બાર્ટન પુસ્તકાલય
Appearance
બાર્ટન પુસ્તકાલય | |
---|---|
સામાન્ય માહિતી | |
સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
પૂર્ણ | ૩૦ ડિસેમ્બર ૧૮૮૨ |
બાર્ટન પુસ્તકાલય ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા ભાવનગર શહેરમાં આવેલું પુસ્તકાલય છે.
તેની સ્થાપના ૩૦ ડિસેમ્બર ૧૮૮૨ના દિવસે કરવામાં આવી હતી.[૧] ઇ.સ. ૧૮૯૫ના વર્ષમાં આ પુસ્તકાલયનું નવું ભવ્ય મકાન બાંધવામાં આવ્યું હતું અને લાઇબ્રેરી ત્યાં ખસેડવામાં આવી.[૧] મહાત્મા ગાંધી જ્યારે ભાવનગરમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે આ પુસ્તકાલયનો ઉપયોગ કર્યો હતો.[૧]
ઇ.સ. ૧૯૩૬ના વર્ષમાં આ પુસ્તકાલયમાં ૧૫,૯૮૦ પુસ્તકો હતા, જે ૨૦૦૪ સુધીમાં વધીને ૬૧,૭૬૩ પુસ્તકો સુધી પહોચ્યા હતા. ૨૦૦૯ના વર્ષ દરમ્યાન પુસ્તકોનો આંકડો ૬૮,૦૦૦ને પાર કરી ચુક્યો હતો. ૨૦૧૨ના વરસના અંતે આ આંકડો ૭૨,૦૦૦ અને ૨૦૧૫માં ૭૫,૦૦૦ કરતા વધારે પુસ્તકો આ પુસ્તકાલયમાં હતા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |