ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા એ આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના વહીવટકર્તા હતા. એમનો જન્મ ઈ. સ. ૧૮૦૫માં ઘોઘા ખાતે થયો હતો. એમણે સામાન્ય અભ્યાસ કર્યો હોવા છતાં તેજ અને કુશાગ્ર બુદ્ધિને કારણે ભાવનગર રાજ્યમાં નોકરી મેળવી હતી. એમણે પોતાની કુનેહથી રાજયની આવકમાં વધારો, ભાવનગર તેમ જ અન્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા શાળા શરૂ કરાવવી તેમ જ પાણીની સુવિધા માટે તળાવ બનાવડાવવા જેવી જનવિકાસની પ્રવૃત્તિ કરી રાજ્યનું દીવાનપદ મેળવ્યું હતું.

ગગા ઓઝા તરીકે ભાવનગરમાં જાણીતા એવા અનોખું વ્યક્તિત્વ ધરાવતા આ મૂઠી ઊંચેરા માનવી તા. ૧-૧૨-૧૮૯૧ના રોજ અવસાન પામ્યા હતા.

આ પણ જુઓ[ફેરફાર કરો]