લખાણ પર જાઓ

તખ્તેશ્વર મહાદેવ

વિકિપીડિયામાંથી
શ્રી તખ્તેશ્વર મહાદેવ
તખ્તેશ્વર મહાદેવ મંદિર
ધર્મ
જોડાણહિંદુ
જિલ્લોભાવનગર જિલ્લો
દેવી-દેવતાશિવ
સ્થાન
સ્થાનભાવનગર
રાજ્યગુજરાત
દેશભારત
તખ્તેશ્વર મહાદેવ is located in ગુજરાત
તખ્તેશ્વર મહાદેવ
તખ્તેશ્વર મહાદેવ મંદિરનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°45′56″N 72°08′47″E / 21.76565°N 72.14643°E / 21.76565; 72.14643
સ્થાપત્ય
નિર્માણકારતખ્તસિંહજી ગોહિલ
પૂર્ણ તારીખ૧૮૯૩

શ્રી તખ્તેશ્વર મહાદેવભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાંના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરની મધ્યમાં નાનકડી ટેકરી પર આવેલું શિવલિંગ ફરતે સોનાનો થાળ ધરાવતું મંદિર સંપુર્ણપણે સફેદ આરસપહાણના પથ્થરો વાપરીને ઉંચી પ્લીંથ પર બનાવાયેલું છે. તે ૧૮૯૩ની સાલમાં બાંધવામાં આવ્યુ છે. અહીંથી ભાવનગર શહેરને ઉંચાઇ પરથી જોવાનો અનેરો લ્હાવો મળે છે.

મંદિર સાથે સંકળાયેલી કથા[ફેરફાર કરો]

ભાવનગર રજવાડાના તખ્તસિંહ ગોહીલ યાત્રા પરથી પરત ફર્યા બાદ એમણે એક સંતના આદેશથી નર્મદા નદીના કીનારેથી શિવલીંગ મગાવીને આ મંદિર બનાવરાવ્યું હોવાનું કહેવાય છે[૧].

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શ્રી તખ્તેશ્વર મહાદેવ". સૌરાષ્ટ્ર સમાચાર, દિવ્યભાસ્કર, ભાવનગર આવૃત્તિ. ૧૨ ઓગસ્ટ ૨૦૧૮. પૃષ્ઠ ૨.