના ઢાંચાઓ પર પણ નથી. (એક પંજાબી પર હોવાનું ફેરફાર કરનાર સભ્ય જણાવે છે). બીજું એ ફેરફારથી આ ઢાંચો વાપરતા આગલા સેંકડો લેખની કૉમન્સ પરની કડી ખોરવાઈ ગઈ છે. બે-ત્રણ ઉદાહરણ મેં એ ઢાંચાની ચર્ચામાં આપ્યા હતા, તે ઉપરાંત તારીખો વાળા (માસ અને દિવસો વાળા ઉદા: નવેમ્બર ૨૦) તમામ લેખોમાં આ ક્ષતિ આવે જ છે. હવે આપણે એ ઢાંચો વાપરતા હજારો લેખને ચેક કરવા, તેની લિંક્સ આ સભ્યશ્રીના હઠગ્રહને માન આપવા ખાતર સુધારવી, વગેરે મજૂરી કરવી રહી !!! મહદાંશે અન્ય વિકિઓ પર આવા અગત્યનાં ઢાંચાઓ ફેરફાર ન કરી શકાય તેમ પ્રતિબંધિત કરેલા હોય છે, આપણે મોટાભાગના સભ્યશ્રીઓ સહકારની ભાવનાવાળા હોય છે એટલે એવા પ્રતિબંધો નથી રાખતા. પણ આ ગુજરાતીનો "ગ" ન જાણતા સભ્યશ્રીઓ વખતો વખત આવી ધંધે લગાડી જાય છે :-)
   હું સર્વે સભ્યશ્રીઓને વિનંતી કરીશ કે કૉમન્સના ઢાંચાના ફેરફારને ઉપરોક્ત સમસ્યાઓની સત્યતા ચકાસી અને યોગ્ય કે અયોગ્ય ઠેરવે. આ મિત્ર કદાચ ગુજ.વિકિને પ્રયોગશાળા બનાવવા ઈચ્છતા હોય, અન્ય લોકોના કાર્યને ગેરવાજબી નૂકશાન ન થતું હોય તો સ્વાગત જ છે, પણ તેથી ઉલટું હોય તો કડક નિર્ણય લેવો જરૂરી બને. (ન ભુલતો હોઉં તો અગાઉ આપણાં ઉત્સાહી અને જાણકાર સભ્યશ્રી વિહંગભાઈએ એક ઢાંચામાં ફેરફાર કરેલો જે અરેસુ (અક્ષાંશ-રેખાંશ સુધારણા) કાર્યમાં આપણને બહુ જ ઉપયોગી બન્યો. અને આપણે સહર્ષ તેનું સ્વાગત કરેલું જ. આ દાખલો એટલા માટે કે ફેરફાર કરનાર સભ્ય જણાવે છે તેવું, આપણે નવું કંઈ સ્વીકારતા જ નથી એ, સત્ય નથી.) પણ આ કિસ્સામાં મને ફાયદો કશો નહિ અને નૂકશાન વધુ દેખાય છે. (ફાયદો, જણાવ્યા પ્રમાણે, એ જ કે કૉમન્સનાં ગુજ. ભાષાંતરીત પાને સીધું જવાય છે, જે તો જેમણે ડિફોલ્ટ ગુજ. ભાષા રાખી હોય તે અમસ્તાએ જઈ શકે છે !) ઉપરાંત, આ સભ્ય ચર્ચામાં ગાળ કહેવાય એવી ભાષા વાપરે (એક જગ્યાએ એમણે F**K એવો શબ્દ વાપર્યો જે મારા જ્ઞાન પ્રમાણે તો ગાળ જ છે), પ્રબંધકોને એલફેલ લખે, આપણે અહીં ઘરની ધોરાજી ચલાવીએ છીએ એવા આક્ષેપો કરે, ચિત્રો ચઢાવવા વિશે સર્વાનુમતે નિર્ણય છે તેને, ઘડાયેલી નિતી વિષયક બાબતો વગેરેને, વખોડે વ.વ. (થોડુંક અંગ્રેજી તો મનેય આવડે છે !!!) ચલાવી લેવું શા માટે ? હદ થઈ !
   મેં કૉમન્સના ઢાંચાના એ ફેરફારના લાભાલાભ અને મારો વિચાર આપ સમક્ષ રાખ્યા, બાકી માન.ધવલભાઈ અને નિષ્ઠાપૂર્વક યોગદાન આપતા સર્વ માન.સભ્યશ્રીઓ જે સૂચવે તેનું પાલન કરવું એ પ્રબંધક તરીકે મને સોંપાયેલી ફરજનો ભાગ સમજી કરીશ જ, પણ આવી ભાષા અને ડાંડાઈ તથા અન્યની મહેનત પર પાણી ઢોળવા જેવી પ્રવૃતિ ચલાવી લેવા એ ગુજ.વિકિના સર્વે નિસ્વાર્થ કાર્યરત સભ્યશ્રીઓના અપમાન સમાન છે. આ સભ્યને ગુજરાતી વિકિ પર યોગદાન આપવું હોય તો ખુશીથી આપે બાકી કોઈ ધરારી નથી, પણ મને પ્રબંધક લેખે એમની મફત સલાહોની જરૂર નથી એટલે એનો લાભ ભલે અન્યત્ર ક્યાંક આપે !!! (વધુ લખાઈ ગયું એ ક્ષમ્ય ગણશો) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૯, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
ના જી, જરા પણ વધારે નથી લખાયું. એ સભ્ય પર સરસ મજાનો પ્રતિબંધ લાદવા જેવો જ છે. --એ. આર. ભટ્ટ (talk) ૦૯:૪૨, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)
તરફેણ તરફેણ તેનું કારણ ઉપર અશોકભાઈએ જણાવ્યું તેમ ગુજરાતી ડિફોલ્ટ રાખવાથી ગમે તે કડી પરથી જાવ પાનું ગુજરાતીમાં દેખાવું જોઈએ અને બીજી વાત જે પાયો હોય તે મુજબ મકાન ચણાય નહી કે મકાન ચણી અને તે મુજબ પાયામાં ફેરફાર કરાય. માટે એક કામ કરતાં બીજા તેર તૂટતાં હોય તો તે કામ ન કરવું અને ઢાંચો એમ નો એમ રહેવા દેવો. પહેલેથી જ કામ ઓછું હોય તેમ આ વધારાનું; હજારો કે સેંકડો લેખોમાં ફેરફાર કરવાનું કામ હાથ પર લેવાની કોઈ જરૂર નથી. (સમય વધતો હોય તેવા સભ્યો મારો સંપર્ક કરે; કરવા જેવા કામ સૂચવીશ.;))--Vyom25 (talk) ૨૨:૦૦, ૨૨ નવેમ્બર ૨૦૧૪ (IST)


solution[ફેરફાર કરો]

i got a solution for this problem simple......i will create a new template which will have codes redirecting to gujarati version on commons page....we can keep both the templates and let the page creator decide which 1 they want to use....hence those who want english version can use current template and those who prefer gujarati version can use new template which i will create.....thus satisfying both sides with out changing the current template....as simple as this....silly rigid admins.....but in future care must be taken that both are not merged.....Sushilmishra (talk) ૦૨:૫૨, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)
created ઢાંચો:કોમન્સ which will redirect to gujarati version on commons, thus solving the problem, people interested in english version can use ઢાંચો:Commons and users interested in gujarati version can use ઢાંચો:કોમન્સ.....hope to end dispute and rigidity of admins here......Sushilmishra (talk) ૦૩:૪૯, ૨૫ નવેમ્બર ૨૦૧૪ (IST)

મિડીયા ફાઈલો અપલોડ કરવા વિષે[ફેરફાર કરો]

માનવ શરીર નાં પાના ને વધુ સુંદર અને સ્પષ્ટ બનાવી શકાય તે માટે ૨૫ જેટલાં ચિત્રો અપલોડ કર્યા હતા. જે ગૂગલ પર એમનેમ ફરી રહ્યા હતા અને તેમને કોઈપણ કોપીરાઈટ નથી. ઘણાં ચિત્રોનું ગુજરાતી માં લેબલીંગ પણ કર્યું હતુ. ચિત્રો અપલોડ કરતી વખતે માહિતી પણ આપી હતી. તોયે કોઇ મુઆ એ બધાં ચિત્રો ડીલીટ કરી નાખ્યા. મારું કૉમન્સનું પાનું જુઓ. https://commons.wikimedia.org/wiki/User_talk:Darshani_Kansara કૃપા કરી કોઇ એ ચિત્રો/મિડીયા ફાઈલો પાછા લઇ આવવામાં મદદ કરો અથવા/અને તે ડીલીટ ના કરે તે માટે શું કરવું તે કહો.- દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૧૦:૩૪, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)

ભલે એ ગુગલ પર એમને એમ ફરે, કોપીરાઇટ ના હોય, પણ એ તમારાં ન હોય તો તમે તેને કોમન્સ કે વિકિપીડિયા પર ન ચડાવી શકો :) (કોમન્સ કોપીરાઇટ અને લાયસન્સ બાબતે બહુ જ કડક વલણ અપનાવે છે એ ધ્યાનમાં રાખવું‌.) --KartikMistry (talk) ૧૧:૧૮, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
ચિત્રો વિનાંના પાનાં! વાંચકને કાંઇ જ નહિ સમજાય. :( કોમન્સનાં ચિત્રો ને ગુજરાતી માં લેબલીંગ કરાય? --Darshani Kansara (talk) ૧૨:૩૨, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
ગુજરાતીમાં લેબલ કરવા માટે તમે એ ચિત્રોની નવી આવૃત્તિ બનાવી શકો છો. હેલ્પમાંથી વધારે વિગત મળી શકશે. બાય ધ વે, તમારો "મુઆ એ બધાં ચિત્રો ડીલીટ કરી નાખ્યા" વાક્ય-પ્રયોગ ખુબ ગમ્યો. પણ એમાં કશુ કરી શકાય એમ નથી. એ બધા મુઆઓ એવા જ છે. પહેલી વખત કોઇ મુઆએ મારી સાથે ૨૦૦૫માં આવુ કરેલું એ વખતે થયેલું ફ્રશ્ટ્રેશન મને હજુ તાજુ યાદ છે એટલે તમારી વાત સમજી શકુ છુ. પણ એ મુઆઓ કેમ આવું કરે છે તે એક વખત સમજી લઇએ તો પછી ખાસ તકલીફ આપણને કે એ મુઆઓને નથી પડતી એવું મેં અહીં અનુભવે નોંધ્યું છે.--એ. આર. ભટ્ટ (talk) ૧૩:૫૩, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
આ હેલ્પની લીંક તો આપો જરા. મળતી નથી મને. Upload a new version of this file પરથી અપલોડ કરી દઇએ તો ચાલશે ને? મુઆઓની વાત પછી કરીએ.--Darshani Kansara (talk) ૧૫:૫૩, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
૧. કોમન્સમાંથી ચિત્ર(કે ચિત્રો) લેખમાં ઉમેરો, ૨. એનું કેપ્શન-વર્ણન ગુજરાતીમાં લેખમાં લખો. તમારે નવી આવૃત્તિ ઉમેરવાની જરૂર નથી (વળી પાછો કોપીરાઇટનો ભંગ થશે). કોમન્સમાંથી ગુજરાતી વિકિપીડિયામાં ચિત્રો સહર્ષ રીતે લિંક કરી શકાય છે. ચિત્રો ધરાવતો કોઇપણ લેખ ઉદાહરણ તરીકે જોઇ લેવો! --KartikMistry (talk) ૧૭:૨૪, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
કાર્તિકભાઇ, ચિત્રોની અંદર લખેલ ભાષા ફેરવવા માટે નવું વર્ઝન બનાવ્યા વગર કેવી રીતે થાય?--એ. આર. ભટ્ટ (talk) ૧૭:૫૬, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
ના, દર્શનીબેન, Upload a new version of this file પરથી નહિ પરંતુ નવી ફાઈલ તરીકે જ અપલોડ કરવાનું રહેશે. તમારે જે ફાઇલમાં ગુજરાતી કેપ્શન ઉમેરવા છે તે ફાઇલ ડાઉનલોડ કરો, તેમાં ફેરફાર કરીને બને તો PNG કે SVG જેવા ફ્રિ ફોર્મેટમાં નહિતર JPG તરીકે સેવ કરો અને નવી ફાઇલ તરીકે અપલોડ કરો (એના માટે હું આનો ઉપયોગ કરું છું, એમાં તમને ફાઇલના વિવિધ સ્રોતની પસંદગી કરવાની તક મળશે. આ અપલોડ કરો ત્યારે આગળ જતા આ ફોર્મમાં તમને Original source: પૂછવામાં આવશે તેમાં તમારે જે મૂળ ઇમેજને તમે મોડીફાય કરી છે તેનું નામ આપવાનું રહેશે. એના પછીનું ફિલ્ડ Author(s):નું છે, ત્યાં તમે ચાહો તો તમારું એકલાનું યુઝરનેમ (જે આપોઆપ આવી ગયું હશે) રાખી શકો છો કે પછી વધારામાં મૂળ ઇમેજના Authorનું નામ આપી શકો છો. બાકીનું બધું તો તમને ખબર હશે જ. જરૂર પડે તો જણાવજો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૮, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
કાર્તિકભાઇ, ભટ્ટભાઇ જે કહે છે તે જ મારે પૂછવું હતું. કોપીરાઇટની સમસ્યા છે, વાત તમારી બરોબર છે. પણ મેં ઘણા ચિત્રો જોયા, જેમાં એક જ ચિત્ર જુદી જુદી ભાષામાં છે. એ કઇ રીતે થાય છે, એ નહોતું સમજાતું. બહારથી એડીટ કરી અપલોડ કરે છે કે કેમ. અને લીંક કઇ રીતે થાય છે, તે પણ નહોતું સમજાતું. બીજી વાત, બાયોલોજી-જીવવિજ્ઞાનનાં ચિત્રોમાં એમ કેપ્શન-વર્ણન ગુજરાતીમાં લખી મુકીએ તો ના ચાલે. સચોટતાં ના રહે. તે લખવું ય માથાનો દુખાવો થઇ જાય. ચિત્રોમાંના અંગ્રેજી શબ્દોનો ગુજરાતી અર્થ આ થાય, એવું વર્ણન લખીએ પણ કોઇ વાચકને જરાય અંગ્રેજી ના આવડતું હોય, તો એ શું કરે? 'uTERus'(ગર્ભાશય) 'uRETer'(મૂત્રવાહિની) વાંચી લીધું, તો પત્યું! :P (નોંધ: મેં પોતે આવો ગોટાળો કર્યો છે. ધો.૭ સુધી ગુજરાતી માધ્યમમાં ભણ્યા પછી જ્યારે ગણિત અને વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં લીધા તો શરૂઆતમાં આવા બહુ ગોટાળા કર્યા હતાં.) ધવલભાઇ, દિશાસૂચન કરવા માટે ખુબ આભાર! ચિત્રો અપલોડ કરી જોઉં છું. --Darshani Kansara (talk) ૧૮:૪૬, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
https://commons.wikimedia.org/wiki/File:Organ_Systems_I.jpg બપોરે આ ચિત્ર ખોટી જગ્યાએ અપલોડ થઇ ગયુ હોય, એવું લાગે છે. ક્ષમા માંગુ છું. પણ તેને જલ્દી થી ડીલીટ કરાવા વિનંતી. અથવા મને કહો, કઇ રીતે કરું?--Darshani Kansara (talk) ૧૯:૦૨, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
ધવલભાઇ, C:Commons:Upload પર 'Upload your own work' થી જ અપલોડ કરું, બરાબરને? અને 'Permission' માં શું લખવું?--Darshani Kansara (talk) ૧૯:૫૩, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
હા, દર્શનીબેન, 'Upload your own work' બરાબર છે. અને 'Permission'માં સામાન્ય રીતે મૂળ ફાઇલનું જે લાયસન્સ હોય તે જ આપવું યોગ્ય રહેશે, તમે તેના કરતા ઓછી મર્યાદાઓ વાળું લાયસન્સ વાપરી શકો પણ વધુ વાળું નહિ. મૂળ ફાઇલ તમે કોમન્સમાંથી જ લીધી હશે તેમ માની લઉં છું.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૧, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)
માફ કરજો, 'Permission'ને બદલે મેં તમને ભૂલમાં પરવાના (લયસન્સ)ની માહિતી લખી નાખી. તમારે 'Permission'માં કશું લખવાનું નહિ રહે, કેમકે તમે એ ચિત્ર કોમન્સ સિવાય બીજી કોઈ જગ્યાએ પોતાના પ્રકાશનાધિકાર (કોપીરાઇટ) હેઠળ પબ્લિશ નહિ કર્યા હોય. એ ફિલ્ડ એવા લોકો માટે છે કે જે પોતે પોતાની રચનાઓ અન્ય ક્યાંક પબ્લિશ કરી ચૂક્યા હોય અને અહિં કોમન્સમાં પણ મૂકવા જઈ રહ્યા હોય, આપણા કેસમાં એ લાગુ નહિ પડે.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૬, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)

સમજાઇ ગયું. બધી મારામારી અહીં પરવાના (લાયસન્સ) અને સ્રોતની છે. 'અપલોડ વિઝાર્ડ' પરથી પણ ચિત્રો અપલોડ તેમજ વિકિનાં મુખ્ય સ્રોત સાથે લીંક કરી શકાય જ છે. મુખ્ય સ્રોતનું લાયસન્સ કયું છે, તે જોઇ લેવું. સ્રોત અને સ્રોતનું લાયસન્સ અપલોડ વિઝાર્ડ પર બરાબરથી નાખવા. થઇ ગયું કામ! માનવ શરીર નું પાનું છેવટે self-explainatory બન્યુ ખરું. ધવલભાઇ,કાર્તિકભાઇ,ભટ્ટભાઇનો મને સાથ આપવા માટે અને મારાં સવાલોનો જવાબ આપવા માટે ખુબ આભાર. હવે પેલા મુઆઓ ચિત્રો ડીલીટ નહી કરે એવું લાગે તો છે. અને એ મુઆઓ ને લીધે આજે મિડીયા ફાઇલ્સ અપલોડ કરવાનો કોયડો ઉકેલાઇ ગયો. તે માટે તેમનો પણ આભાર માનવો રહ્યો. :P - દર્શની કંસારા.--Darshani Kansara (talk) ૨૩:૨૪, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)

સ_____રસ !! કહ્યું છે ને, સૌ સારૂં જેનો અંત સારો ! આપે સુંદર લેખ બનાવ્યો, ચિત્રાત્મક માહિતીઓથી સજાવ્યો, અને તકનિકી કારણે ચિત્રો હટ્યા એ જરા નિરાશાજનક તો હતું જ પણ આપે ઉમદા ભાવના દર્શાવી, નિરાશ થયા વગર, વિકિના માન.મિત્રોના માર્ગદર્શનથી, ધાર્યું કામ કરી દેખાડ્યું. બ્રેવો ! સાચા વિકિપીડિયનમાં આ ગુણ જરૂરી ગણાય. આપને અભિનંદન. આગળ ઉપર પણ જરૂર પડે ત્યાં માર્ગદર્શનાર્થે નિઃસંકોચ જણાવશો. વિકિમિત્રો ચોક્કસ મદદરૂપ થશે. આપનું અમુલ્ય યોગદાન મળતું રહે તેવી અભયર્થનાસહઃ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૨, ૨૦ નવેમ્બર ૨૦૧૪ (IST)

હવે ચિત્રની ભાષા બદલવા વિષે વાત કરીએ. આ ચિત્રો જુઓ https://commons.wikimedia.org/wiki/File:Animal_cell_cycle.svg . ડીટ્ટો એ જ ઇમેજ. ફકત અંગ્રેજી નું સ્પેનીશ અને ફ્રેંચ કર્યું છે. આ કઇ રીતે થાય છે? ફોટોશોપ થી?--Darshani Kansara (talk) ૧૦:૧૬, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)

કોઇપણ svg editor નો સહારો લઇ શકાય છે. svg ફાઇલ કોઇપણ ટેક્સ એડિટર વડે પણ બદલી શકાય છે. હું તો Linux વાપરું છું, એટલે વિન્ડોઝ કે બીજી ઓપરેટિંગ સિસ્ટમનો ખ્યાલ નથી, પણ શોધ કરતાં મળી જશે :) --KartikMistry (talk) ૧૪:૧૧, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)
નોટપેડ++ માં પણ થઇ શકશે.એ ઉપરાંત ઇન્કસ્કેપ પણ છે. ઇન્કસ્કેપતો svg એડીટીંગ માટેનું એક અદભુત સોફ્ટવેર છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૩૯, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)
ઇન્કસ્કેપ ઓપનસોર્સ છે અને એટલે મફત પણ. હું પણ તે જ વાપરું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૪, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)
હા ઇન્કસ્કેપ ખરેખર સરસ છે! ધન્યવાદ.--Darshani Kansara (talk) ૨૨:૪૭, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
તો જ ધવલભાઇ અને અશોકભાઇ જેવા મહાનુંભાવો ઉપયોગમાં લેતા હોય ને.!!!--એ. આર. ભટ્ટ (talk) ૧૫:૪૦, ૨૮ નવેમ્બર ૨૦૧૪ (IST)

help[ફેરફાર કરો]

ધવલ and Ashok modhvadia, i am unable to understand high handedness of admin Dsvyas either he is lost it completely or want to make gujarati wikipedia his private property...........he deleted a template created by me which was a solution to the problem and he is having problem with creation of stub pages.........if he is so concerned about stub pages i request him to expand those pages with his knowledge of gujarati because as of me i already said that i am not a native gujarati speaker but at least i am creating pages and attaching proper citations/references to it and also connecting it to inter wiki link but where as i find Dsvyas here only issuing threats about ban, i request admin ashok to look in to matter and restore template ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ because that template is in use at many pages.........more over there has been so little or no activity on gujarati wikipedia for past few months and if admins like Dsvyas abuse their power and threaten users then i think this will not help in progress on gujarati wikipedia and it will not attract many new users...............more over i again request you admin ashok to inform our friend Dsvyas that if he is having problem with stub pages then he is free to expand it and correct the grammar in the page..........because i have attached the proper tag to the page informing it is a stub and people are welcomed to expand it but instead of helping wikipedia with expanding the page he is issuing threat to new users which i think will do more harm to gujarati wikipedia as it is an attempt by admin Dsvyas to make this wikipedia his personal property...............more over i request you to restore ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ.....................Sushilmishra (talk) ૦૩:૫૬, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)

what sort of wikipedia is this where you cant upload pictures, you cant create stub pages, you cant create templates........only admins can upload pictures why? only admins can create stub pages why? only admins cant create templates why??.......is this a personal wikipedia of admins like Dsvyas ? admins like Dsvyas abuse their powers and threaten users with ban because users want permission to upload pictures and create templates and create stub pages.........no wonder their is very little activity on gujarati wikipedia because admins like Dsvyas has made it as shut shop for others only he can do what ever he wants......it seems it is Dsvyas's private wikipedia........Sushilmishra (talk) ૦૪:૦૫, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)
i dont need those templates now ઢાંચો:કોમન્સ and ઢાંચાની ચર્ચા:કોમન્સ as i found another way to work with out those templates and it gives results that i want :-).......where there is will there is a way.......but i think it will be hard for rigid users like Dsvyas to understand this concept........but i want all to think about activities of our friend Dsvyas.......and i wish every user should have right to upload pictures here on gujarati wikipedia not just exclusive club of admins of which our friend Dsvyas is member......Sushilmishra (talk) ૦૪:૫૬, ૨૬ નવેમ્બર ૨૦૧૪ (IST)

મુંબઈ મેટ્રો[ફેરફાર કરો]

મદદ! આ મુંબઈ મેટ્રો નું ઈન્કસ્કેપ માં એડીટ કરેલું ચિત્ર અડધું શા માટે અપલોડ થયું?

મુંબઈ મેટ્રો ૧.svg

--Darshani Kansara (talk) ૨૦:૪૫, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)

એવું થવું ન જોઈએ. આપનાં કોમ્પ્યુટરમાં આખું જ છે ? એમ બને કે કદાચ સોફ્ટવેર દ્વારા બનેલું ચિત્ર જ ખામીવાળું હોય. છતાં જો આપના ક્મ્પ્યુટરમાં આખું જ હોય તો કૉમન્સ પર ફરીથી એ જ ચિત્ર ચઢાવી જુઓ. (ફાઈલ હિસ્ટરીની નીચે Upload a new version of this file બટનનો ઉપયોગ કરીને.) અન્યથા મને કે ધવલભાઈને એ આખું ચિત્ર મેઈલ કરશો કે ડ્રોપબોક્ષ જેવા કોઈ ઠેકાણે ચઢાવી શેર કરશો એટલે કંઈક નિરાકરણ કરીશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૪૧, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
મને એમ લાગે છે કે, ચિત્ર કેન્વાસ થી મોટું છે, તેથી જેટલો ભાગ કેન્વાસ પર આવ્યો હતો, તે અપલોડ થઈ ગયો. પણ એ કેન્વાસ માં કઈ રીતે સમાવું તે સમજાતુ નથી.--Darshani Kansara (talk) ૨૨:૦૫, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
વેરી સિમ્પલ ! ઈન્કસ્કેપમાં જોઈતું હોય એવડું ડ્રોઈંગ બનાવી લઈ અંતે File > Document Properties (અથવા Shift + Ctrl + D) પર જઈ Custom Size અંતર્ગત બટન ’Resize Page to Drowin....' પ્રેસ કરી દેવું. લગભગ તો કામ થઈ જ જશે. અન્યથા વધુ જાણકારોનું શરણ લઈશું. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૨, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)
હા. એકદમ. થઈ ગયુ કામ! આભાર! --Darshani Kansara (talk) ૨૨:૫૧, ૨૭ નવેમ્બર ૨૦૧૪ (IST)

આ મેટ્રોનાં નકશા બનાવવાનો પ્રયત્ન કરી જોયો છે. કંઈક ત્રુટિ વગેરે જણાવશો. તેમજ આ ત્રણમાંથી કયો નકશો મુકવો તે વિષે મંતવ્ય આપશો.

મુંબઈ મેટ્રો-૧
મુંબઈ મેટ્રો-૨
મુંબઈ મેટ્રો-૩

મારો પ્રિય તો નકશો-૧ છે. --Darshani Kansara (talk) ૦૦:૨૩, ૨૯ નવેમ્બર ૨૦૧૪ (IST)

૧ સરસ છે! --KartikMistry (talk) ૧૦:૪૭, ૨૯ નવેમ્બર ૨૦૧૪ (IST)
મને પણ નક્શો-૧ વધુ ગમ્યો.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૫૨, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
સૌની સાથે, નકશા-૧ પર સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૩ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

રેફરન્સ[ફેરફાર કરો]

ગુજરાતી ભાષાની ઉપયોગી વેબસાઈટોનો ખજાનો વિકિપીડિયા પર મળી શકે કે ? અથવા તો ગુજરાતી તાજા સમાચાર વાંચવા મળી શકે કે ? ગુજરાતી સાહિત્ય, ગુજરાતી મેગેજીન, ગુજરાતી રેફરન્સ બૂકો વિકિપીડિયા પર વાંચવા મળી શકે ? જો કોઈ માહિતી હોય તો જણાવશો . - નીતિન પટેલ

શ્રી નીતિનભાઈ, ગુજરાતી સમાચાર, અન્ય વેબસાઇટોનો ખજાનો, મેગેઝીનો કે રેફરન્સ બૂકો તો નહિ પણ ગુજરાતી સાહિત્ય તમને અવશ્ય વાંચવા મળી શકે. ગુજરાતી વિકિપીડિયા એક જ્ઞાનકોશ છે, એટલે અહિં ફક્ત માહિતીસભર વિષયો પરના લેખો હોય, ગુજરાતી સાહિત્ય તમને વિકિસ્રોત પર વાંચવા મળશે.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૫૫, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

વેબ ગોષ્ઠિ ૧૯ (રવિવાર, ૭ ડીસેમ્બર, ૨૦૧૪)ના આયોજનની દરખાસ્ત[ફેરફાર કરો]

મિત્રો,
વિકિપીડિયા ૧૧ વર્ષની ઉજવણી માટેની તૈયારીના સંદર્ભમાં જણાવવાનું કે અહીં લખેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક વેબ-ગોષ્ઠિનાં આયોજનની હું દરખાસ્ત આપ સહુની સમક્ષ મુકી રહ્યો છું. આપના અભિપ્રાય જણાવશો. પ્રબંધક શ્રીને વિનંતિ કે જેમને એમણે આમંત્રણ આપવા હોય તે વહેલા સર આપી દે જેનાથી આપણે કોઇને પરીવારને આપવા પડતા સમયમાં અડચણ કે અાડખીલી રૂપ ના બનીએ.
આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૧૭:૪૮, ૧ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

ભટ્ટ સાહેબ આ બાબત મારું ધ્યાન દોરવા આભાર પરંતુ મારે ૭મી તારીખે ભાગ લેવું શક્ય નહી બને તેની હું અગાઉથી જાણ કરું છું અને આપ નક્કી થાય તે મુજબ કાર્યક્રમ ચાલુ રાખજો. આભાર.--Vyom25 (talk) ૧૦:૫૧, ૨ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
અગાઉથી જણાવવા બદલ આભાર. --એ. આર. ભટ્ટ (talk) ૧૯:૩૫, ૨ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

Community Participation Support at Swatantra 2014[ફેરફાર કરો]

Dear Wikimedians,

ICFOSS, Govt of Kerala in collaboration with FSF-India, CIS, SFLC.in, Swatantra Malayalam Computing and other like minded organisations is celebrating Swtantra-2014, fifth international free software confrence of Kerala. This is scheduled during 18-20 December 2014 at Thiruvananthapuram. More details about the event can be seen at : http://icfoss.in/fs2014/ .

CIS-A2K will be providing limited travel and stay scholarships to interested Wikimedians from various language communities to attend this event and benefit from it. Upto 10 scholarships are available for Wikimiedians applying from Kerala. Upto 3 scholarships will be considered from other Indic Wikimedians and India based English Wikipedians. If you are interested please register your name here on Meta.

Eligibility: You should have been a Wikimedian with a minimum of 200 edits on Wikimedia projects as on June 1, 2014.

Important dates: Nominate yourself by December 8, 2014 (many apologies for this delay and short notice). We will confirm support by December 9, 2014.

Travel & Stay information: (applicable only once the support is confirmed)

 • Low fare flight costs will be considered if your travel by bus/train is more than 24 hours to Thiruvananthapuram.
 • Stay in budget hotels, preferably on twin sharing basis.
 • All costs of the selected Wikimedians will be reimbursed on actual basis upon submission of original bills to CIS Office in Bangalore within 10 days of receipt.
 • It is essential to submit boarding passes along with tickets if you travel by a flight.
 • CIS could help book flight tickets upon request. Those interested to avail this support need to fill a form that we will circulate

Queries and correspondence:

 • For all queries, please write to rahim{at}cis-india.org and vishnu{at}cis-india.org

Expectations from selected Wikimedians:

 • Please see if you could utilize this opportunity to find solutions to some of the technical/other problems your community may be facing.
 • Do consider giving back the learning to your respective communities.
 • We would appreciate if you could share your experience and learning publicly. CIS-A2K will be happy to publish your write-up on our blog

If you know of a Wikimedian in your community who could benefit from this event and also could bring back learning to benefit your community, please encourage them to apply. --రహ్మానుద్దీన్ (talk) ૧૭:૧૦, ૪ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

સબસ્ટબ વિષેની નીતિ[ફેરફાર કરો]

મુખ્યત્વે પ્રબંધક શ્રી અશોકભાઈ અને અન્ય સક્રિય સભ્યો, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ઘણા વખત પહેલા આપણે સબસ્ટબ વિષે એક નીતિ બનાવી હતી અને નક્કી કર્યું હતું કે અકારણ અનેક સબસ્ટબ બનાવીને આપણે આપણી ગુણવત્તા ઘટાડવી નહિ. આપણે quality and not quantity એટલે કે સંખ્યા પર નહિ પણ ગુણવત્તા પર ભાર આપવો. સભ્ય:Sushilmishra સતત સબસ્ટબ બનાવી રહ્યા છે અને તે પણ મશિન ભાષાંતર દ્વારા. તેઓ બધા જ લેખોને સ્ટબ તરીકે અંકિત કરી રહ્યા છે. અહિં જુઓ, તેમના તાજા લેખો. શું કરવું જોઈએ આપણે? અકારણ બનેલા એક-એક લીટી અને માહિતીચોકઠું ધરાવતા દુનિયાના કોઈ એક દેશની સવાસો દોઢસો જેટલી ફુટબોલ ક્લબો અને તેના સ્ટેડિયા વિષેના સબસ્ટબોને સ્ટબના ઓઠા હેઠળ બનતા રહેવા દેવા અને અહિં સાશ્વત સ્થાન આપવું?--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૮, ૬ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

સબસ્ટબ બાબતે આપણે એક સમિતિ પણ બનાવેલી. જેણે ઘણાં લેખ હટાવવા માટે અંકિત કરેલા. સભ્યોએ કેટલાંકને વિસ્તૃત કરી સ્ટબ પણ બનાવેલા. (વિગતો માટે જુઓ : Portal:સબસ્ટબ કાર્યકારિણી). નવા કે ત્યારે કાર્યરત નહિ પણ હાલ કાર્યરત એવા સભ્યશ્રીઓને વિનંતી કે આ પોર્ટલનું લખાણ અને ચર્ચાઓ બંન્ને નિરાંતે વાંચી લે. એ સમયે ઘણું કાર્ય થયું (તો થોડું રહી પણ ગયું !) અને સમિતિના કેટલાંક સભ્યોને પણ વાજબી અંગતકારણોસર બહુ સક્રિય ન રહી શકવાનું બન્યું એથી કાર્યમાં વિક્ષેપ થયો અને ત્યારબાદ બનતા નવા સબસ્ટબ પર કે જુના સબસ્ટબ સુધારણા પર ધ્યાન ન આપી શકાયું. પણ......વિદ્વાન સભ્યોએ બહુ વિચારીને નિતી તો ઉમદા ઘડી છે. સંક્ષેપમાં કહીએ તો, જે લેખ વિસ્તૃત કરવો સંભવ ન હોય (બનાવનાર કે અન્ય સભ્યોને એ વિસ્તૃત કરવામાં રસ ન હોય) તેને હટાવવો. ગુજરાત/ગુજરાતીને લગતા તમામ સબસ્ટબ પ્રકારનાં લેખને શક્ય એટલું વિસ્તૃત કરવા પ્રયાસ કરવો. ("ગુજરાતના લાગતા સબસ્ટબને સ્ટબમાં ફેરવો અને અન્ય ને હટાવો" આ માન્ય થયેલું સૂચન આપણાં વરિષ્ઠ સભ્યશ્રીનું હતું/છે.) આજે પણ એ કાર્યકારીણીના ત્રણ-ચાર સભ્યશ્રીઓ તો કાર્યરત છે જ. તેઓ ધારે તો સઘળા સબસ્ટબનું એ જ તરાહ પર આકલન કરી સૂચન આપી જ શકે છે. હવે ધવલભાઈએ ચિંધેલી એક લેખમાળા વિશે મારો અંગત મત : હું ધવલભાઈ સાથે સહમત છું. સબસ્ટબ કરતાંએ વધુ વાંધો મશિન ભાષાંતરનો છે. (આમ તો ગુજલીશના જમાનામાં બાકી બચીખુચી ગુજરાતીની પણ ’વાટ’ લાગી જશે !!!) સબસ્ટબ લેખ વિષયક અંગ્રેજી વિકિનાં માર્ગદર્શન How to fix a substub : પ્રમાણે, There are a number of things that can be done to a substub to either improve it, move it somewhere more useful, or delete it entirely. આમ, મને નથી લાગતું કે બનાવનાર કે અન્ય સભ્યોને આ વિષય improve it માટે રસપ્રદ લાગે, તો આ એક દેશની કોઈ ખેલકલા કલબો વિશેના નાના લેખોને વાજબી એ છે કે એક જ લેખ બનાવી તે પર યાદીના રૂપમાં મુકવા (move it). આ વિકલ્પ વાજબી અને સ્વિકાર્ય ગણી શકાય પણ માત્ર સ્વૈચ્છીકપણે જ (કોઈ સભ્ય બધા સ્ટબલેખોની વિગતો એકઠી કરી એક લેખ, જેવો કે "ઈંગ્લેન્ડની ફૂટબોલ કલબો" વ. બનાવવા રસ ધરાવતા હોય તો). બાકી તો સબસ્ટબ માટે delete it એ માન્ય નિતી છે જ. (એક આડવાત : ગુજરાત અને ગુજરાતી વિષયક સબસ્ટબ રાખવા એને કોઈ આપણો પક્ષપાત ગણાવી શકે, પણ એ પક્ષપાત કરતાં "સભ્યોને વિસ્તૃત કરવામાં રસ પડે એવો વિષય" હોવાનો મુદ્દો વધુ છે. ગુજરાતનાં ગામો વિશેના લેખો એનું ઉદાહરણ છે.) તો.........સુધારો અથવા હટાવો. સહમત.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૪૫, ૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
like i said this user Dsvyas is always complaining like a small kid in school.....it seems that he want to make gujarati wikipedia his private property........moving on.......
 • wikipedia is community based project written collaboratively by largely anonymous volunteers who write without pay, it is not needed that 1 person should have all the information of all the topic every person can contribute according to their knowledge of each topic some people are highly intelligent like our friend here mr dsvyas they can make many long pages but friends i am not intelligent like einstein.......mr dsvyas remember this whole wikipedia of all languages is created by small small contributions of largely anonymous unintelligent volunteers like me and others who write without pay........
 • next thing is the pages i am creating are already there in multiple language wikipedias (in more than 25 different languages) but those are not there in gujarati wikipedia which is robbing gujarati speakers of even basic knowledge of those topics atleast from my side i am providing basic knowledge of those topics but what are you doing mr dsvyas? you are only complaining like small kid........if you are so knowledgeful then i request you to please expand those pages.......but if you cant expand those pages then you have no right to speak against those pages because those are atleast providing basic information about the topic.....something is better than nothing.........
 • more over i am attaching proper references and external links to pages i am creating and providing correct infobox and connecting it to interwiki link pages and about pictures i cant upload it here on gujarati wikipedia because intelligent people like our friend dsvyas has made photo upload their personal property.......
 • i have requested earlier also that to allow me to upload pictures here on gujarati wikipedia because those pictures are related to football club logo and those cant be uploaded on commons......(if those logo pictures can be uploaded on commons then other football fans would have done it long back simple logic).......i even assured to people here that i can attach proper liecensing to it and provide details of sources and even showed my work on hindi and punjabi language wikipedia but you friend dsvyas showed his arrogance
 • and about machine translation here is some information that i want to present infront of all, 1st page i created here was માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ on 22:37, 14 November 2014‎ if there was some error in that page then naturally some 1 would have corrected it because in 2nd page i created which was ઓલ્ડ ટ્રેફોર્ડ on 01:33, 15 November 2014‎ our intelligent friend mr dsvyas made corrections on 17:50, 17 November 2014‎ and on 17:58, 17 November 2014‎ and if you observe all my pages later are following same format and wordings there is no change......so how mr dsvyas is claiming that i am using machine translation when he himself corrected those sentences in very begining itself and same sentences are being continously used every where else.........
 • looking at mr dsvyas arrogance towards me it seems that he is having problem with new users here on gujarati wikipedia......he is repeatedly trying to ask users to block me for vague reasons.........i think our intelligent friend dsvyas forgot that he too was once new user here......during my time here i dint saw him making any noticeable contribution here on wikipedia except always complaining like school kids......at every step he is trying to block my path.......
 • i know my gujarati language skills are not good they are zero i am not intelligent like einstein or dsvyas but atleast i am trying to do some good work........more over if you observe i am making average 2 pages per day, 1 is related to football club and other is related to that football club's home ground.........i think 1 day is enough for admins and reviewer to look my work and correct it if any errors are there...
 • i think we all know that some times there is hardly any (zero) activity here on gujarati wikipedia, some times for days not a single edit will take place, weeks will pass but no new page will be created and over that if users like dsvyas behave in this arrogant way with new users then how will gujarati wikipedia will progress and how will new users will be able to contribute here.....
 • see the arrogance of our friend dsvyas there was no page for wales which is part of united kingdom so i created small stub page for it વેલ્સ in which he just changed stub to સબસ્ટબ result of which is same and rest all matter of the page is same no change but he is out here complaining like school kid that stub pages are waste.....hello mr dsvyas you claim to be from UK so why dint you made that page why are you complaining now when i made a stub page for it......why dont you expand it and help wikipedia instead of crying here like school kid..........this only shows your arrogance and jelousy towards new users
once again i remind to our friend dsvyas that wikipedia is a community based project it is made by small small contributions of largely anonymous unintelligent volunteers like me and others who write without pay, we all here are volunteers, we can contribute what we know and how much we know.......if dsvyas can spend his time and have total knowledge about topic then he is welcomed to expand it........i am atleast providing basic knowledge of the topic.......but he is only complaining like school kid......i request him again to stop his arrogance and contribute to expanding gujarati wikipedia.....
PS: since we are talking so i have my requests too.....
 1. I STILL REQUEST FOR PERMIT TO UPLOAD PICTURES HERE
 2. IF NOT I REQUEST ADMINS TO IMPORT THOSE PICTURES FROM ENGLISH WIKIPEDIA
 3. IF NOT PERMIT ME TO UPLOAD PICTURES FOR STARTING 30 DAYS TIME PERIOD IF I AM SATISFYING THE CONDITIONS THEN RENEW MY PERMIT SEE MY SKILLS
i am talking and requesting as if this is my job and i am getting paid to do it and i wont get food if i dont make page here.....hahaha.......your loss i dont care now especially with this guy dsvyas's school girl like arrogance it is irritating me........2 basic stub pages per day (with references, external links and interwiki connection) i can create here that is my limit it is upto admins and reviewers to correct any mistakes and upto future volunteers to contribute and expand the data in page........i am also working as volunteers on Hindi Wikipedia and Punjabi wikipedia and combine i have created more than 500 sports related pages and uploaded over 300 pictures--Sushilmishra (talk) ૧૨:૪૬, ૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
on a funny note to dsvyas......mate think i am like shewag i come and start the inning with all boom boom (creating initial page set up stub with basic info, reference, external link) and when i am out why dont you be dravid and anchor the innings in middle order (expand the body of topic with all trivial story writing stuff)........have fun......happy editing....cheers....Sushilmishra (talk) ૧૩:૦૮, ૭ ડિસેમ્બર ૨૦૧૪ (IST)
આભાર અશોકભાઈ! આપે સવિસ્તૃત માહિતી આપી અને આ માધ્યમે નવા સભ્યોને એ પણ જાણ કરી કે આપણે કેમ અને શું અને નિર્ણય લીધો હતો. હું આપે સૂચવ્યા મુજબ એક યાદિ જેવું બનાવીને બધા જ સબસ્ટબોને delete કરવા માટે અંકિત કરવા માંડીશ. એ વાત સામે સબસ્ટબ બનાવનાર સીવાય કોઈને વાંધો હોય તો અહિં કે જે-તે લેખના ડિલિશનના પાને પોતાનો મત જણાવી શકે છે.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૫૪, ૧૨ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

New Wikipedia Library Accounts Now Available (December 2014)[ફેરફાર કરો]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today :)

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Other partnerships with accounts available are listed on our partners page. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team.૦૫:૫૨, ૧૮ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

Copyright and CC primer for Indian Wikimedians[ફેરફાર કરો]

Apologies for writing in English

Dear Wikimedians,

I would like to introduce you all to Thomas, a fourth year law student at the National Law University Jodhpur. He has joined CIS-A2K as an intern and will be developing a primer on Copyright and Creative Commons for the use of Indian Wikimedians.

Thomas' aim is to cater to the broad spectrum of Wikimedia users and to provide both an introduction to copyright law and to address more advanced questions of copyright law that users might encounter with regards to issues like digitisation, public domain works, etc.

His approach thus far has been to comb the India Mailing List to discover the common questions or concerns that Indian Wikimedians face while dealing with content. He hopes to then transpose answers to these queries along with general copyright related information onto a primer following a mixture of a FAQ based and prose based format to allow for better transposition of information as well as to allow for better readability and engagement.

As you will realise, this approach suffers from a number of defects: 1. There are a large number of queries or concerns that users might have which are not addressed onto the mailing lists and are near impossible to pre-empt. 2. There are a number of unique processes that Wikimedia implements (like the “precautionary principle”) that is unique to the context of copyright and Wikimedia which he is yet to familiarise himself and such a familiarity can only be built with periodic use. 3. There are a large number of Wikimedians who might be unrepresented on the Mailing List and might have queries regarding the use of content.

To this end, Thomas hopes to get some support from the community here in terms of: 1. Asking any queries that you may have regarding copyright law and its application to the Wikimedia Universe. 2. Passing along any queries or issues that you may have heard of from other users, so that this may be introduced. 3. Passing along any other information that may be specifically relevant to this endeavour, in terms of experience with Wikimedia policy, practice that has been developed over the past few years and the like.

Any support in this regard would be extremely helpful. This primer will of course be a work in progress for subsequent authors to edit and build upon, true to the Wikimedia ethos, however for the sake of at least an initial completeness, I request you to reply in over the course of this week, latest by the 3rd of January 2015. You can reach Thomas at thomasjv93{at} gmail.com or on his EN Wikipedia User Talk page --Pavanaja (talk) ૧૭:૧૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૪ (IST)

Train-the-Trainer Program - 2015 (Announcement)[ફેરફાર કરો]

Dear Wikimedians,

Apologies for posting this in English. If any friends could translate this in Gujarati please help in translating.

As most of you are aware, the Centre for Internet and Society's Access To Knowledge program (CIS-A2K) conducted the first Wikipedia Train-the-Trainer (TTT) programme in 2013 with an aim to support and groom leadership skills in the community members. We are extremely thankful to all the senior Wikimedians who acted as Resource Persons for the 2013 event. Achal, Arjuna, Hari, Shymal, Tinu and Viswa! Without your help we could not have conducted it so successfully.

This message is to let you all know that we have scheduled to conduct the second iteration of this program at the end of February 2015. We are inviting applications from interested Indian Wikimedians. Please see this page on Meta for more details.

Some important dates: January 27, 2015 - Last date for registration.
January 30, 2015 - Confirmation of selected participants
February 26 to March 1, 2015 - TTT-2015 workshop

We are working on the schedule and other details. You are welcome to leave your suggestions and inputs here. Please write to us at tanveer@cis-india.org and vishnu@cis-india.org if you have any further queries.

Best,
--Psubhashish (talk) ૦૮:૪૪, ૧૬ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
Accesss To Knowledge (CIS-A2K),
Centre for Internet and Society

બગસરા ખાતે વિકિપીડિયા પ્રચાર-પ્રસાર કાર્યક્રમ (અહેવાલ)[ફેરફાર કરો]

તા:૧૭ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ, અમરેલી જિલ્લાના બગસરા ગામે, બાળ કેળવણી મંડળ સંકુલમાં વિકિપીડિયાના પ્રચાર-પ્રસાર ઉપક્રમે અન્ય બે સંસ્થાઓ, સાયન્સ મ્યુઝિયમ, જૂનાગઢ અને સૂરજબા મેમોરિયલ, પેટલાદના સહયોગથી વિશ્વના દેશોના રાષ્ટ્રધ્વજોનું પ્રદર્શન અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરેલું. જેનો બગસરાની સઘળી શાળાઓના બાળકો અને શિક્ષકગણે લાભ લીધો હતો. વિકિપીડિયા ગુજરાતીના પ્રબંધક સભ્ય અશોક મોઢવાડીયા અને સભ્ય વ્યોમજી તથા સાયન્સ મ્યુઝિયમના ભાવેશભાઈ, વિદ્યાર્થી ગૃપના રાજુભાઈ ઓડેદરા તથા હિરેનભાઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા સેવાઓ આપી હતી. ઉપરોક્ત સ્થળે બપોર પછી ૩ વાગ્યાથી ૫-૩૦ સુધી પ્રદર્શન અને સંલગ્ન વિકિપીડિયા અને સ્રોત વિશે માહીતિ આપવાનું આયોજન થયેલું.
બગસરા એટલે ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ, વિકિસ્રોત પર આપણા મિત્રોએ બહુમહેનતે ચઢાવેલા મેઘાણી સાહિત્ય વિશે જાણી ઉપસ્થિત સૌ મહાનુભાવો અને બાળકોએ આનંદ અનુભવ્યો હતો અને સ્રોત પર કાર્યરત સૌ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. અહીં આ કાર્યક્રમની ચિત્રઝલક આપી છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૫૦, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

પ્રતિભાવો[ફેરફાર કરો]

જૂનાગઢ - ગાંધીનિર્વાણ દિને વિકિપીડિયા દ્વારા ગાંધીચિત્રોનું પ્રદર્શન[ફેરફાર કરો]

તા:૩૦-૧-૨૦૧૫ અને ૩૧-૧-૨૦૧૫ એમ બે દિવસ માટે જૂનાગઢ ખાતે સરકારી જિલ્લા ગ્રંથાલયમાં, ગ્રંથાલય અને અભિવ્યક્તિ ફોરમના સહકારથી ગાંધીજીના સમગ્ર જીવનને દર્શાવતું, ગાંધીજીના વાસ્તવિક ફોટોગ્રાફ્સનું, પ્રદર્શન યોજાયું હતું. બે દિવસ ચાલેલા આ પ્રદર્શનમાં તા:૩૦-૧-૨૦૧૫ના રોજ બપોરે ૨-૩૦ થી ૪-૦૦ સુધી વિકિસ્રોત પર ઉપલબ્ધ ગાંધી સાહિત્ય વિશે ગુજ.વિકિપીડિયાનાં પ્રબંધક અશોક મોઢવાડીયાએ માહિતી આપી હતી. વિકિપીડિયા અને વિકિસ્રોતની કામગીરી, તકનિકી જાણકારીઓ અને ઉપલબ્ધ કૃતિઓ વિશે જિવંત નિદર્શન અપાયું હતું. આ પ્રદર્શન બંન્ને દિવસ સવારે ૯-૦૦ થી રાત્રે ૧૨-૦૦ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રખાયું હતું. વિકિપીડિયા અને અભિવ્યક્તિ ફોરમ દ્વારા આયોજીત આ પ્રદર્શન અને વિકિસ્રોત પર ઉપલબ્ધ સાહિત્ય વિશે મુલાકાતીઓએ ભારે રસપૂર્વક જાણકારી મેળવી હતી. પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શિક્ષણવિદ્‌ અને બહાઉદિન કોલેજનાં નિવૃત પ્રિન્સિપાલ ધોળકિયા સાહેબે કર્યું હતું. તેમણે તથા સરકારી જિલ્લા ગ્રંથાલયના ગ્રંથપાલ રાવલ સાહેબ આ પ્રસંગે ઉપસ્થિત રહી ગાંધીજીનાં જીવનકવન વિશે માર્ગદર્શન આપ્યું હતું. શહેરનાં મેયર, ડે.મેયર સમેત અગ્રગણ્ય નગરજનો અને શાળા-મહાશાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રંથાલયનાં નિયમીત વાચકોએ આ પ્રદર્શન અને વિકિપીડિયાના નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું. અગ્રગણ્ય અખબારો (દિવ્યભાસ્કર, પાના-૭ પર જાઓ) અને સ્થાનિક ટી.વી.ચેનલોએ આ પ્રસંગની યોગ્ય નોંધ લીધી હતી. (જો કે, અખબારીનોંધમાં પ્રબંધકના પ્રવચનના અંશોની થોડી સેળભેળ થયેલી છે, ટૂંકાવેલી વિગતોને કારણે કેટલીક બાબતો અસ્પષ્ટ રહી છે, પણ વિકિસ્રોતની વેબકડી સાથે આપણાં કાર્યક્રમની નોંધ લેવાઈ એ બાબતે આપણે આભારી છીએ.) નીચે આ પ્રસંગનાં થોડાં ચિત્રો આપેલાં છે.

અહેવાલ---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૩, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

ચિત્ર ગેલેરી[ફેરફાર કરો]

પ્રતિભાવો[ફેરફાર કરો]

 1. ખૂબ સુંદર કાર્ય અશોકભાઈ! આપના કાર્યની સરાહના કરું એટલી ઓછી છે. ફક્ત વિકિપીડિયા અને વિકિસ્રોત પર જ નહિ, પરંતુ તમે વિકિની બહાર પણ સામાન્ય જનતા વચ્ચે જઈને આપણો સંદેશો પહોંચાડતા રહો છે તે ઉમદા કાર્ય છે. વળી પાછું આ બધું કોઈ જાતનું મહેનતાણું કે ખર્ચ અન્ય પાસેથી લીધા વગર, ગાંઠનું ગોપીચંદન ઘસીને... તમને મારી સો સો સલામ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
 2. સો સલામ! --KartikMistry (talk) ૧૭:૩૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

સક્રિય સભ્યો અને લેખો?[ફેરફાર કરો]

હેલો (હેલો સાંભળો એમ ગાવું...) વિકિમિત્રો,

છેલ્લાં કેટલાક સમયથી હું ગુજરાતી વિકિપીડિયામાં જોઇ રહ્યો છું કે સક્રિય સભ્યોની સંખ્યા ઘટતી જાય છે (જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7%3AActiveUsers&limit=90&username=&hidebots=1). ભૂતકાળમાં સક્રિય અને ઉત્સાહી રહેલાં સક્રિય સભ્યો શા કારણે અહીં આવતા અટકે છે અને એ બાબતે આપણે શું કરી શકીએ એ માટે આ ચર્ચા રજૂ કરેલ છે. ટીપ્પણીઓ આવકાર્ય છે.

વિકિપીડિયા દ્વારા નવીન સાધન - દા.ત. કન્ટેન્ટ ટ્રાન્સલેશન - ગુજરાતી વિકિપીડિયા માટે મદદરૂપ બની શકે? (ખાસ નોંધ: આ સાધનનાં ડેવલોપમેન્ટમાં હું જોડાયેલ છું એટલે મારો મત ન ગણવો, પણ કેટલાંક લેખો મેં આ વડે બનાવેલ છે, જે મને સીધા ભાષાંતર કરતાં વધુ ઝડપી, ઉપયોગી નીવડ્યા છે.) જો કોઇને વધુ માહિતી જોઇતી હોય તો મને ઇ-મેલ અથવા અહીં પૂછી શકે છે. ખાસ નોંધ ૨: આ મારો અંગત પ્રસ્તાવ છે, તેમજ વિકિમીડિઆ ફાઉન્ડેશન આ પ્રસ્તાવ સાથે જોડાયેલ નથી :)

--KartikMistry (talk) ૧૭:૪૯, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

સાચી વાત છે. અમારે માટે પ્રબંધક તરીકે આ બાબત ચીંતાનો વિષય ગણાય ! શક્ય છે કે આપણાં કેટલાંક જૂના સક્રિય સભ્યો વ્યવસાયીક કે અંગત કારણોસર હાલ વધુ સમય ફાળવી શકતા ન હોય પણ નવા સભ્યો બનનારને જરૂરી પ્રોત્સાહક અને હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરાય તો સ્થિતિમાં થોડો ફરક પડી શકે ખરો (અંગત માન્યતા !). કેટલાંક સભ્યશ્રીઓ (જેમાં આપનો પણ સમાવેશ થાય છે !!) બહુ હોહા કર્યા વગર પોતાનાથી બનતું યોગદાન આપ્યે જાય છે એ પ્રશંસાપાત્ર વાત છે. ધવલજીને સમયાનુકૂલન હોય ત્યારે સાથે મળી વધુ વિચારીએ. (હવે ત્રણ દહાડા હું ભાવનગરના કાર્યક્રમમાં જઈશ એટલે એ પછી જ ! પણ આપે એક વિચાર આપ્યો છે તો એકાદ સત્રમાં ત્યાં એકત્ર થનારા લોકો સમક્ષ પણ આ મુદ્દાની અછડતી ચર્ચા કરીશ અને નવાસવા સભ્ય બની યોગદાન આપવા ઈચ્છતા લોકો આપણી પાસે કયા પ્રકારનાં પ્રોત્સાહન કે જાણકારીની અપેક્ષા ધરાવતા હોઈ શકે અને એમને વિકિ પર કયા પ્રકારનું યોગદાન આપવામાં વધુ રસ પડે એ જાણવા પ્રયાસ કરીશ.) હવે વાત આપના સૂચનની.......તો જે ઉપયોગી જણાતું હોય એનો સ્વીકાર કરવામાં આનંદ થશે. કૃપયા આ ’કન્ટેન્ટ ટ્રાન્સલેશન’ વગેરે વિષયોની અમને પ્રાથમિક જાણકારી આપો, વપરાશ વિશે સમજણ આપો તો સૌને લાભદાયી નિવડે અને ભાષાંતરમાં રસ ધરાવતા મિત્રો તેનો ઉપયોગ કરી શકે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૫, ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)
આ કન્ટેન્ટ ટ્રાન્સલેશન ઉર્ફે ભાષાંતર સાધન શું છે તે ટૂંકમાં સમજવા અમારી ટીમે નાનકડો વિડીઓ બનાવ્યો છે. જુઓ: https://www.mediawiki.org/wiki/File:Content_Translation_Screencast_(English).webm હવે, આમાં અંગ્રેજી-ગુજરાતી મશીન ભાષાંતરનો હાલમાં સમાવેશ નથી, પણ તમે જોઇ શકો છો કે લેખ બનાવવા માટેના અન્ય સાધનો જેવા કે આપમેળે કડીઓ, સંદર્ભ, ચિત્રો વગેરે ઉમેરવા આપણને મદદરૂપ બની શકે છે. મશીન ભાષાંતર માટે હું મારા બનતાં પ્રયત્નો કરીશ, પણ હાલમાં એ માટેનો ફ્રી-ફાજલ-મુક્ત સમય મળવો મુશ્કેલ છે. તેમ છતાંય, આ વર્ષમાં અમુક ભારતીય ભાષાઓ જેવીકે હિંદી-ઉર્દુ વગેરેનો સમાવેશ થયા પછી કેવા પ્રતિભાવ આવે છે એના પર અન્ય ભારતીય ભાષાઓ ઉમેરવી કે નહી તે જોઇશું. ગુજરાતી માટે મશીન ભાષાંતર વગર પણ આપણે આ સાધન ઉમેરી શકીએ છીએ. અત્યારે તો હું તેનો પ્રસ્તાવ નથી મુકતો પણ ભવિષ્યમાં ક્યારેક :) --KartikMistry (talk) ૧૦:૨૪, ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ (IST)

[Global proposal] m.વિકિપીડિયા.org: (બધા) પાના બદલો[ફેરફાર કરો]

MediaWiki mobile

Hi, this message is to let you know that, on domains like gu.m.wikipedia.org, unregistered users cannot edit. At the Wikimedia Forum, where global configuration changes are normally discussed, a few dozens users propose to restore normal editing permissions on all mobile sites. Please read and comment!

Thanks and sorry for writing in English, Nemo ૦૪:૦૨, ૨ માર્ચ ૨૦૧૫ (IST)

અહિં જુઓ, આ બહુ ઉત્સાહજનક લાગતું નથી :/ --KartikMistry (talk) ૧૪:૪૪, ૨ માર્ચ ૨૦૧૫ (IST)
આભાર કાર્તિકભાઈ, આજકાલ મોબાઈલ સહુ કોઈને માટે રમકડા જેવું સાધન થઈ ગયું છે. હું વ્યક્તિગત રીતે મોબાઈલ પરથી લોગઈન થયા વગર ફેરફાર કરવા દેવાના નિર્ણયના મતનો નથી. એનું કારણ એ કે આપણી પાસે રોજેરોજ થનારા એ સંભવિત વેન્ડલિઝમને પહોંચી વળવા માટેની તાકાત અને સમય નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૩ માર્ચ ૨૦૧૫ (IST)
હા. મોબાઇલથી થતાં ફેરફારો પર તો હું ચોક્કસ નજર રાખું છું :) --KartikMistry (talk) ૦૯:૦૯, ૩ માર્ચ ૨૦૧૫ (IST)
તો ભાઈલોગ આપેલ કડી પર ટિપ્પણી કરો અહીં લખવાથી વાત નહિ બને. આભાર.--Vyom25 (talk) ૧૪:૧૨, ૪ માર્ચ ૨૦૧૫ (IST)

New Wikipedia Library Accounts Available Now (March 2015)[ફેરફાર કરો]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Many other partnerships with accounts available are listed on our partners page. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૦૨:૪૪, ૩ માર્ચ ૨૦૧૫ (IST)

Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator page.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

Inspire Campaign: Improving diversity, improving content[ફેરફાર કરો]

This March, we’re organizing an Inspire Campaign to encourage and support new ideas for improving gender diversity on Wikimedia projects. Less than 20% of Wikimedia contributors are women, and many important topics are still missing in our content. We invite all Wikimedians to participate. If you have an idea that could help address this problem, please get involved today! The campaign runs until March 31.

All proposals are welcome - research projects, technical solutions, community organizing and outreach initiatives, or something completely new! Funding is available from the Wikimedia Foundation for projects that need financial support. Constructive, positive feedback on ideas is appreciated, and collaboration is encouraged - your skills and experience may help bring someone else’s project to life. Join us at the Inspire Campaign and help this project better represent the world’s knowledge!

(Sorry for the English - please translate this message!) MediaWiki message delivery (talk) ૦૧:૩૧, ૫ માર્ચ ૨૦૧૫ (IST)

SUL finalization update[ફેરફાર કરો]

Hi all,apologies for writing in English, please read this page for important information and an update involving SUL finalization, scheduled to take place in one month. Thanks. Keegan (WMF) (talk) ૦૧:૧૫, ૧૪ માર્ચ ૨૦૧૫ (IST)

ContentTranslation/ભાષાંતર માટેનું સાધન[ફેરફાર કરો]

પ્રિય મિત્રો,

ગુજરાતી વિકિપીડિયામાં વિકિમિડીઆ ફાઉન્ડેશને તાજેતરમાં બીટા ફિચર તરીકે અમુક વિકિમાં આ સાધન સક્રિય કરેલ છે. આની મદદથી અંગ્રેજી કે અન્ય ભાષાઓમાંથી નવાં લેખો સહેલાઇથી (મશીન ભાષાંતર સાથે કે વગર) બનાવી શકાય છે. સાથે-સાથ, કડીઓ, ચિત્રો, સંદર્ભ વગેરે આપમેળે સહેલાઇથી મૂકી શકાય છે. ગુજરાતીમાં મશીન ભાષાંતર અત્યારે ઉપલબ્ધ નથી અને ડિક્શનરી અંગેનું કાર્ય હાલ ચર્ચા હેઠળ છે. તેમ છતાંય, આને બીટા ફિચર તરીકે આપણે મુકવું હોય તો આપણે અહીં ચર્ચા કરી શકીએ. સહમત? અસહમત? મત આપવા વિનંતી!

આ સાધન અંગેનો નાનકડો વિડિઓ અહીં જોઇ શકાશે: https://commons.wikimedia.org/w/index.php?title=File%3AContent_Translation_Screencast_(English).webm

આ પણ જુઓ: https://blog.wikimedia.org/2015/01/20/try-content-translation/

--KartikMistry (talk) ૧૦:૪૦, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)

 • સહમત:
 1. --KartikMistry (talk) ૧૦:૪૦, ૧૯ માર્ચ ૨૦૧૫ (IST)
 2. --ધવલચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)
 3. --Vyom25 (talk) ૧૪:૧૨, ૨૩ માર્ચ ૨૦૧૫ (IST)
 4. --Sushant savla (talk) ૨૨:૧૦, ૨૪ માર્ચ ૨૦૧૫ (IST)
 5. --સતિષચંદ્ર (talk) ૦૦:૩૧, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)
 6. -- (talk) ૦૨:૩૫, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)
 7. તમારું નામ, સહી.
 • તટસ્થ:
 1. તમારું નામ, સહી.
 • અસહમત:
 1. તમારું નામ, સહી.

નોંધ[ફેરફાર કરો]

આ ટુલ વિકિપીડિયામાં ઉમેરવા માટે https://phabricator.wikimedia.org/T93999 બગ-ટાસ્ક ઉમેરેલ છે. જો કોઇને રસ હોય તો સબસ્ક્રાઇબ કરીને પ્રગતિનો અહેવાલ મેળવી શકશે. સૌપ્રથમ આપણે તેને બીટા વિકિપીડિયામાં અને ત્યારબાદ ગુજરાતી વિકિપીડિયામાં ઉમેરીશું. વધુમાં હું અહીં અપડેટ આપતો જ રહીશ.

આભાર કાર્તિકભાઈ! બીટામાં ઉમેરાય એટલે જણાવજો તો ટેસ્ટ કરવામાં મદદરૂપ થવાય--ધવલચર્ચા/યોગદાન ૧૭:૫૨, ૨૬ માર્ચ ૨૦૧૫ (IST)

બીટા[ફેરફાર કરો]

મિત્રો, કન્ટેન્ટ ટ્રાન્સલેશન (કોઇ સારું મસ્ત ગુજરાતી નામ સૂચવશો? :)) હવે, ગુજરાતી ભાષા માટે બીટા વિકિપીડિયામાં પ્રાપ્ત છે. ટેસ્ટ-ચકાસણી માટે તમારે નીચેનાં પગથિયાંઓ અનુસરવા પડશે.

 1. બીટા વિકિપીડિયામાં (http://en.wikipedia.beta.wmflabs.org/) પ્રવેશ કરો. જો તમારું ખાતું ત્યાં ન હોય તો, http://en.wikipedia.beta.wmflabs.org/w/index.php?title=Special:UserLogin&type=signup પર જઇને નવું ખાતું બનાવો. વિકિપીડિયાનું હાલનું તમારું સભ્ય ખાતું ત્યાં નહી ચાલે.
 2. પ્રવેશ પામ્યા પછી, બીટા/Beta Preferences માં જઇને કન્ટેન્ટ ટ્રાન્સલેશન સક્રિય કરો. સંગ્રહ-સેવ કરો.
 3. ત્યારબાદ, http://en.wikipedia.beta.wmflabs.org/wiki/Special:ContentTranslation પર જાઓ.
 4. નવું ભાષાંતર શરુ કરવા માટે, વાદળી રંગના બટન, એટલે કે નવું ભાષાંતર બનાવો ઉપર ક્લિક કરો.
 5. ખૂલેલા પોપઅપ બોક્સમાંથી અંગ્રેજી - ગુજરાતી ભાષા પસંદ કરો. જે લેખનું ભાષાંતર કરવું હોય તેનું નામ અંગ્રેજીમાં લખો (દાત. California), આ વખતે આ આપમેળે તમને સજેસ્ટ કરશે. ie ઓટોકમ્પલિટ.
 6. જો ગુજરાતીમાં લેખ હાજર હશે તો તમને ચેતવણી અપાશે. તે તમે અવગણી શકો છો (હાલ પૂરતી, કારણ કે બીટામાં લેખ નહી હોય!).
 7. ત્યારબાદ અંગ્રેજી લેખ ડાબી બાજુ અને ભાષાંતર માટેનો ગુજરાતી લેખ જમણી બાજુ ખૂલશે. વિવિધ સાધનો ત્રીજા ભાગમાં દેખાશે.
 8. કોઇ પણ ફકરા પર ક્લિક કરતાં અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તે આપમેળે કોપી-પેસ્ટ થશે. તમારે તેનું ગુજરાતી કરવાનું રહેશે.
 9. કોઇપણ કડીઓ, સંદર્ભો આપમેળે ઉમેરાઇ જશે, તમે ક્લિક કરીને કડી ઉમેરી શકો છો. હાલમાં જરુરી એવા ફોરમેટિંગ માટે આધાર અપાયેલ છે.

કોઇપણ મુશ્કેલીઓ, બગ્સ(!), ગમેલ કે ન ગમેલ બાબતો માટે મારો સંપર્ક કરવો અથવા અહીં નોંધ મૂકવી.

બધું બરાબર જશે તો આપણે એકાદ અઠવાડિયામાં વિકિપીડિયા પર મૂકી શકીશું. ધ્યાનમાં રાખો કે આ સાધન, લોગીન કરેલ અને બીટા ફિચર સક્રિય કરેલ હોય તો જ કામ કરશે (જેથી આપણે સ્પામ કે ભાંગફોડિયા પ્રવૃત્તિ ખાળી શકીએ). તેમજ આ માટેનાં વિવિધ આંકડાઓ પણ જોવા મળી શકશે.

--KartikMistry (talk) ૧૦:૨૨, ૨૭ માર્ચ ૨૦૧૫ (IST)

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન -૬ એપ્રિલ, ૨૦૧૫ ના રોજ બીટા ફિચર તરીકે![ફેરફાર કરો]

વ્હાલા વિકિમિત્રો,

ગુજરાતી વિકિપીડિયામાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન સક્રિય કરવાની પસંદગી માટે આભાર. અગાઉની ચર્ચામાં જણાવ્યું તેમ આ સાધન હાલમાં http://en.wikipedia.beta.wmflabs.org/wiki/Special:ContentTranslation પર ચકાસણી માટે પ્રાપ્ત છે. હાલમાં કોઇ મહત્વનાં બગ્સ મળ્યા નથી તેમ છતાં, અમે ગુજરાતી વિકિપીડિયામાં તેને ૬ એપ્રિલ, ૨૦૧૫ના રોજ સક્રિય કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. ધ્યાનમાં રાખો કે, ગુજરાતી વિકિપીડિયામાં પણ તે "બીટા" ફિચર તરીકે જ સક્રિય થશે. જેથી તમારે તેને જાતે સક્રિય કરવું પડશે. તમે કોઇપણ લેખ પ્રાપ્ત ભાષામાંથી ભાષાંતરિત કરી શકશો. કોઇ પણ ટીપ્પણી કે સૂચન માટે પ્રોજેક્ટનું ચર્ચા પાનું કે ફેબ્રિકેટરનો ઉપયોગ કરવાની વિનંતી. --KartikMistry (talk) ૧૯:૨૬, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

વાહ, કાર્તિકભાઈ ખૂબ સરસ.--Vyom25 (talk) ૨૩:૧૬, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન - બીટા ફિચર તરીકે સક્રિય![ફેરફાર કરો]

કેમ છો? કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન હવે ગુજરાતી વિકિપીડિયા પર બીટા ફિચર તરીકે સક્રિય થઇ ગયું છે. ભાષાંતરની શરુઆત માટે, બીટા ફિચરને સક્રિય કરો અને પાનાં પર જાઓ અથવા તમારા યોગદાન પાનાં પર જાઓ અને નવું ભાષાંતર બનાવવા પર ક્લિક કરી, સ્ત્રોત ભાષા (દાત અંગ્રેજી), લેખનું નામ અને લક્ષ્ય ભાષા (દાત. ગુજરાતી) પસંદ કરીને શરુઆત કરો. જો લેખ ગુજરાતી વિકિપીડિયામાં પહેલેથી હાજર હશે તો, તમને ચેતવણી અપાશે. લેખ પૂર્ણ કર્યા પછી તમે તેને વિકિપીડિયામાં પ્રકાશિત કરી શકશો. જો કોઇ બીજો સભ્ય, તમે જે લેખનું ભાષાંતર કરી રહ્યા છો તેના પર પહેલેથી કામ કરતો હશે તો તમે લેખ તમારા સભ્ય પાનાં હેઠળ પ્રકાશિત કરી શકશો. વિકિપીડિયામાં કુલ બનાવેલ પાનાં આંકડાઓ પર જોઇ શકાશે.

આ સાધન વિકિપીડિયામાં પ્રથમ વખત સ્થાપિત થયેલ છે, એટલે શક્ય છે કે તેમાં કોઇ સમસ્યા આવી શકે જે અમને ખ્યાલ ન હોય. અમે હાલમાં કોઇ સમસ્યા ન આવે એ માટે સતત નિગરાણી રાખીએ જ છીએ, તેમ છતાંય તમને કોઇ મુશ્કેલી પડે તો કન્ટેન્ટ ટ્રાન્સલેશન ચર્ચા પાનું પર અમને જણાવી શકો છો. વધુ માહિતી માટે, જાહેરાત અને બ્લોગ પોસ્ટ વાંચવા વિનંતી. તમે આ સાધન કઇ રીતે વાપરવું તેનો વિડિઓ જોઇ શકશો.

તા.ક. પ્રથમ ટેસ્ટ લેખ તરીકે કસ્તુરભાઇ લાલભાઇ બનાવેલ છે. તમારા સૂચનો સહર્ષ સ્વિકાર્ય છે! --KartikMistry (talk) ૨૧:૫૨, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)

ચક્રવાક‎ નામનો લેખ બનાવવામાં ઉપયોગમાં લીધું.
કેટલાક સુચનો:
૧. લખાણ ને ઘાટું કરવા માટે ''' જ્યાં પણ ઉમેર્યા હોય ત્યાં એ nowikiની વચ્ચે સેન્ડવીચ કરીને મુકે છે જેના લીધે લખાણ ઘાટું થવાને બદલે શરૂવાતના ત્રણ અને છેલ્લા ત્રણ સિંગલ-ક્વોટેશનમાર્ક એમને એમ દેખાય છે.
૨. કોઇ કોઇ વખતે કોઇ કારણ વગર br tag ઉમેરી દે છે.
૩. ટેબલ માંથી ચિત્રો ગુમ કરી નાખ્યા.
૪.સંદર્ભોનું ભાષાંતર કરવા નથી દેતું.
બાકી, ખુબ સરસ છે. ધન્યવાદ અને આભાર.
--એ. આર. ભટ્ટ (talk) ૦૦:૦૯, ૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
આભાર!
૧. આ અંગે બગ ઉમેરી દેવામાં આવેલ છે.
૨. ચકાસણી ચાલુ છે.
૩. ટેબલ અંગે પણ કામ ચાલુ છે.
૪. સંદર્ભો હાલ પૂરતા જાતે જ ભાષાંતરિત કરવા પડશે
 :) --KartikMistry (talk) ૨૦:૧૫, ૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
કાર્તિકભાઈ, મેં અખતરો કર્યો (મહાબત મકબરો), જામ્યું ! કેટલાંક વાંધા છે તે ઉપર ચર્ચાયા છે, નિરાકરણ થશે એવી આશા છે, અનુભવે વધુ કંઈ ધ્યાને આવશે તો આપને શ્રમ આપશું. બાકી બહુ મજેદાર છે. આપણને ફાવશે ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૭, ૧૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
 1. એક વખત કોઈ છબી ઉમેરી તેમાં કોઈ ફેરફાર કરીએ તો પછી દૂર કરવામાં તકલીફ પડે છે. જો છબીમાં ફેરફાર ન કરીએ તો દૂર કરી શકાય છે.
 2. આંતરકડી કઈ રીતે ઉમેરવી તે વિશે વધુ સ્પષ્ટતાની જરૂર લાગી કારણ મેં ભાષાંતર કરેલ લેખમાં ન ઉમેરાઇ.
 3. ઈન્ફોબોક્ષ ભાષાંતરની સખત જરૂરિયાત.
 4. આંતરવિકિ આપોઆપ નથી ઉમેરાતી વિકિડેટા સાથે લેખને અલગથી જોડવો પડે છે તે જો આપોઆપ થઈ શકે તો સારું.
 5. મેં ભાષાંતર કરેલ લેખમાં ફેરફાર કરોમાં જતાં આંતરવિકિ કડીઓના સ્થાને એક જ અજાણી ભાષાની કડી આવે છે. (સુધારો: કોઈપણ લેખમાં ફેરફાર કરવા જતાં આ કડી દેખાય છે; ધવલભાઈ અને અશોકભાઈ તમે પણ નજર નાંખશો)
 6. આ સિવાય અંતે જો એક વિભાગ એવો આપવામાં આવે જેમાં સ્ર્તોત લેખમાં ન હોય તેવી માહિતી ઉમેરી શકાય તો મજા આવી જાય.

આ કેટલાક મુદ્દાઓ નજરે ચડ્યા બાકી સાધન બહુ કામનું છે.--Vyom25 (talk) ૨૦:૨૫, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

 • આભાર, વ્યોમભાઇ!
 1. ગેલેરી-છબીનો બગ અમારા નજર હેઠળ છે!
 2. કડીઓ પણ ટૂંક સમયમાં સુધારાઇ જશે. કડી ઉમેરવા માટે અંગ્રેજી (કે સોર્સ ભાષાની) કડી પર ક્લિક કરતાં તમે કડી ઉમેરી શકો. જે લેખ ગુજરાતીમાં હશે એની આંતરવિકિ કડીઓ આપો-આપ ઉમેરાઇ જશે.
 3. વિકિડેટા સાથે જોડાણ પણ ટૂંક સમયમાં આવે છે :)
 4. અજાણી કડીઓનો મુદ્દો જોવો પડશે. તમે મને diffનું URL આપી શકશો?
 5. છેલ્લો મુદ્દો - આભાર. આ માટે જોકે વધુ રાહ જોવી પડશે :/

--KartikMistry (talk) ૧૧:૫૧, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)

ભાષાંતરના પાનાં પર પહોંચ્યા બાદ ઘણા સમય સુધી ગુજરાતીમાં ટાઈપ થઈ શકતું નથી. હું ફાયરફોક્સ બ્રાઉઝર વાપરું છું; તેની સાથે કોઈ સમસ્યા આપની જાણમાં છે?--Vyom25 (talk) ૦૦:૦૩, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
ના. ફેબ્રિકેટરમાં બગ ઉમેરશો, પ્લીઝ? (અહીંથી, https://phabricator.wikimedia.org/maniphest/task/create/?projects=MediaWiki-extensions-ContentTranslation) :) --KartikMistry (talk) ૧૧:૫૨, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
કાર્તિકભાઈ આ કાર્યવાહી/સેવા તમારે જ કરવી પડશે કારણ કે મને ફેબ્રિકેટરનો કે બગ ફાઈલ કરવાનો કોઈ અનુભવ/આવડત નથી માટે સમય મળ્યે કાર્યવાહી કરશો.--Vyom25 (talk) ૧૨:૪૧, ૨૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
કાર્તિકભાઈ રામાસ્વામી પરમેશ્વરન હજુ વિકિડેટા સાથે નથી જોડ્યો તમે ડાબી આંતરવિકિ કડીની જગ્યાએ આફ્રિકાન્સ ભાષાની લાલ કડી જોઈ શકશો.--Vyom25 (talk) ૨૦:૨૯, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
હા, આ લાલ-કડીઓ વિકિડેટા જોડે કન્ફ્યુઝન કરે છે. ખરેખરમાં તો તે સભ્યને બીજી ભાષામાં લેખ બનાવવા માટે આકર્ષવાનો પ્રયોગ છે. તેના પર હજુ કામ ચાલુ છે. ફાયરફોક્સ અને IME નો પ્રશ્ન હલ થઇ ગયો છે. ચકાસી જોવા વિનંતી! --KartikMistry (talk) ૨૨:૧૮, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
તો પછી આપણને ભારતીય ભાષાઓ જ સૂચવે તેવી કાંઈક વ્યવસ્થા ગોઠવો જેમ કે હિન્દી, મરાઠી, સંસ્કૃત વગેરે. અને હા હું ફાયરફોક્સથી જ યોગદાન કરું છું અને આજે બરાબર કામ કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25 (talk) ૦૦:૨૪, ૧ મે ૨૦૧૫ (IST)

શ્રેણીઓનું મેપિંગ[ફેરફાર કરો]

કન્ટેન્ટ ટ્રાન્સલેશન/ભાષાંતર સાધન આપમેળે શ્રેણીઓ ઉમેરી શકે છે, પરંતુ એ માટે ગુજરાતી વિકિપીડિયાની શ્રેણીઓ અંગ્રેજી (અને અન્ય) વિકિપીડિયાની શ્રેણીઓ સાથે 'મેપ' થયેલી હોવી જોઇએ. જો તમારા ધ્યાનમાં આવે કે કોઇ શ્રેણી એકલી-અટૂલી છે તો wikidataમાં જઇને અંગ્રેજી શ્રેણીઓને સંબંધિત ગુજરાતી શ્રેણીઓ ઉમેરવા વિનંતી છે, જેથી ભવિષ્યમાં કન્ટેન્ટ ટ્રાન્સલેશન તેમજ અન્ય સાધનો આપણને વધુ મદદરૂપ બની શકે. --KartikMistry (talk) ૧૭:૦૬, ૯ એપ્રિલ ૨૦૧૫ (IST)

એકલી ગુજરાતી શ્રેણીઓની યાદી (જેની સાથે કોઈ અન્ય ભાષાની શ્રેણી જોડાયેલ નથી તેવી) હું ઉપલબ્ધ કરાવી શકું.--Vyom25 (talk) ૧૨:૪૦, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
ચોક્કસ. આ યાદી બહુ મદદરૂપ થશે. --KartikMistry (talk) ૧૩:૦૪, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
d:User:Vyom25/ફક્ત ગુજરાતી વિકિની કડીઓ ધરાવતી શ્રેણીઓની યાદી--Vyom25 (talk) ૧૪:૧૮, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
સરસ. હવે મુશ્કેલીએ છે કે આ શ્રેણીઓ હાલની શ્રેણીઓથી અલગ પડે છે. એટલે કે વિકિડેટામાં આ નામની શ્રેણીઓ હાજર છે જ. બંનેને મર્જ - ભેળવવી કેવી રીતે. દા.ત. Q9808475 એ Q6647839માં ભેળવવી જોઇએ. વિકિડેટાનો પ્રશ્ન અહીં પૂછવા બદલ પહેલેથી માફી :) (મર્જ માટેનો જવાબ મારા ચર્ચા પાનાં પર મૂકી શકો છો) --KartikMistry (talk) ૧૬:૪૦, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
KartikMistry and Vyom25, મેં શ્રેણી:હિંમતનગર તાલુકો સિવાય શ્રેણી:હિંદી સાહિત્યકારથી નીચેના બધા પાના મેપ કરી લીધા છે. (મેં નીચેથી લીસ્ટ ચાલુ કર્યું.) -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૩, ૧૯ મે ૨૦૧૫ (IST)

અપડેટ:[ફેરફાર કરો]


અપડેટ[ફેરફાર કરો]

હવે અહિયાં બાકી શ્રેણીઓના લીસ્ટ બનાવવાનું બંધ કર્યું છે. મર્જ માટેની શ્રેણીઓ હું નીચે મુકીશ.

 • આખરી પડાવ: શ્રેણી:ધિરાણ -Nizil Shah (ચર્ચા) ૦૩:૨૬, ૨૨ જૂન ૨૦૧૫ (IST)
 • શ્રેણી:આયુર્વેદિક ઔષધ --Nizil Shah (ચર્ચા) ૦૩:૫૨, ૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
 • આખરે મેપિંગ સમાપ્ત કર્યું. હજુ ઘણી શ્રેણી એવી છે જેને સંલગ્ન શ્રેણી ન હોવાથી મેપિંગ નથી કર્યું, જેમકે તાલુકાઓ. આ સિવાય ઉપર આપેલ અને અન્ય ઘણી શ્રેણીઓ પણ બાકાત છે. બાકી જે શ્રેણીને સંલગ્ન અંગ્રેજી શ્રેણી છે તે જોડી દીધી છે. ડુપ્લીકેટ શ્રેણીઓની યાદી નીચે બેવડાતા લેખ વિભાગમાં મૂકી છે. KartikMistry and Vyom25, બાકી રહેતી શ્રેણીઓની યાદી ફરી તૈયાર કરશો તો સારું રેહશે. -Nizil Shah (ચર્ચા) ૦૩:૧૫, ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

Stewards confirmation rules[ફેરફાર કરો]

Hello, I made a proposal on Meta to change the rules for the steward confirmations. Currently consensus to remove is required for a steward to lose his status, however I think it's fairer to the community if every steward needed the consensus to keep. As this is an issue that affects all WMF wikis, I'm sending this notification to let people know & be able to participate. Best regards, --MF-W ૨૧:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૧૫ (IST)

વિકિ લવ્સ ફૂડ - ફોટોગ્રાફી સ્પર્ધા[ફેરફાર કરો]

મિત્રો, વિકિમીડિયા ઈંડિયા દ્વારા એક ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વિષય છે ખોરાક - ભોજન. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક ભાષામાંથે બે સ્પર્ધકોનું નામાંકન કરવા વિનંતિ કરવા માં આવી છે. તો આપણી ગુજરાતી કોમ્યુનીટીમાંથી જે સભ્યો આમાં રસ ધરાવે તેઓ પોતાનું નામ જણાવી શકે છે. પ્રબંધકોતે નિર્વાચિત સભ્યોના નામ વિકિમીડિયાને જણાવી શકે છે. આ સ્પર્ધાની વધુ માહિતી અહીં ઉપલબ્ધ છે. સ્પર્ધા ૧૫ એપ્રિલથી શરૂ થાય છે માટે આ કાર્ય ઝડપથી કરવા વિનંતી. --Sushant savla (talk) ૨૨:૧૯, ૧૨ એપ્રિલ ૨૦૧૫ (IST)

નામાંકન[ફેરફાર કરો]

 1. હું આ ફોટોગ્રાફી સ્પર્ધામાં રસ ધરાવું છું, પ્રબંધકોને યોગ્ય લાગે તો મારું નામ નોંધાવી આગળની કાર્યવાહી કરશોજી.--દેવેન્દ્રસિંહ ગોહિલ ૧૫:૪૭, ૧૩ એપ્રિલ ૨૦૧૫ (IST)
  1. મિત્રો, હું દેવેન્દ્ર ભાઈના નામનું અનુમોદન કરું છું. આપણે તેમને નોમિનેટ કરીએ. --Sushant savla (talk) ૧૨:૨૫, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
  2. તરફેણ તરફેણ દેવેન્દ્ર ભાઈના નામાંકનને મારો ટેકો છે. --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
  3. તરફેણ તરફેણ મારો દેવેન્દ્રસિંહજીના નામને પૂરો ટેકો છે. તેઓ આપણા જૂના અને સક્રિય સભ્ય છે અને હવે કોમન્સ પર ફોટા ચડાવી રહ્યા છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
  4. તરફેણ તરફેણ મારો દેવેન્દ્રસિંહજીના નામને પૂરો ટેકો છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
  5. તરફેણ તરફેણ--Vyom25 (talk) ૧૩:૦૭, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)
 2. હું આ સ્પર્ધામાં ભાગ લેવાની ઇચ્છા ધરાવું છું. આપ મિત્રોને યોગ્ય લાગે તો મારી અરજીનો સ્વીકાર કરશો. એજ લિ. - Nizil Shah (talk) ૨૩:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
  1. તરફેણ તરફેણ મારો નિઝિલભાઈને સંપૂર્ણ ટેકો છે. તેઓ કોમન્સ પર સક્રિય છે, અને ઘણા ફોટા ચડાવી ચુકેલા છે. --ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
  2. તરફેણ તરફેણ--એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૨, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
  3. તરફેણ તરફેણ મારો ટેકો છે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
  4. તરફેણ તરફેણ --KartikMistry (talk) ૦૯:૨૨, ૨૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
  5. તરફેણ તરફેણ અંગ્રેજી વિકિ પર ગુજરાતને લગતા લેખો ચડાવવામાં અને સુધારવામાં અગ્રેસર.--Vyom25 (talk) ૧૩:૦૭, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

અન્ય ચર્ચા[ફેરફાર કરો]

 • સ્પર્ધામાં પ્રથમ ૫૦ સ્પર્ધકો સીધી નોંધણી કરાવી શકે છે. મેં સ્પર્ધાની ચર્ચામાં અહિં પ્રશ્નો પૂછ્યા છે એના કોઈ જવાબ હજુ મળ્યા નથી. સુશાંતભાઈ, તમે હમણા વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું તેમ તમે સ્વયંસેવક છો, તો શું તમે અહિં જણાવશો કે એ પ્રથમ ૫૦ લોકોમાં સ્થાન પામવા માટે કેવી રીતે એનરોલમેન્ટ કરાવવાનું? જેથી દેવેન્દ્રભાઈ ત્યાં નામાંકન કરી શકે?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • જો કોઈ રીતે આપણા કોઈ સભ્યને તે પ્રથમ ૫૦માં સ્થાન ન મળે તો પછી આપણે આ સમુદાય નામાંકનનો માર્ગ અપનાવવો જોઈએ એવું મારું માનવું છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • એક Observation: દેવેન્દ્રભાઇએ એમણે ૧૩એપ્રિલથી નામાંકન માટે વિનંતિ કરેલી છે. ૧૫મી તારીખ તો જતી રહી તો પણ એમનું નામ નથી પહોચ્યું અને બદલે અન્ય નામ ત્યાં સીધુ કેવી રીતે પહોચી શકે? --એ. આર. ભટ્ટ (talk) ૧૩:૨૮, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • ભાઈઓ અને બહેનો, આ લિંક પર રજીસ્ટ્રેશન ચાલુ છે. તા-૧૫ થી ચાલુ થયું તે ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે....જો કે રજી. કરાવનાર પ્રથમ ૫૦ ને જ ભાગ લેવા દેવામાં આવશે....તો સૌ પ્રથમ જેને ભાગ લેવો હોય તે સૌ અહીં રજીસ્ટ્રેશન કરાવી લે. (ત્યાં Phase 1: April 15 - April 30 હેઠળ Registration for Phase 1 હેઠળ Please register here પર ક્લિકતાં ફોર્મ ખુલશે) તે ઉપરાંત Registration for Community Nominated Participants in Phase 1 હેઠળ Please register here પર ક્લિકતા જે ફોર્મ ખુલે તેમાં કમ્યુનીટીએ સર્વાનુમતે પસંદ કરેલા બે મિત્રો (હી ઓર શી) નાં નામનું રજીસ્ટ્રેશન કરાવવાનું થશે. એ પછી ૧ મે થી ફેઝ ૨ ચાલુ થશે, જેમાં દરેક મિત્ર ભાગ લઈ શકે છે. આ હું સમજ્યો તે કહ્યું...મેં રજીસ્ટ્રેશન કરી લીધું છે. (પ્રથમ ૫૦માં આવે કે ન આવે તે ખ્યાલ નથી !) અહીં, કમ્યુનિટિ નોમિનેટેડ સભ્ય પેજ પર ગુજરાતી સામે એક સભ્યનું નામ દર્શાવાય છે, આમાં કોણ નામ મુકી શકે કે કમ્યુનીટીએ કોને નોમિનેટ કર્યા છે, જેવી બાબતોમાં મને હજુ સમજાયું નથી !!! પણ આપણે અહીં મતદાન કરીને બે નામ મોકલવાના હોય તો જેને આ નોમિનેટેડ વિભાગ દ્વારા તેમાં જવું હોય તેઓ જરૂર અહીં ઉપર નામ નોંધાવે, બાકી બધા સૌ પ્રથમ તો ત્યાં ઉપર આપેલી લિંકે ક્લિકીને રજીસ્ટ્રેશન કરી દે એટલે કામ પતે ! ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • ધવલભાઈ, ત્યાં તમે તા-૧૨ ના રોજ પ્રશ્ન પુછ્યો (જો કે કદાચ કોઈએ જવાબ આપવાની દરકાર નથી કરી !) પણ રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા-૧૫ થી ચાલુ થવાની હતી એટલે હવે મેં ઉપર જણાવ્યું તેમ રજી. ફોર્મ ખુલે છે. એમાં મંડો ભરવા ! ને બે નોમિનેશન વાળા મિત્રોની કેટેગરીમાં જેને ભાગ લેવો હોય તે મંડે અહીં નામ લખવા ! આ સમગ્ર પ્રક્રિયા થોડી ગરબડગોટાળા વાળી છે, અથવા કદાચ આપણે એ પ્રક્રિયા હજુ સરખી સમજી શક્યા નથી, પણ ત્યાર પછીના ફેઝ ૨ માં તો સૌ ભાગ લઈ શકશે જ. એટલે શુભસ્ય શિઘ્રમ અને ઘરે કહી દો કે રોજ કંઈક અવનવું બનાવે અને કેમેરા તૈયાર રાખો. ફોટા સ્પર્ધામાં મોકલો એટલે એના સારાસારનો નિર્ણય જ્યુરી કરે અને વાનગી પ્રબંધકોને ચખાડો એટલે એની ગુણવત્તા બાબતે પ્રબંધકો નિર્ણય લેતા થાય !!!!! બેય હાથમાં લાડવા એ આનું નામ ;-) ! બોલો કોણ શું જમાડશે ?! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • ધવલભાઈ, રજીસ્ટ્રેશન કેમ કરવું તે વિષે પ્રોજેક્ટના પાના પર માહિતી ન હતી તે માત્ર મેઈલિંગ લીસ્ટમાં હતી, તે બાબતે ધ્યાન દોરવા બદ્દલ આભાર. પણ તે સુઝાવ મળતા, રજીસ્ટ્રેશન કરવાની લિંક ત્યાંના વ્યવસ્થાપકોએ મૂકી છે.--Sushant savla (talk) ૨૧:૧૨, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
 • ધવલભાઈનો સુઝાવ પહેલા ૫૦માં નામાંકન કરવાનો સારો છે. તેમ છતાં કોમ્યુનીટી નોમિનેશન કે જનરલ નોમિનેશનની પસંદગી, ભાગ લેનારની ઇચ્છા પર મૂકીએ તો કેવું રહેશે? --Sushant savla (talk) ૨૧:૩૦, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
  • સુશાંતભાઈ, કોઈ નિર્ણય કોઈની ઉપર છોડતા પહેલા આપણે તેમને હકિકતથી વાકેફ કરવા એ આપણી ફરજ છે. આપણે કોઈને એક વાતનો આગ્રહ કરીએ અને બીજી વાત તરફ ધ્યાન ન દોરીએ, તો એમ ન કહી શકીએ કે એ નિર્ણય તેમનો હતો. ખેર.
  • અશોકભાઈ, મારો ઉદ્દેશ્ય તો ફક્ત અને ફક્ત એટલો જ હતો કે આપણે અહિંથી શક્ય એટલા વધુ લોકો ભાગ લઈ શકે. કેમકે કોમ્યુનિટિ નોમિનેશન ફક્ત બે જ લોકોનું થઈ શકે તેમ છે, જો આપણી પાસે બે કરતા વધુ સભ્યો હોય તો આપણે સૌને ન્યાય ન આપી શકીએ, અને મતદાતાઓ માટે પણ ધર્મસંકટ પેદા થાય. ઝઘડા અને મનમોટાવ પણ થઈ શકે. એ બધું નિવારવા માટે જ મારો સુઝાવ હતો કે જેને ભાગ લેવો હોય તે પહેલા પ્રથમ ૫૦માં નોંધણી કરાવી જુએ, જો ત્યાં સફળતા ન મળે તો આપણે કમ્યુનિટિ તરીકે તેમની સહાયે આવીએ અને તેમનું નામાંકન કરીએ. તમે જણાવ્યું તેમ, તમે ત્યાં નોંધણી કરાવી છે, જો તમે તેમ ન કર્યું હોત અને એને બદલે અહિં જ તમારું નામાંકન કર્યું હોત તો આપણી પાસે ત્રણ સભ્યો હોત, દેવેન્દ્રસિંહભાઈ, નિઝિલભાઈ અને અશોકભાઈ આપ. હવે તમે જ કહો કે શું આપણે સૌને ત્યાં સ્થાન અપાવી શકીએ?
  • સૌને પોતાની સમજ છે, એટલે હું કશું વધારે કહેવાનો નથી. અહિં નામાંકન કરનાર સૌને મારો મત છે. બે હશે કે ૧૨, હું તો ચાહિશકે આપણા બધા ગુજરાતી વિકિમિત્રો સ્પર્ધામાં ભાગ લે જ.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૫૪, ૧૮ એપ્રિલ ૨૦૧૫ (IST)
   • ધવલભાઇ, આપનો વિચાર હું અગાઉ જ સમજી ગયો હતો અને એ સાથે સંપૂર્ણ સહમત પણ છું. એટલે જ મેં ઉપર યોગ્ય લિંક્સ આપી અને રજી.પ્રક્રિયા પણ ક્રમબદ્ધ સમજાવી. હું તો ઓપન કેટેગરીમાં વારો આવે તો જ ભાગ લઈશ એટલે ત્યાં અગાઉ જ નોંધણી કરી લીધી. અહીંથી તો દેવેન્દ્રભાઇ અને નિઝિલભાઇ જેવા એ ક્ષેત્રના અનુભવી મિત્રો જ પ્રતિનિધીત્વ કરે એ ગૌરવવંતુ ગણાય. જો કે આપણે સૌને અહીં નોંધણી કરવા જણાવેલું જ પણ અત્યાર સુધીમા આ બે મિત્રોએ અહીં ઇચ્છા દર્શાવી જે સાથે આપણે સહમત છીએ જ. જો કે મારા નામેરી એવા કોઇ અશોકભાઇએ પણ ત્રીજું નામ લખ્યું જણાયું છે પણ તેઓએ ખરેખર તો લોગઈન થઈ અહીં લખવું જોઇએ, સભ્યઓળખ સ્પષ્ટ ન હોય તો આપણે તેને અવગણવું રહ્યું. અને પ્રબંધક લેખે જ્યારે આપણે બેઉ અને અન્ય કેટલાંક મિત્રો ઉપરોક્ત બે નામને ટેકો આપ્યો છે તો હવે ત્રીજા નામ પર વિચારવાનું રહેતું પણ નથી. સુશાંતભાઇ ઉપરોક્ત બે મિત્રોને માટે કમ્યુનિટિ નોમિનેટેડ શ્રેણીમાં નોંધાવવાની યોગ્ય પ્રક્રિયા શરૂ કરે એવી વિનંતી. અને દેવેન્દ્રભાઇ તથા નિઝિલભાઇને હાર્દિક શુભકામનાઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૯, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
   • ધવલભાઇ તથા મિત્રો, એક ચોખવટ, ઉપર ત્રીજું નામ 'અશોકભાઇ' લખાયું તે મેં લખ્યું નથી...! આમાં કોઇએ ભયાનક ગેરસમજ ઊભી કરી છે. મેં તો અગાઉ જ ઓપન કેટેગરીમાં નોંધણી કરાવી છે. હાલ હું મોબાઇલ પર છું અને કમ્યુટર ઉપલબ્ધ નથી તેથી એ જાણવું અઘરું પડશે કે એ નોંધણી અહીં કોણે કરી, ધવલભાઇ કૃપયા એ જાણી અને જો અન્ય કોઇ દ્વારા એ લખાયું હોય તો ચર્ચા કરી હટાવે. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૧, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
    • અશોકભાઈ, કદાચ એ નામ તમારા કોઈ નામેરીનું નહિ પણ તમારું જ લાગતું હતું. તમારા સાગરીત પાસે આવાં કામો કરાવીને પછી આવું નામેરી, ગેરસમજ, એવું બધું લખી નાખવાનું? માફ કરજો, મજાક કરું છું. મિત્રો, આગળના બે વાક્યો ફક્ત અને ફક્ત મજાક ખાતર લખ્યા છે. અશોકભાઈ સાથે આટલી મજાક કરી શકું અને તેઓ ખમી શકે તેમ છે એ વાતની ખાતરી છે એટલે જ કરી છે.
    • હવે જરા ગંભીર વાત, અશોકભાઈનું નામ એ.આર. ભટ્ટે ઉમેર્યું હતું તેમ ફેરફારોના ઇતિહાસ પરથી જણાયું. તેમણે એવું કેમ કર્યું હશે તે તો તેઓ જ જણાવી શકે, પરંતુ નામાંકન જે તે વ્યક્તિ પોતે જ નોંધાવે તે ઇચ્છનિય છે અને અશોકભાઈ મોઢવાડીયાએ ચોખવટ કરી તેમ એ તેમણે નહોતું ઉમેર્યું અને નથી તો તેમને સ્પર્ધામાં અહિં થયેલા નામાંકનને આધારે ભાગ લેવાની ઇચ્છા માટે તે નામ મેં એમની આજ્ઞા અને અનુમતિથી હટાવ્યું છે.
    • ભટ્ટભાઈ આમ કરવા પાછળનો આપનો આશય (વિશ્વાસ છે કે શુભ આશય જ હશે) જણાવશો તો અહિં ઊભી થયેલી ગેરસમજ દૂર થઈ શકે છે.
     • ગેરસમજ, ક્યાં સુધી ઉભી રહીશ, બકુડી? બેસી જા.. ઉભેલી ગેર-સમજને બેસી જવા માટે આદેશ આપી દીધો છે. અશોકભાઇના નામની આગળ સમ્રાટ નહોતું લખ્યું એટલી વાતમાં તો એ ક્યા અશોકભાઇની વાત છે એ બાબતે વાતાવરણ શોક-ગ્રસ્ત થઇ ગયું. હકીકત એમ છે કે આ જીવને એમ થયું કે અશોકભાઈ અહીં પોતાનું નામ ઉમેરતા ભુલી ગયા લાગે છે એટલે એમના વતી ઉમેરીને પરમાર્થનું કામ કરૂ. મગજરૂપી શહેરના કમાડ ગરમીને કારણે વહેલા વાસી દીધેલા એટલે અહીં ફક્ત બે જ નામ ઉમેરવાના હતા એ વાત ધ્યાન બહાર (મગજના દરવાજાની બહાર) રહી ગઇ. આટલી અમસ્તી વાત છે એમાં ચોતરાને પાણીપત ના બનાવશો મિત્રો.--એ. આર. ભટ્ટ (talk) ૧૦:૪૪, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
      • ભટ્ટજી, પાણીપત તો આપે બનાવી જ કાઢ્યું !!! ઉપર સભ્યશ્રીએ વિનંતી કરી તેમાં જ લખ્યું છે કે, ’પ્રબંધકોને યોગ્ય લાગે તો મારું નામ મોકલે’ ટુંકમાં માન.સભ્યશ્રીઓને પ્રબંધકો પર વિશ્વાસ હોય છે, અને પ્રબંધકોની નૈતિક ફરજ બને કે ભુવા બની નાળિયેર ઘર ઢારાં ન ફેકતાં ખરેખર જે આ કાર્ય માટે નિપૂણતા ધરાવતા હોય તેવા મિત્રોને બધી જ રીતે પ્રોત્સાહન આપે અને માત્ર વ્યક્તિગત ન વિચારતા સમગ્ર કમ્યુનિટિનું કાર્ય ઉત્તમોત્તમ દેખાય તેમ કામ કરે. આપે કેમ વિચાર્યું કે "હું" અહીં મારું નામ લખતા ભુલી ગયો હોઈશ ?? તો પછી ધવલભાઈ, સુશાંતભાઈ, કાર્તિકભાઈ વગેરે જેવા અન્ય વધુ યોગ્ય મિત્રો પણ નામ લખતા ભુલી ગયા હશે એમ કેમ ન ધાર્યું ?? અને સ્વયં આપ સાહેબ જ કેમ આપનું નામ લખતાં ભુલી ગયા ?! આપણે હળવાશપૂર્ણ ઢબે કામ અને ચર્ચા કરીએ જ છીએ પણ કૃપયા જ્યારે આ પ્રકારના ગંભીર નિર્ણયની કે અન્યત્ર આપણી ગુજ.વિકિ કમ્યુનિટિના પ્રતિનિધિત્વની વાત હોય ત્યારે ભુલથી પણ કોઈ ગેરસમજભર્યો કે ખોટો સંદેશ ન જાય તેની આપણે દરકાર રાખવી જોઈએ. આપના ઈરાદા બાબતે કશો સંદેહ ન જ હોય પણ આ અયોગ્ય હતું એ આપે સ્વીકાર્ય કરવું રહ્યું. જો કે હવે ઘી ના ઠામમાં ઘી પડી ગયું એ આનંદની વાત છે. ધવલભાઈનું સુચન માન્ય રાખી એક-બે દિવસ હજુ કોઈ મિત્રોને પોતાનું નામ અહીં લખવા ઈચ્છા હોય તો તક આપીશું અને પછી સૌ જે નિર્ણય લે તે માન્ય ગણીશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૯, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
       • અશોકભાઇ, તમે લખેલું કે મેં પેલા ૫૦માં નામ નોંધાવ્યું છે એના સંદર્ભમાં મને લાગ્યું કે તમે નામ લખતા ભુલી ગયા લાગો છો. અને એટલા માટે જ મેં ઉમેર્યુ હતું. --એ. આર. ભટ્ટ (talk) ૧૬:૨૩, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
        • અશોકભાઈ અને સુશાંતભાઈ, આ નામો સ્પર્ધાના આયોજકોને જણાવીએ એ પહેલા એકાદ દિવસ રોકાઈ જઈએ તો સારું રહેશે. કારણ ફક્ત એ જ છે કે, વાત જ્યારે ગુજરાતી સમુદાય તરફથી નામાંકનની થઈ રહી હોય ત્યારે આપણે આપણી અન્ય સક્રિય કમ્યુનિટીને ભૂલી જઈએ એ યોગ્ય ન ગણાય. મેં હમણા જ વિકિસ્રોતના સભાખંડમાં આ વિષેની ઘોષણા કરી છે, એ કામ પહેલા કેમ ન સુઝ્યું તે વિચારીને ખેદ થાય છે. જો આપ બંનેની અનુમતિ હોય તો કાલનો દિવસ રોકાઈ જઈએ અને જો લહિયાઓમાંથી કોઈ પોતાનું નામ નોંધાવે તો શું કરવું તેનો નિર્ણય લઈને આગળ વધીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૨૩, ૧૯ એપ્રિલ ૨૦૧૫ (IST)
         • ધવલભાઈ સાથે સહમત, આપણે એકાદ દિવસ રાહ જોઈએ.--Sushant savla (talk) ૦૫:૧૭, ૨૦ એપ્રિલ ૨૦૧૫ (IST)
          • મેં પણ અશોકભાઈની જેમ જ સ્વતંત્ર રીતે નોંધણી કરી છે.--Vyom25 (talk) ૧૩:૦૭, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

આભાર વ્યોમભાઈ! ભાઈઓ, વ્યોમભાઈના મતદાન સાથે વિકિસ્રોતના સમુદાયનું પણ રિપ્રઝેન્ટેશન થઈ ગયેલું ગણીને હવે આપણે આ મતદાનને બંધ કરીએ અને બંને નામોની નોંધણી સ્પર્ધામાં કરાવી દઈએ તો કશો વાંધો નહી આવે. સુશાંતભાઈ, તમે સ્વયંસેવક ને નાતે આપાણા મતદાનને પરિણામે તરી આવતા આ બે નામો (સભ્ય:Dkgohil અને સભ્ય:Nizil_Shah)નું નામાંકન સ્પર્ધાના પાને કરાવી દેશો કે તમે પછી પ્રબંધકને નાતે હું કે અશોકભાઈ તેમ કરીએ?--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૮, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)

તમે જ કરી દેશો. --Sushant savla (talk) ૧૮:૩૬, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)
સહમત.અને વ્યોમજી સમેત ભાગ લેનાર સર્વ મિત્રોને શુભકામનાઓ. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૮, ૨૧ એપ્રિલ ૨૦૧૫ (IST)
સુશાંતભાઈ, ધવલભાઈ સમુદાયના પસંદ કરેલા બંને સભ્યો ના નામ હજુ યોગ્ય જગ્યાએ મુકાયા નથી ફક્ત નિઝિલભાઈનું નામ જ દેખાય છે. નિઝિલભાઈ, દેવેન્દ્રભાઈ તમે કોમ્યુનિટિ નોમિનેટેડ સભ્યો માટેના રજિસ્ટ્રેશન કરાવ્યું કે નહિ.--Vyom25 (talk) ૧૧:૪૦, ૨૫ એપ્રિલ ૨૦૧૫ (IST)
માફ કરજો મિત્રો, સુશાંતભાઈએ અમારા ઉપર છોડ્યું હતું એ મારા ધ્યાન બહાર જ જતું રહ્યું. હમણા જોયું તો ખ્યાલ આવ્યો કે દેવેન્દ્રભાઈએ એમનું નામ નોંધાવી દીધું છે. દેવેન્દ્રભાઈ, આપની સવિશેષ માફી માગું છું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૦૯, ૨૭ એપ્રિલ ૨૦૧૫ (IST)

Nominations are being accepted for 2015 Wikimedia Foundation elections[ફેરફાર કરો]

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Wikimedia Foundation logo - vertical (2012-2016).svg

Greetings,

I am pleased to announce that nominations are now being accepted for the 2015 Wikimedia Foundation Elections. This year the Board and the FDC Staff are looking for a diverse set of candidates from regions and projects that are traditionally under-represented on the board and in the movement as well as candidates with experience in technology, product or finance. To this end they have published letters describing what they think is needed and, recognizing that those who know the community the best are the community themselves, the election committee is accepting nominations for community members you think should run and will reach out to those nominated to provide them with information about the job and the election process.

This year, elections are being held for the following roles:

Board of Trustees
The Board of Trustees is the decision-making body that is ultimately responsible for the long term sustainability of the Foundation, so we value wide input into its selection. There are three positions being filled. More information about this role can be found at the board elections page.

Funds Dissemination Committee (FDC)
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions being filled. More information about this role can be found at the FDC elections page.

Funds Dissemination Committee (FDC) Ombud
The FDC Ombud receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled. More information about this role can be found at the FDC Ombudsperson elections page.

The candidacy submission phase lasts from 00:00 UTC April 20 to 23:59 UTC May 5 for the Board and from 00:00 UTCApril 20 to 23:59 UTC April 30 for the FDC and FDC Ombudsperson. This year, we are accepting both self-nominations and nominations of others. More information on this election and the nomination process can be found on the 2015 Wikimedia elections page on Meta-Wiki.

Please feel free to post a note about the election on your project's village pump. Any questions related to the election can be posted on the talk page on Meta, or sent to the election committee's mailing list, board-elections -at- wikimedia.org

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery on behalf of the 2015 Wikimedia Foundation Elections Committee, 05:03, 21 April 2015 (UTC) • TranslateGet help

Please test VisualEditor in your language![ફેરફાર કરો]

VisualEditor-logo.svg

It is very important to us at the Editing Department that VisualEditor works in every language, for every user.

VisualEditor's editing environment is a browser ContentEditable element. This means that your input method editor (IME) should already know how to work with it. However, to make VisualEditor correctly edit wiki pages, we have to stop browsers in lots of ways from breaking the page.

Sometimes this can interfere with IMEs. To make sure we work in your IME, we need your help: please see wikimedia.github.io/VisualEditor/demos/ve/desktop-dist.html#!pages/simple.html. This is the core system inside VisualEditor which lets you write and edit. It is different from the full editor, and some of the tools you are used to will be missing.

We're interested in particular in whether you can write text at all, what happens when you select different candidate texts, and how VisualEditor behaves in general.

More details, and some early test results, are provided here: mediawiki.org/wiki/VisualEditor/IME_Testing#What_to_test.

We would love to hear from every language, and especially languages which use IMEs, like Japanese, Korean, Indic languages, Arabic and others. Thank you for your help.

Yours,

James Forrester (talk) ૧૩:૧૧, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)

Merchandise giveaways/Nominations સભ્ય:સતિષચંદ્ર[ફેરફાર કરો]

મિત્રો, આ સાથેની લિંક પર ક્લિક કરી ઉપરોક્ત વિષયના પાને જઈ ગુજ.વિકિ પર સૌથી વધુ લેખ સંપાદન કરનાર આપણા સભ્ય સતિષભાઇની તરફેણમાં મત નોંધાવવા વિનંતી. આભાર. (લિંક : અહીં ક્લિક કરો)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૦૦, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)

ખૂબ ખૂબ આભાર અશોકભાઈ, અને કાર્તિકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૭, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)
+૧ ધવલભાઈ. --Sushant savla (talk) ૧૮:૫૩, ૨૨ એપ્રિલ ૨૦૧૫ (IST)
અશોકભાઈ, સતિષભાઈ આ વિકિ વાળાઓએ ભૂલથી સતિષભાઈના ચર્ચાનાં પાનાંને બદલે અહીં સંદેશ મૂકી દીધો છે. મેં સતિષભાઈનું નામ આપણે જ્યાં નોંધાવ્યું હતું ત્યાં લખ્યું તો છે પણ સંદેશમાં ફક્ત ઈમેલ કરવાનું જ લખ્યું છે તો આગળ શું કાર્યવાહી કરવી છે? અને નોમિનેશન પસંદ થયા બદલ સતિષભાઈ અને સૌ મિત્રોને અભિનંદન.--Vyom25 (talk) ૧૦:૪૯, ૬ મે ૨૦૧૫ (IST)
ઉપ્સ. અશોકભાઇ-વ્યોમભાઇ-સતિષભાઇ ઘટતું કરશો? :) --KartikMistry (talk) ૧૨:૦૩, ૬ મે ૨૦૧૫ (IST)
મેં એ સંદેશની કોપી સતિષભાઈના ચર્ચાને પાને મુકી છે. વ્યોમજીએ પણ જે તે સ્થળે સૂચના લખી જ નાખી છે. મારા મતે આ સંદેશ સભ્યશ્રી સુધી પહોંચે એ જ ઉદ્દેશ હોય અને એમાં આપેલ મેઇલ પર સતિષભાઈ કોન્ટેક્ટ કરે એટલે કાર્યવાહી આગળ ધપશે જ. સૌનો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૦૧, ૬ મે ૨૦૧૫ (IST)
મિત્રો, અભિનંદન બદલ ઘણો ઘણો આભાર. મેં મેઈલ કરી દીધો છે.--સતિષચંદ્ર (talk) ૦૦:૫૪, ૭ મે ૨૦૧૫ (IST)

વરાઇ (ઓહ નો, અગેઇન!)[ફેરફાર કરો]

https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B_(%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF)#.22.E0.AA.B5.E0.AA.B0.E0.AA.BE.E0.AA.87.22_.E0.AA.8F_.E0.AA.B6.E0.AB.81.E0.AA.82_.E0.AA.9B.E0.AB.87_.3F પરની ચર્ચા પછી પણ વરાઇ પાનું દેખાતું નથી. શું હું એ ચર્ચા પરથી પાનું બનાવી શકું? આભાર. --KartikMistry (talk) ૨૨:૦૧, ૨૮ એપ્રિલ ૨૦૧૫ (IST)

નેકી ઔર પુછપુછ ? આમ તો આ એ ચર્ચામાં ભાગ લેનારાઓની જવાબદારી ગણાય ! પણ હવે એ આપની ગણાશે !! કૃપયા બનાવી કાઢો. આપનો આગોતરો આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૮, ૩૦ એપ્રિલ ૨૦૧૫ (IST)

Wikimedia Foundation Funds Dissemination Committee elections 2015[ફેરફાર કરો]

Wikimedia Foundation RGB logo with text.svg

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson. Questions and discussion with the candidates for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson will continue during the voting. Nominations for the Board of Trustees will be accepted until 23:59 UTC May 5.

The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions on the committee being filled.

The FDC Ombudsperson receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled.

The voting phase lasts from 00:00 UTC May 3 to 23:59 UTC May 10. Click here to vote. Questions and discussion with the candidates will continue during that time. Click here to ask the FDC candidates a question. Click here to ask the FDC Ombudsperson candidates a question. More information on the candidates and the elections can be found on the 2015 FDC election page, the 2015 FDC Ombudsperson election page, and the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 03:45, 4 May 2015 (UTC) • TranslateGet help

વિકિડેટા પર ટ્રાન્સલિટરેશન વડે બોટ દ્વારા લેબલ[ફેરફાર કરો]

આ જુઓ અહીં બોટ દ્વારા હિન્દી ભાષામાં ટ્રાન્સલિટરેશન વડે લેબલ આપોઆપ ઉમેરાયા તેના પ્રાયોગિક પરિણામ છે. મેં તે બરાબર હોવાની લીલી ઝંડી આપી છે આગામી થોડા દિવસોમાં ગુજરાતી, મરાઠી, સંસ્કૃત પર પણ પ્રયોગ થનાર છે. આ બાબત અહીં લખવાનું કારણ એ કે ખાસ તો ગુજરાતી માટે મારી ગેરહાજરીમાં આપણા અન્ય કોઈ સભ્ય એ લેબલ બરાબર છે કે નહિ તે ચકાસવા પડશે તો કોઈ આ જવાબદારી ઉઠાવે તો ક્યાં આ અંગે ચર્ચા ચાલે છે તેની કડી હું આપીશ. બીજું કાંઈ કરવાનું નથી ફક્ત લેબલ બરાબર છે કે નહિ તે જ જોવાનું છે. કેટલાક સમય માટે મારી પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ નહી હોય માટે હું આ સંદેશ લખું છું. આભાર.--Vyom25 (talk) ૧૩:૦૮, ૪ મે ૨૦૧૫ (IST)

સરસ. હું ધ્યાન રાખીશ. મને ચર્ચાની વિગતો આપવા વિનંતી --KartikMistry (talk) ૧૪:૦૬, ૪ મે ૨૦૧૫ (IST)
આ સભ્યશ્રી આ કામ પોતાના બોટ વડે કરી રહ્યા છે. તેમના ચર્ચાનાં પૃષ્ઠને ધ્યાનમાં રાખશો.--Vyom25 (talk) ૧૬:૦૧, ૪ મે ૨૦૧૫ (IST)

New Wikipedia Library Accounts Available Now (May 2015)[ફેરફાર કરો]

Apologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!

The TWL OWL says sign up today!

Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

 • MIT Press Journals — scholarly journals in the humanities, sciences, and social sciences (200 accounts)
 • Loeb Classical Library — Harvard University Press versions of Classical Greek and Latin literature with commentary and annotation (25 accounts)
 • RIPM — music periodicals published between 1760 and 1966 (20 accounts)
 • Sage Stats — social science data for geographies within the United States (10 accounts)
 • HeinOnline — an extensive legal research database, including 2000 law-related journals as well as international legal history materials (25 accounts)

Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, JSTOR, DeGruyter, Newspapers.com and British Newspaper Archive. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team ૦૩:૪૨, ૫ મે ૨૦૧૫ (IST)

We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at Global our new coordinator signup.
This message was delivered via the Mass Message tool to The Wikipedia Library Global Delivery List

ઢાંચો/ઢાંચા બનાવવા બાબત[ફેરફાર કરો]

આદરણિય પ્રબંધકશ્રીઓ, વિષયમાં દર્શાવેલ બાબત ટેકનીકલી ઉચ્ચ પ્રશિક્ષિત હોય એ અથવા પ્રબંધક શ્રી જ કરી શકે એમ હોઈ આપશ્રીનું ધ્યાન દોરું છું. વ્યક્તિ/લેખક/વિધાન સભ્ય/સાંસદ/ગ્રામ પંચાયત/નગર પાલિકા/પ્રાણી/વસ્તુ/કંપની વગેરેના મહત્તમ માહીતી સાથેના ઢાંચા બનાવવાની અથવા સુધારવાની જરૂર છે, જો શક્ય હોય તો. અધુરા ઢાંચાઓના કારણે પુરતી માહિતી આપી શકાતી નથી તેમજ ગુજરાત વિશે અને ગુજરાતને સંલગ્ન માહિતી વીકીની અંગ્રેજી અથવા અન્ય ભાષાઓની સાઈટ ઉપર હોય છે. { { Politics of India } } ઢાંચો ગુજરાતી ભાષાંતર માટે અધુરો છે. આ જ ઢાંચો હિંદી તથા અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે. કોઈ પણ સભ્ય દ્વારા આધારભુત માહિતીઓ ભરવાનું સરળ રહેશે જો પુરતા પ્રમાણમાં ઢાંચા ગોઠવાયેલા મળશે. --વિમેશ પંડ્યા (ચર્ચા/યોગદાન) ૧૨:૩૦, ૦૫ મે ૨૦૧૫ (IST)

વિમેશભાઈ, ઢાંચો કોઈપણ સભ્ય બનાવી કે સુધારી શકે છે. આપને કોઈ ઢાંચો જરૂરી જણાય તો વિનાસંકોચ અન્ય વિકિમાંથી અહીં લાવી શકો છો. હા, અહીં ઉપલબ્ધમાંના કેટલાંક, ભારે તકનિકી કે બહુ વપરાશ ધરાવતા, ઢાંચા માત્ર પ્રબંધકો સુધારી શકે એ રીતે રક્ષીત કરાયા હશે. એમાં પણ કશું ફેરફારલાયક જણાય તો જે તે ઢાંચાના ચર્ચાને પાને લખશો એટલે ફેરફાર કરીશું. નવો ઢાંચો બનાવવા માટે ગુજરાતીમાં ઢાંચો:અબક (યોગ્ય નામ) એ રીતે નવો ઢાંચો બનાવી શકાશે. જો કે એ પહેલાં એ પ્રકારનો ઢાંચો અહીં હયાત છે કે કેમ એ જરા ચકાસી લેવું. આ બધું છતાં, તકનિકી કારણોસર આપ ઢાંચો ન બનાવી શકો તો અમને કોઈને પણ જાણ કરશો એટલે આપને ઉપયોગી એવો ઢાંચો અહીં લાવતા/બનાવતા અમને આનંદ થશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૧, ૫ મે ૨૦૧૫ (IST)
એ ઉપરાંત, આપે ઉપર લખ્યા તેમાંના ધ્યાને ચઢશે એવા ઢાંચાઓની કોઈ ક્ષતિ હશે તે નિવારવા પ્રયાસ કરીશું જ. આપને ધ્યાને કોઈ ચોક્કસ સુધારો જરૂરી ગણાય તેવું ચઢે તો કૃપયા અમારું ધ્યાન દોરશોજી. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૩, ૫ મે ૨૦૧૫ (IST)

Wikimedia Foundation Board of Trustees elections 2015[ફેરફાર કરો]

Wikimedia Foundation logo - vertical (2012-2016).svg

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

Wikimedia Foundation Board of Trustees elections 2015[ફેરફાર કરો]

Wikimedia Foundation logo - vertical (2012-2016).svg

This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.

Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.

The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.

The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.

On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee

Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • TranslateGet help

બેવડાતા લેખ[ફેરફાર કરો]

સૌ પ્રથમ તો ધ્યાન દોરવા બદલ આભાર. લેખ ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી આપણે અગાઉ એક નિબંધ સ્પર્ધા યોજેલી તે દરમિયાન લખાયેલો છે. ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ' એ મૂળ (અને વિકિડેટા વડે અન્યભાષા વિકિઓ સાથે જોડાયેલો) લેખ છે. નિબંધ સ્પર્ધાનાં લેખમાંથી ઉપયોગી સામગ્રીઓ આ લેખમાં લઈ લઈએ. નિબંધ સ્પર્ધાનાં આવા અન્ય લેખો પણ હશે. મારું સૂચન છે કે નિબંધ સ્પર્ધાના જે લખાણ/ણો છે તે મૂળ લેખનાં ચર્ચાના પાને, "નિબંધ સ્પર્ધા"નાં ઉલ્લેખસહ, રાખી દઈએ. પછી એ બેવડાતા પાના (કે ઘણે મૂળપાનામાંનું નિબંધનું લખાણ) દૂર કરીયે. ધવલભાઈ, સુશાંતભાઈની સલાહ આવકાર્ય. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૦, ૧૯ મે ૨૦૧૫ (IST)
ચર્ચા પાને મુકવું યોગ્ય રેહશે. સહમત. -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૬, ૧૯ મે ૨૦૧૫ (IST)
અશોકભાઈ, સહમત. નિબંધસ્પર્ધાનું લખાણ મૂળ લેખના ચર્ચાનાં પાને મુકવાનો સુઝાવ ઉત્તમ છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૨, ૨૦ મે ૨૦૧૫ (IST)

શ્રેણીઓ[ફેરફાર કરો]

નિઝિલભાઈ, આ તો બંન્ને એક જ છે, કઈ શ્રેણી સાથે મર્જ કરવાની છે ? કૃપયા જણાવશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૧૯ મે ૨૦૧૫ (IST)
કદાચ શ્રેણી:હિન્દી સાહિત્યકારની વાત નિઝિલભાઈએ કરી હોય એવું લાગ્યું. જો કે એ શ્રેણી વર્ષો પહેલા મેં જ બનાવી હતી. બંને જોડણીઓ સાચી છે, અને મૂળ હિંદી ભાષા મુજબ ભલે હિન્દીએ સાચી જોડણી હોય, પરતુ ગુજરાતી ભાષામાં હિંદી વધુ પ્રચલિત જોડણી હોવાથી શ્રેણી:હિન્દી સાહિત્યકારના બધા લેખોને શ્રેણી:હિંદી સાહિત્યકારમાં તબદિલ કર્યા છે. જો આપ બંને સહમત થાવ તો હિંદી રહેવા દઈને હિન્દીને દૂર કરીએ.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૭, ૨૦ મે ૨૦૧૫ (IST)
એમ જ હશે. ધવલભાઈ, હું સહમત છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૩૧, ૨૦ મે ૨૦૧૫ (IST)
OK. ટાઇપ કરવામાં લોચો થયો. તમે સમજી ગયા ઈ સરસ. હું શ્રેણીનું મેપિંગ કરું છું એટલે ધ્યાનમાં આવ્યું. શ્રેણી:હિન્દી સાહિત્યકાર રદ કરશો અથવા redirect કરશો. -Nizil Shah (ચર્ચા) ૨૨:૧૩, ૨૩ મે ૨૦૧૫ (IST)
પ્રથમ તો નિઝિલભાઈ, આ ભગીરથ કાર્ય ઉપાડવા બદલ લાખ લાખ ધન્યવાદ. અને હવે મારી વાત : * "શ્રેણી:હિન્દી સાહિત્યકાર" ડિલિટ કરી નાખી. * શ્રેણી:શરીર અને શ્રેણી:માનવ શરીર મર્જ કરી બે માંથી આપ જે એક ખાલી કરશો તે અહીં જણાવશો એટલે ડિલિટ કરીશું. શ્રેણી:શરીરવિજ્ઞાન સંબંધે મને કોઈ આઇડિયા નથી આપ યોગ્ય અને ઓછી મહેનતે સુધારો થાય તેવો નિર્ણય કરી ફેરફાર કરશોજી. (અથવા કોઈ જાણકાર મિત્રનું સૂચન આવકાર્ય). * શ્રેણી:વિશ્વની ભાષાઓ અને શ્રેણી:ભાષાઓ માંથી પણ જે યોગ્ય લાગે તેમાં મર્જ કરી કહો એટલે અન્યને હટાવીએ. * શ્રેણી:સ્થાપત્યમાં વધુ લેખ છે, શ્રેણી:વાસ્તુકલાનો એકમાત્ર લેખ એમાં મર્જ કરી રિડાયરેક્ટ કરાય અથવા હટાવાય. જણાવશોજી. * શ્રેણી:રાજનીતિ‎ માં ખરેખર તો ’ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪’, ’ભારતીય ચૂંટણી પંચ’, ’ભારત સરકાર’ દેશના રાજકિય પ્રકારના (નીતિ વિષયક) લેખો જેવા રાજ્ય કારભાર કે વહિવટી બાબતોને લગતા લેખો જ હોવા જોઈએ. એમ જ શ્રેણી:રાજકારણ માં ’રાજકિય પક્ષો’, ’હોદ્દેદારો’, ’રાજકારણીઓ (વ્યક્તિઓ)’ જેવા લેખો રાખી શકાય. આ મારું અંગત મંતવ્ય છે. પણ એ બંન્ને શ્રેણીઓ અલગ અલગ રાખજો ખરા. * અને અંતે શ્રેણી:રૂપાંતરણ એજન્ટ્સ, તો એવી ઘણી શ્રેણી મળશે જે એકાદ લેખ જ ધરાવતી હશે. આ કદાચ ભાષાંતરને કારણે બનેલી શ્રેણીઓ હશે. અર્થપૂર્ણ ન જણાય તે હટાવી દેવી. જરૂર પડ્યે અન્ય અર્થપૂર્ણ અને અન્ય લેખ માટે પણ વાપરી શકાય એવું, જેમ કે, "શ્રેણી:રસાયણો" જેવું નામ આપશોજી. ફરી એક વખત, માથાકુટિયા કામને હાથમાં લઈ સુંદર રીતે કરવા બદલ આભાર. સહકારની જરૂર હોય ત્યાં આદેશ કરશો, હાથવાટકો કરવા લાગીશ ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૩૫, ૨૪ મે ૨૦૧૫ (IST)
અશોકભાઈ, આભાર. તમને મર્જ કરી જે યોગ્ય લાગે એ શ્રેણી ડીલીટ કરશો, મને કોઈ વાંધો નથી. શ્રેણી:રૂપાંતરણ એજન્ટ્સને રદ કરી રસાયણો બનાવી દો. હું wikidata જોડે ગુજરાતી વિકિપીડિયાની શ્રેણીઓનું મેપિંગ કરું છું એટલે જેને પેરેલલ english વિકિપિડિયા category નહિ મળે તેનું લીસ્ટ પણ છેલ્લે તૈયાર થશે. મને જ્યાં શ્રેણી બાબતે ગૂંચવાડો કે બેવડાતી શ્રેણી મળી એ અહી મુકતો જઈશ એટલે સફાઈ થતી જાય. -Nizil Shah (ચર્ચા) ૦૨:૦૦, ૨૪ મે ૨૦૧૫ (IST)
ભાઈઓ, અહિંથી કઈ શ્રેણી ખાલી કરવી છે અને કઈ શ્રેણી રાખવી છે તે નક્કી કરીને જણાવશો તો હું બૉટ મારફતે બિનજરૂરી શ્રેણીમાંના બધા લેખો આપણી નિર્ધારિત શ્રેણીમાં તબદીલ કરી દઈશ. એ કામ મેન્યુઅલી કરવાની જરૂર નહિ રહે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૨૪ મે ૨૦૧૫ (IST)
ચોક્કસ, એકીસાથે ઘણાં પાનાઓમાં એકસરખા ફેરફાર હોય તે બોટ દ્વારા કરીશું. બોટવિનંતી તમારા ચર્ચાના પાને મુકીશું. ઘણાં કેસમાં એક એક પાનું વિચારીને અલગ અલગ શ્રેણીમાં મર્જ કરવાનું થશે, એમાં મેન્યુઅલ કામ કરવું રહેશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૮, ૨૪ મે ૨૦૧૫ (IST)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૮, ૨૪ મે ૨૦૧૫ (IST)

મુખપૃષ્ઠ[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયાનું મુખપૃષ્ઠ વધારે સુંદર બનાવવાની જરુર છે. તેમ જ પાનાંને અંતે bh: કરીને કોઇ કડી દેખાય છે દૂર કરવા વિનંતી (કદાચ બીજી ભાષાની આવી કડીઓ સ્ત્રોતમાંથી દૂર કરવાની પણ જરુર છે). આપણે કોઇ બીજી ભાષામાંથી મસ્ત મુખપૃષ્ઠ સીધું જ ઉઠાવી શકીએ છીએ, એ વાતમાં જરાય સંકોચ રાખવાની મારા મતે જરુર નથી :) --KartikMistry (ચર્ચા) ૧૩:૧૬, ૨૫ મે ૨૦૧૫ (IST)

પ્રસ્તાવ સરસ છે. સૌ મળીને વધુ આકર્ષક લાગે તેવું મુખપૃષ્ઠ બનાવવા વિચારીએ. સૌ મિત્રો સલાહ-સૂચન અને માર્ગદર્શન આપી શકે છે. (અન્ય વિકિના દેખાવડા અને ઉપયોગી જણાતા મુખપૃષ્ઠો જેને ધ્યાને ચઢે તે તેના સરનામા અહીં લખે તો સરખામણી-ઊઠામણી (Copy !) સહેલી પડે.) તો હું બદલાવ વિશે સહમત છું. કેવા કરવા એ માટે ધવલજીની સલાહ-માર્ગદર્શન જરૂરી છે. (કેમ કે, આ મહત્વનો ફેરફાર ગણાશે, ઓછામાં ઓછું બંન્ને પ્રબંધકોની ૧૦૦% સહમતી તો ઈચ્છનીય છે જ.) પ્રસ્તાવ બદલ આભાર. (પેલા bh: નું નિરાકરણ થઈ ગયું.) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૩૬, ૨૫ મે ૨૦૧૫ (IST)
પરિવર્તન એ સંસારનો નિયમ છે, એવું કશુંક વાંચ્યાનું યાદ આવે છે, એ નાતે હું પણ સહમત.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૧૧, ૨૬ મે ૨૦૧૫ (IST)

મને તો ઘણા સમયથી એવું લાગતું હતું પણ એવું કહું એ પેહલા જ કાર્તિકે કહી દીધું. નવી ડીઝાઇન કરો તો એવું લાગે કે વીકીપીડીયા active છે. કેટલાક વિચારો:

 • એક તો ડાબી બાજુ આવેલ કડીઓ માં પણ ફેરફારની જરૂર છે. સમાજ મુખપૃષ્ઠ પર કેટલાય સમયથી કોઈ કશું ઉમેરતું નથી. એના સ્થાને "ચોતરો" જેવી કોઈ active અને કોઈ પોતાની ચર્ચા કરી શકે એવું પાનું મુકશો. "મદદ" માં english page ની લિન્કના બદલે આપડે મદદ નું પાનું બનાવી દઈએ અને એમાં નવા ભાષાંતર સાધન ને પણ ઉમેરી દેવું.
 • મુખ્ય પાને દર અઠવાડિયે કોઈ નાનો અને નવો લેખ મુકીએ તો? માત્ર પુષ્પોના ચિત્રો સિવાય જેના અંગે લેખ હોય તેવા પાના સાથે ચિત્રો મુકીએ તો?
 • હિન્દી વીકીપીડીયા પરથી થોડા ઉઠાંતરી કરવા યોગ્ય વિચાર મળી શકે. જેમકે "બંધુ પ્રકલ્પ અવં અન્ય ભાષાઓ મેં." આ ઉપરાંત નીચે શ્રેણીની મદદથી સહેલાઇથી શોધી શકાય એવો જ્ઞાનકોષ પણ.
 • મરાઠી વીકીપીડીયા જેવું તારીખ આધારિત રોજ લીંક કરવી: જેમકે ૨૮ મે : સચિન નો જન્મદિવસ
 • bpy.wikipedia જેવું સીધું કેલેન્ડર
 • bn.wikipedia નું મુખપૃષ્ઠ પણ સરસ છે.

કરો નવું કંઇક. :) -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૯, ૨૮ મે ૨૦૧૫ (IST)

આભાર નિઝિલભાઈ, સૌ મિત્રોની જાણ માટે કે, હાલનું મુખપૃષ્ઠ તો સંરક્ષણ હેઠળ હોય સૌ મિત્રો પોતાને યોગ્ય લાગે એવા પ્રયોગો કે અખતરા કરી શકે એ માટે એક નવું પ્રાયોગીક મુખપૃષ્ઠ મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫ નામે બનાવ્યું છે. આ ઉપરાંત એના ચર્ચાના પાને સૂચનો વગેરે પણ કરી શકાય છે. એકવાક્યતા જળવાઈ રહે અને એકસાથે બધા સૂચનો-પ્રયોગો થઈ શકે એ માટે સૌ મિત્રોને વિનંતી કે હવેથી ત્યાંના ચર્ચાના પાને વધુ લખાણ કરે. ધન્યવાદ. (નિઝિલભાઈનું ઉપરોક્ત સૂચન હું એ પૃષ્ઠના ચર્ચાના પાને સાભાર કોપી કરું છું)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૨, ૨૮ મે ૨૦૧૫ (IST)

Pywikibot compat will no longer be supported - Please migrate to pywikibot core[ફેરફાર કરો]

Sorry for English, I hope someone translates this.
Pywikibot (then "Pywikipediabot") was started back in 2002. In 2007 a new branch (formerly known as "rewrite", now called "core") was started from scratch using the MediaWiki API. The developers of Pywikibot have decided to stop supporting the compat version of Pywikibot due to bad performance and architectural errors that make it hard to update, compared to core. If you are using pywikibot compat it is likely your code will break due to upcoming MediaWiki API changes (e.g. T101524). It is highly recommended you migrate to the core framework. There is a migration guide, and please contact us if you have any problem.

There is an upcoming MediaWiki API breaking change that compat will not be updated for. If your bot's name is in this list, your bot will most likely break.

Thank you,
The Pywikibot development team, 19:30, 5 June 2015 (UTC)

Wikimania 2015 - India Booth[ફેરફાર કરો]

Hi Wikimedians,

Apologies for posting this text in English.

As you people might be aware, Wikimania 2015 which is going to be held in Mexico from July 14th to 19th. We, the Indian attendees at Wikimania, would like to represent Wiki Indic Community booth in the same. We are creating Leaflets and Posters for the community village at Wikimania 2015 to display in Wikimania 2015. We would like to invite you to gather the content and design(optional) for posters (Sample) and leaflets (Sample) about the Indic language project of your choice. We will take care of printing and displaying the posters/leaflets.

The maximum dimensions for your poster are 36 x 48 in (91.44 x 121.92 cm). We suggest using the A0 paper size, which is 33.11 x 46.81 in (~84 x 118 cm). The contents of the poster has to be in English. Posters and leaflets based on all Indic language Wikimedia projects are welcome. The design should be a media file uploaded to Wikimedia Commons. Please post the link to your content/design file on http://wiki.wikimedia.in/Wikimania_2015/Booth/Posters_Leaflets before 25th of June. In case if you face any issues please reachout to Dineshkumar Ponnusamy or Netha Hussain.

For guidelines regarding creating posters, please have a look at this link : https://meta.wikimedia.org/wiki/Grants:Learning_patterns/Posters_that_work

We look forward to receiving your posters/leaflets and displaying them while at Wikimania 2015!
Note: This is not a competition or contest, we expect at most 1 poster and 1 leaflet from each Community.

Thanks,
Indian Wikimania 2015 Participants

ચોતરો archive કરવા અંગે[ફેરફાર કરો]

આ ચોતરો છેલ્લા ઘણા વર્ષોની ચર્ચા સંઘરીને બેઠો છે. તેમાંથી મોટા ભાગની ચર્ચા હવે આ પાના પર ના હોય તો ચાલે એમ છે. technical જ્ઞાન ધરાવતા મિત્રોને આ પાનાની જૂની અને હવે જેની જરૂર ના હોય તેવી ચર્ચાને archive કરવા ઘટતું કરવા વિનંતી. હવે પાનું ઘણું લાંબુ થઇ ગયું છે અને ચર્ચા કરવા જરૂરી બાબતો પર જ ફોકસ રહે એ માટે આ સારું રહે. જો કોઈ બોટ દ્વારા ઓટોમેટીક એમ થતું હોય તો એ કરશો. આભાર -Nizil Shah (ચર્ચા) ૦૧:૦૯, ૧૪ જૂન ૨૦૧૫ (IST)

શ્રી. નિઝિલભાઈ, જી ના, ઘણા વર્ષોથી ચર્ચા સંઘરીને નથી બેઠો આ ચોતરો, વર્ષોની ચર્ચાઓ દફ્તરમાં archive કરેલી જ છે અને સમયાંતરે કરતા જ રહીએ છીએ. હા, એ વાત સાચી કે અહિંની મોટાભાગની ચર્ચાઓ હવે દફ્તરે કરવાનો સમય થયો છે, જે હું કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૭, ૧૫ જૂન ૨૦૧૫ (IST)
ધવલ, ઘણા સમયથી ચર્ચાઓ archive નથી થઇ એટલે કીધું. પણ તમારી જેહમત માટે આભાર. :) -Nizil Shah (ચર્ચા) ૨૨:૨૩, ૧૫ જૂન ૨૦૧૫ (IST)

New Wikipedia Library Accounts Available Now (June 2015)[ફેરફાર કરો]

Hello Wikimedians!

The TWL OWL says sign up today!

Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

 • Taylor & Francis — academic publisher of journals. The pilot includes two subject collections: Arts & Humanities and Biological, Environment & Earth Sciences. (30 accounts)
 • World Bank eLibrary — digital platform containing all books, working papers, and journal articles published by the World Bank from the 1990s to the present. (100 accounts)
 • AAAS — general interest science publisher, who publishes the journal Science among other sources (50 accounts)

New French-Language Branch!

 • Érudit (en Francais) — Érudit is a French-Canadian scholarly aggregator primarily, humanities and social sciences, and contains sources in both English and French. Signups on both English and French Wikipedia (50 accounts).
 • Cairn.info (en Francais) — Cairn.info is a Switzerland based online web portal of scholarly materials in the humanities and social sciences. Most sources are in French, but some also in English. Signups on both English and French Wikipedia (100 accounts).
 • L'Harmattan — French language publisher across a wide range of non-fiction and fiction, with a strong selection of francophone African materials (1000 accounts).

Many other partnerships with accounts available are listed on our partners page, including an expansion of accounts for Royal Society journals and remaining accounts on Project MUSE, JSTOR, DeGruyter, Highbeam Newspapers.com and British Newspaper Archive. If you have suggestions for journals or databases we should seek access to make a request! Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 22:08, 15 June 2015 (UTC)

We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List

HTTPS[ફેરફાર કરો]

૦૩:૩૦, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

HTTPS[ફેરફાર કરો]

૦૪:૩૮, ૨૦ જૂન ૨૦૧૫ (IST)

ટેક્ષોબોક્ષ બચાવો[ફેરફાર કરો]

આજે નવા શરૂ કરેલા દરીયાઈ કાચબો‎‎ લેખમાં ટેક્ષોબોક્ષ બરોબર દેખાતું નથી. રસ્તો કરવા પ્રબંધકો શ્રીઓ ને વિનંતિ --એ. આર. ભટ્ટ ૨૩:૦૭, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)

કોઇ આમાં મદદ કરી શકશે ભાઇઓ? --એ. આર. ભટ્ટ ૧૮:૨૪, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)
મોડું થયા બદલ દિલગીરી ! તકનિકી કારણોસર ફરજીયાત રજા પર હતો, હું તુરંત પ્રયાસ કરું છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૭, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
Yes check.svg કામ થઈ ગયું - અને હવે નાનકડું ભાષણ ! સાહેબજી, ટેક્ષોબોક્સ બરાબર જ હતું, સમસ્યા જે અંગ્રેજી લેખ (Sea turtle) પરથી આપ ઢાંચો લાવ્યા તે અહીં કાર્યરત "ઢાંચો:ટેક્ષોબોક્સ" ન હતો પણ "ઢાંચો:ઓટોમેટિક ટેક્ષોબોક્સ" (જે અહીં નથી, બહુ જટીલ હોય જરૂર ન હોય તો હાલ લાવવો પણ નથી) હતો ! પણ અહીં તેમાં આગળનું "ઓટોમેટિક" હટાવી દીધું એટલે એ બિચાડો શેક્સપીયર સ્ટાઈલમાં અવઢવમાં પડી ગયો કે To be or Not to be !!! હવે પછી કોઈ લેખમાં આવો "ઓટોમેટિક" વાળો ઢાંચો હોય તેને અહીં "ટેક્ષોબોક્સ" બનાવવો હોય તો માત્ર "જૈવિક વર્ગીકરણ" (અંગ્રેજી લેખમાં Scientific classification) નીચેની વેલ્યુઝ અહીં મેન્યુઅલ લખી કાઢવી. (એ ત્યાં એડિટ મોડમાં નહીં દેખાય માત્ર ’વાંચન’ મોડમાં જ દેખાશે !) કામ થઈ જશે. વધુ માટે લેખ દરીયાઈ કાચબોના ફેરફાર જુઓમાં તફાવત જોઈ જશો. જો કે આવું તો ક્યારેક જ બનતું હોય છે એટલે આવી કશી એરર આવે તો બીજા ઉપાય તરીકે નિઃસંકોચ અમ જેવાને જાણ કરી દેશો તો અમને સેવા આપતા આનંદ થશે. અને હા, અન્ય એક ઉપયોગી વાત, અંગ્રેજીમાંથી લવાયેલા દરેક લેખને શક્ય બને તો તુરંત અંગ્રેજી લેખ સાથે, વિકિડેટાના માધ્યમે, જોડી દેવો. આથી ખાંખાખોળા સહેલાં બને. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૪૦, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)
પ્રબંધક શ્રી આપની મદદ માટે આભાર. ઓટો મેં ટકલી ટેક્ષોબોક્ષ ન ચાલ્યું અને મને પહેલા ટેક્ષોબોક્ષ વાપર્યાની આછી પાતળી સ્મૃતિ (ઇરાની નહી) હતી એટલે એવો ચાળો કરી જોયેલો. મદદ અને નનકડા ભાષણ માટે ફરી એક વખત ખરા હૃદયથી આભાર.--એ. આર. ભટ્ટ ૦૯:૦૦, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)

સભ્ય: નોમુરા પ્રભાકર સોનું પર પ્રતિબંધ મૂકવા વિનંતી[ફેરફાર કરો]

આ નામનું સભ્ય ખાતું વારંવાર અમાન્ય સભ્ય પાનાં બનાવી રહ્યા છે. આજે તેમણે મારું સભ્ય ખાતું દૂર કરવાનો પણ પ્રયત્ન કર્યો! (જુઓ: https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry&action=history) પ્રબંધકોને વિનંતી કે આ સભ્ય પર કામચલાઉ પ્રતિબંધ મૂકે અને આ અંગે અહીં ચર્ચા કરે. આભાર! --KartikMistry (ચર્ચા) ૧૩:૪૨, ૧૧ જુલાઇ ૨૦૧૫ (IST)

કાર્તિકભાઈ, તમારી વાત સમજી શકાય તેમ છે. હું તેમનું સભ્યપાનું દૂર કરીને એક ચેતવણી આપું છું, જોઈએ કે ભાઈ અંગ્રેજી પણ સમજે છે કે નહિ, જો ચેતવણીને અવગણીને એ કોઈ કામ કરશે તો એમના પર પ્રતિબંધ મૂકી દઈશું. આશા રાખું કે આપ આ એપ્રોચ સાથે સહમત થશો.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૬, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)
સહમત, આ એક (અને અંતિમ !) પ્રયાસ નિષ્ફળ નિવડે તો તુરંત પ્રતિબંધ મુકવા હું પ્રબંધક લેખે સહમત છું.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૩૫, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)

hakaratmak valan[ફેરફાર કરો]

Guj. Font ma lakhi shakva mate axam hovathi xama chahu chhu. Mei aaje joyu ke koi agyat sadasy koi gaam na lekh ma vasti vishyak mahiti muke to wiki na juna ane aadaraniy sadasyo te ferfar ne pachho vale chhe. Hal ma wiki ma je te gaam na lekho badha ek sarkha jeva robots type chhe, tyare sthanik vadhu mahiti umeray te aavkardayak chhe. Mahiti umernar agyat sadasy sthanik hoi shake. Biju joyu ke ekadashi, patola jeva page deletion mate nominate karaya chhe, aa shirshak hethal svatantra lekho bani shake chhe, aaje je ekadashi chhe teno lekh koike banavyo chhe te ekadashi ni tunk ma mahiti raju karine tene wiki yogy n banavi shakay ? Patola nu panu khali hoy to tene delete karva na badle te vishay par google mathi thodi mahiti melvine pn nanakda lekhni sharuaat kari shakay, baad ma te update thato rahe. Aa nakaratmak valan thi wiki ma sahyig aapnara nava juna sabhyo par nakaratmak asar pade chhe ane te wiki ma sahyog aapvanu maandi vale chhe. Aa rite ghana sakriy sabhyo pn nishkriy bani gaya chhe. Je wiki nu, gujarati bhashanu hit ichchhata hoy teo aa vishe jarur vichare tevi vinanti. Aabhar sah.

માનનિય ભાઈશ્રી/બહેનશ્રી, કદાચ તમારી ગેરસમજ થઈ લાગે છે, એવું હરગીઝ નથી કે ગામના લેખોમાં થતા કોઈપણ ફેરફાર (વસતિ વિષયક માહિતી સહિત) જે નવા સભ્યો કે અજ્ઞાત વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હોય તે પાછા વાળવામાં આવે છે. હા, શક્ય છે કે અમુક ફેરફાર અમારે પાછા વાળવા પડ્યા હોય, કારણકે અહિં વિકિપીડિયામાં સંદર્ભ કે પૂરાવા વગરની કોઈ માહિતીને સ્થાન આપવામાં આવતું નથી. જો વસ્તિની માહિતી ઉમેરવામાં આવી હોય અને અમે તેની ચોક્સાઈ ન કરી શકીએ તો તે માહિતી અહિં ન રાખી શકીએ. બીજી વાત એકાદશી, પટોળા જેવા લેખોની, તો હા, એ લેખો દૂર કરવાને બદલે તેમાં માહિતી ઉમેરીને તેને અવશ્ય સુદૃઢ કરી શકાય અને એ કારણે જ એ લેખો અહિં હાજર છે. એકાદશી વ્રત લેખમાં તો કોઈ ડિલિશન ટેગ પણ નથી. પરંતુ હા, મેં અગાઉ જણાવ્યું તેમ માહિતી સંદર્ભ વિના મૂકી ન શકીએ, ગૂગલ સર્ચમાંથી ગમે તે માહિતી ઉપાડીને અહિં ન મૂકી શકીએ. જે કોઈ સભ્યને એ વિષયમાં રસ હોય તે અવશ્ય પટોળાંમાં માહિતી ઉમેરવાનું ચાલુ કરી શકે છે. આપને અહિં યોગદાન કેવી રીતે કરવું, સભ્ય કેવી રીતે બનવું, ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું, વગેરે જેવી કે અન્ય કોઈ પણ માહિતી જોઈતી હોય તો મારાં ચર્ચાનાં પાને મારો સંપર્ક કરશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૨, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)
માનનિય ભાઈશ્રી/બહેનશ્રી, થોડું વધુ ઉમેરું તો, આપે જણાવેલો એક લેખ, "પરમા એકાદશી" સંપૂર્ણ કોપી-પેસ્ટ હતો. જે અમાન્ય જ ગણાય અને લેખ "પટોળા" માત્ર મથાળું ધરાવતો ખાલી લેખ હતો જે બનાવવાનો શો અર્થ ? અને હા, જો અન્ય કોઈ સભ્ય પછી એમાં માહિતી ભરે એ ખાતર કોઈ માત્ર મથાળું લખીને મુકી દે તો એમ તો હજારો-લાખો ખાલી પાનાઓનો સંગ્રહ થાય જે જ્ઞાનકોશને ઉપયોગી નથી, કોઈ જે તે વિષય પર લેખ બનાવવા ઈચ્છે તો એ વિગતો લખવા સાથે મથાળું પણ બનાવી જ શકે છે. આથી કૃપયા માત્ર ખાલી લેખ કે માત્ર કોપી-પેસ્ટ લખાણ અહીં રાખવા દેવાનો આગ્રહ કોઈ ન રાખે પણ, ભલે પ્રાથમિક, ચારેક લીટીનું જાતે કરેલું લખાણ તો જરૂર કરે. વધુ માટે સૌ મિત્રોએ કૃપયા વિકિની નીતિઓ વિશેના થોડા લેખનો અભ્યાસ કરવો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૬, ૧૪ જુલાઇ ૨૦૧૫ (IST)

Proposal to create PNG thumbnails of static GIF images[ફેરફાર કરો]

The thumbnail of this gif is of really bad quality.
How a PNG thumb of this GIF would look like

There is a proposal at the Commons Village Pump requesting feedback about the thumbnails of static GIF images: It states that static GIF files should have their thumbnails created in PNG. The advantages of PNG over GIF would be visible especially with GIF images using an alpha channel. (compare the thumbnails on the side)

This change would affect all wikis, so if you support/oppose or want to give general feedback/concerns, please post them to the proposal page. Thank you. --McZusatz (talk) & MediaWiki message delivery (ચર્ચા) ૧૦:૩૭, ૨૪ જુલાઇ ૨૦૧૫ (IST)

ટ્વીટર માટે[ફેરફાર કરો]

ભાઈઓ અને બહેનો, વોટ્સએપ ગ્રુપમાં જણાવ્યું તેમ આજથી એક અઠવાડીયા માટે ટ્વીટરનું @WeAreWikipedia હેન્ડલ આપણને સંચાલન માટે મળ્યું છે. હું એ ટ્વીટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરતો રહીશ, તેને માટે આપ સૌની પાસેથી ટ્વીટ્સ માટેના સુઝાવ મંગાવું છું. આપણા ગુજરાતી વિકિ પ્રકલ્પો વિષેના અગત્યના સમાચાર, અપડેટ્સ, સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ, વગેરે આપણે તે એકાઉન્ટ દ્વારા જણાવી શકીએ. આ ઉપરાંત વિકિને લગતા અન્ય સમાચારો અને અન્ય ભારતીય ભાષાઓને લગતી વાતો પણ આપણે તેના દ્વારા લોકોને જણાવી શકીશું. તો આપના સુઝાવો નીચેના કોષ્ટકમાં ઉમેરતા જાવ.

દિવસ ટ્વીટ ૧ ટ્વીટ ૨
પહેલો ટ્વીટ ૧ Gujarati Wikipedia has more than 18000 articles covering almost every village and town of Gujarat -Nizil Shah (ચર્ચા) ૦૪:૪૪, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST)
બીજો Gujarati Wikipedia leads in creating new articles using tool Content Translation in Indic languages (123 articles as of now!) --KartikMistry (ચર્ચા) ૧૦:૪૦, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST) ટ્વીટ ૨
ત્રીજો Gujarati Wikisource has completed digitising 75 books, a lot of M.K. Gandhi and Zaverchand Meghani literature is now available... Sushant Savla (વોટ્સએપ મારફત ટ્વીટ ૨
ચોથો There are 60 active Gujarati Wikipedians who contributed at least once last month. --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૯, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST) Gujarati Wikipedia covers more than 200 authors who contributed to Gujarati literature --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૩, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
પાંચમો Gujarati Wikipedia has 25000+ articles and almost similar number of registered Wikipedians. --Nizil Shah (ચર્ચા) ૦૦:૨૯, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST) ટ્વીટ ૨
છઠ્ઠો Gujarati Wikipedia covers 46 India cities with population more than 1 million --Nizil Shah (ચર્ચા) ૦૦:૩૪, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST) ટ્વીટ ૨
સાતમો A project is ongoing to update/verify lat-long coordinates for each and every town-village on which gu.wiki has article.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૫, ૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST) ટ્વીટ ૨

જો ઉપરના બધાજ ખાના ભરાઇ જાય અને આપની પાસે એથી પણ વધુ સુઝાવ હોય તો તે અહિં નીચે ફુદડીના કે # ના નિશાન સાથે જણાવશો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૯, ૩૦ જુલાઇ ૨૦૧૫ (IST)

What does a Healthy Community look like to you?[ફેરફાર કરો]

Community Health Cover art News portal.png

Hi,
The Community Engagement department at the Wikimedia Foundation has launched a new learning campaign. The WMF wants to record community impressions about what makes a healthy online community. Share your views and/or create a drawing and take a chance to win a Wikimania 2016 scholarship! Join the WMF as we begin a conversation about Community Health. Contribute a drawing or answer the questions on the campaign's page.

Why get involved?[ફેરફાર કરો]

The world is changing. The way we relate to knowledge is transforming. As the next billion people come online, the Wikimedia movement is working to bring more users on the wiki projects. The way we interact and collaborate online are key to building sustainable projects. How accessible are Wikimedia projects to newcomers today? Are we helping each other learn?
Share your views on this matter that affects us all!
We invite everyone to take part in this learning campaign. Wikimedia Foundation will distribute one Wikimania Scholarship 2016 among those participants who are eligible.

More information[ફેરફાર કરો]


Happy editing!

MediaWiki message delivery (ચર્ચા) ૦૫:૧૨, ૧ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

Wikidata: Access to data from arbitrary items is coming[ફેરફાર કરો]

(Sorry for writing in English)

When using data from Wikidata on Wikipedia and other sister projects, there is currently a limitation in place that hinders some use cases: data can only be accessed from the corresponding item. So, for example, the Wikipedia article about Berlin can only get data from the Wikidata item about Berlin but not from the item about Germany. This had technical reasons. We are now removing this limitation. It is already done for many projects. Your project is one of the next ones. We will roll out this feature here on August 12.

We invite you to play around with this new feature if you are one of the people who have been waiting for this for a long time. If you have technical issues/questions with this you can come to d:Wikidata:Contact the development team.

A note of caution: Please be careful with how many items you use for a single page. If it is too many pages, loading might get slow. We will have to see how the feature behaves in production to see where we need to tweak and how.

How to use it, once it is enabled:

Cheers Lydia Pintscher MediaWiki message delivery (ચર્ચા) ૨૩:૧૬, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

શું આપણે ગુજરાતી કૉર્પસ બનાવી શકીએ?[ફેરફાર કરો]

હેલો,

હું ગુજરાતી (અને શક્ય હોય તો વધુ ભારતીય ભાષાઓ) માટે એક ઓપન સોર્સ, ઇન્ટેલિજન્ટ IME બનાવવા માંગુ છું. જેથી ક્વેર્ટી કીબોર્ડ દ્વારા કમ્પ્યુટર પર અને ભવિષ્યમાં મોબાઇલ પર પણ ગુજરાતીમાં લખવાનું વધુ સહેલું બનાવી શકાય, અને વધુ લોકોને ગુજરાતી લખતાં કરી શકાય.

આ માટે મને સારી એવી માત્રામાં ગુજરાતી લખાણ (Gujarati text corpus) ની જરૂર લાગી રહી છે. આ માટે લખાણ જો સારી રીતે લખાયેલ (well-written) હોય તો વધુ મદદરૂપ થાય.

આ માટે મને લાગે છે કે ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત પરથી જોઈતું લખાણ મેળવી શકાય એમ છે. પરંતુ અહીં પણ અમુક લેખો અથવા પુસ્તકો જોઈએ એટલા સરસ રીતે લખાયેલ નથી (અથવા ભૂલશુદ્ધિ બાકી છે) અને એનો ઉપયોગ કરવાથી જોઈએ એટલું સરસ IME નહીં બને એવો મને ડર છે.

શું આપણી પાસે સારી રીતે લખાયેલ લેખોની યાદી છે? અથવા શું કોઈક રીતે આપણે નબળા લેખોને કાઢી શકીએ તેમ છીએ? શું કોઈ આ કામ માટે બીજા સ્રોત પણ સૂચવી શકે?

આવો ગુજરાતી કૉર્પસ જો આપણે બનાવી શકીએ તો એ આના સિવાય પણ ઘણી રીતે ગુજરાતી ભાષાને ઉપયોગી થઈ શકે એમ છે.

ઉપરાંત જો કોઇને IME બનાવવામાં મદદ કારવી હોય તો તમને વિનંતિ અને આવકાર છે! અહીં GitHub પર તેનું પ્રારંભિક કાર્ય શુરુ કર્યુ છે.

આ વાત સીધી વિકિપીડિયા પ્રબંધન સાથે જોડાયેલ નથી, અને જો આવી વાત માટે આ ખોટી જગ્યા હોય તો માફ કરજો. અને થઇ શકે તો સાચી જગ્યા પણ સૂચવવા વિનંતિ.

અને ખરી વાત તો રહી જ ગઈ, આ ગુજરાતી વિકિપીડિયા અને અન્ય કામો જે રીતે થાય છે તે ઘણાં જ આદરણીય છે, દરેક યોગદાનકર્તાઓનો ખૂબ ખૂબ આભાર! :)

આભાર નિર્સગ!

--Nisargjhaveri (ચર્ચા) ૧૪:૧૨, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

IME માટે તમે સ્વતંત્ર મલયાલમ કોમ્પયુટિંગ (SMC) નું ગુજરાતી કી-બોર્ડ જોઇ શકો છો. તે ઓપનસોર્સ છે અને કદાચ ગુજરાતી એસ્પેલ ડિક્શનરી વાપરે છે. કોર્પસ માટે અમારી ટીમ ‍- લેંગ્વેજ એન્જિનિયરીંગ - કામ કરવાનો વિચાર ધરાવે છે, પણ હાલમાં તે મશીન ભાષાંતર ધરાવતી ભાષાઓ માટે જ પ્રાપ્ત કરવાનો વિચાર છે. ટૂંકમાં જ દરેક ભાષા માટે તે શરૂ કરવામાં આવશે. ના, હજી આ પર કામ શરૂ થયું નથી. અંગ્રેજી-ગુજરાતી મશીન ભાષાંતર માટે પેરેલલ કોર્પોરા મહત્વનો છે. --KartikMistry (ચર્ચા) ૧૪:૩૦, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)
સ્વતંત્ર મલયાલમ કોમ્પયુટિંગ (SMC) નું ગુજરાતી કી-બોર્ડ મેં જોયું. પરંતુ હજુ પણ એના દ્વારા કશું લખવા માટે મારે મારી ટેવમાં સુધારો કરવો પડે કે થોડા વધુ કી-મેપ્પીંગ્સ યાદ રાખવા પડે. મારો IME બનાવવા પાછળનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે કોઇ પણ વ્યક્તિ કે જે લેટિન લિપિમાં ગુજરાતી લખવા ટેવાયેલી છે, તે બહુ વધારે ફેરફાર કર્યા વગર સીધુ ગુજરાતી માં જ લખી શકે. ઉદાહરણ તરીકે, 'Gujarati' લખવાથી 'ગુજરાતી' લખાવું જોઇએ, નહીં કે 'ગુજરાતિ'. ઉપરાંત, આપે કહ્યું તેમ, મશીન ભાષાંતર માટે પેરેલલ કોર્પોરા મહત્વનો છે, પરંતુ એના સિવાયનાં ઘણા સંશોધન કામોમાં પણ ફક્ત એકભાષીય કોર્પોરા પણ ધણો જ કામ લાગી શકે. હું જેટલું શોધી શક્યો એ ઉપરથી મને કોઈ ઉચ્ચ ક્વાલિટીનો મુક્ત કોર્પોરા ન મળી શક્યો જેનો ઉપયોગ ઓપન સોર્સ એપ્લિકેશન્સ બનાવવામાં પણ થઈ શકે. મારા અંદાજે એ કામ બહુ અઘરું પણ ન હોવું જોઇએ. --Nisargjhaveri (ચર્ચા) ૧૭:૧૫, ૧૨ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

Wikidata: Access to data from arbitrary items is here[ફેરફાર કરો]

શ્રેણી અને અન્ય[ફેરફાર કરો]

હમણાં શ્રેણીઓનું ભાષાંતર સાધન માટે મેપિંગ પૂર્ણ કર્યા બાદ કેટલાક વિચારો આવેલ જે રજુ કરું છું. આપણી પાસે વિશેષ:વણવપરાયેલી_શ્રેણીઓ અને વિશેષ:જોઇતી_શ્રેણીઓની લાંબી યાદીઓ છે. મારા મતે આપણા ગુજરાતી વિકિપીડિયા જેવા નાના વિકિપિડિયામાં ઓછી શ્રેણીઓમાં લેખોને વર્ગીકૃત કરવાથી અને જરૂરી તમામ શ્રેણીઓ બનાવી લેવાથી ખુબ ઓછી શ્રેણીઓ આ બંને યાદીમાં રહે. જે લેખો એક પણ કે માત્ર એક જ શ્રેણીમાં હોય તેની પણ યાદી બનાવવા જેવી છે જેથી તેમનું વર્ગીકરણ થઇ જાય. આ ઉપરાંત વિશેષ:વણવપરાયેલી_શ્રેણીઓ અને વિશેષ:જોઇતી_શ્રેણીઓની યાદીની ચકાસણી થઇ જય અને કામ પૂર્ણ થાય એટલે બોટ દ્વારા જે શ્રેણીઓ રદ કરવાની થતી હોય તે અને જેને લેખમાંથી રદ કરવાની હોય તે બંને કામ કરી સાફ-સફાઈ કરી દેવાય તો રેડ લીંક શ્રેણીઓ જે લેખના અંતે હોય તે ચાલી જાય. બેવડાતા લેખો અને શ્રેણીઓની યાદી મારા ધ્યાનમાં આવી તેમ મૂકી છે તેનું ઘટતું કરશો. રદ કરવાના ઘણા પાના થયા છે. લાયસેન્સ વગરના અને સોર્સ વગરના ઘણા ચિત્રો અહી છે એનું ઘટતું કરશો. મને ટેકનીકલ જ્ઞાન નથી નહીતર હું મદદ કરત. આભાર --Nizil Shah (ચર્ચા) ૦૩:૩૧, ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

નિઝિલભાઇ,
આપે ખુબ સુંદર કાર્ય કર્યુ છે.
સવિનય દ્યાન દોરવાનું કે વણવપરાયેલી શ્રેણીઓમાં ઘણી એવી છે કે જે એક અત્યંત મહત્વાકાંક્ષી યોજના વિકિપીડિયા:વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા નો ભાગ છે અને એક ચોક્કસ ઢાંચામાં લખવામાં આવેલા કોડ દવારા આપોઆપ ઉમેરાય છે અને રદ્દ થાય છે. એ બધી શ્રેણીઓ ભરેલી હોય કે ખાલી હોય એનું એક ચોક્કસ અને બહુ ઉપયોગી પ્રયોજન છે. એ બધી શ્રેણીઓની મદદથી પરીયોજનાનું પ્રગતિપત્રક બને છે. કોઇ પણ ભારતીય ભાષાના વિકી પર એ આ પ્રકારનું પ્રથમ કાર્ય છે. હા, અપુરતા દસ્તાવેજીકરણને કારણે એને પુરતો સુર્યપ્રકાશ નથી મળ્યો પણ હું અંગત રીતે માનું છું કે પ્રબંધકો પણ આ વાત (ઉપયોગી હોવાપણા વિષે) સાથે સહમત થશે.
આભાર.
--એ. આર. ભટ્ટ ૧૧:૩૫, ૧૭ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

How can we improve Wikimedia grants to support you better?[ફેરફાર કરો]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Hello,

The Wikimedia Foundation would like your feedback about how we can reimagine Wikimedia Foundation grants, to better support people and ideas in your Wikimedia project. Ways to participate:

Feedback is welcome in any language.

With thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation.

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) through MediaWiki message delivery. ૦૫:૪૮, ૧૯ ઓગસ્ટ ૨૦૧૫ (IST)

Introducing the Wikimedia public policy site[ફેરફાર કરો]

Hi all,

We are excited to introduce a new Wikimedia Public Policy site. The site includes resources and position statements on access, copyright, censorship, intermediary liability, and privacy. The site explains how good public policy supports the Wikimedia projects, editors, and mission.

Visit the public policy portal: https://policy.wikimedia.org/

Please help translate the statements on Meta Wiki. You can read more on the Wikimedia blog.

Thanks,

Yana and Stephen (Talk) ૨૩:૪૨, ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

(Sent with the Global message delivery system)

Open call for Individual Engagement Grants[ફેરફાર કરો]

My apologies for posting this message in English. Please help translate it if you can.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals until September 29th to fund new tools, community-building processes, and other experimental ideas that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), Individual Engagement Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

Thanks,

I JethroBT (WMF), Community Resources, Wikimedia Foundation. ૦૨:૨૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

(Opt-out Instructions) This message was sent by I JethroBT (WMF) (talk) through MediaWiki message delivery.

Creative Commons license નું ભાષાંતર[ફેરફાર કરો]

હમણાં https://gu.wikipedia.org/wiki/%E0%AA%9A%E0%AA%BF%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0:Farm-Fresh_cog.png પાના પર Creative Commons license નું ભાષાંતર ધ્યાનમાં આવ્યુ, અને કંઇક ગરબડ લાગી..

તમે મુક્ત છો:

 • વહેંચવા – નકલ કરવા, વિતરણ કરવા અને રચનાઓ મોકલવા
 • રીમિક્સ કરવા કે મઠારવા – રચના અપનાવવા

નીચેની શરત હેઠળ:

 • આરોપણ – લેખક કે પ્રકાશન અધિકાર ધારકે વર્ણવેલી પરવાનગિ કે સત્તા અનુસાર જ આ રચના નો પ્રયોગ થવો જોઈએ. (તમારી મનગમતી રીતે નહી)

કોઇ એક વાર જોઇ લેશો? :)

--Nisargjhaveri (ચર્ચા) ૦૩:૫૬, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

જોડણી ભૂલો સુધારી છે. બીજી કઇ ગરબડ છે તે વિશે સ્પષ્ટતા કરવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૧:૪૫, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

कृष्णकांत पर प्रतिबंध मूको[ફેરફાર કરો]

भाईओ, आ कृष्णकांत आपणा धवलभाईनी पाछल पडी गयो छे. धवलभाई भले जाते फरियाद न करे के पगला न ले ते तेमनी भलाइ छे पण वारंवार आवी प्रवृत्ति करवा बदल आ सभ्य अने तेना द्वारा वपरायेला आईपी सरनामा प्रतिबंधीत करवा वनंति. मोबाईलमां गुज. फोन्ट वंचाय छे पण लखातुं नथी माटे देवनागरीमां लख्युं.क्षमा करशो.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૩૮, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

આભાર. તેમને ચેતવણી આપી છે. --KartikMistry (ચર્ચા) ૨૧:૪૧, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

अाभार. कार्तिकभाई.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૦૩, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

New Wikipedia Library Database Access (September 2015)[ફેરફાર કરો]

Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

 • EBSCOHost - this is one of our largest access donations so far: access to a wide variety of academic, newspaper and magazine sources through their Academic Search Complete, Business Source Complete and MasterFILE Complete
 • Newspaperarchive.com - historical newspapers from the United States, Canada, UK and 20 other countries, and includes an Open Access "clipping" feature (1000 accounts)
 • IMF Elibary- a digital collection of the IMF's reports, studies and research on global economics and development (50 accounts)
 • Sabinet - one of the largest African digital publishers, based in South Africa, with a wide range of content in English and other European and African languages (10 accounts)
 • Numérique Premium - a French language social science and humanities ebook database, with topical collections on a wide range of topics (100)
 • Al Manhal - an Arabic and English database with a wide range of sources, largely focused on or published in the Middle East (60 accounts)
 • Jamalon - an Arabic book distributor, who is providing targeted book delivery to volunteers (50 editors)

Many other partnerships with accounts available are listed on our partners page, including expanded accounts for Elsevier ScienceDirect, British Medical Journal and Dynamed and additional accounts for Project MUSE, DeGruyter, Newspapers.com, Highbeam and HeinOnline. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 19:42, 16 September 2015 (UTC)

We need help! Help us coordinate Wikipedia Library's distribution of accounts, communication of access opportunities and more! Please join our team at our new coordinator signup.
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

Only one week left for Individual Engagement Grant proposals![ફેરફાર કરો]

(Apologies for using English below, please help translate if you are able.)

There is still one week left to submit Individual Engagement Grant (IEG) proposals before the September 29th deadline. If you have ideas for new tools, community-building processes, and other experimental projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF), Community Resources ૦૨:૩૧, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

Reimagining WMF grants report[ફેરફાર કરો]

(My apologies for using English here, please help translate if you are able.)

Last month, we asked for community feedback on a proposal to change the structure of WMF grant programs. Thanks to the 200+ people who participated! A report on what we learned and changed based on this consultation is now available.

Come read about the findings and next steps as WMF’s Community Resources team begins to implement changes based on your feedback. Your questions and comments are welcome on the outcomes discussion page.

With thanks, I JethroBT (WMF) ૦૦:૦૪, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

પ્રોજેક્ટ્ અને ગ્રાન્ટ પ્રસ્તાવ[ફેરફાર કરો]

વ્હાલા મિત્રો,

કેમ છો?

હાલમાં મેં મેટા ઉપર એક પ્રોજેક્ટનો પ્રસ્તાવ મુક્યો છે. એણેકરીને ગુજરાતી (અને બીજા અનેક ઇન્ડીક) વિકિપીડિયામાં નવા વનવા સદસ્યોદ્વારા હજૂ ફેરફાર કરાવવા માટેની પેરવી છે. તમે ત્યાં આવીને મારા પ્રસ્તાવને અનુમોદન આપશો એવી મારી તમને નમ્ર વિનંતી છે. એજ સાથે મારે માટે કાંઈ સૂચના હોય તો તે પણ્ જણાવજો.

ચાલો પછી મળીયે.

તમારો નમ્ર, અભય નાતૂ

-- अभय नातू (ચર્ચા) ૦૪:૪૩, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

જો તમે ગુજરાતીમાં વાત ન કરી શકતા હોવ તો (ઉપરોક્ત સંપૂર્ણ મશીન ભાષાંતર છે!) ગુજરાતી સમુદાય સાથે કેવી રીતે વિકિનો પ્રચાર કરશો? :) --KartikMistry (ચર્ચા) ૦૯:૩૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
ઉપરોક્ત મશીન ભાષાંતર નથી. હું ગુજરાતીમાં સારી રીતે વાત કરી શકું છું. અને સવાલ મારી ગુજરાતીનો નથી. સવાલ છે ગુજરાતીઓને આ પ્રકારની સંધિ મળવાનો. આ સંધિ મળે તે માટે તમારી પાસેથી સહકાર્યની અને ટેકાની અપેક્ષા છે.
તે શિવાય તમારી પાસે કોઈ સૂચના અથવા પ્રશ્ન હોય તો ચોક્કસ જણાવજો જે કરીને આ કાર્યક્રમ અધિક સફળ બની રહેશે.
તમારો નમ્ર,
અભય નાતૂ
ઓકે. આ "ગુજરાતીઓને આ પ્રકારની સંધિ" એટલે શું તે સમજાવવા વિનંતી --KartikMistry (ચર્ચા) ૧૯:૧૬, ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મેં પ્રોજેક્ટના પાન પર લખ્યામુજબ્ ઘણા ગુજરાતીઓને (અને ઇતર લોકોને પણ) વિકિપીડિયાપર સંપાદનો કરવામાં રસ હોય તો પણ તે બાબતે વધુપડતી માહિતી હોતી નથી. આવી માહિતી જોકે ઑનલાઇન ઉપલબ્ધ હોય તો પણ તે ક્યાં મેળવવી તે માટે સરળ માર્ગદર્શન મળી રહે, આવું સંપાદન કેવી રીતે કરવું અને તે કરવામાં કઈ કાળજી લેવી (અને અન્ય પ્રશ્નોબાબત) પહેલી ૧-૨ વાર અનુભવી વિકિપીડિયન સાથે વાતચીત કરવાનો મોકો મળે તો તેઓ ત્યાર પછી ગુજરાતી (અને અન્ય) વિકિપીડિયાપર સંપાદનો કરતા થઈ જશે.
મારો પ્રસ્તાવ આ માટે છે.
તમારો નમ્ર,
અભય નાતૂ
અભય, તમારું ગુજરાતી ઘણું અલગ લાગે છે. કદાચ વધારે શુદ્ધ શબ્દોવાળું. તમારી માતૃભાષા ન હોય/ગુજરાત સાથે સીધો સંપર્ક ના હોય તો થોડો ફરક રહે એ સમજી શકાય એવી વાત છે. તમારો પ્રોજેક્ટ એ વિકિપિડિયાનું પ્રમોશન કરવાની વાત કરે છે. ૮૦૦ ડોલર અર્થાત ૮૦૦X ૬૫.૭૫૪૫[૧]=૫૨૬૦૩.૦૬ રૂપિયાનો પ્રસ્તાવ છે. તમારો પ્રોજેક્ટ અંદાજે પચાસ લોકોને ભારતીય ભાષાના વિકિપીડીયાથી પરિચિત કરાવવાનો છે જેમાં ૧૦ એડિટ સેશન, ૫ એડિટથોન અને એક એડિટ સ્પર્ધાનો સમાવેશ થાય છે. ખર્ચમાં મુખ્યત્વે જાહેરાત+જગ્યાભાડું(૧૫૦ ડોલર), ઇનામો(૧૫૦ ડોલર), ખાણીપીણી(૨૫૦ ડોલર) અને ભાગ લેનારને અપાતા ગિફ્ટ(૨૫૦ ડોલર) સમાવિષ્ટ છે. આ બધું કર્યા પછી ૫૦ કે એમાંથી કેટલા લોકો કાયમી એડિટર બને એની કોઈ ગેરંટી નથી. કોઈ ખાસ ક્લીયર ટાર્ગેટ નથી. ૮૦૦માંથી ૪૦૦ ડોલર [જાહેરાત+જગ્યાભાડું(૧૫૦ ડોલર) અને ખાણીપીણી(૨૫૦ ડોલર)] માત્ર આયોજન ખર્ચ છે. ૫૨૬૦૩.૦૬/૫૦ અર્થાત એક વ્યક્તિ દીઠ ૧,૦૫૨.૦૬૧૨નો ખર્ચ. (ગુજરાતી હોય એટલે ગણતરી તો લગાવે જ.) પ્રોજેક્ટ ઘણો મોંઘો અને કોઈ ચોક્કસ ફળ આપે એવો લાગતો નથી. વળી આ પ્રોજેક્ટ કોલોરાડો અમેરિકામાં આયોજિત કરવાનો છે, જો ભારતમાં આયોજિત કરવાનો હોય તો વધુ ફળની આશા રાખી શકું. તમારો હેતુ ઉમદા છે પણ પ્રોજેક્ટ વાયેબલ લાગતો નથી. કોઈ વધુ સારો પ્રોજેક્ટ આઈડિયા લાવશો તો સારું. :) --Nizil Shah (ચર્ચા) ૦૨:૦૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
 1. "૩૦-સપ્ટેમ્બર-૨૦૧૫ના રોજ ૧ US$ના ભાવ". 
સરસ ગણતરી. આટલી મહેનત પછી કોઇ ગેરંટી ન હોય તો મારા મતે આ પ્રોજેક્ટનો કોઇ ફાયદો દેખાતો નથી. તેમ છતાંય, પ્રયત્ન માટે આભાર. --KartikMistry (ચર્ચા) ૦૯:૩૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
નિઝિલ,
તમારા ગણતરીપૂર્વકના જવાબ માટે આભાર.
૧. પ્રોજેક્ટ કૉલોરાડોમાં છે. તમે રૂપિયામાં જે ગણતરી કરી તે અહીં લાગૂ ન થાય. તમે ૪૦૦ ડૉલર ગણ્યા પણ એ પણ ગણજો કે તેમાં ઓછામાં ઓછા ૧૫ સેશન છે, એટલે કે દર સેશને ૨૬.૬૭ ડૉલર. દર સેશનમાં ૧૨-૧૫ લોકો. ૧૦ પણ ધારી લો તો પણ વ્યક્તીદીઠ ૩થી ઓછા ડૉલર થાય. આટલા પૈસામાં અમેરિકામાં ૧૦ મિનિટની પણ ગણતરી ન થાય. આમાં તમે મારો પોતાનો સમય, મહેનત અને બાકીના ફૅક્ટર ફાળવો તો આ બધું લગભગ મફતમાંજ ગણી લેવાય. હવે મારો સમય ન ગણો તો પણ આ ગણતરી દેવા કરતા લેવાવાળી છે. તમે ૬૫-૬૬થી ગુણાકાર કરશો તો તમને બધુંજ મોંઘુ લાગશે :-)
મેં પ્રોજેક્ટ ટારગેટ પ્રસ્તાવમાં લખેલા છે. ૫૦માંથી ૫ જણ સંપાદક બને તો તે આજની સંખ્યાકરતા પાંચ તો વધારેજ હશે, નહી? જ્યારે ગુજરાતી વિકિપીડિયા પર એકએક સંપાદક કિમતી કમોડિટી હોય ત્યારે સાવ સસ્તામાં મળણારા સંપાદકોને ના પાડવી તે તમારી ઇચ્છા!
તમારા વિચારપૂર્વકના જવાબ માટે ફરી એક વાર આભાર.
તમારો નમ્ર,
અભય નાતૂ
બીજો એક પ્રશ્ન: ગુજરાતી વિકિપીડિયામાં સંપાદનનો તમને અનુભવ ખરો? તમને કન્ટેન્ટ ટ્રાન્સલેશન જેવાં સાધનની જાણ છે? --KartikMistry (ચર્ચા) ૦૯:૩૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
તમારું યોગદાન અહીં જૂઓ. ચોતરામાં સંદેશ મૂકવા સિવાય તમે ગુજરાતી વિકિ.માં કોઇ યોગદાન અાપ્યું નથી. તમારી પોતાની ગુજરાતી ભાષા ગુજરાતી વિકિ. યોગ્ય નથી. તમે અમેરિકામાં નવા સભ્યોને ગુજરાતી વિકિ. વિશે શું શીખવશો ?--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૨૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)


મિત્રો,

અભયભાઈને હું બેંગ્લોરમાં કોમ્યુનિટી કન્સ્લટેશન વખતે મળ્યો છું. તેઓની માતૃભાષા ગુજરાતી ન હોવા છતાં તેઓ ઘણી સરસ ગુજરાતી બોલે છે. તે બે દિવસના સાનિધ્યમાં મને તેઓ ગંભીર અને વિનમ્ર સ્વયંસેવક લાગ્યા.

અમુક ભાષાના વિકિપીડિયાના પ્રસાર પ્રચાર કરવા માટે તે વિકિપર યોગદાન કરતા જ હોવા જોઈએ એવું કંઈ જરૂરી નથી. મને પણ મરાઠી નથી આવડતું પણ મારી ભાંગી તૂટી મરાઠીમાં રસ ધરાવનાર મરાઠીને હું મરાઠી વિકિપીડિયા વિષે સમજાવું છું. અહીં મુદ્દો ભાષાની જાણકારી નો નહી, પણ વિકી વિષેની અવગતતાનો - પ્રસારનો છે.

બીજો મુદ્દો સંપાદકોની ગૅરેંટીનો, તે મુદ્દો મને અવઢવમાં મૂકે છે. શું આપણે ભારતમાં પ્રચાર પ્રસાર કરીયે તો શું આપણે આટલા સ્વયંસેવકો મળશે જ તેની ગૅરેંટી આપી શકીએ? હા, કદાચ પ્રોબેબીલીટી વધશે તેટલું જ. એક ઉદાહરણ તરીકે, ધવલભાઈએ ગુજરાતના અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમાં એક પ્રચાર પ્રસાર કાર્યક્રમ કર્યો હતો, તેમાં હું પણ હાજર હતો, પણ તેમાંથી કોઈ કાયમી એડિટર મળ્યો નથી. માટે આવી ગૅરેંટી ના આધાર લેવો યોગ્ય નહીં ગણાય. હા ગૅરેંટી માત્ર એક વાતની હોય તે છે સ્વયંસેવકની મહેનત.

જો કાંઈ સારું થતું હોય તો તેને સમર્થન કરવું જોઈએ.

આભાર.

--Sushant savla (ચર્ચા) ૧૮:૩૫, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

સુશાંતભાઇ, બે પ્રશ્નોના જવાબ તમે યોગ્ય રીતે આપ્યા છે. અભયભાઈનું મરાઠી વિકિપીડિયામાં યોગદાન અમૂલ્ય છે તે વિશે કોઇ બેમત નથી.
૧. ચોક્કસ પણે ગુજરાતીમાં યોગદાન જરૂરી નથી (હોય તો સારું. 'કુવામાં હોય તો હવાડામાં આવે' એવું. દા.ત. લંડન વિકિમેનિયામાં વિકિસ્ત્રોત પરની મારી ટોક પરનો અભિપ્રાય) પરંતુ દરેક વિકિની પોતાની ખાસિયતો હોય છે, તે વિશે જે-તે વ્યક્તિ જાણકાર હોવા જોઇએ.
૨. ગેરંટી કોઇ ન આપી શકે. ગુજરાતી વિકિમાં જંપલાવતા પહેલાં મને બહુ સમય લાગેલો :) ગમે તેટલાં પ્રયત્નો કરવા છતાં હું કોઇ વ્યક્તિઓને કાયમી સંપાદક બનાવી શક્યો નથી એટલે આ પ્રોજેક્ટની સફળતા પર શંકા જાય તે સ્વાભાવિક છે.

--KartikMistry (ચર્ચા) ૧૮:૪૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

સુશાંતભાઈ, મેં અને અશોકભાઈએ ગુજરાતમાં ઠેરઠેર કરેલા અનેક કાર્યક્રમો સ્વખર્ચે કર્યા છે. તેમાં જે વિકિપીડિયન્સ ઉપસ્થિત હતા તેઓ પણ સ્વખર્ચે આવ્યા હતા તે તમને યાદ દેવડાવી દઉં (તમે પોતે પણ ઉપસ્થિત હતા જ અને તમે વિકિમીડિયા ફાઉન્ડેશન પાસેથી ગ્રાન્ટ નહિ લીધી હોય એમ માની લઉં છું). માટે એ કાર્યક્રમની તુલના ખર્ચનું વળતર મેળવીને કરાતા અન્ય કાર્યક્રમ સાથે ન કરી શકાય. અહિં સવાલ ગેરંટી ખર્ચની સામે કેટલી એનો છે. જો મારી ભૂલ થતી હોય તો સુધારવા નમ્ર વિનંતિ.
રહી સમર્થનની વાત, તો એ સૌ પોતપોતાના અર્થઘટન અને મુલ્યાંકનને આધારે કરે, આપણે કોઈને ફોર્સ ન કરી શકીએ કે ન તો સમર્થન ન કરનારની ટીકા. મારી દૃષ્ટિએ જે સારુ થતું દેખાય તે બીજાની દૃષ્ટિએ સારુ ન પણ હોઈ શકે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
કાર્તીકભાઈ નમ્સ્કાર, આજે ઘણા દીવસે આપણે સૌ ચકલાંઓ બોલ્યાં કેમ? હા હા હા....

૧. જે તે ભાષાના વિકિની ખાસિયતો ની જાણકારી હોય તે સારું જ છે. હું તે બાબતે તમારી સાથે સહમત છું. જો કે આપણે આહીં ક્યાં પાણી પાવાનું છે? આપણે તો હવાડો બતાવવાનો છે અને હવાડો કેમ કામ કરે તે શીખવવાનું છે. હા હા હા..... ! અહીં તો નવા નર્સરીના બાળકોને પાટી પેન વાપરતા શીખવવાની છે. ;) કક્કો બારખડી અને નિતી વ્યાકરણની ખાસિયતો તો આવશે આગળ ઉપર. અને ખાસિયતો તો આપણે ઓનલાઈન પણ શીખવી દઈશું. હા હા હા....

૨. સફળતા નિષ્ફળતા તો કોઈ પણ સાહસમાં ૫૦% હોય જ છે. આવા કાર્યક્રમનો કોઈ પૂર્વ અનુભવ ન હોતા સફળતા નિષ્ફળતાનું આકલન કરવું અઘરું છે. તો શામાટે એક પ્રયાસ કરનારને ઉત્તેજન ન આપવું?

આમ પણ અમેરિકામાં મરાઠીઓ કરતાં ગુજરાતીઓનું પ્રમાણ વધુ હોવાનું. અમેરિકામાં આપણી પાસે અત્યારે કોઈ ગુજરાતી વિકિપીડિયન નથી. ત્યાં અમુક ચિનગારી ચેતવવા પ્રયાસ થાય તે સારું જ છે ને. શું ખબર કોઈ અખંડ દીવો પ્રકાશી રહે.  :)

--Sushant savla (ચર્ચા) ૧૯:૩૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

સરસ મુદ્દો. ધ્યાનમાં રહે કે પણ કોલોરાડો સ્પ્રિંગમાં https://en.wikipedia.org/wiki/Colorado_Springs,_Colorado#Demographics મુજબ 445,830 ના ૩ ટકા એશિયન્સ છે. એટલે ૧૩,૩૭૪.૯૦ લોકો એશિયન મૂળના છે. --KartikMistry (ચર્ચા) ૨૦:૧૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
અમેરિકા કરતા મુંબઈમાં ગુજરાતીઓ વધુ હોવાના, તો ત્યાં જ કાંઈક કરીએ ને?--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મિત્રો,
મેં માત્ર મારા વિચારો લખ્યા છે તેને "ફોર્સ" ન સમજશો.
"અમેરિકા કરતા મુંબઈમાં ગુજરાતીઓ વધુ હોવાના, તો ત્યાં જ કાંઈક કરીએ ને?" -- આ લખવાનો તાત્પર્ય સમજાવશો. --Sushant savla (ચર્ચા) ૧૯:૫૧, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
એટલે કે આપણે બંને મળીને એક ગુજરાતી વિકિ-મીટઅપ કોફી સાથે કરવી જોઇએ. આપણે બે બહુ થઇ ગયા :) (કોફી મારા તરફથી!!) --KartikMistry (ચર્ચા) ૨૦:૧૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
સુશાંતભાઈ, તમે મને પૂછેલા પ્રશ્નનો જવાબ: આ પ્રસ્તાવ જેના પર ચર્ચા થઈ રહી છે તે અમેરિકામાં કાંઈક કામ કરવા માટેની છે, જેના સમર્થનમાં તમે કહો છો કે ત્યાં ગુજરાતીઓ વધુ હોવાના, તો મારું એમ કહેવું છે કે ત્યાં છે એના કરતા પણ વધુ ગુજરાતીઓ (અને મરાઠીઓ) મુંબઈમાં હોવાના, તો (અમેરિકામાં શું કામ) ત્યાં જ (મુંબઈમાં આ કામ, કે એવું કાંઈક) કરીએ ને? આશા રાખું કે હું તાત્પર્ય સમજાવવામાં સફળ રહ્યો હોઈશ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૨૬, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મારી જાણ મુજબ ગુજરાતી વિકિ.માં તો સ્વયમ સેવકો જાતે જ ખર્ચ ભોગવી લે છે તેથી તે કાર્યક્રમની સફળતા કે નિષ્ફળતા વિશે ચર્ચા અસ્થાને છે. અહીં ખર્ચ વિકિમીડિયા ફાઉન્ડેશને ભોગવવાનો છે અને રકમ રુ.૧ લાખ જેવી થાય છે. કાર્યક્રમ અમેરિકામાં થવાનો છે. ભાગ માત્ર 50 વ્યક્તિ લેવાના છે અને બધા ગુજરાતી નથી. શરુઆતમાં તો વિકિ. શુ છે, કેમ અેકાઉન્ટ બનાવવું, કઇ રીતે યોગદાન અાપશો, કોપીરાઈટ વગરે વિશે સમજાવી શકાય. પણ સામેથી જઈને પ્રચાર કરવામાં સંપાદક મળવાના ચાન્સ અોછા રહે છે. અગાઉ પણ વિકિ.ફા.અે ભારતમાં કરોડો રુપિયા વેડફી નાખતા વિરોધ થયો હતો . જે વિકિ.ના નવા સભ્યો બન્યા છે તેમને જો જરુર અને માગણી હોય તો ખર્ચ થવો અયોગ્ય નથી. બીજું કે જે હયાત સંપાદકો છે તેનો ઉત્સાહ વધે કે ટકી રહે તેબાબતે ધ્યાન અાપવાની વધુ જરુર છે ને તે સાવ મફત છે!--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
'ચમનું શ લ્યા' પરના ગુજ.વિકી. ગ્રુપમાં પરીયોજના દરખાસ્ત માટેની નવી જુક્તિ આવી છે. જલદી જુવો. --એ. આર. ભટ્ટ ૨૨:૦૯, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
વારુ, જે જેમ વિચારે તેમ. આભાર અભય ભાઉ. આજે તમારા કારણે અમારો ચોતરે સુંદર કલરવ થયો. :) --Sushant savla (ચર્ચા) ૨૨:૧૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
મફતવાળી દરખાસ્ત વિશે પણ અભિપ્રાય અાવકાર્ય !--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૨૭, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

પેરેશુટ લેન્ડિંગ માટે માફ કરજો પણ અમેરિકાનું ઈન્ટરનેટ પેનિટ્રેશન અને કોમ્પ્યુટર લિટરશી ઘણી વધુ છે માટે આપણે આ પ્રકારનો કાર્યક્રમ ત્યાં થાય અને અહીં થાય તેમાં નવા સંપાદકો ત્યાં મળવાની વધુ સંભાવના છે. આમ પણ નવો ભૂવો વધુ ધુણે એમ માતૃભાષા અને માતૃભૂમિથી દૂર રહેલા લોકો તેના વધુ કટ્ટર સમર્થકો હોય છે તેમ મારું માનવું છે.--Vyom25 (ચર્ચા) ૧૧:૨૮, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

એકદમ સાચું અવલોકન, ગુજરાતી વિકિના શરૂઆતમાં ખૂબ સુંદર કામ કરનાર સ્પંદન (અમેરિકા), ધવલભાઈ (લંડન), મહર્ષિભાઈ (જર્મની) આ દૂર રહેતા માતૃભાષા પ્રેમીના સુંદર ઉદાહરણો. અને મારો પોતાનો પણ વિકિનો સંપર્ક માતૃભૂમીથી દૂર ચેન્નઈમાં હતો ત્યારે જ થયો.... :) --Sushant savla (ચર્ચા) ૧૩:૨૭, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

જોડિયા તાલુકામાં ઇન્ફોબોક્સ[ફેરફાર કરો]

જોડિયા તાલુકામાં અમુક ગામોમાં ઇન્ફોબોક્સ ખૂટે છે. બોટ ચલાવીને મૂકી દેવા વિનંતી છે! --KartikMistry (ચર્ચા) ૧૮:૪૨, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)

થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
Yes check.svg કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
ખાંભામાં પણ બોક્સ નથી. મૂકવા વિનંતિ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૨:૪૪, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
એ પણ થઈ જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૮, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
Yes check.svg કામ થઈ ગયું. જો કે ખાંભા તાલુકાના બધા લેખોમાં માહિતીચોકઠું હતું, ફક્ત ખાંભામાં જ નહોતું, તે હવે મૂકી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૫૯, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

WikiConference India 2016[ફેરફાર કરો]

Hi,

We welcome you to place a bid for hosting WikiConference India 2016. The bid consists of two rounds. The first round will be a simple round to encourage participation. The aim of the first round is to confirm the local community support and strength. The first 5 qualifying cities of the first round will participate in the second and final round of bidding with an elaborate plan.

First Round Bidding Criteria

 • City and proposed venue. This city should have at least a domestic airport.
 • Wikimedia signatures of active Wikimedia projects editors who commit to be involved in organizing this in your city
 • Link to any Wikimedia project village pump where the bid has been approved with community consensus (not mandatory but highly recommended)
 • Proposed overall budget to conduct an event with 500 registered participants (including the accommodation cost for 100 scholarship recipients for 3 days).
 • Prior experience conducting similar event(s)

Please place your bids here before 18th October 2015 11:59 PM IST.

Please do indicate the names and contact details of two people from whom any clarifications or queries can be sought regarding your city bid. Please do note that bids need to be supported by consensus from the community and the link to the discussion where this is forthcoming may please be indicated.

Regards,

WCI 2016 Volunteers

રોલબેક અને રિસ્ટોર રિવિઝન[ફેરફાર કરો]

અા સાથે ચિત્રોને જોશો. તે ઉપયોગી સુવિધા ગુજરાતી વિકિ. પર શરુ થાય તો સારું.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૦૧, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

યોગેશભાઇ, ચિત્રો પરથી હું જેટલું સમજ્યો છું એ મુજબ આ સિવિધા તો ક્યારનીય અસ્તિત્વમાં કદાચ છે જ ---એ. આર. ભટ્ટ ૧૦:૪૨, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કદાચ ટ્વિંકલની વાત તેઓ કરી રહ્યા છે.--Vyom25 (ચર્ચા) ૧૧:૨૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કેમ છો વ્યોમ જી, ઘણા વખતે મળીને આનંદ થયો. આપની વાત સાચી છે કે યોગેશભાઇ શક્યતઃ ટ્વિંકલની વાત કરી રહ્યા છે.
મેં એ સાધન ઉપયોગમાં લીધુ નથી એટલે મને ખબર નથી કે એમાં વિશિષ્ટતા શું છે. પણ અહીં બીડેલા ચિત્રોમાં દર્શાવેલા બધી જ લાક્ષણીકતાઓ અને સગવડો "ઇતિહાસ જુવો" દ્વારા શક્ય છે એટલું જ મારૂ કહેવાનું તાત્પર્ય છે. --એ. આર. ભટ્ટ ૧૧:૩૨, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
કેમ છો વ્યોમભાઇ . :-)

માફ કરજો વિવરણ હવે લખું છું. હા કદાચ અે ટ્વિંકલ છે. લેખનાં ઇતિહાસમાં બે સંપાદનો સરખાવવા સમયે ડાબી તરફ જૂની અાવૃત્તિ અને જમણી તરફ નવો ફેરફાર અને બન્ને સંપાદન વચ્ચેનો ભેદ દેખાય છે. નવા સંપાદનની ઉપરના ભાગે રદ કરો, સંપાદન કરો, અભાર માનોના વિકલ્પો હોય છે જે ગુજ. વિકિ.માં પણ છે. અા સસ્ક્રીનશૉટ હિન્દી વિકિ.નો છે. તેમાં નવા સંપાદનની ઉપરનાં ભાગે rollback AGF. rollback and rollback vandal અે ત્રણ વિકલ્પો છે, જેના પર કલીક કરવાથી ઝડપી રીતે ફેરફાર પાછો વળી જાય છે, કારણ કે તારણ પણ લખાઇ જાય છે. અા માટે અડીટ પાનું ખૂલે, ફેરફાર સાચવો પર ક્લિક કરવું પડે તેના બદલે અા સોફ્ટવેરથી અા બધું તે જ પાનામાં રહીને ત્વરીત રીતે થઈ જાય છે. જમણી તરફ જૂનાં અવતરણ વાળા ભાગની ઉપર restore revision પર ક્લિક કરવાથી અેક મેનું ખૂલશે જેમાં 10 revision backward, 50 revision backward, 500 સુધીના બધાં ફેરફાર પાછાં વાળો, ૧ કલાક, ૨-3 કલાક પહેલાંના બધા જ ફેરફારો અેક જ ક્લિકથી પાછાં વાળી શકાય છે--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૩૬, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST).

હા અે ટ્વિંકલ જ છે, બીજા પણ તેના ઉપયોગો છે જાણવા માટે विकिपीडिया:Twinkle--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૪૬, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
ટ્વિંકલ જોઈતી હશે તો લાવી દઈશું.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૩, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
સંસ્કારી અને રુપ।ળી છે :-) ઘર દીપી ઉઠશે :-) :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૮:૧૭, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
સૌ મિત્રોને નમસ્કાર, હું મજામાં છું અને તમે સૌ મજામાં જ હશો એમ ધારી લઊં છું. હવે મુદ્દાની વાત રોલબેક માત્ર ભાંગફોડને પાછી વાળવા માટે છે અને વણજોઈતી કે ભૂલ વાળી એડિટ દૂર કરવા રદ કરો વપરાય છે અને ટ્વિંકલ વધુ સારી રીતે આ ભેદ પાડે છે. તેમાં એક કડી ભાંગફોડને વાળવા, એક સામાન્ય રદ કરો અને એક સારી ભાવનાથી કરાયેલ સંપાદનને પાછા વાળવા માટે કડી આપે છે અને સારાંશ પણ એ પ્રમાણે જ નક્કી થાય છે. માટે સાધન ઉપયોગી છે. લાવી શકાય તો લાવો.--Vyom25 (ચર્ચા) ૨૨:૦૪, ૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

ઢાંચો સંદર્ભો[ફેરફાર કરો]

લેખના અંતે સંદર્ભનું મથાળું અને નીચે સંદર્ભયાદીનો ઢાંચો ઉમેરવાની કડાકુટના બદલે ઢાંચો સંદર્ભો ઉમેરવાથી મથાળું અને નીચે રેફલીસ્ટ બન્ને અાવી જશે. સૌ મિત્રોએ તેનો લાભ લેવા વિનંતી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૫૧, ૨ ઓકટોબર ૨૦૧૫ (IST)

સરસ.--Nizil Shah (ચર્ચા) ૨૨:૫૫, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
આભાર. સરસ. --KartikMistry (ચર્ચા) ૨૩:૦૮, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
અાભાર મિત્રો :-) --YmKavishwar (ચર્ચા) ૨૩:૪૮, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
ધન્યવાદ, સરસ કાર્ય--સતિષચંદ્ર (ચર્ચા) ૨૩:૫૫, ૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

શ્રેણી બદલી ગુજરાતી વાનગી અને ગુજરાતી ભોજન[ફેરફાર કરો]

અત્યાર સુધી ગુજરાતી વાનગીઓ સંબંધીત અમુક લેખો ગુજરાતી ભોજન એ શ્રેણીમાં અને અમુક લેખો ગુજરાતી વાનગી એ શ્રેણીમાં હતા. અત્યારે બધા લેખો માં એકીકરણ કરવા માટે તે બંને શ્રેણીઓ ઉમેરી છે. શું આ બંને શ્રેણી રાખવી છે? કે એક જ શ્રેણી રાખીયે? મને લાગે છે ગુજરાતી વાનગી એ શ્રેણી વિસ્તૃત હોવાથી તેને રાખીએ તો કેમ?--Sushant savla (ચર્ચા) ૨૦:૪૫, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)

ગુજરાતી વાનગી શ્રેણી રાખવી સારી રેહશે કારણકે તે વિસ્તૃત છે.--Nizil Shah (ચર્ચા) ૨૩:૦૩, ૧૧ ઓકટોબર ૨૦૧૫ (IST)
અામ પણ ગુજરાતી ભોજન અેટલે ગુજરાતી થાળી થાય જ્યારે ગુજરાતી વાનગીઅોનો અર્થ સ્વયમ સ્પષ્ટ છે. તે શ્રેણી વિસ્તૃત પણ છે.--YmKavishwar (ચર્ચા) ૦૯:૨૭, ૧૨ ઓકટોબર ૨૦૧૫ (IST)
ગુજરાતી ભોજન અેટલે ગુજરાતી થાળી થાય સાથે સહમત. વાનગી શ્રેણી અર્થ વધારે વ્યાપક હોવા સાથે સહમત. આભાર --એ. આર. ભટ્ટ ૨૩:૨૫, ૧૨ ઓકટોબર ૨૦૧૫ (IST)

Translitration in common.js[ફેરફાર કરો]

પ્રબંધકશ્રીઓ,

ગુજરાતી વિકિપીડિયાની common.js હાલમાં TRANSLITERATON નામની સ્ક્રિપ્ટ ધરાવે છે. વિકિસોર્સ તેમજ વિકિપીડિયામાં આને કારણે Universal Language Selector જોડે મુશ્કેલી ઊભી થાય છે. ULSમાં ટ્રાન્સલિટરેશન હોવાથી આ સ્ક્રિપ્ટને હટાવવા વિનંતી. આભાર. --KartikMistry (ચર્ચા) ૧૧:૧૫, ૧૫ ઓકટોબર ૨૦૧૫ (IST)

Yes check.svg કામ થઈ ગયું ફક્ત જાણવાના ઉદ્દેશથી પૂછું છું કે, શું મુશ્કેલી ઊભી થતી હતી?--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૧૬ ઓકટોબર ૨૦૧૫ (IST)
આભાર ધવલભાઇ. જોકે હજી પણ જાવાસ્ક્રિપ્ટની એરર 'Uncaught ReferenceError: translitonkey is not defined' કોન્સોલમાં દેખાય છે. એટલે આખી આ સ્ક્રિપ્ટને અવગણવા (ie કોમેન્ટ આઉટ કરવા‌‌) વિનંતી. ગુજરાતી વિકિસોર્સમાં પણ આ મુશ્કેલી ઉભી કરી રહી છે, ત્યાં પણ ચર્ચામાં આ વધુ ચકાસણી કરીને મુકીશ. મોટાભાગે આ સ્ક્રિપ્ટ જો Navigation Popup ગેજેટ સક્રિય હોય તો સર્ચબોક્સમાં ગુજરાતીમાં લખવામાં અડચણ ઉભી કરે છે. --KartikMistry (ચર્ચા) ૧૭:૧૪, ૧૬ ઓકટોબર ૨૦૧૫ (IST)

તાલુકાના નક્શા[ફેરફાર કરો]

મિત્રો અહીં જુઓ, ગુજરાતના તમામ તાલુકાના ગામના રેવન્યુ વિસ્તાર નક્શા આપેલ છે. આપણે તેને તાલુકાના પાનાં પર મુકી શકીએ તેમજ કોમન્સ પર પણ મુકી શકીએ કારણ કે તે સરકારી નક્શા છે માટે પ્રકાશન અધિકાર હેઠળ ન આવે. આપના સૌના વિચાર જણાવશો. આભાર.--Vyom25 (ચર્ચા) ૧૩:૦૧, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)

સહમત. આવકારદાયક સુઝાવ છે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૩:૨૪, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
સહમત--એ. આર. ભટ્ટ ૧૭:૫૦, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
આ એક નક્શો એક અખતરા સ્વરૂપે બનાવી જોયો.
Bhavnagar district Ghogha Taluka map

--એ. આર. ભટ્ટ ૧૯:૧૮, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
વાહ ભટ્ટ સાહેબ કરો કંકુના :-)--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૯:૨૨, ૧૮ ઓકટોબર ૨૦૧૫ (IST)
સરસ. જ્યારે બધાં નકશાઓ અપલોડ થઇ જાય ત્યારે જણાવવા વિનંતી! :) --KartikMistry (ચર્ચા) ૨૦:૪૮, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
મારે એક જ જણે કરવાનું હોય તો ફક્ત પાંચેક વર્ષ થશે. :-) --એ. આર. ભટ્ટ ૨૦:૫૫, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
તો ચાલો, હું કાલથી બનાસકાંઠા જિલ્લાથી શરૂઆત કરુ છું. સૌ મિત્રોને કોમન્સમાં જ અપલોડ કરવા વિનંતી. --KartikMistry (ચર્ચા) ૨૨:૧૧, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
અને હા, લાયસન્સ - પબ્લિક ડોમેઇન - લખવું. --KartikMistry (ચર્ચા) ૨૨:૧૨, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
મે જે ત્રણ બનાવ્યા તેમાં લાયસન્સમાં Creative Commons Attribution-Share Alike 3.0 Unported નાખેલું છે. કોઇ વાંધો આવશે? --એ. આર. ભટ્ટ ૨૩:૧૯, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
હા. ઓરિજનલ ફાઇલ પબ્લિક ડોમેઇનમાં છે એટલે પબ્લિક ડોમેઇન જ રાખવું ‍(એટલે કે એને કોઇ લાયસન્સ નથી‌). --KartikMistry (ચર્ચા) ૦૯:૧૮, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઓકે કર્તિકભાઇ, પણ ફક્ત જાણ ખાતર લખવાનું કે ઓરિજનલ ફાઇલ પબ્લિક ડોમેઇનમાં નથી લાગતી. અંદર 'for office use only' એમ લખેલું છે. અને એટલે જ મેં એ એક પણ ફાઇલ નથી મુકી. એ નકશાઓનું Tracing કરીને મેં બનાવેલા નકશા મુક્યા છે.--એ. આર. ભટ્ટ ૧૦:૫૭, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઓહ. :/ અને હા, આ ટ્રેસિંગ કરતા અમને શીખવાડવા વિનંતી :) --KartikMistry (ચર્ચા) ૧૧:૦૭, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આમંત્રણ છે. અમદાવાદ પધારો, મને જે થોડુ ઘણુ આવડે છે, એટલું શીખવવા પ્રયત્ન કરીશ પણ સાચુ કહુ તો ત્યાં મોટા શહેરમાં કોઇ અન્ય વ્યક્તિ પાસે કદાચ વધારે સારૂ શીખી શકશો. --એ. આર. ભટ્ટ ૧૧:૨૦, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
મારે બે ત્રણ મહિના પછી કોમ્પ્યુટર ઉપલબ્ધ થઇ જશે, ત્યાં સુધી મોબાઇલમાં નાનકડા સુધારા સિવાય કંઇ થાય તેમ નથી.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૫૯, ૧૯ ઓકટોબર ૨૦૧૫ (IST)
ભટ્ટભાઈ, ટ્રેસિંગ મેન્યુઅલી કરો છો કે ઇએલેક્ટ્રોનિકલી? હું પણ આ કામમાં ટેકો આપી શકું એમ છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૯, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
વ્યાસપીઠ પર વ્યાસજી બીરાજમાન થવાના હોય તો એથી રૂડું શું?--એ. આર. ભટ્ટ ૧૭:૪૧, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
અરે ભાઈ લોગ ક્યા તાલુકાઓમાં નક્શા મુક્યા અને આ ટ્રેસિંગ કઈ રીતે કરવાનું તેની કોઈ ઓનલાઈન ગાઈડ ખરી?--Vyom25 (ચર્ચા) ૧૦:૦૬, ૨૨ ઓકટોબર ૨૦૧૫ (IST)
Flood Affected Areas of Amreli District Gujarat India on 24 June 2015
 • મંતવ્ય: મને આ નકશાઓના કોપીરાઈટ અંગે શંકા છે. ૧) ભારતના બંધારણના કોપીરાઈટ એક્ટ મુજબ સરકારી ધોરણે તૈયાર કરાયેલા નકશા પબ્લિક ડોમેનમાં નથી, તેના કોપીરાઈટ સરકાર ધરાવે છે. એ નકશા પબ્લીશ થયાના ૬૦ વર્ષે પબ્લિક ડોમેનમાં આવે. ૨) રેવન્યુ ડીપાર્ટમેન્ટની વેબસાઈટ પર ક્યાય કોપીરાઈટ માટે કોઈ ચોખવટ નથી એટલે જાહેર ઉપયોગ અંગે કોઈ ચોક્કસ મત બાંધવો મુશ્કેલ છે. કેટલીક સરકારી સંસ્થાઓ આ અંગે છૂટછાટ આપે છે જેમકે એરફોર્સ અને નેવીની વેબસાઈટ જાહેર વપરાશ માટે માહિતી મુકે છે. દા.ત. ૨૦૧૫ના અમરેલી પૂર વખતનો આ બાજુનો ફોટો. ૩) નકશાની ડાઉનલોડ કરેલી pdf માં એ BISAG દ્વારા બનાવાયેલ હોવાનું અને માહિતી Settlement commissionerate and Land Record વિભાગ દ્વારા આપેલ હોવાનું સ્પષ્ટ લખ્યું છે અર્થાત આ બંને આ નકશાના કોપીરાઈટ ધરાવે છે એવું ગણી શકાય. ૪) કોઈ નકશામાંથી માત્ર કોપીરાઈટ હોલ્ડરના નામ દુર કરી એને પોતે બનાવેલો ના ગણી શકાય. અથવા નાના ફેરફારો કરવાથી એ નવું બનાવેલું ના ગણી શકાય. આને derivative work કહેવાય જેમાં પણ મૂળ નકશો બનાવનારના કોપીરાઈટ જળવાઈ રહે છે. જેમકે કોઈ ગીતનું રિમિક્સ બનાવીએ તો મૂળ ગીતકારના રાઈટ પણ રહે તેમ. આથી આ નક્શાનું ટ્રેસિંગ કરીએ તો એના મૂળ ચિત્ર જોડે સામ્ય જોતા એને પણ derivative work જ ગણવું પડે. (મને ખબર છે કે આ ટ્રેસિંગ કેમ થયું છે. ;) ) ૫) કોપીરાઈટ મુક્ત નકશા મળવા મુશ્કેલ નથી પણ ઘણું ટેકનીકલ જ્ઞાન જોઈએ. [openstreetmap.org ઓપન સ્ટ્રીટ મેપ] ફ્રી નકશા તૈયાર કરવા ઉપલબ્ધ છે. ટેકનીકલ જ્ઞાન ધરાવતા મિત્રો કંઇક મદદ કરી શકે. ૬) કોમન્સમાં એવું મનાય છે કે જયારે તમને કોઈ ચિત્રના કોપીરાઈટ અંગે શંકા હોય તો એને કોપીરાઈટ મુક્ત ના ગણો અને કોમન્સ પર ના મુકો. અથવા તે અંગે હેલ્પ પર પૂછી સમાધાન કરો અને પછી જ મુકો. છે કોઈ જનાબ, જે નકશા બાબતે મદદ કરી શકે? --Nizil Shah (ચર્ચા) ૨૩:૪૩, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)
કોમન્સ પર મેપ માટે ઘણી માહિતી/ટ્યુટોરીયલ્સ/રિસોર્સ છે. નજર નાખવા વિનંતી. દા.ત. [[૧]

અાંતરવિકિ આયાતકાર માટે નામાંકન[ફેરફાર કરો]

હિન્દી વિકિ. પરથી લેખો લાવીને ભાષાંતર દ્વારા ગુજરાતી વિકિ.ને વધું સમૃદ્ધ બનાવવા હું આ સુવિધા માટે નિવેદન કરું છું. આપના મત નીચે આપવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૦:૫૩, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)

તમે કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનની મદદ લઇ શકો છો. એ માટે લેખ આયાત કરવાની જરૂર નથી. ભાષાંતર જ કરવાનું રહેશે. --KartikMistry (ચર્ચા) ૧૧:૦૫, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
કાર્તિકભાઇની વાતમાં +1, લેખ અહીં લાવવા માટે આયાતકાર હોવું જરૂરી નથી. --એ. આર. ભટ્ટ ૧૧:૦૮, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આમ તો જેની વિશે ચર્ચા ચાલતી હોય તે ટિપ્પણીઓ ન કરે અને સભ્યો જ નિર્ણય કરે તે યોગ્ય ગણાય. માત્ર પૂછાયેલા સવાલના જવાબ રુપે જણાવું કે, માત્ર લેખો જ નહિ પરંતુ ઉપયોગી ઢાંચાઓ પણ આયાત કરી શકાય છે. આ સુવિધા લેખોને તેના ઇતિહાસ સાથે આયાત કરવાની સુવિધા આપે છે. હું હિન્દી વિકિ. પર પણ સક્રિય છું, ગુજરાત સંલગ્ન લેખોમાં કામ કરું છું. બીજા લેખોમાં પણ કામ કરું છું. હિન્દી વિકિ. ઘણું જ સમૃદ્ધ છે, એવા હજારો લેખો છે જેને આપણે ગુજરાતી વિકિ.માં લાવીને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. સભ્યો પણ ભાષાંતરમાં મદદ કરશે.આ સુવિધાથી ફાયદો એ છે કે ત્યાં કામગીરી દરમ્યાન લેખોમાં સીધુ અહીં ખસેડવાનું બટન દેખાશે. આ સુવિધાથી ગુજરાતી હિન્દી વિકિ. વચ્ચે સેતુરુપ બનીને કામગીરી કરી શકીશ.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૨૧, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
આયાતકાર માટે તમે ઢાંચા આયાતકારનું નામાંકન નોંધાવી શકો છો. --KartikMistry (ચર્ચા) ૧૩:૧૩, ૨૦ ઓકટોબર ૨૦૧૫ (IST)
ઢાંચા આયાતકાર માટે અલગથી નામાંકન અને ચર્ચા ઉપર શરૂ કરી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૩, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)


તરફેણ તરફેણ:-

વિરુદ્ધ વિરુદ્ધ:-

તટસ્થ તટસ્થ:-

ઢાંચો:Indian Jurisdiction[ફેરફાર કરો]

આ ઢાંચામાં અક્ષાંસ રેખાંશ ઉમેરતાં બે વખત તે અ.રે. કોલ કરે છે અને તે ક્ષતિ બતાવે છે. આપણે તેમાં મારા મત મુજબ દશાંશીય પદ્ધતિ વાળા અ.રે. માટે latd એવી પેરામિટર છે અને સામાન્ય અ.રે. માટે latd, latm, lats એવી પેરામિટર છે અને તે ડિગ્રી માટે સમાન હોવાને કારણે આ એરર આવતી હોવાની શક્યતા છે માટે પ્રબંધકોને વિનંતી છે કે દશાંશ પદ્ધતિ માટે પેરામિટર latd માંથી lat કરી પ્રયોગ કરી જુએ.--Vyom25 (ચર્ચા) ૧૯:૫૧, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

અક્ષાંશ-રેખાંશ ૩૬૦ ડીગ્રીના ભાગ તરીકે વર્ણવાય છે. જેમાં વર્તળના ૩૬૦માં ભાગને એક ડીગ્રી કહે છે જે સૌથી મોટો એકમ છે, ૧ ડીગ્રીના ૬૦માં ભાગને એક મીનીટ અને ૧ મીનીટના ૬૦માં ભાગને એક સેકન્ડ કહે છે. આ બધા ભાગ ને છુટા છુટા દર્શાવવા માટે latd (latitude નો ડીગ્રી વાળો ભાગ), latm ( latitude નો મીનીટ વાળો ભાગ) અને lats ( latitude નો સેકન્ડ વાળો ભાગ) એમ અલગ અલગ દર્શાવી શકાય છે અથવા lat તરીકે દશાંશ પદ્ધત્તિમાં દર્શાવી શકાય છે. એટલે બેમાંથી એક જ રાખી શકાય. પ્રયોગ કરી જોવાની જરૂર છે. આભાર.--એ. આર. ભટ્ટ ૨૨:૫૧, ૨૩ ઓકટોબર ૨૦૧૫ (IST)

Community Wishlist Survey[ફેરફાર કરો]

Community Tech Team via MediaWiki message delivery (ચર્ચા) ૦૩:૨૭, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)

રીડાયરેક્ટ ઢાંચો?[ફેરફાર કરો]

રીડાયરેક્ટ ઢાંચા અથવા મોડ્યુલમાં કંઇ ખામી છે. જુઓ મારું ચકાસણી પાનું (અને સ્ત્રોત): https://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%AD%E0%AB%8D%E0%AA%AF:KartikMistry/Test#.E0.AA.B0.E0.AB.80.E0.AA.A1.E0.AA.BE.E0.AA.AF.E0.AA.B0.E0.AB.87.E0.AA.95.E0.AB.8D.E0.AA.9F_.E0.AA.9F.E0.AB.87.E0.AA.B8.E0.AB.8D.E0.AA.9F

ઘટતું કરવા વિનંતી --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૨૯, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)

Wikimania 2016 scholarships ambassadors needed[ફેરફાર કરો]

Hello! Wikimania 2016 scholarships will soon be open; by the end of the week we'll form the committee and we need your help, see Scholarship committee for details.

If you want to carefully review nearly a thousand applications in January, you might be a perfect committee member. Otherwise, you can volunteer as "ambassador": you will observe all the committee activities, ensure that people from your language or project manage to apply for a scholarship, translate scholarship applications written in your language to English and so on. Ambassadors are allowed to ask for a scholarship, unlike committee members.

Wikimania 2016 scholarships subteam ૧૬:૧૮, ૧૦ નવેમ્બર ૨૦૧૫ (IST)

ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય કરવા માટે પ્રસ્તાવ[ફેરફાર કરો]

નમસ્તે મિત્રો,
આપે નોંધ્યું હશે કે ગુજરાતી વિકીપીડિયામાં સક્રિયતા ઘટી ગઈ છે. આ કરતાં વિકિસ્ત્રોત વધું સક્રિય છે. આપણા સક્રિય સદસ્યોને પણ રસ ઘટતો જાય છે. એકદમ સુસ્ત વાતાવરણ અને કંટાળાજનક સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ત્વરિત અટકાવવા અને વિકિપીડિયાને ફરી ધબકતું કરવા માટે નક્કર આયોજન સાથે પ્રસ્તાવ લઇને ઉપસ્થિત થયો છું. આ સાથે કેટલુંક સત્ય પણ રજૂ કરવા પ્રયત્ન કરીશ જે કડવું પણ હોઇ શકે. સૌ મોટું મન રાખીને તેનો સ્વીકાર કરશે અને આ નૂતન વર્ષે આપણી ક્ષતિઓ, સંકુચિત માનસિકતા બદલીને નવા જોમ, ઉત્સાહ સાથે ગુજરાતી વિકિપીડિયાને સફળતાના શિખરો સર કરાવવા માટે સુસજ્જ થઇએ. વિકિપીડિયાને હાલની સ્થિતિ ડૂબાડી શકે કારણ કે સદસ્યોનો ઉત્સાહ ઘટતા વધુ ને વધું કંટાળાજનક સ્થિતિનું નિર્માણ થશે. આ પડકાર આપણે ઝીલી લઇએ અને આળસ, સુસ્તી, સંકુચિતતાને ખંખેરીને કટિબદ્ધ થઇએ તો નવી સારી સ્થિતિનું નિર્માણ કરી શકીશું. હાલની આ કટોકટી આપણને જગાડવા માટે આવી છે.

વાતાવરણ બદલવું[ફેરફાર કરો]

વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા માટે આ પાયાની આવશ્યકતા છે. જાગૃતિપૂર્વક આ માટે નક્કર પગલાંની જરુર છે.
1. સદસ્યોને રસ વધે તેવી સ્થિતિનું નિર્માણ

 • નવા ઉપકરણો, ગેઝેટ, સદસ્ય અધિકારોમાં ગુજરાતી વિકિપીડિયા પાછળ છે. સમય સાથે આપણે બદલાશુ નહી તો ખોવાઈ જશુ.
 • ટ્વિંકલ ગેઝેટ ખૂબ સારુ છે, તે અહીં લાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
 • આપણું મુખપૃષ્ઠ નિષ્ક્રિયતાની ચાડી ખાય છે. આ માસનો ઉમદા લેખ દ્રાક્ષ કેટલાંક મહિનાથી બદલાયો નથી. ઉપરાંત શું આપ જાણો છો ? અને હાલની ઘટનાઓ જેવા નવા વિભાગો ઉમેરી સક્રિય કરવાની જરુર છે.
 • સદસ્યોને નવા અધિકારો આપી પ્રોત્સાહિત કરવા. સહયોગ આપવો.

2. હકારાત્મક અભિગમ અત્યારનું વાતાવરણ નકારાત્મક નહી તો પણ હકારાત્મક તો નથી જ. તેની સીધી જ અસર સદસ્યોની સક્રિયતા પર પડે છે. કોઇ સક્રિય સદસ્ય નવી સુવિધા માટે નામાંકન કરે તો સહયોગ આપવાના બદલે તેના ઉત્સાહ પર પાણી ફેરવી દેવું, કોઇ નવું કામ ચાલુ કરે ત્યારે પાદમાંથી પૂરા કાઢવા આવું નકારાત્મક વાતાવરણ મહેરબાની કરીને ખતમ કરવાની જરુર છે.
આપણો અભિગમ હકારાત્મક અને વલણ સહયોગપૂર્ણ રાખીએ તો ? સક્રિય સદસ્યોનો જ દુષ્કાળ છે ત્યારે જે કંઇ કામ કરે છે કે નવું કરવા માગે છે તે આવકાર્ય છે. તેને પ્રોત્સાહન આપીએ.

સદસ્ય અધિકારો આપો[ફેરફાર કરો]

વિકિપીડિયામાં અનેક સદસ્ય અધિકારોની જોગવાઈ છે પણ ગુજરાતી વિકિપીડિયામાં મોટા ભાગના સદસ્ય અધિકારો ઉપલબ્ધ નથી.
હાલમાં ઉપલબ્ધ સદસ્ય અધિકારો

 • અનામી સદસ્ય
 • સદસ્ય
 • સ્વતઃ સ્થાપિત સદસ્ય
 • આયાતક
 • પ્રબંધક

આ સદસ્ય અધિકારોની જરુર

 • સ્વતઃ પરીક્ષિત સદસ્ય (ઑટો પેટ્રોલર) (વિશ્વાસુ સદસ્ય જેનું યોગદાન ચકાસવાની જરુર નથી)
 • સ્વતઃ પુનરીક્ષિત સદસ્ય (અર્ધસુરક્ષિત પૃષ્ઠો સંપાદિત કરી શકે)
 • પુનરીક્ષક (રિવ્યૂઅર) (તે સદસ્યોના યોગદાન ચકાશે)
 • પ્રત્યાપનકર્તા (રોલબૈકર) (એક ક્લિકથી સંપાદનો પૂર્વવત થાય)
 • પ્રશાસક (ધવલભાઇને આ અધિકાર આપી શકાય)
 • ચિત્ર પ્રેરક

આ સદસ્ય અધિકારો આપવાની જોગવાઈ કરવામાં આવે. આ માટે દરેક અધિકાર મુજબ એક એક પૃષ્ઠ બનાવી ત્યાં કુશળ સદસ્યો યોગ્યતા મુજબ અન્યને નામાંકિત કરે કે સદસ્ય પોતે નામાંકન કરે. તેથી સક્રિયતા અને રસ વધશે. આ બધા સદસ્ય અધિકારો હાલ ગુજરાતી વિકિપીડિયા માટે સક્રિય છે કે નહીં તે પ્રબંધકો સદસ્ય અધિકાર બદલવાના વિકલ્પમાં જઇને ચકાશે. ન હોય તો સ્ટીવર્ડ સક્રિય કરી આપશે. વિકિ જે સુવિધા આપે છે તેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઇએ.

ઢાંચા આયાતકાર માટે નામાંકન

ઢાંચા આયાતકાર માટે હું મારું અને યોગેશભાઇના નામનું નામાંકન કરું છું. હાલનાં આયાતકાર નિષ્ક્રિય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૧, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)

તરફેણ:

 1. હું મારા નામાંકનનો સ્વીકાર કરું છું અને કાર્તિકભાઇના નામાંકનમાં તેમની તરફેણમાં મારો મત આપું છું. કાર્તિકભાઇ સૌથી સક્રિય સદસ્ય છે અને રખરખાવ બાબતે આપણું વિકિપીડિયા પાછળ ન રહી જાય તે માટે નવા-નવા ઢાંચાઓ લાવીને ઉપયોગી થાય છે. આયાતકો સક્રિય ન હોવાના કારણે મુશ્કેલી પડે છે. એક ઢાંચા માટે તેને જોડતા બીજા ઢગલાબંધ ઢાંચાઓ પણ આયાત કરવા પડે છે. ત્યારે આ અધિકારની જરુરીયાત ઘણી છે.

હું પણ નવા-નવા ઉપયોગી ઢાંચાઓ લાવીને આપણા ગુજરાતી વિકિપીડિયાને અપગ્રેડ રાખવા માટે સક્રિય પ્રયત્નો કરું છું. આ અધિકારો મળવાથી કામગીરી સરળ બનશે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૪:૩૩, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)

 1. બન્ને માટે સહમતી --Sushant savla (ચર્ચા) ૧૫:૪૪, ૨૫ નવેમ્બર ૨૦૧૫ (IST)
 2. બન્ને માટે સહમતી --એ. આર. ભટ્ટ ૨૧:૪૭, ૨૬ નવેમ્બર ૨૦૧૫ (IST)
 3. બન્ને માટે સહમત --Nizil Shah (ચર્ચા) ૧૪:૪૫, ૨૯ નવેમ્બર ૨૦૧૫ (IST)

વિરુદ્ધ:

 • તમારું નામ અને-અથવા સહી.

તટસ્થ:

 • તમારું નામ અને-અથવા સહી.

ફાઇલ ચઢાવવી[ફેરફાર કરો]

વિકિપીડિયામાં લોકલમાં ફાઇલ ચઢાવવાની પણ સુવિધા છે પરંતુ કમનસીબે કેટલાક જૂના સદસ્યોએ સામૂહિક નિર્ણય લઇને આ સુવિધા બંધ કરી દીધી છે. બીજા વિકિ પ્રકલ્પોમાં લાયસન્સ ઇત્યાદિ ચકાસણી માટે ચિત્ર પ્રેરકો છે. નવા સદસ્યો સુધી પ્રતિબંધ યોગ્ય પણ અહીં તો સુવિધા જ બંધ કરી દીધી છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા)

મોટાભાગે આ સુવિધાનો દુરઉપયોગ જ થાય છે. દા.ત. એ માટે વધુ સક્રિય સભ્યોની જરૂર પડે, પણ તે ન હોવાથી આપણે બધી જવાબદારી કોમન્સના માથા નાખીએ તો આપણો બોજો કંઇક અંશે વહેંચાય અને સરવાળે પરિણામ સારું જ મળે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૧૪, ૧૯ નવેમ્બર ૨૦૧૫ (IST)
મેં ઉપર એટલે જ લખ્યું છે કે નવા સભ્યો સુધી પ્રતિબંધ યોગ્ય છે, પણ અહીં તો સુવિધા જ બંધ કરી દીધી છે. દુરુપયોગ તો આઇ.પી. સરનામાઓને અપાતી સંપાદન સુવિધાનો પણ થાય છે. ગુજરાતી વિકિપીડિયામાં હવે લોકલમાં ફાઇલ ચઢાવવાની સુવિધા શરુ થશે જ નહી ને ? જો કે એક તરફ આપણે સક્રિય સદસ્યો જ ઓછા છે અને વધવાના બદલે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે આપણી પાસે ચડતી એકલ દોકલ ફાઇલ ચકાસવાનો સમય નથી ? ફાઇલો ચડાવવાથી એક્ટિવિટી વધશે. રોડ પર અકસ્માતમાં હજારો માણસો મરે છે પણ સરકાર વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકી દે તો ? હા. બાળકો પર પ્રતિબંધ છે તેમ આપણે આ સુવિધા વિશ્વાસુ સભ્યો સુધી મર્યાદિત કરી શકીયે. નકારાત્મક ના બદલે હકારાત્મક રીતે વિચારવાની જરુર છે. જો કે યાદ રહે કે આ ચર્ચાનો મુખ્ય મુદ્દો ફાઇલ ચડાવવી એ નથી. ફાઇલ ચડાવવા પર પ્રતિબંધ સામે વિરોધ માટે પણ આ ચર્ચા શરુ કરાઇ નથી. પણ મારો વ્યક્તિગત મત આવો છે.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૨૧:૨૯, ૧૯ નવેમ્બર ૨૦૧૫ (IST)

લેખ આયાત[ફેરફાર કરો]

બીજા વિકિ.માં સદસ્યો માટે લેખ આયાત અનુરોધનું પાનું છે ત્યા દરખાસ્ત કરવાથી આયાતકો લેખ આયાત કરી આપે અને સદસ્યો સામૂહિક રીતે અનુવાદ કરે અને નવા નવા લેખો બનાવે છે. આપણે આવી સુવિધા ચાલુ કરી શકીએ. -યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૬:૧૨, ૧૪ નવેમ્બર ૨૦૧૫ (IST)

પરિયોજના:વિશેષાધિકાર નિવેદન[ફેરફાર કરો]

ગુજરાતી વિકિપીડિયામાં જે તે વિશેષાધિકાર માટે નિવેદન કરવા કે જે તે સદસ્ય સ્તર અને તેના વિશે માહિતી આપતા પાના નહોતા તે બનાવ્યા છે. નવા અધિકારો સાથે વિશેષ સુવિધા મળવાથી સભ્યોનો ઉત્સાહ વધશે અને વધુ સારી રીતે કામ કરી વિકિપીડિયાને વધુ સમૃદ્ધ બનાવશે. યોગ્યતા ધરાવતા વધુ ને વધુ સભ્યો વિકિપીડિયા દ્વારા અપાતી આ સવલતોનો ઉપયોગ કરે તે વિકિપીડિયાના હિતમાં છે. આનાથી સભ્યોનો ઉત્સાહ અને સક્રિયતા વધશે.
આ પરિયોજના લાગુ કરવા માટે મતદાન વિકિપીડિયા ચર્ચા:વિશેષાધિકાર નિવેદન પર ચાલુ છે. તેમાં ભાગ લેવા વિનંતી.-યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૯:૪૨, ૧૭ નવેમ્બર ૨૦૧૫ (IST)

Harassment consultation[ફેરફાર કરો]

Please help translate to your language

The Community Advocacy team the Wikimedia Foundation has opened a consultation on the topic of harassment on Meta. The consultation period is intended to run for one month from today, November 16, and end on December 17. Please share your thoughts there on harassment-related issues facing our communities and potential solutions. (Note: this consultation is not intended to evaluate specific cases of harassment, but rather to discuss the problem of harassment itself.)

Regards, Community Advocacy, Wikimedia Foundation

Your input requested on the proposed #FreeBassel banner campaign[ફેરફાર કરો]

This is a message regarding the proposed 2015 Free Bassel banner. Translations are available.

Hi everyone,

This is to inform all Wikimedia contributors that a straw poll seeking your involvement has just been started on Meta-Wiki.

As some of your might be aware, a small group of Wikimedia volunteers have proposed a banner campaign informing Wikipedia readers about the urgent situation of our fellow Wikipedian, open source software developer and Creative Commons activist, Bassel Khartabil. An exemplary banner and an explanatory page have now been prepared, and translated into about half a dozen languages by volunteer translators.

We are seeking your involvement to decide if the global Wikimedia community approves starting a banner campaign asking Wikipedia readers to call on the Syrian government to release Bassel from prison. We understand that a campaign like this would be unprecedented in Wikipedia's history, which is why we're seeking the widest possible consensus among the community.

Given Bassel's urgent situation and the resulting tight schedule, we ask everyone to get involved with the poll and the discussion to the widest possible extent, and to promote it among your communities as soon as possible.

(Apologies for writing in English; please kindly translate this message into your own language.)

Thank you for your participation!

Posted by the MediaWiki message delivery 21:47, 25 November 2015 (UTC) • TranslateGet help

Community Wishlist Survey[ફેરફાર કરો]

MediaWiki message delivery (ચર્ચા) ૨૦:૦૮, ૧ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

New Wikipedia Library Accounts Available Now (December 2015)[ફેરફાર કરો]


Hello Wikimedians!

The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for, free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

 • Gale - multidisciplinary periodicals, newspapers, and reference sources - 10 accounts
 • Brill - academic e-books and journals in English, Dutch, and other languages - 25 accounts
 • Finnish Literature Society (in Finnish)
 • Magiran (in Farsi) - scientific journal articles - 100 articles
 • Civilica (in Farsi) - Iranian journal articles, seminars, and conferences - 50 accounts

Many other partnerships with accounts available are listed on our partners page, including EBSCO, DeGruyter, and Newspaperarchive.com. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 01:01, 11 December 2015 (UTC)

Help us a start Wikipedia Library in your language! Email us at wikipedialibrary@wikimedia.org
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

કામ કરવા માટે મુક્ત વાતાવરણ પૂરું પાડવા માટે અનુરોધ[ફેરફાર કરો]

નમસ્તે મિત્રો,
ગુજરાતી વિકિપીડિયાને વધુ સક્રિય બનાવવા, જુદા-જુદા રચનાત્મક ફેરફારો કરવા, વધુ ને વધુ નવી સુવિધાઓ તથા નવા gadget ઉપલબ્ધ કરાવવા, લાવવા, ઈન્ટરફેસમાં ફેરફારો કરીને વધુ સરળ તથા ઉપયોગી બનાવવા મારી પાસે ઘણી બધી યોજનાઓ છે જે હું કરવા માગું છું. આ કામ પ્લબંધન અધિકારો સાથે સરળતાથી થઈ શકે તેમ હોવાથી મેં નામાંકન કર્યું પણ સભ્યોનો સહયોગ મળ્યો નથી. મારે કરવાની કામગીરી હું સરળતાથી અને અવરોધ વગર પૂરી ધગશ સાથે કરી શકું તે માટે સૌના સહકારની જરુર છે.
વિકિપીડિયા ખરેખર મુક્ત વાતાવરણ પૂરું પાડે છે અને આપણો અભિગમ પણ એવો જ હકારાત્મક રહ્યો છે. વિકિપીડિયા:"નિયમોને અવગણો"નો અર્થ નામનું નીતિવિષયક પાનું વાંચવા વિનંતી. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જે નિયમો તમને વિકિપીડિયા માં ચિંતાજનક કે હતાશ કરતા જણાય તો તમે એ નિયમ ને સંપૂર્ણપણે અવગણી ને તમારું યોગદાન વિકિપીડિયા માં કરી શકો છો.. અને વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે.
જિમી વેલ્સ ખુદ કહે છે કે કોઇ નિયમ વિકિપીડિયા માટે નુકસાન કરે છે અને વ્યાજબી કારણ છે તો તેને અવગણો. જો કે હકીકત એ છે કે, ગુજરાતી વિકિપીડિયામાં હાલની સ્થિતિમાં પ્રબંધન અધિકાર આપી ન શકાય તેવો કોઇ નિયમ નથી. મને આ અધિકારની ખરેખર જરુર છે અને તેનાથી વિકિપીડિયાને કોઇ નુકસાન થશે નહીં તેની બાંહેધરી આપુ છું. થોડો ઘણો પણ ફાયદો જ થવાનો છે. સૌના સહકારની અપેક્ષા સહ.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૨:૪૦, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

અહીં વાતાવરણ મુક્ત અને ચોખ્ખું જ છે :) --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૪:૦૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
હા ખ્યાલ છે  :) એ આશા સાથે જ ફરી પ્રયત્ન.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૧૫:૨૯, ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
આભાર કાર્તિકભાઈ! યોગેશભાઈ, વિકિપીડિયા:"નિયમોને અવગણો"નું અર્થઘટન કરવામાં કદાચ તમારી કોઈ ભૂલ થતી લાગે છે. કોઈ પણ વિધાનને તેના પૂર્ણ પરિપ્રેક્ષ્યમાં જ મૂલવવું જોઈએ. દા.ત. મેં ક્યાંક એમ લખ્યું હોય કે, "કોલેજમાં મારા વિરોધીઓ એમ કહેતા કે મારામાં બુદ્ધિ નથી. પણ મારા મિત્રો એવું કહેનારનું જડબું તોડી નાખતા". હવે મારા આ લખાણનો ઉપયોગ મારી વિરુદ્ધ કરવો હોય તો, તમે કહી શકો કે ધવલ પોતે જ એક જગ્યાએ નોંધે છે કે "મારામાં બુદ્ધિ નથી", આમ કરવું વાચકને ગેરમાર્ગે દોરવાનું કામ છે. તમે ટાંકેલું અધુરું લખાણ હું અહિં પૂરેપુરું રજુ કરું છું:
વિકિપીડિયા પર યોગદાન આપવાનું ચાલુ કરતા પહેલાં તમારે કોઈપણ નિયમો વાંચવાની આવશ્યકતા નથી. તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે, અને યોગ્ય ન હોય તો પણ ચિંતા ન કરો. ખરાબમાં ખરાબ ક્ષતિઓ પણ સુધારવી સહેલી છે: દરેક પાનાની જુની આવૃત્તિઓ તે પાનાનાં ઇતિહાસમાં સચવાયેલી હોય છે અને સહેલાઈથી તેને પાછું વાળી શકાય છે. જો અમે તમારા સંપાદન/સુધારા સાથે અસહમત હઈશું તો અમે તે વિશે વિચારપૂર્વક અને સજ્જનતાથી વાત કરીશું, અને શું કરવું એ પણ દર્શાવીશું. એટલે ચિંતા કરો નહિ. હિંમતવાન, સાહસિક, આત્મવિશ્વાસુ બનો, અને આ મુક્ત જ્ઞાનકોશની રચનામાં સાનંદ મદદરૂપ બનો.
આના પરથી સ્પષ્ટ થાય છે કે તમે જે લખાણ અડધે સુધી જ કોપી કર્યું તે ગેરમાર્ગે દોરનારું છે. તમે જ્યાં પૂર્ણવિરામ મુક્યું છે ત્યાં ખરેખર તો અલ્પવિરામ છે. અને આખું લખાણ ફક્ત નવાસવા સભ્યો માટે જ છે, નહિ કે આપણા જેવા અનુભવીઓ માટે.
પત્રકાર હોવાને નાતે તમને ગુજરાતીમાં વપરાતા વિરામવિહ્નોની અગત્યતા સમજાતી જ હશે. અલ્પવિરામ ખસેડવાથી અર્થનો કેવો અનર્થ થઈ શકે છે તેનું એક ઉદાહરણ આપું. અહિં થુંકવું નહિ, થુંકનારને સજા થશે અને અહિં થુંકવું, નહિ થુંકનારને સજા થશે હવે તમે જ કહો, એક અલ્પવિરામ બદલવાથી આ લખાણનું પાટીયું જેણે પોતાની ભીંતે મૂક્યું હોય તેની શું હાલત થાય એ સમજી શકો છો?
જે પૃષ્ઠ પરથી તમે આ બે અધુરા વિધાનો લીધા છે ત્યાં "નિયમોને અવગણો"નો અર્થ શું નથી વિભાગ ખૂબ અગત્યનો છે, તે વાંચ્યા વગર અધુરા વિધાનોની એડ્વોકસી ન કરી શકાય.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૫૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
આપે એ તો જણાવ્યું જ નથી કે આમાં અર્થનો અનર્થ શું થઇ ગયો ? અને શું ગેરમાર્ગે દોરે છે ? શું અર્થનો અનર્થ થયો છે ? તમે જે કરો છો તે વિચારવંતુ, અક્કલવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે સામાન્ય રીતે યોગ્ય ગણાશે. એ વાક્ય પાછળનું વાક્ય પણ આપે અહીં મૂક્યું તે માટે આભાર :) પણ એ વાક્ય ઉમેરવાથી કોઇ અનુભવી સદસ્ય પણ જે કરે છે તે વિચારવંતુ, અક્ક્લવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે અયોગ્ય ગણાય કે યોગ્ય ન ગણાય એવું સાબિત થતું નથી. આપે જે ઉદાહરણો આપ્યા યેમાં અર્થનો અનર્થ સ્ષષ્ટ છે પણ આ વાક્યમાં એવો કોઇ જ અનર્થ થતો નથી. વળી, ચર્ચાના વિષય કરતા આપની વાત અલગ છે અને મૂળભૂત ચર્ચા વિષે આપે કશું લખ્યું નથી. હું ખોટા વિધાનો મૂકું છું એવું સાબિત કરવાનો કેમ આપ પ્રયત્ન કરો છો ? મૂળ વિષય પર ચર્ચા આવકાર્ય જ છે. વળી આ તો નિયમ હોય થેને અવગણવાની જોગવાઈની વાત છે. અત્યારે પ્રબંધકની જરુર નથી તેવો કોઇ નિયમ ન હોવા છતાં આપ લાગુ કરી ચૂક્યા છો. જ્યારે મારું નમ્ર પણે માનવું છે કે મારે જે કામો કરવા છે તે માટે મારે ખરેખર જરુર છે. આપ કહો છો કે તેવા કામ અમને જણાવો અમે કરી આપશું યેવુઅં ફરી ન કહેવા વિનંતી. કારણ કે આપ તે કામો કરી આપવાના બદલે ચર્ચાને બીજી તરફ દોરી જાઓ તેવા પ્રકારના જ આપના વલણનો મને અનુભવ થયો છે. આપ કહો છો કે વધુ પ્રબંધકની જરુર નથી તે આપ આપને ધ્યાને રાખીને કહો છો જ્યારે મારી રજૂઆત મારે કરવાના કામો માટે ખરેખર જરુર હોવાથી છે. વિકિપીડિયામાં કોઇ પ્રબંધકની જરુર બે રીતે નક્કી થાય છે, એક તો સમૂહને જરુરીયાત હોય તો કોઇને પણ આ માટે પ્રમોટ કરી શકાય છે. બીજી રીત એ કે કોઇ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે ખરેખર જરૂરિયાત હોય તો આ અધિકારો આપી શકાય છે. મારે મારી કામગીરી કરવા માટે ખરેખર પ્રબંધક અધિકારોની જરુર છે અને વિકિપીડિયાની જ કામગીરી માટે તેનો ઉપયોગ કરવો સર્વથા યોગ્ય જ છે એમ મને લાગે છે. આપનું વલણ અને અભિગમ નકારાત્મક છે તે મારા માટે આઘાતજનક છે. આપનો વિરોઘ સફળ થાય તેનાથી વિકિપીડિયાને કોઇ જ ફાયદો નથી અને મને આ અધિકારો આપવાથી કોઇ નુકસાન થવાનું છે ? ચામગીરી કરતા રોકવાનું આપનૌં કારણ મારા ગળે ઉતરતું નથી. હું આશા રાખુ છું કે આપને એક વડીલ તરીકે હકારાત્મક અભિગમ અપનાવીને આ માટે મદદરુપ થશો. --યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૭:૨૫, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
યોગેશભાઈ મને ખેદ છે કે તમને હજુ એ સ્પષ્ટ થયું નહિ કે મેં આટલી લાંબી સમજૂતી કેમ આપી. તમે જે મુદ્દો ઉઠાવ્યો એના આધારમાં તમે જે વિધાનો ટાંક્યા તે આ મુદ્દાને જરાપણ લાગતાવળગતા નથી, અને અધુરા વિધાનો તમે ટાંક્યા હોવાથી મેં પૂરા ટાંક્યા જેથી એ સમજી શકાય કે તમે જે પૃષ્ઠ પરથી તે લીધા છે ત્યાં તે કયા સંદર્ભમાં વાપરવામાં આવ્યા છે. કોઇ અનુભવી સદસ્ય પણ જે કરે છે તે વિચારવંતુ, અક્ક્લવાળું, બુદ્ધિપૂર્વકનું, વિવેકી જણાતું હોય, તો તે અયોગ્ય ગણાય કે યોગ્ય ન ગણાય એવું સાબિત થતું નથી. એની પાછળનું વાક્ય જે મેં પુરું પાડ્યું તે વાંચવાથી તમે સમજી શકશો કે અહિં આ વાક્યનો ઉદ્દેશ કોઈ લખાણને યોગ્ય કે અયોગ્ય ઠેરવવાનો નથી, તે એમ સૂચવે છે કે તમને જે યોગ્ય લાગે તે કરો આખરી નિર્ણય અમે લઈશું. ચાલો તમને સવિસ્તાર ફરી એક વખત સમજાવું. એ લખાણનો અર્થ એવો નથી થતો કે તમે બધા જ નીતિ-નિયમોનો ભંગ કરીને જે કરવું છે તે કરો અને એના પર કોઈ પગલા નહિ લેવાય. એ લખાણ નવા આવતા સભ્યોને નીતિ-નિયમોથી ગભરાઈ ન જવા માટે એક આશ્વાસન માત્ર છે, અને ત્યાં જણાવ્યું છે કે જો અમે તમારા સંપાદન/સુધારા સાથે અસહમત હઈશું તો અમે તે વિશે વિચારપૂર્વક અને સજ્જનતાથી વાત કરીશું, અને શું કરવું એ પણ દર્શાવીશું અને એ જ હું અહિં કરી રહ્યો છું. તમને મેં મિત્ર માન્યા છે અને તમે પણ અત્યાર સુધી મને મિત્ર અને વડીલ માનતા આવ્યા છો, અચાનક શું થયું? તમારી એક વાતનો વિરોધ કર્યો એટલે મારું વલણ અને અભિગમ નકારાત્મક થઈ ગયું? તમે કેટલા લેખો બનાવ્યા અને તેમાંના કેટલામાં મેં તમારી ટીકા કરી? તમે બનાવેલા કેટલા લેખો મેં ડીલિટ કર્યા? તમે કરેલા કેટલા ફેરફારો મેં રિવર્ટ કર્યા? તમારા ચર્ચાનાં પાને મેં તમને હતોત્સાહ કરતા કે તમારી ભૂલો કાઢતા કેટલા સંદેશા મુક્યા? ભાઈ જો હું નકારાત્મક અભિગમ ધરાવતો હોત તો તમને પહેલા દિવસથી જ મારો કોઈ સાથસહકાર ન મળ્યો હોત. તમે જે સભ્ય-અધિકારોની વાત કરી તેમાં મેં સાથ આપ્યો, તમે મુખપૃષ્ઠ પર નવા વિભાગો મુકવાની વાત રજૂ કરી તેમાં પણ મેં તમને સાથ આપ્યો (સમાચાર પછી કૌંસમાં તેનો સ્રોત અને તારીખ આપવાનું કહેવું જો નકારાત્મક ગણાતું હોય તો મને ખબર નથી),શું આપ જાણો છો? વિભાગ મુકવાનો તમારો પ્રસ્તાવ મેં સહર્ષ સ્વીકાર્યો, મુખપૃષ્ઠ પર ચિત્રો બદલાતા હોવા છતા તમને જાણ નહોતી, છતા તમારા આગ્રહને માન આપીને મેં નવા ચિત્રો દેખાતા થાય તેવી ગોઠવણ કરી, શું આ બધું મારા નકારાત્મક વલણ કે નકારાત્મક અભિગમને કારણે?
અંગ્રેજી વિકિપીડીયા પર જઈને તમે પ્રબંધક અધિકાર માટે નામાંકન કરો, ત્યાં તમારી તરફેણમાં કેટલા મત મળે છે અને તમારી વિરુદ્ધમાં જે મત મળે તેમાં શું કારણો આપવામાં આવે છે તે જરા જોઈ જુઓ. મેં પહેલા પણ કહ્યું હતું કે જ્યાં રોજના ૫૦થી પણ ઓછા ફેરફાર થતા હોય, માંડ પાંચ સક્રિય સભ્યો હોય અને ત્રણ (બે સક્રિય અને એક કામચલાઉ રજા પર) પ્રબંધકો હોય તેવા વિકિપીડીયામાં કેવી રીતે વધારાના પ્રબંધક લઈ શકીએ? વધુમાં આપને જણાવું કે મેં અહિં કોઈ જ નિયમ લાગુ કર્યો નથી. મમત છોડીને જરા ઠંડા મગજથી વિચાર કરી જુઓ, તમારા હજુ એક અઠવાડીયાથી પણ ઓછા સમય પહેલાના નામાંકનમાં તમને કુલ ૩ મત મળ્યા, અને તે ત્રણેય મત તમારા નામાંકનની વિરુદ્ધમાં,તો પણ તમે ફરી પાછું નામાંકન નોંધાવો છો અને તેના ટેકામાં તમે અધુરા સંદર્ભ ટાંક્યા જે તમારી દાવેદારીને કોઈ રીતે ટેકો આપતા નથી. વિકિપીડિયામાં પ્રબંધક હક્કો મળવા એનો અર્થ એવો થોડૉ થાય છે કે મનમાં આવે તેમ કરી શકીએ? મે અને અશોકભાઈએ પણ અત્યાર સુધીના બધા જ નિર્ણયો મતદાનને આધારે જ લીધા છે. તમે સમાચાર વિભાગ શરૂ કરવા ધાર્યું અને તેમાં મેં કહ્યું કે સમાચાર અઠવાડીયામાં એક વખત બદલાય તે ન ચાલે, અને સમાચારને અંતે સ્રોત અને તારીખ આપવા જોઈએ, તો તમને એ ન ગમ્યું અને તમે તરત જ નક્કી કર્યું કે તમે જાતે પ્રબંધક બનો અને પછી તમે ચાહો છો તે રીતે સમાચાર વિભાગ મૂકી શકો એવું તો નથી ને? ભાઈ, તમે પોતે જ એ મુદ્દો લઈને આવેલા કે મુખપૃષ્ઠ નિયમિત અપડેટ થતું નથી અને માટે તમે તમારા બે વિભાગના સુચનો આપેલા. દરરોજ ચિત્ર બદલાય તે તમને ઓછું લાગતું હતું તો પછી અઠવાડીએ એક વખત સમાચાર બદલાય એ કઈ રીતે નિયમિત અપડેટ લાગ્યું તમને? અને અઠવાડીયા સુધી એકના એક વાસી સમાચાર જોઈને કઈ રીતે ગુજરાતી વિકિપીડિયાની સક્રિયતા વધશે એમ વિચારતા હતા તે સ્પષ્ટ થયું જ નહિ.
આપ કહો છો કે તેવા કામ અમને જણાવો અમે કરી આપશું યેવુઅં ફરી ન કહેવા વિનંતી. કારણ કે આપ તે કામો કરી આપવાના બદલે ચર્ચાને બીજી તરફ દોરી જાઓ તેવા પ્રકારના જ આપના વલણનો મને અનુભવ થયો છે. કયો અનુભવ છે જેની તમે અહિં વાત કરી રહ્યા છો જરા ફોડ પાડીને જણાવશો? શું બધા જ વિકિપીડીયામાં દરેક સભ્યને પોતે જે કરવું હોય તે કરવા માટે પ્રબંધક બનવાની જ જરૂર પડતી હોય તો પછી કેમ વિકિમીડિયા ફાઉન્ડેશનવાળા બધાને જ પ્રબંધક હક્કો પહેલા દિવસથી જ નથી આપતા? ગુજરાતી વિકિપીડીયામાં પ્રબંધકો છે, અને તે પ્રબંધકોને તમારું કામ સોંપો એમ કહ્યું એમાં મેં શું અપરાધ કર્યો? એવું મારે ફરી ન કહેવું જોઈએ એનું શું કારણ?
આપ કહો છો કે વધુ પ્રબંધકની જરુર નથી તે આપ આપને ધ્યાને રાખીને કહો છો જ્યારે મારી રજૂઆત મારે કરવાના કામો માટે ખરેખર જરુર હોવાથી છે. તમારા એવા કયા કામો છે જે કરવા માટે તમારે પ્રબંધક અધિકારની જરૂર છે તે તો તમે હજુ સુધી જણાવ્યું જ નથી. જો જણાવ્યું હોય તો તે મારા ધ્યાન બહાર ગયું છે, ફરી એક વખત જણાવશો જેથી હું જોઈ શકું કે તેમાંના કયા અને કેટલા કામો એવા છે કે જે હું કે અન્ય પ્રબંધકો કરી શકીએ એમ નથી. આપનો વિરોઘ સફળ થાય તેનાથી વિકિપીડિયાને કોઇ જ ફાયદો નથી ભાઈ મારા, તમે જ અહિં ઘણા મતદાનો શરૂ કરાવ્યા અને તેમાં મારા મત વગર જ નિર્ણય પણ લેવાયો. હું તો હાજર પણ ન હતો અને જે તે વિશેષાધિકારો માટે બગ્સ પણ ફાઇલ થઈ ગયા હતા. તો પછી આપ કેવી રીતે કહી શકો કે મારો વિરોધ હોવાથી તમને કોઈ અધિકાર નથી મળતો? મારા મતની કિંમત ફક્ત ત્યારે જ છે જ્યારે મેં મત આપ્યો હોય, તમે અહિં આક્ષેપ કરો છો એવો આક્ષેપ ન થાય એ માટે તો હું કદી કોઈ મતદાનમાં સર્વપ્રથમ મત આપતો પણ નથી. તમે બેએક મહિના પહેલા એહિં શરૂ કરેલા મતદાન વખતે જ્યારે મને ઇમેલમાં કે વોટ્સએપ પર મત આપવા માટે વિનંતિ કરી હતી ત્યારે પણ મેં એ વાત તમને સ્પષ્ટ કરી હતી કે હું પ્રબંધક હોવાથી જો કોઈ મત આપું તો શક્ય છે કે અન્ય સભ્યો બાયસ્ડ થઈને મતદાન કરે અને માટે હું મતદાનની શરૂઆત કરતો નથી. યાદ આવે છે? તો પછી તમે કેવી રીતે આવો આક્ષેપ મૂકી શકો છો કે હું મારા વ્યક્તિગત સ્વાર્થને કારણે કે તમારો વિરોધ કરું છુ? કે પછી મારો વિરોધ સફળ કરવા માટેના ધમપછાડા કરું છું?
બીજી રીત એ કે કોઇ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે ખરેખર જરૂરિયાત હોય તો આ અધિકારો આપી શકાય છે. આ વાતની જાણ મને આજે પહેલી જ વખત થઈ. મને તો એમ હતું કે પ્રબંધક અમુક નિર્ધારીત કામો કરવા માટે હોય છે, જેમકે પાનાં ડિલિટ કરવા, સુરક્ષિત કરવા, ભાંગફોડીયાઓ પર પ્રતિબંઢ મુકવા, વગેરે. તમે જણાવ્યું તેવી કોઈ વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા માટે પ્રબંધક તરીકેના હક્કો આપવાની જોગવાઈ હોય એવું તો મને મેટાના પ્રબંધકની જાણકારી આપતા પાને પણ જોવા ન મળ્યું.
મારી આપને એક જ નમ્ર વિનંતી છે કે આપણે મિત્રો છીએ તો મિત્રો બની રહીએ અને દરેકને પોતપોતાના રોલમાં જે યોગદાન કરવું છે તે કરતા રહીએ. હા, તમારા કામમાં હું કારણ વગર રોડા નાખતો હોઉં તો અહિં અને આપણા વોટ્સ-એપ ગ્રુપમાં એ ચોક્કસ મુદ્દે ચર્ચા કરો, અન્ય સભ્યો પણ જો તમારી સાથે સહમત થાય કે હું તમારા બધા જ કામોમાં અવરોધ ઉભો કરું છું અને તમને ગુજરાતી વિકિપીડિયામાં યોગદાન કરતા રોકું છું તો હું સામે ચાલીને મેટા પર જઈને મારા એડમિન રાઇટ્સ દૂર કરવાની અરજી કરીશ. બાકી અકારણ મને નકારાત્મક અભિગમ વાળો અને નકારાત્મક વલણ વાળો ન કહેશો, તમારા જેવી વ્યક્તિ કે જેને મેં મિત્ર માની હોય તેની પાસેથી અકારણ આવું સાંભળીને મને દુ:ખ થાય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૮:૪૬, ૧૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

Get involved in Wikipedia 15![ફેરફાર કરો]

This is a message from the Wikimedia Foundation. Translations are available.

International-Space-Station wordmark blue.svg

As many of you know, January 15 is Wikipedia’s 15th Birthday!

People around the world are getting involved in the celebration and have started adding their events on Meta Page. While we are celebrating Wikipedia's birthday, we hope that all projects and affiliates will be able to utilize this celebration to raise awareness of our community's efforts.

Haven’t started planning? Don’t worry, there’s lots of ways to get involved. Here are some ideas:

Everything is linked on the Wikipedia 15 Meta page. You’ll find a set of ten data visualization works that you can show at your events, and a list of all the Wikipedia 15 logos that community members have already designed.

If you have any questions, please contact Zachary McCune or Joe Sutherland.

Thanks and Happy nearly Wikipedia 15!
-The Wikimedia Foundation Communications team

Posted by the MediaWiki message delivery, ૦૨:૨૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST) • Please help translate to your languageમદદ

આપણા ગુજરાતી વિકી તરફથી[ફેરફાર કરો]

Wikipedia15 (Gujarati Language).svg
સરસ!! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૪૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૦૮, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
સુંદર--ધવલચર્ચા/યોગદાન ૨૧:૨૦, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
આભાર.--એ. આર. ભટ્ટ ૨૧:૪૫, ૧૯ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

વિક્શનરી પર નવી ચર્ચા[ફેરફાર કરો]

ગુજરાતી વિક્શનરી પર Wiktionary:gu:વિક્શનરી:સમાજ મુખપૃષ્ઠ#પ્રકલ્પનાં નવા નામકરણ માટે પ્રસ્તાવ પર નવી ચર્ચા શરુ થઈ છે. ત્યાં આપનો અભિપ્રાય વ્યક્ત કરવા વિનંતી.--☆★ભટકતી આત્માના પ્રણામ (✉✉) ૧૦:૨૩, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

ભગવદ્ગોમંડળ કોપીરાઇટની ચર્ચા[ફેરફાર કરો]

ભગવદ્ગોમંડળ એ ગુજરાતી ભાષાનો જ્ઞાનકોશ (એટલે કે એન્સાયકલોપિડિયા) છે. હાલમાં http://www.bhagavadgomandalonline.com/ (પ્રવીણ પ્રકાશન) અને http://www.bhagvadgomandal.com/ (ગુજરાતીલેક્સિકોન) એમ બે ઓનલાઇન રીતે આ કોશ પ્રાપ્ત છે. હવે, વિકિપીડિયામાં આનો ઉપયોગ કરવા માટે,

૧. કોશ કોપીરાઇટ મુક્ત હોવો જોઇએ.

૨. (૧) માટેની શરતો મુજબ,

અ. લેખકના મૃત્યુ પછી ૬૦ વર્ષે કૃતિ કોપીરાઇટ મુક્ત ગણાય. (જુઓ, http://www.bhagvadgomandal.com/index.php?action=BhagwatsinhjiMaharaja) (એટલે કે ૨૦૦૪)
બ. પ્રકાશનના ૬૦ વર્ષ પછી કૃતિ મુક્ત ગણાય. (http://www.bhagvadgomandal.com/index.php?action=whatisbhagvadgomandal) (એટલે કે ૨૦૧૫)

અહીં (૨) ની બંને શરતો લાગુ પડે છે. એટલે કે આપણે ભગવદ્ગોમંડળને વિકિપીડિયામાં મૂકી શકીએ. (અથવા વિક્ષનરીમાં). ચર્ચા કરવા અને ઉપરોક્ત વિગતોમાં સુધારો કરવા વિનંતી. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૭:૨૯, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

નવમી અને અંતિમ ભાગ 1955માં પ્રકાશિત થયો હતો. કાયદા મુજબ ડિસેમ્બર 2015માં તેના કોપીરાઈટ પુરા થઇ જાય. તેને પબ્લિક ડોમેનમાં ગણી શકાય. આપણે તેને વિક્શનરીમાં સામેલ કરી શકીએ. કોપીરાઈટ મુક્ત ડિક્શનરીની ઓપન સોર્સ ટેક્નોલોજી માટે ખાસ જરૂર છે. -Nizil Shah (ચર્ચા) ૨૦:૧૧, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)
ગોંડલ નરેશ શ્રી ભગવત્‌સિંહજી ગોહિલનું અવસાન ૧૯૪૪માં થયું, એટલે એમની હયાતિ દરમ્યાન પ્રકાશિત થયેલા બધા જ અંકે/ભાગો/ગ્રંથો ૨૦૦૪ પછી પ્રકાશનાધિકાર મુક્ત (free of copyright) થઈ જાય અને પબ્લિક ડોમેનમાં આવે. ૧૯૫૫માં ભગવદ્ગોમંડલનો છેલ્લો અને નવમો ભાગ પ્રકાશિત થયો, તે ભારતીય પ્રકાશનાધિકાર ધારા (24. Term of copyright in posthumous works – Indian Copyright Act 1957) અનુસાર (In the case of a literary, dramatic or musical work or an engraving, in which copyright subsists at the date of the death of the author, or in the case of any such work of joint authorship, at or immediately before the date of the death of the author who dies last, but which, or any adaptation of which, has not been published before that date, copyright shall subsist until 1[sixty years] from the beginning of the calendar year next following the year in which the work is first published or, where an adaptation of the work is published in any earlier year, from the beginning of the calendar year next following that year. The Copyright Act, 1957) આવતા વર્ષે સંપૂર્ણપણે પ્રકાશનાધિકાર મુક્ત થઈ જાય. એટલે ૧ જાન્યુઆરી ૨૦૧૬થી આપણે ભગવદ્ગોમંડલનો મુક્તપણે ઉપયોગ કરી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૪૮, ૨૩ ડિસેમ્બર ૨૦૧૫ (IST)

મારૂ ખાતું હેક કરવાના પ્રયત્ન થઇ રહ્યા છે...[ફેરફાર કરો]

મિત્રો
મારા આ ગુજરાતી વિકી ખાતાની ગુપ્ત સંજ્ઞાનો એક્સેસ મેળવીને કોઇ નુકશાન ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
કુલ ૩ કરતા વધુ વખત થયેલા પ્રયત્ન માંથી છેલ્લો પ્રયત્ન ભારતીય સમય પ્રમાણે ગઇકાલે સવારે અગીયાર વાગ્યાની આસપાસ થયેલો છે. પ્રયત્ન કરનારનાં આઇ.એસ.પી એેરટેલ છે. લોકેશન તથા આઇ.પી.ની માહિતિ મળી છે એટલે અમદાવાદ લોકલ સાઇબર ક્રાઇમ બ્રાંચમાં આ વિષયની સ્ટેશન નોંધ કરાવી દીધી છે.
પણ મારા આ ખાતામાં જો કોઇ શંકાસ્પદ હીલચાલ જણાય તો મારો અંગત સંપર્ક કરવો.
આભાર.
--એ. આર. ભટ્ટ ૨૦:૦૯, ૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

વિવિધ ગામના લેખો માટે સામાન્ય માળખું[ફેરફાર કરો]

હાલમાં નીચે મુજબ માળખું મોટા ભાગના ગામોને લગતા લેખોમાં છે:

માળખું[ફેરફાર કરો]

ઉદાહરણ: ભરડવા (તા. વાવ)[ફેરફાર કરો]

ભરડવા (તા. વાવ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા વાવ તાલુકામાં આવેલું એક મહત્વનું ગામ છે. ભરડવા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

માળખું ૧[ફેરફાર કરો]

ઉપર મુજબનું સાદું માળખું પ્રપોઝ કરું છું.--Nizil Shah (ચર્ચા) ૦૨:૦૪, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
વ્યવસાય બાબતે શું કરવું એનું મંતવ્ય આપશો.--Nizil Shah (ચર્ચા) ૦૨:૦૪, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

મંતવ્યો[ફેરફાર કરો]

 1. મારા મતે તાલુકાની સંખ્યા રહેવા દઈએ અને ફક્ત મહત્ત્વનું ગામ છે તે દૂર કરીએ. બીજી વાત એ કે વ્યવસાય તો ખેતી અને પશુપાલન તો શહેરી વિસ્તાર સિવાય તમામ જગ્યાએ હોવાનો જ માટે તે રહેવા દઈએ. દરિયાકાંઠાના તાલુકાઓમાં મત્સ્યઉદ્યોગ ઉમેરી શકાય. બાકી વ્યવસાયમાં ફેરફાર કરવો હોય તો તમામ આર્થિક ઉપાર્જનની ક્રિયાઓનો કોઈ સંદર્ભનો આધાર લેવો પડે. ગામમાં રહેલી સવલતો અને પાકો માટે પણ આમ જ કરવું પડે. જો કરવું હોય તો. બાકી બીજો રસ્તો એ છે કે ગામના લેખો બનાવવા પાછળનો વિચાર એવો હતો કે વિકિ પર આવતા કોઈ નવા વ્યક્તિ જરૂર પોતાના ગામનું નામ શોધે અને તે લેખ હાજર હોય તો તેમાં તેમને યોગ્ય લાગતા ફેરફાર કરે અને તેને આપણે વ્યાજબી લાગે તો રહેવા દેવા અને ન લાગે તો દૂર કરવા. આમ ગામના હાલના લેખો ઢાંચા માત્ર છે તેમાં ફેરફાર કરવો અત્યંત આવશ્યક હું નથી ગણતો.--Vyom25 (ચર્ચા) ૧૧:૫૩, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
 2. મેં ઉપર જણાવ્યું તેના ઉદાહરણ પેછડાલ (તા. ડીસા)‎ અને દેવળીયા (તા. અમરેલી) પરના આજના ફેરફાર ગણી શકાય. તે ફેરફાર મેં બદલ્યા નથી અને તેને ચકાસ્યા પણ નથી પરંતુ આ એક સહેલો વચ્ચેનો માર્ગ ગણી શકાય.--Vyom25 (ચર્ચા) ૧૬:૪૮, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
 3. મારા મતે બંને માળખાં બરોબર છે. જિલ્લાનાં સ્થાન વિષે અવઢવ રહેશે, કેમકે આપણે ગુજરાતને ભૌગોલિક રીતે સામાન્યત: ફક્ત ત્રણ જ ભાગમાં વિભાજીત કરતા આવ્યા છીએ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. પૂર્વ ગુજરાત અને પશ્ચિમ ગુજરાત એવા ભાગ જોયા નથી, માટે <દિશા પૂર્વ> ભાગમાં આવેલા <જિલ્લો અબક> અજુગતુ હશે. વધુમાં, ખૂણાઓ નિર્ધારિત કરવા પણ અઘરા છે, માટે મારા મતે દિશા સુચવવી યોગ્ય નથી, ખાસ કરીને હયાત લેખોમાં. હા, નવા બનતા લેખોમાં જે પણ ઈચ્છીએ તે ઉમેરી શકીએ છીએ. બાકી વ્યોમભાઈના મંતવ્ય સાથે સંપૂર્ણ સહમત છું.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
 4. માળખું ૧ માં જિલ્લા પછી "ના" ઉમેરશો. જો દિશા મુકવી શક્ય ન હોય તો ભોગોલિક વિભાગો કે ખંડોજેમકે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ એ શક્ય હોય તો. અલબત્ મને ગુજરાતની ભૂગોળ વિશે વધુ જાણકારી નથી આ માત્ર સુઝાવ છે. --Sushant savla (ચર્ચા) ૨૦:૨૨, ૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

બોટ[ફેરફાર કરો]

ઉપર સહમતી સધાય પછી બોટ ચલાવવા અંગે શું કરવું?--Nizil Shah (ચર્ચા) ૦૨:૦૪, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

એક વખત સહમતી સધાય પછી હું બોટ ચલાવી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૦૦, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

Wikimania 2016 Scholarships - Deadline soon![ફેરફાર કરો]

Please help translate to your language

A reminder - applications for scholarships for Wikimania 2016 in Esino Lario, Italy, are closing soon! Please get your applications in by January 9th. To apply, visit the page below:

Patrick Earley (WMF) via MediaWiki message delivery (ચર્ચા) ૦૭:૧૯, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

ગુજરાત્ પાનામાં યાદીમાં નવા બનેલા જિલ્લા ઉમેરવા[ફેરફાર કરો]

ગુજરાતના મેઈન પેજમાં જીલ્લાની યાદી હજુ સુધી ૨૬ જીલ્લા દર્શાવે છે. તો નવા બનેંલા ૫ જીલ્લા નો ઉમેરો કરવાનો બાકી છે. હું હમણાંજ નવો સભ્ય બનેલ છું અને તેમાં ઉમેરો કરવા હજુ અસમર્થ છું.

Yes check.svg કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૬, ૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

સરસ અને ઝડપી કામ. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૦:૨૨, ૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

2016 WMF Strategy consultation[ફેરફાર કરો]

Please help translate to your language

Hello, all.

The Wikimedia Foundation (WMF) has launched a consultation to help create and prioritize WMF strategy beginning July 2016 and for the 12 to 24 months thereafter. This consultation will be open, on Meta, from 18 January to 26 February, after which the Foundation will also use these ideas to help inform its Annual Plan. (More on our timeline can be found on that Meta page.)

Your input is welcome (and greatly desired) at the Meta discussion, 2016 Strategy/Community consultation.

Apologies for English, where this is posted on a non-English project. We thought it was more important to get the consultation translated as much as possible, and good headway has been made there in some languages. There is still much to do, however! We created m:2016 Strategy/Translations to try to help coordinate what needs translation and what progress is being made. :)

If you have questions, please reach out to me on my talk page or on the strategy consultation's talk page or by email to mdennis@wikimedia.org.

I hope you'll join us! Maggie Dennis via MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૩૬, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

ફાઇલ અપલોડ - નિષ્ક્રિય[ફેરફાર કરો]

છેવટે ગુજરાતી વિકિપીડિયામાં ફાઇલ અપલોડ બાબતની છેક જૂની ચર્ચા (https://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%9A%E0%AB%8B%E0%AA%A4%E0%AA%B0%E0%AB%8B_(%E0%AA%85%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF) પરથી તેને નિષ્ક્રિય કરવામાં આવી છે. ચર્ચા મુજબ તે વખતે ફાઇલ ચડાવવાની લિંક હટાવવામાં આવી હતી પણ કોઇ અગમ્ય કારણોસર તે ફરી દેખાતી હતી. હવે લોકલ ફાઇલ અપલોડ સદંતર બંધ છે. સૌ કોઇએ કોમન્સનો ઉપયોગ કરવા વિનંતી છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૨:૪૪, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

ખૂબ ખૂબ આભાર કાર્તિકભાઈ!--ધવલચર્ચા/યોગદાન ૧૯:૫૦, ૨૦ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
ખૂબ આભાર કાર્તિકભાઈ!--એ. આર. ભટ્ટ ૧૦:૩૦, ૨૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

Geographical Indications in India Edit-a-thon[ફેરફાર કરો]

​Hello,

Geographical Indications in India collage.jpg

CIS-A2K is going to organize an edit-a-thon between 25 and 31 January this year. The aim of this edit-a-thon is creating and improving en:Geographical Indications in India related articles.

We welcome all of you to join this edit-a-thon.
Please see the event and add your name as a participant: meta:CIS-A2K/Events/Geographical_Indications_in_India_Edit-a-thon

Feel free to ask if you have question(s).
Regards. --Titodutta (ચર્ચા) ૦૨:૨૭, ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

GI edit-a-thon 2016 updates[ફેરફાર કરો]

Geographical Indications in India Edit-a-thon 2016 has started, if you have not signed up still, please consider joining now.

Spinning Ashoka Chakra.gif
Updates

Here are a few updates:

 1. More than 80 Wikipedians have joined this edit-a-thon
 2. More than 20 articles have been created/expanded already (this may not be the exact number, see "Ideas" section #1 below)
 3. Infobox geographical indication has been started on English Wikipedia. You may help to create a similar template for on your Wikipedia.
Become GI edit-a-thon language ambassador

If you are an experienced editor, become an ambassador. Ambassadors are community representatives and they will review articles created during this edit-a-thon, and perform a few other administrative tasks.

Translate the Meta event page

Please translate this event page into your own language. Event page has been started in Bengali, English and Telugu, please start a similar page on your Wikipedia too.

Ideas
 1. Please report the articles you are creating or expanding here. It'll be difficult for us to count or review articles unless you report it.
 2. These articles may also be created or expanded:

See more ideas and share your own here.

Further updates

Please keep checking the Meta-Wiki event page for the latest updates. --MediaWiki message delivery (ચર્ચા) ૧૪:૦૩, ૨૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)

The visual editor is coming to this wiki[ફેરફાર કરો]

Norwegian-road-sign-110.0 (fluorescent).svg

Hello. Please excuse the English. Please help translate to your language. આભાર !

Hi everybody,

My name is Erica, and I am a Community Liaison at the Wikimedia Foundation. I'm here to let you know that the visual editor is coming to editors at this Wikipedia soon. It allows people to edit Wikipedia articles as if they were using word processing software.

You don't have to wait until the deployment to test it; you can test the visual editor right now. To turn it on, select "બીટા" in your preferences. Choose "વિઝ્યુલએડિટર" and click save. When it is enabled, you will press the "ફેરફાર કરો" button to edit an article in the new software. To use the wikitext editor, you can press "મૂળમાં ફેરફાર કરો".

After the deployment, everyone will automatically have the option to use either the visual editor or the current wikitext editor. For more information about how to use the visual editor, see mw:Help:VisualEditor/User guide.

More information about preparing for the visual editor is posted here.

Thank you, and happy editing! --Elitre (WMF) (talk) ૨૩:૫૯, ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)

Reminder: the visual editor is coming to this wiki soon[ફેરફાર કરો]

Twemoji 23f0.svg

Hello again. Please excuse the English. Please help translate to your language. આભાર !

This is a reminder that the visual editor is coming to all editors at this Wikipedia soon. As of this writing, the team is not aware of any issues specific to this language that should prevent the new software to be deployed here; therefore, please do let us know if you find any problems instead. You can report issues in Phabricator, the new bug tracking system or on the central feedback page on MediaWiki.org. There is a short guide at mediawiki.org that you can follow (as if it was a "checklist") to learn about the community work necessary to adapt the visual editor, and its referencing system in particular, to your community's needs.

If you can translate from English into this wiki's language, or know anyone who can, please follow the links below; just a little effort is required to make this language progress toward translations' completion! You'll help your community get the best possible experience when it comes to interface messages and documentation related to the visual editor. After you click on any links, your language should be available from the drop-down menu on the right. Once you've selected it, you'll see the document in English side by side with any translation work already done in your language. You can add new translations or modify existing ones. The interface is hosted at https://translatewiki.net; you'll need an account if you never translated there before. The other pages are at Mediawiki.org, for which you can use your regular Wikipedia account. You're welcome to contact me personally whenever you need help.

Thank you for your cooperation, and happy editing! --Elitre (WMF)