લખાણ પર જાઓ

ભાવનગર રજવાડું

વિકિપીડિયામાંથી
ભાવનગર સ્ટેટ
ભાવનગર રજવાડું
भावनगर रियासत
રજવાડું of બ્રિટિશ ભારત
૧૭૨૩–૧૯૪૮
Flag of ભાવનગર
Flag
Coat of arms of ભાવનગર
Coat of arms

ભાવનગર રજવાડાનો નકશો, ૧૯૨૨
વિસ્તાર 
 1872
7,210 km2 (2,780 sq mi)
 1891
7,669 km2 (2,961 sq mi)
વસ્તી 
 1872
428500
 1891
464671
ઇતિહાસ 
 સ્થાપના
૧૭૨૩
 ભારતની સ્વતંત્રતા
૧૯૪૮
પહેલાં
પછી
સિહોર રજવાડું
ભારત
આજની સ્થિતિભારત
Public Domain આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. {{cite encyclopedia}}: Invalid |ref=harv (મદદ); Missing or empty |title= (મદદ)

ભાવનગર રજવાડું કે ભાવનગર રાજ્ય એ ગુજરાતના કાઠિયાવાડ ભૂશિર વિસ્તારમાં આવેલું એક રજવાડું હતું.

ઈતિહાસ

[ફેરફાર કરો]

સૂર્યવંશી ગોહિલવંશના રાજાઓ આ રજવાડા પર શાસન કરતા આવ્યા છે. તેમનું મુળ વતન મારવાડ હતું. સૂર્યવંશી ગોહિલ રાજપૂતોને મારવાડમાં તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડતો હતો. એ કારણે મારવાડ છોડીને ગુજરાત બાજુ આવ્યા. ગુજરાતમાં એમણે ઇ.સ. ૧૧૯૪માં સેજકપુરને સૌ પ્રથમ રાજધાની બનાવી. ત્યાંથી આગળ વધીને ઇ.સ. ૧૨૫૪માં રાણપુરમાં રાજધાની બદલી. ઇ.સ. ૧૩૦૯માં રાજધાની રાણપુરથી ખસેડી ઉમરાળામાં સ્થાપી. ઇ.સ. ૧૫૭૦માં સિહોરમાં રાજધાની સ્થાપી. ૧૭૨૨-૧૭૨૩માં કંથાજી કડાણી અને પીપળાજી ગાયકવાડની સરદારી નીચે ગોહિલોની તે સમયની રાજધાની પર આક્રમણ કર્યુ. આ આક્રમણમાં હારનો સામનો કરવો પડ્યો એટલે હારનું કારણ સિહોરનું ભૌગોલિક સ્થાન છે એમ માનીને ૧૭૨૩માં સિહોરથી ૩૦ કિલોમિટર દૂર વડવા ગામ પાસે દરીયાકિનારે સંવત ૧૭૭૯ની વૈશાખ સુદ ૩-અખાત્રીજના રોજ મહારાજા ભાવસિંહજી ગોહિલે[]નવી રાજધાની વસાવી અને એને ભાવનગર તરીકે ઓળખાવ્યું. ૧૮૦૭થી ભાવનગર બ્રિટીશ સંરક્ષણ હેઠળનું રાજ્ય બન્યું.

દરિયાઇ વ્યાપારની સાનુકુળતા અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાનમાં રાખીને આ સ્થળ પસંદ કરવામાં આવ્યુ હતું. ભાવનગર રાજ્યનો વિસ્તાર કરવામાં વખતસિંહજીનું યોગદાન મોટું છે. આપત્તિના સમયમાં ભાવનગરના રાજવીઓએ પ્રજાને હંમેશા ઉદાર હાથે મદદ કરી છે. ભાવનગરના રાજવીઓ તથા તેમના દિવાનો જેવાકે ગગા ઓઝા, શામળદાસ અને પ્રભાશંકર પટ્ટણી ખૂબ જ પ્રજાવત્સલ હતા.

મહેલ અને અન્ય સ્થાપત્ય

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૮૭૮થી લઇને ઇ.સ. ૧૮૯૬ સુધી મોતીબાગ પેલેસ એ ભાવનગરના રાજવીઓનું મુખ્ય નિવાસ સ્થાન રહ્યુ઼ં. આ પહેલાના રાજવીના નિવાસસ્થાનની પશ્ચિમ દિશામાં રાજવીના લગ્ન સમારંભના મૂળ હેતુ માટે બનાવાયેલ સ્થાયી શામિયાણાને પછીથી પર્સિવલ માર્કેટ નામની બજારમાં તબદીલ કરી નાખવામાં આવ્યો હતો. દેસાઈ છગનલાલ પુસ્તકાલયની ૧૮૮૦માં શરૂઆત થઇ. ૩૦ ડીસેમ્બર ૧૮૮૨ના દિવસે નવા મકાનમાં બાર્ટન પુસ્તકાલય રૂપે ખુલ્લુ મુકવામાં આવ્યું. દિવાનપરા વિસ્તારમાં પર્સિવલ ફુવારાનું બાંધકામ પણ રજવાડાના સમયમાં કરવામાં આવ્યું હતું. જશોનાથ મહાદેવ મંદિર, ગંગા છત્રી (ઇ.સ. ૧૮૭૫) અને જસવંતસિંહજી જાહેર દવાખાનું પણ ભાવનગર રજવાડા સમયનાં બાંધકામ છે.

રાજવીઓ

[ફેરફાર કરો]
ભાવનગરના ઠાકોરસાહેબ, ૧૮૭૦નો દાયકો
ક્રમનામશાસન વર્ષખિતાબ
રતનજી(બીજા) (મૃ. ૧૭૦૩)૧૬૬૦–૧૭૦૩ઠાકોર સાહેબ
ભાવસિંહજી(પહેલા) રતનજી (૧૬૮૩–૧૭૬૪)૧૭૦૩–૧૭૬૪ઠાકોર સાહેબ
અખેરાજજી(બીજા) ભાવસિંહજી (૧૭૧૪–૧૭૭૨)૧૭૬૪–૧૭૭૨ઠાકોર સાહેબ
વખતસિંહજી અખેરાજજી (૧૭૪૮–૧૮૧૬)૧૭૭૨–૧૮૧૬ઠાકોર સાહેબ
વજેસિંહજી વખતસિંહજી (૧૭૮૦–૧૮૫૨)૧૮૧૬–૧૮૫૨ઠાકોર સાહેબ
અખેરાજજી(ત્રીજા)ભાવસિંહજી (૧૮૧૭-૧૮૫૪)૧૮૫૨–૧૮૫૪ઠાકોર સાહેબ
જસવંતસિંહજી ભાવસિંહજી (૧૮૨૭–૧૮૭૦)૧૮૫૪ – ૧૧ એપ્રલ ૧૮૭૦ઠાકોર સાહેબ
તખ્તસિંહજી જસવંતસિંહજી (૧૮૫૮–૧૮૯૬)૧૧-એપ્રીલ ૧૮૭૦ – ૨૯ જાન્યુઆરી ૧૮૯૬ઠાકોર સાહેબ
ભાવસિંહજી(બીજા) તખ્તસિંહજી (૧૮૭૫–૧૯૧૯)૨૯-જાન્યુઆરી ૧૮૯૬ – ૧-જાન્યુઆરી ૧૯૧૮ઠાકોર સાહેબ
૧ જાન્યુ ૧૯૧૮ – ૧૭ જુલાઇ ૧૯૧૯મહારાજા રાઓલ
૧૦કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી (૧૯૧૨–૧૯૬૫)૧૭-જુલાઇ ૧૯૧૯ – ૧૫ ઓગષ્ટ ૧૯૪૭મહારાજા રાઓલ
૧૧વિરભદ્રસિંહજી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ (૧૯૩૨–૧૯૯૪) ^૧-એપ્રિલ-૧૯૬૫ થી ૨૬-જુલાઇ-૧૯૯૪મહારાજા રાઓલ
૧૨વિજયરાજસિંહજી વિરભદ્રસિંહજી ગોહીલ (૧૯૬૮) ^૨૬-જુલાઇ-૧૯૯૪ થી હાલમાં જીવિતમહારાજા રાઓલ

^ સત્તા-વિહીન-પદવી

જાણીતા કારભારીઓ

[ફેરફાર કરો]

રાજ્ય-વ્યવસ્થા

[ફેરફાર કરો]

ઇ.સ. ૧૯૧૮માં સ્થાનિક સ્વશાસન લાવવાના હેતુથી ભાવસિંજી બીજા દ્વારા ભાવનગર સુધરાઈનો વહીવટ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા થાય એ માટે એક ઠરાવ પસાર કર્યો હતો.[] આ ઠરાવ મુજબ સુધરાઇના વહીવટની દેખરેખ માટે ૩૦ સભ્યોની સમિતિની રચના દરબાર શ્રી દ્વારા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં દસ સભ્યો દરબારશ્રી તરફથી નિમવામાં આવતા અને બાકીના ૨૦ સભ્યોને લોકશાહી ઢબથી ગુપ્ત મતદાન દ્વારા ચૂંટી કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.[] આ ૨૦ સભ્યો માંથી ૧૭ સભ્યોની વોર્ડવાર ચૂંટણી થતી જ્યારે બાકીના ત્રણ સભ્યો ખાસ વર્ગના મતદાતાઓ જ ચૂંટી શકતા. આ ખાસ વર્ગમાં નીચે પ્રમાણેના લોકોનો સમાવેશ થતો.[]

  1. ઓનનરી મેજીસ્ટ્રેટ્સ
  2. વિશ્વવિદ્યાલયના ફેલો અને સ્નાતકો
  3. હાઇકર્ટના એડવોકેટ્સ અથવા સોલીસીટર્સ અથવા રાજ્યની પ્રથમ દરજ્જાના સનદી વકીલો
  4. આકારણિકારો
  5. ભાવનગર રાજ્યના ભાયાત અને મુળ ગરાસિયા
  6. મહિને રૂ ૫૦થી વધારે પગાર મેળવતા રજવાડાના કર્મચારીઓ અને સ્ટેટ રેલ્વેના કર્મચારીઓ
  7. મહિને રૂ ૨૫થી વધારે પેંશન મેળવતા કર્મચારીઓ

મતદાન ૧૮ વરસથી વધુ વયની વ્યક્તિ કરી શકતી અને મતદાર યાદી દર વરસે બનાવીને પ્રસિદ્ધ કરવામાં આવતી હતી.[]

ભાવનગર રાજ્ય ૧૦ મહાલ અથવા પરગણાનું બનેલું હતું.[]

  1. દસક્રોહી
  2. સિહોર
  3. મહુવા
  4. કુંડલા
  5. લીલીયા
  6. ઉમરાળા
  7. બોટાદ
  8. ગઢડા
  9. ભાલ
  10. તળાજા

વસ્તીની માહિતી

[ફેરફાર કરો]

૧૮૭૨ની ભાવનગર રાજ્યની વસતી આ પ્રમાણે હતી[].

જ્ઞાતિપેટા જ્ઞાતિવસતિ
વૈશ્નવરામાનુજ૭૮૨૪
વૈશ્નવવલ્લભાચાર્ય૧૧૭૩૭૨
વૈશ્નવકબીર પંથી૧૯૫૬૨
વૈશ્નવમાધવાચાર્ય--
વૈશ્નવસ્વામીનારાયણ૫૦૮૬૧
શૈવપંથીશંકર સમર્થકો૯૭૮૧૦
શૈવપંથીલિંગાયત--
જૈન--૪૬૯૪૮
પારસીશહેનશાહી૪૪
પારસીકદમી૧૮
મુસલમાનશીયા૮૩૭૭
મુસલમાનસુન્ની૨૮૪૦૧
અન્ય--૫૦૮૬૦
કુલ૩,૯૧,૨૩૭

નાણું અને વેપાર

[ફેરફાર કરો]

૮મી સપ્ટેમ્બર ૧૮૪૦ના દિવસે ભાવનગર રાજ્યના ઠાકોર વજેસિંગ અને બ્રિટીશ સત્તા વચ્ચે થયેલા કરાર મુજબ ભાવનગરનું ચલણી નાણું ઇમ્પિરીયલ રૂપિયો હતું.[] એ પહેલા ભાવનગરનાં ચલણ છાપખાનામાં ભાવનગર રાજ્ય પોતાના તાંબા અને ચાંદીના સિક્કા છાપતું હતું.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "History of Bhavnagar city". મૂળ માંથી 2007-08-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ઓગસ્ટ ૨૦૦૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. 1 2 3 4 ભાવનગર દરબારી ગેઝેટ,પુસ્તક ૫૭, અંક ૨૬, પ્રકાશનની તારીખ ૧૫-ઓક્ટોબર-૧૯૨૩.
  3. 1 2 3 4 ગુગલ-બુક્સ પર ભાવનગર રાજ્યની આંકડાકીય માહિતિ વિષેનું પુસ્તક

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]