મહુવા

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મહુવા
—  નગર  —

મહુવાનું

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°05′11″N 71°45′53″E / 21.086250°N 71.764710°E / 21.086250; 71.764710
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

મહુવા અરબી સાગર ના ઉત્તર કિનારે દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે.

ઉદ્યોગો[ફેરફાર કરો]

ઔદ્યોગીક દ્રષ્ટિએ સારી એવી ગતિથી વિકસતા આ મહુવામાં ઘણાં ઉદ્યોગો સ્થપાયા છે અને ડુંગળી માટે જાણીતા મહુવામાં ડિહાઇડ્રેશન-Dehydration ના કારખાના ઝડપભેર વિકસી રહ્યા છે. મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેની વિશાળતમ ક્ષમતા માટે ગુજરાતભરમાં જાણીતું છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ બજરંગદાસબાપા જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. મહુવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગતજી મહારાજનું જન્મ સ્થળ છે. જૈન ધર્મના નેમી સૂરિ મહારાજની પણ આ જન્મભુમી છે. મહુવા તાલુકામાં સથરા ગામની નજીક સંતશ્રી નારણદાસબાપુનો આશ્રમ આવેલો છે. અહીં રામ જરૂખો, સમાધિ મંદિર, ગાદી મંદિર વગેરે જોવા લાયક છે. અહીં સવાર-સાંજ ભોજન પણ આપવામાં આવે છે તેમજ ખોડિયાર માનું સ્થાનક આવેલું છે. નજીકમાં ભગુડા ગામમાં મોગલ માનું મંદિર આવેલું છે.

જાણીતાં વ્યક્તિઓ[ફેરફાર કરો]

હવામાન[ફેરફાર કરો]

મહુવાની આબોહવા
મહિનો જાન્યુ ફેબ્રુ માર્ચ એપ્રિલ મે જૂન જુલાઇ ઓગ સપ્ટે ઑક્ટ નવે ડિસે વર્ષ
સરેરાશ ઉચ્ચતમ °સે (°ફે) ૨૩ ૧૯ ૨૬ ૩૩ ૩૦ ૨૭ ૨૨ ૨૯ ૧૮ ૩૧ ૨૮ ૨૨ ૨૫.૭
સરેરાશ લઘુતમ °સે (°ફે) ૧૩ ૧૩ ૧૩ ૧૪ ૧૯ ૨૨ ૨૨ ૨૨ ૨૨ ૨૪ ૨૦ ૧૬ ૧૮.૩
સંદર્ભ: વર્લ્ડ વેધર ઓનલાઇન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Balvant Parekh, India's Fevicol Man, Dies". Forbes. ૨ માર્ચ ૨૦૧૫ મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)