લખાણ પર જાઓ

સભ્ય:Arbhatt

વિકિપીડિયામાંથી
ભલે પધાર્યા મિત્ર! સુપ્રભાત, મારા પોતાના પાના પર આપનું સ્વાગત છે.


શાક લેવા ગયા હોઇએ ને પ્રબંધકશ્રીનો ફોન આવી જાય ત્યારે કઇક આવુ દૃષ્ય સર્જાય છે. થેલી પકડવી કે ફોન એની અવઢવ ટાળવા કઇક આવું કરવું પડે. જમણો હાથ તો શાકવાળાજોડે ઇશારાથી રકઝક કરવા ફ્રી રાખવો પડે, હોં કે!!!
છબી નો ઉપયોગ ફક્ત પ્રસ્તુતિકરણ માટે. છબી મારી નથી

મારા વિષે


મારૂ આ ખાતું તદ્દન નવું છે પણ ગુજરાતી વિકિપિડિયા પર હું ઇ.સ. ૨૦૦૫થી યથાશક્તિ યોગદાન આપી રહ્યો છું.
એ હકીકતને ધ્યાન પર લેતા જાણવા મળે છે કે સૌથી જુના અને હજુ પણ યોગદાન આપી રહ્યા હોય એવા સભ્યોની વિલુપ્ત થઇ રહેલી વિચરતી જનજાતિનો સભ્ય છું.
મુળ મુદ્દે હું રહ્યો ભાનવગરનો, અરે ભુલ્યો, ભાવનગરનો, પણ ૧૯૯0થી અમદાવાદમાં રહુ છું એટલે આમ જુઓ તો હવે થોડો અમદાવાદી પણ ગણાઉ.
આગળ વાંચો...

કામ વિષે


જ્ઞાનીલોકો કહી ગયા છે કે કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે ખરાબ કહેવાય અને આપણા એક લોક-લાડીલા નેતા પણ કહી ગયા છે કે 'આરામ હી રામ હૈ'. એ વાત ગળે ઉતરી ત્યારથી કામ સારૂ ન કહેવાય એવી એક ઉદ્દાત્ત ભાવના મારી અંદર બહુ પ્રબળપણે ઉછરી રહી છે.
ઉપરાંત, બાકી રહ્યુતુ તો કોઇ સંત પણ કહી ગયા કે ...
આગળ વાંચો...

સહકાર્યકર્તાઓ વિષે



આગળ વાંચો...

રમુજ-વૃત્તિ વિષે


પૃથ્વી પરના અન્ય પ્રાણીઓ અને માનવ વચ્ચેના ઘણા તફાવતોમાંનો એક તફાવત છે રમુજ-વૃત્તિ. માણસમાં જો રમુજ સમજી શકવાની કે માણવાની ક્ષમતા ન હોય તો તેને માણસ કહેવો કે કેમ તેવી શંકા મને કાયમ થાય છે.
ગુજરાતી વિકીના સદનસીબે ગુજરાતી વિકી પર રમુજ વૃત્તિ પર કોઇ પ્રતિબંધ નથી. ઉલટાનું લગભગ બધા જ સભ્યોમાં અને પ્રબંધકોમાં રમુજ-વૃત્તિનું પ્રમાણ ખાસ્સુ ઉચું છે.
આગળ વાંચો...

અરેસુ

પ્રકાર અને સ્થિતિ પ્રમાણે પ્રગતિપત્રક
  વિવિધ સ્થિતિઓ
  સ્થિતિનું ઉમેરણ બાકી સ્થિતિની ચકાસણી બાકી સ્થિતિ યોગ્ય છે સ્થિતિ અયોગ્ય છે કુલ
સ્થળના પ્રકાર ગામ 14344 196 3437 382 18359
નગર 46 56 72 1 175
શહેર 4 11 24 0 39
મેટ્રોપોલિટન શહેર 0 0 0 0 0
અન્ય 43 2 7 0 52
કુલ 14437 265 3533 383 18573
ખરેખરી પ્રગતિ (કુલ યોગ્ય + કુલ અયોગ્ય ) 3916

21.08 %