લખાણ પર જાઓ

શામળદાસ મહેતા

વિકિપીડિયામાંથી
(શામળદાસ થી અહીં વાળેલું)

શામળદાસ મહેતા ભાવનગરના રાજવી તખ્તસિંહજીના દીવાન હતા.[] તેઓનું નાગર બ્રાહ્મણ કુટુંબ વંશપરંપરાગત દીવાનપદું ધરાવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા હતા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવનગરમાં મહાન ગુજરાતી સાક્ષર ગોવર્ધનરામ ત્રિપાઠીનું આગમન થયું. ગોવર્ધનરામ ત્રિપાઠી ભાવનગર રાજ્યના એક ઉચ્ચ અધિકારી તરીકે નિમણૂક પામ્યા અને શામળદાસની કાર્યદક્ષતાથી ભારે પ્રભાવિત થયા.

શામળદાસ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠીના મહાસર્જન સરસ્વતીચંદ્રના પાત્ર અમાત્ય બુદ્ધિધનના પાત્રની પ્રેરણાનું મૂળ બન્યા તેવું કહેવાય છે.

૧૮૮૪માં તેમનું અવસાન થયું હતું. તેમની યાદમાં ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજ ૧૮૮૫માં સ્થાપવામાં આવી હતી.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "About College - Samaldas Arts College". મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૬.