ભાવનગર

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ભાવનગર
भावनगर/Bhavnagar
ભાવસભર ભાવેણું
—  શહેર  —
ભાવનગર મોન્ટાજ
ભાવનગરની ઓળખ
ભાવનગરનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′52″N 72°09′07″E / 21.764473°N 72.151930°E / 21.764473; 72.151930Coordinates: 21°45′52″N 72°09′07″E / 21.764473°N 72.151930°E / 21.764473; 72.151930
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મેયર સુરેશ ધાંધલ્યા
વસ્તી

• ગીચતા

૫,૯૩,૭૬૮ (૨૦૧૧)

• ૯,૫૮૬ /km2 (૨૪,૮૨૮ /sq mi)

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ

૫૩.૩૦ ચોરસ કિલોમીટર (૨૦.૫૮ ચો માઈલ)

• ૨૪ મીટર (૭૯ ફુ)

ભાવનગર શહેર (હિંદી: भावनगर, ઉચ્ચારણ Bhāvnagar) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું પાંચમાં નંબરનું મોટુ શહેર છે.(સંદર્ભ આપો) ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મિ. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.

ઈતિહાસ[ફેરફાર કરો]

આ વિષયનો મુખ્ય લેખ : ભાવનગર રાજ્ય

સુર્યવંશી ગોહીલ રાજપુતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. ઇ.સ. ૧૨૬૦માં તેઓએ ગુજરાતની હદમાં સાગરકાંઠા તરફ આવીને સેજકપુર, ઉમરાળા અને સિહોર એમ ત્રણ રાજધાની બનાવી. ૧૮૨૨-૧૮૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહીલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલીક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહીલે [૧]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. સ્વાભાવિક રીતે જ ભાવનગર શહેર ભાવનગર રજવાડાની રાજધાની બન્યું. જૂના ભાવનગરની નગર રચના સૌરાષ્ટ્રના બીજા અગત્યના શહેરો તરફ ખૂલતા દરવાજાવાળા કિલ્લા ધરાવતી હતી. બે દાયકા સુધી એ આફ્રિકા, ઝાંજીબાર, મોઝામ્બિક, સિંગાપુર અને આરબ દેશો સાથે વ્યાપારી સંબંધ ધરાવતું અગત્યનું બંદર બની રહ્યુ.

હાલમાં રાજવી કુટુંબના સભ્યોમાં મહારાજા વિજયરાજસિંહ ગોહિલ, મહારાણી સંયુક્તાકુમારી, યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ અને રાજકુમારી બ્રિજેશ્વરીકુમારી છે.

ભાવનગરનો મહેલ નિલમબાગ ખાતે આવેલ છે. દેશી રાજ્યોના વિલીનીકરણ સમયે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૌ પ્રથમ સહમત થનાર અને પોતાનું રાજ્ય ધરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી હતા.[૧] ભાવનગર પાસે આવેલું અલંગ વિશ્વનું સૌથી મોટું શિપબ્રેકીંગ યાર્ડ છે.(સંદર્ભ આપો)

ભાવનગર રજવાડાના સ્વાતંત્ર્યસેનાનીઓ[ફેરફાર કરો]

 • ગુણવંતભાઈ પુરોહિત
 • અખીલેશ્વરીબેન મહેતા
 • ગજાનન પુરોહિત
 • રાજાભાઈ લખાણી

વર્તમાન ભાવનગર શહેર[ફેરફાર કરો]

ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય
ગંગાજળીયા તળાવ અને એના વચ્ચે આવેલી ગંગાદેરીનું દૃષ્ય

વસતિ વિષયક[ફેરફાર કરો]

૨૦૧૧ની વસતી ગણત્રી પ્રમાણે ભાવનગરની વસતી ૫,૯૩,૭૬૮ લોકોની હતી. સાક્ષરતા દર ૮૬% જે રાષ્ટ્રીય઼ સરેરાશ ૫૯.૫ કરતા ઘણો વધારે છે.

ભાવનગર હવાઇ મથક
 • અલંગ શીપ-બ્રેકીંગ યાર્ડ
 • કેન્દ્રિય ક્ષાર અને સમુદ્રિ રસાયણ અનુસન્ધાન સંથાન

કલાનગરી[ફેરફાર કરો]

૨૦મી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રક્લાની આગેવાની ક્લાગુરુ રવિશંકર રાવળે લીધી હતી. તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો. રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે એ સમયે એમણે ધર્મકુમારસિંહજીના પક્ષીવિષયક ગ્રંથ "ધિ બર્ડ્ઝ્ ઓફ સૌરાષ્ટ્ર" માં રંગીન અને પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈ ના પંખી જગત નામના પુસ્તકોમાં પક્ષીઓના રેખા-ચિત્રો દોર્યા છે. લોક કલાના ખ્યાતનામ ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર પણ ભાવનગરના. તેમના ચિત્રોમાં લોક સહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે.

જોવા લાયક સ્થળો[ફેરફાર કરો]

 1. નિલમબાગ પેલેસ
 2. ભાવવિલાસ પેલેસ
 3. ગૌરીશંકર તળાવ
 4. ગંગા દેરી
 5. ગંગા જળીયા તળાવ
 1. મોતિબાગ ટાઉન હોલ
 2. ગાંધી-સ્મૃતિ
 3. સરદાર-સ્મૃતિ
 4. શ્રી તખ્તેશ્વર મહાદેવ
 5. વિક્ટોરિયા પાર્ક
 1. બાર્ટન પુસ્તકાલય
 2. શામળદાસ કોલેજ
 3. આયુર્વેદ કોલેજ
 4. શ્રી ગોલ્રીબાર હનુમાનજી મંદિર


ભાવનગર તાલુકો[ફેરફાર કરો]

અલંગમાં ૧૯૯૭ના વર્ષ દરમ્યાન ભાંગવા માટે લવાયેલું Princess Marguerite નામનું કેનેડીયન જહાજ

ભાવનગર તાલુકોભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. ભાવનગર તાલુકામાં આવેલા ભાવનગર શહેરની નજીક જુના બંદર અને નવા બંદર નામના બે બંદરો આવેલ છે ઉપરાંત ભાવનગર શહેરની નજીક આવેલા રૂવા ગામની સીમમાં વિમાન મથકની પણ સગવડ છે. ભાવનગર તાલુકાનો ઉત્તર દિશાનો થોડો ભાગ ભાલ વિસ્તારમાં પડે છે. ભાવનગર તાલુકામાં ચિત્રા, વરતેજ, અને વિઠ્ઠલઉધ્યોગ નગર નામના જી.આઇ.ડી.સી વિસ્તારો પણ આવેલ છે. ચિત્રામાં આવેલ મસ્તરામબાપાની જગ્યા ભાવિક લોકોમાં બહુ પ્રખ્યાત છે.

ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
 1. અકવાડા
 2. અધેવાડા
 3. અધેળાઇ
 4. આલાપર
 5. ઉંડવી
 6. કમળેજ
 7. કરદેજ
 8. કાનાતળાવ
 9. કાળાતળાવ
 10. કોટડા
 1. કોબડી
 2. કોળીયાક
 3. ખડસલીયા
 4. ખેટા ખાટલી
 5. ગણેશગઢ
 6. ગુંદી
 7. ચિત્રા
 8. જશવંતપુર
 9. જુના રતનપર
 10. તરસમીયા
 1. થળસર
 2. થોરડી
 3. દેવળીયા
 4. નર્બદ
 5. નવામાઢિયા
 6. નવા રતનપર
 7. નાગધણીંબા
 8. નારી
 9. પાળીયાદ
 10. પીથલપુર
 1. ફરીયાદકા
 2. બુધેલ
 3. ભદભિડ
 4. ભડભેડિયા
 5. ભડી
 6. ભુતેશ્વર
 7. ભુંભલી
 8. ભોજપુરા
 9. ભંડારીયા
 10. માઢીયા
 1. માલણકા
 2. મીઠાપર
 3. રાજગઢ
 4. રામપર
 5. રૂવા
 6. લાખણકા
 7. વાવડી
 8. વેળાવદર
 9. શામપરા
 10. શામપરા (સિદસર)
 1. શેઢાવદર
 2. સનેસ
 3. સરતાનપર
 4. સવઇકોટ
 5. સવાઇનગર
 6. સિદસર
 7. સુરકા
 8. સોડવદરા
 9. હાથબ

હવામાન[ફેરફાર કરો]

ભાવનગરની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
રેકોર્ડ ઉચ્ચતમ °સે (°ફે) ૩૫ ૩૮ ૪૩ ૪૫ ૪૬ ૪૫ ૪૦ ૩૮ ૪૦ ૪૧ ૩૮ ૩૫ ૪૬
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૮ ૩૦ ૩૫ ૩૮ ૪૦ ૩૭ ૩૩ ૩૨ ૩૩ ૩૫ ૩૨ ૨૯ ૩૩.૫
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૨ ૧૪ ૧૮ ૨૩ ૨૫ ૨૬ ૨૫ ૨૫ ૨૩ ૨૧ ૧૭ ૧૩ ૨૦.૨
રેકોર્ડ લઘુતમ °સે (°ફે) ૦.૫૫ ૧૨ ૧૯ ૨૦ ૨૦ ૨૧ ૨૦ ૧૩ ૦.૫૫
વરસાદ મિ.મી. (ઇંચ)
(૦)

(૦)

(૦)

(૦)
૧૦
(૦.૩૯)
૯૦
(૩.૫૪)
૧૭૦
(૬.૬૯)
૧૩૦
(૫.૧૨)
૯૦
(૩.૫૪)
૨૦
(૦.૭૯)

(૦)

(૦)
૫૧૦
(૨૦.૦૮)
% ભેજ ૪૮ ૪૨ ૪૧ ૪૪ ૫૩ ૬૪ ૭૫ ૮૦ ૭૫ ૫૬ ૪૯ ૫૦ ૫૬.૪
સરે. વરસાદી દિવસો ૧૦ ૩૧
સંદર્ભ: Weatherbase[૨]


સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ "History of Bhavnagar city". Archived from the original on ૧૭ August ૨૦૦૭. Retrieved ૨૦૦૭ ઓગસ્ટ ૧૫. 
 2. "આબોહવા-ભાવનગર". Retrieved ૨ મે ૨૦૧૨. 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

 1. ભાવનગર જિલ્લા પંચાયતનું અધિકૃત વેબસાઇટ
 2. ભાવનગર તાલુકા પંચાયતનું અધિકૃત વેબસાઇટ
 3. જિલ્લા કલેક્ટરશ્રીની સત્તાવાર વૅબસાઇટ
 4. ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:

વિકિપીડિયા:સરસ લેખ

આ સરસ લેખ છે. વધુ જાણવા અહિં ક્લિક કરો.