સભ્ય:Aniket/મારા વિષે/વિસ્તૃત
મારા વિષે જરા વિસ્તૃત
[ફેરફાર કરો]જ્યારે આપણે ગુજરાતિ વિકિપિડીયા પર ખાતું ખોલાવીએ છીએ ત્યારે ગુજરાતિ વિકિપિડીયા આપણને સભ્યનામ ઉપરાંત આપણને એક ક્રમ પણ આપે છે. આપણે તેને ખાતાક્રમાંક કહી શકીયે. ( ગુજરાતિ વિકિપિડીયા પર ખાતાક્રમાંક આપણને જણાવવામાં નથી આવતો, પણ એ શોધી કાઢવાની રીત ઉપલબ્ધ છે. ) આ ક્રમ પરથી આપણે કહી શકીયે કે ખાતું ખોલાવવામાં આપણો ક્રમ કેટલામો હતો. મેં જ્યારે ખાતું ખોલાવ્યું ત્યારે ગુજરાતિ વિકિપિડીયા સાવ નવુસવું હતું. એટલે મને ખાતાક્રમાંક ૬૫ આપવામાં આવ્યો છે. આ ક્રમાંકનો એક અર્થ એ પણ છે કે હું અહીંયા સભ્ય બન્યો તે પહેલા ૬૪ સભ્યો જ હતા અને હું ૬૫મો સભ્ય થયો હતો.
હું જ્યાં ભણ્યો એ નિશાળમાં અમને શીખવવામાં આવતું કે દરેક માણસના ઘડતરમાં સમાજનો બહુ મોટો ફાળો હોય છે અને એટલે જ દરેક માણસે સમાજે પોતાનામાં જે મુલ્ય-વર્ધન કરેલું છે તેની પરત-ચૂકવણી અવશ્ય કરવી જોઇએ અને જ્યારે પણ એ મૂલ્યની કોઇ પણ રીતે પરત-ચૂકવણી કરવામાં આવે ત્યારે શક્ય હોય ત્યાં સુધી એની સાથે પોતાનું નામ જોડ્યા વગર - ગુપ્ત-દાન પદ્ધત્તિથી - કરવી જોઇએ. આ વાતની મારા મન પર ગાઢી છાપ પડી છે.
થોડા જ યોગદાનને અંતે મને લાગ્યું કે સમાજની સાથે સમાજોપયોગી માહીતીની-વહેચણી કરવા માટેનું આ એક ઉત્તમ માદ્યમ છે. એટલે મેં નક્કી કર્યું કે મારી અસલી ઓળખ સાથે સાંકળી ન શકાય એ રીતે ગુપ્ત-દાન પદ્ધત્તિથી - આ માદ્યમ પર યોગદાન કરવું. અને પછી બસ એ જ રીતે ચુપચાપ ખાસ કશા પ્રત્યાયન વગર મારાથી બને તેટલું યોગદાન કરતો રહ્યો. એમાનું મોટાભાગનું યોગદાન અલગ અલગ એવા સભ્ય-નામ કે પછી કોઇ જ સભ્ય-નામ વગર કરવાનું ચાલું રાખ્યું.
૨૦૧૧-૧૨ ના વર્ષ દરમ્યાન ગોષ્ટીમાં ભાગ લેવાની ઇચ્છા થઇ પણ મને મારો જ નિયમ નડતો હતો. અંતે પહેલી વાર, ગોષ્ટીમાં ભાગ લેવા માટે થઇને થોડી ઘણી ઓળખ જાહેર કરવી પડી.
૨૦૧૪ ના વર્ષ દરમ્યાન બેંગાલુરૂમા યોજાયેલા Community Consultation ના કાર્યક્રમમાં એ કારણે જોડાવાની ઇચ્છા થઇ કે મને લાગતું હતું કે એમાં ભાગ લઇને ગુજ.વિકિ. માટે વધારે સારૂ કામ થઇ શકે એવી કંઇક વ્યવસ્થા ગોઠવાઇ શકશે. એ માટે વધૂ થોડી માહીતી જાહેર કરવી પડી. એ કાર્યક્રમમાં મને ખબર પડી કે ગુપ્ત-દાન પદ્ધત્તિથી યોગદાન કરવું એ સારૂ કહેવાય એવું માનનારા વર્ગમાં તો હું એક જ છું. ત્યાં તો મોટાભાગના લોકો વચ્ચે પોતાના યોગદાનને બઢાવી-ચડાવીને બતાવવાની હરીફાઇ ચાલી રહી હતી. વાત એટલેથી જ અટકી હોત તો વાંધો ન હતો. પણ મારી યોગદાન પદ્ધત્તિને હલકી ચિતરનારા અને શંકાની નજરે જોનારા પણ મળ્યા. ત્યારે જ મેં નક્કી કરી નાખ્યૂં કે આપણે ભલે કંઇક સારૂ કરવા જતા હોઇએ, પણ આપણે જે માદ્યમ પર યોગદાન આપી રહ્યા હોઇએ ત્યાં જો બાકીના બધા લોકો આપણા યોગદાનને શંકાની નજરે જોતા હોય તો એ પદ્ધત્તિનો ઉપયોગ બંધ કરી દેવો. એટલે એ કાર્યક્રમ પછી મેં યોગદાન પદ્ધત્તિ બદલાવી અને મારા પોતાના નામે જ યોગદાન કરવાનું શરૂ કર્યું. પછી આ વર્ષે મારી ડાયરીમાંથી હું જેને સાવ વિસરી ચુક્યો હતો એવા મારા આ સૌથી પહેલા બનાવેલા ખાતા વિષેની નોંધ મળી. એની મદદથી હું આ ખાતું પાછુ મેળવી શક્યો છુ. આ છે મારી નાનકડી વાત.
મારા યોગદાન વિષે મારા વિચાર
[ફેરફાર કરો]બાજુમાં હું રહું છું તે શહેરનો નક્શો આપેલો છે. એ નક્શામાં મારૂ ઘર નરી આંખે જોવું અસંભવ છે. કેમકે એમાં એ એક નાનકડા પીક્ષેલથી પણ નાનુ દેખાય છે જે આખા નક્શાની સામે કોઇ જ વિસાતમાં નથી. પણ સામા પક્ષે એ આખો નક્શો મારા ઘરના ટચૂકડા નરી આંખે જોઇ પણ ન શકાય એવડા ટપકા જેવા જ એવા અસંખ્ય ટપકાઓએ કરેલા સહયોગ પુર્ણ યોગદાન વડે જ બનેલો છે. પ્રયેક ટપકાનું યોગદાન ભલે સાવ નગણ્ય લાગે પણ એ ટપકાઓના યોગદાન વડે આ નકશાને પુર્ણતા મળી છે.
કંઇક એવી જ રીતે આ ગુજરાતી વિકિ પર મારુ યોગદાન પુરા ગુજરાતી વિકિની સરખામણીમાં કદાચ ન ગણ્ય હશે પણ પુરો ગુજરાતી વિકિ મારા જેવા અસંખ્ય યોગદાન આપનારાઓના આવા ટચૂકડા યોગદાનોના કારણે જ હાલ ના સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
હા, જો કે ગુજરાતિ વિકિનુંએ સ્વરૂપ પરિપુર્ણ છે એવું હું નથી કહેતો... કેમકે હજુ ઘણુ કામ બાકી છે.
જુની યાદી
[ફેરફાર કરો]ખાતાક્રમાંક | સભ્યનામ | પ્રથમ સંપાદનની તારીખ | અંતિમ સંપાદનની તારીખ | સંપાદનોની સંખ્યા |
---|---|---|---|---|
8168 | Tekina | ૨૦૧૧/૦૬/૦૮ | ૨૦૧૨/૦૬/૩૦ | ૧,૭૦૪ |
12158 | વિહંગ | ૨૦૧૨/૦૬/૩૦ | ૨૦૧૪/૧૦/૦૭ | ૨,૯૩૫ |
21223 | એ.આર.ભટ્ટ | ૨૦૧૪/૧૦/૦૭ | ૨૦૧૫/૦૭/૦૫ | ૯૩૧ |
નોંધ: ઉપરોક્ત ખાતાઓને મારા હાલના આ ખાતામાં ભેળવી દેવા માટેના પ્રયાસ શરૂ છે. વિકી પર એક સાથે એકથી વધારે ખાતાથી સંપાદન ન કરવાનો નિયમ મેં ચોક્કસાઇ પુર્વક જાળવ્યો છે. જે ઉપરોક્ત ખાતાઓ સાથે સંકળાયેલી પ્રથમ અને અંતિમ સંપાદનની તારીખો પરથી જાણી શકાશે. ઉપરાંત, પ્રબંધકો પણ કદાચ સાક્ષી પુરાવી શકશે કે કોઇ પણ મતદાનમાં આ ત્રણ માંથી કોઇ પણ ખાતા એ સાથે મતદાન નથી કર્યું.