મહુવા તાલુકો

વિકિપીડિયામાંથી
મહુવા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
મુખ્ય મથકમહુવા
વિસ્તાર
 • કુલ૧,૨૨૧ km2 (૪૭૧ sq mi)
 [૧]
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૪૫૨૦૧૧
 • ગીચતા૩૭૦/km2 (૯૬૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૬૮
 • સાક્ષરતા
૬૮.૭૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

મહુવા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. મહુવા તાલુકાનું વહીવટી મુખ્ય મથક છે. ડુંગળી, લીલા નાળિયેરના ઉત્પાદનમાં મહુવા તાલુકો આગળ પડતું સ્થાન ધરાવે છે. આ તાલુકો અમરેલી સંસદીય મતવિસ્તાર હેઠળ આવેલો છે.

ભૂગોળ[ફેરફાર કરો]

તળાજાથી શરૂ થતી ડુંગરમાળાના ભાગરૂપ મોરધાર, રબારિકા, રાવણબેલા નામની ટેકરીઓ અહીં આવેલી છે. માલણ અને બગડ અહીંની મુખ્ય નદીઓ છે. માલણ મોરધારના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતને મળે છે. મહુવા પાસેથી તેનો પટ વિશાળ બને છે. રબારિકા, ઇગલવાડી, ખૂંટવડા, નાવડા, ગોરસ અને સાગણિયા ગામો તેના કાંઠા પર વસેલાં છે. ખૂંટવડા નજીક માલણ નદી પર સિંચાઈ માટેનો બંધ આવેલો છે. બગડાણા નજીક આવેલા ૨૨૫ મીટર ઊંચા ગેબર ડુંગરમાંથી બગડ નદી નીકળે છે. તેના ઉપરવાસમાં મોણપર, ટિટોડિયા અને ધરાઈ નજીક અન્ય ઝરણાં આ નદીને મળે છે. હેઠવાસમાં વાહરગઢ, બોરડી, જગાધર અને લીલવણ તેના કાંઠા પર આવેલાં છે. તેના પટમાં કાળમીંઢ ખડકો આવેલા છે. સમઢિયાળા પાસે તેના પર બંધ બાંધેલો છે.[૨]

તાલુકાની જમીનો મોટેભાગે સપાટ અને ફળદ્રૂપ છે. કાંઠા સિવાયની જમીનો મધ્યમ કાળી છે.[૨]

મહુવા તાલુકાના ગામો[ફેરફાર કરો]

મહુવા તાલુકાનાં ગામ
મહુવા તાલુકાના ગામ[૩] અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મહુવા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૮ માર્ચ ૨૦૨૩ પર સંગ્રહિત. મેળવેલ ૮ માર્ચ ૨૦૨૩.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Mahuva Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-10-14 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૭.
  3. "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2019-08-15.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]