સભ્ય:Aniket
Appearance
મારા વિષે
ગુજરાતી વિકિપિડિયા પર હું ઇ.સ. ૨૦૦૫થી યથાશક્તિ યોગદાન આપી રહ્યો છું. એ હકીકતને ધ્યાન પર લેતા જાણવા મળે છે કે સૌથી જુના અને હજુ પણ યોગદાન આપી રહ્યા હોય એવા સભ્યોની વિલુપ્ત થઇ રહેલી વિચરતી જનજાતિનો સભ્ય છું.
વિકિપિડીયા જ્યારે આપણે ખાતું ખોલાવીએ છીએ ત્યારે સભ્યનામ ઉપરાંત આપણને એક ક્રમાનુસાર નંબર પણ આપે છે. આગળ વાંચો...
ભારતીય પંચાંગ
ભારતીય પંચાંગ એ સુર્ય અને ચંદ્ર બન્નેની ગતિનો સંપૂર્ણ અને સચોટ અભ્યાસ કરીને બનાવવામાં આવેલું એવું એક વૈજ્ઞાનિક તારીખીયું છે કે જેની મદદથી આજે ક્યો મહીનો છે અને કઈ તિથી છે એ માહીતી આપણે ફક્ત આકાશદર્શનની મદદથી કોઈ પણ યંત્રોની સહારો લીધા વગર પણ જાણી શકીએ છીએ.
ગુજરાતી વિકિ પર એ તારીખીયાનો અમલ કરવા માટેની હિલચાલ ઘણા વખતથી શરૂ છે. આગળ વાંચો...
અરેસુ
અરેસુ અથવા અક્ષાંક્ષ રેખાંશ સુધારણા અભિયાન એ ગુજરાતી વિકિ પર સ્વયંચાલીત ઢાંચાઓની મદદથી ચાલતી એક પરિયોજના છે. આગળ વાંચો...
આ સભ્યને ભાવનગરમાં મળતા ભૂંગળા-બટાકાં અને પાવ-ગાઠીંયા અનહદ ભાવે છે. |
આ સભ્ય વાસ્તવિક જીવનમાં દનૈયુ રળવામાં કે રોજી-રોટી કમાવામાં કરવા પડતા ગધ્ધાવૈતરામાં વ્યસ્ત છે અને કદાચ તરત જવાબ નહી આપે. |