બગદાણા (તા.મહુવા)

વિકિપીડિયામાંથી
બગદાણા (તા.મહુવા)
—  ગામ  —
બગદાણા (તા.મહુવા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′35″N 71°49′57″E / 21.326397°N 71.832376°E / 21.326397; 71.832376
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

બગદાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવાતાલુકાનું ગામ છે.[૧]. તેમજ દેશ-વિદેશોમાં પ્રખ્યાત યાત્રાધામ છે. આ ગામ ભાવનગર શહેરથી લગભગ ૮૩ કિ.મી.નાં અંતરે આવેલુ છે. આ ગામ બજરંગદાસબાપાનું બગદાણા પણ કહેવાય છે.

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે નાળીળેર, ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].

ઇતિહાસ[ફેરફાર કરો]

ઐતહાસિક ત્રિકોણમિતિ સર્વેક્ષણનું સ્થળ ઘેબાર ટેકરી આ ગામથી નજીક આવેલું છે.[૨]

મહત્વના સ્થળ[ફેરફાર કરો]

બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો આશ્રમ આવેલ છે. આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસબાપાની ઝુંપડી જ આવેલી હતી. જયાં હાલ મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે વિખ્યાત છે. જયાં બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ છે. આ આશ્રમમાં વર્ષમાં બે મોટા ઉત્સવો ઉજવવામાં આવે છે. જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. ત્યારે દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે. આ દિવસે મોટા મેળાઓનાં આયોજન પણ થાય છે. જેમાં બંને મેળાનાં દિવસે બે થી ત્રણ લાખ જેટલા ભાવિકો બગદાણામાં એકત્ર થાય છે. અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે. જેનાં હાલનાં ટ્રસ્ટી મનજીબાપા છે જે બાપાના મૃત્યુ થયા પછીથી આશ્રમની જવાબદારી સંભાળે છે. આ ટ્રસ્ટ તરફથી નવા મંદિરનું નિર્માણ કરાયું છે. અહીં દૂર દૂરથી આવતા ભાવિકોની હંમેશા ભીડ રહે છે.[૩]

આ ગામ પાસે બગડાલવ ઋષિનો બગડાલવ નામનો કુંડ છે. અહીં બગડ નામની નાની નદી વહે છે. જયાં ત્રિવેણી સંગમ થાય છે. તેની પાસે બગડેશ્વર મહાદેવ નામે સુંદર શિવાલય પણ આવેલું છે.[૨]

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા બાપનું નામ આ ગામમાં ઘટી હોવાનો ઉલ્લેખ આવે છે. [૨]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ જિલ્લા-પંચાયત, ભાવનગર (૭ ઓકટોબર ૨૦૧૩). "ભાવનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ પર મહુવા તાલુકાના ગામોની યાદી". bhavnagardp.gujarat.gov.in. ગુજરાત સરકાર. મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૭ ઓકટોબર ૨૦૧૩. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. ૨.૦ ૨.૧ Gazetteer of the Bombay Presidency: Kathiawar (Public Domain text). VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૩.
  3. "બગદાણા પૂ. બજરંગદાસ બાપા આશ્રમે ગુરૂપૂર્ણિમા મહોત્સવ". ૨૨ જુલાઇ ૨૦૧૩. મૂળ માંથી 2016-06-02 પર સંગ્રહિત. મેળવેલ ૫ મે ૨૦૧૬.

આ લેખ હવે પબ્લિક ડોમેઇનમાં રહેલા પુસ્તકમાંથી લખાણના અંશો ધરાવે છે: Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government Central Press, Bombay. ૧૮૮૪. પૃષ્ઠ ૩૭૩.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

મહુવા તાલુકાના ગામ[૧] અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


  1. "Villages & Towns in Mahuva Taluka of Bhavnagar, Gujarat". www.census2011.co.in. મેળવેલ 2019-08-15.