પશુપાલન

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
ઘેટાંઓનું પાલન

પશુપાલન એ પોતાના જીવનનિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે, જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું, ઘોડો, મરઘાં, બતક જેવાં પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતાં ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.પશુપાલન ખેતીના વ્યવસાય કરનારાઓ માટે પૂરક વ્યવસાય છે. પશુપાલનને લગતા વિભિન્ન પ્રકારના અભ્યાસક્રમો વિવિધ સંસ્થાઓના વિદ્યાલયો દ્વારા ભણાવવામાં આવે છે.

પશુપાલનંના પ્રકારો[ફેરફાર કરો]

ભુ- સ્તર પશુપાલનં[ફેરફાર કરો]

ભુ- સ્તર પશુપાલનં માં ખાસ કરીને ગાય, ભેંસ, બકરા, ધેંટા, ઉંટ તથા ગધેડા, ખચ્ચર, ઘોડા વગેરે પ્રાણીં ઓનેં મેદાનં માં કે ખુલ્લી જગ્યા માં ઉછેરવામાં આવે છે. જો રહેઠાણં સ્થાઇ હોય અનેં પશુઓની સંખ્યા ઓછી હોય તો તેનેં કોઢાર કે તબેલા માં પણ રાખવામાં આવે છે.

તળાવ કે સામુદ્રીક પશુપાલનં[ફેરફાર કરો]

ખાસ કરીનેં દરીયા કિનારાનાં પ્રદેશોમાં સમુદ્રનીં નજીક તળાવો બનાંવીનેં અથવા દરીયામાં જાળનો બ્લોક બનાંવીને તેમાં જળચર જીવોનેં ઉછેરવામાં આવે છે. તેમાં ખાસ કરીનેં રોહુ માછલી, સોંઢીયા, કેટ ફીશ તથા , પાપલેટ માછલી તેમજ ચેલીયા માછલીનેં ઉછેરવામાં આવે છે.

પાંજરા નું પશુપાલનં[ફેરફાર કરો]

ખાસ કરીને પક્ષીઓ તથા ચપળ જીવો નેં ઉછેરવા માંટે એક પાંજરા માં તેમનેં ઉછેરવામાં આવે છે. પશુ-પક્ષીનીં સંખ્યા પ્રમાણે આ પાંજરાનો આકાર નાનો મોટો હોઇ શકે છે. આ પ્રકારનાં પશુ પાલનમાં ખાસ કરીનેં મરઘી, બતક, ટર્કી, શાહમ્રુગ, ઇમુ જેવા પક્ષીઓ તથા મધમાખી જેવા જંતુ તેમજ સસલા જેવા પ્રાણીંઓનો સમાવેશ થાય છે.


કાર્યો[ફેરફાર કરો]

પશુપાલન પ્રવૃત્તિ વડે નિર્વાહ કરતા વ્યક્તિઓ આ પ્રમાણે કાર્યો કરે છે.

  • પશુઓને સમયસર પાણી પિવડાવવાની તેમ જ ખોરાક ખવડાવવાની વ્યવસ્થા કરે છે.
  • પશુઓની સ્વચ્છતાની કાળજી રાખે છે.
  • દુધાળાં પશુઓને સમયસર દૂધ દોહી વેચાણ માટે પહોંચાડે છે.
  • કેટલાંક પશુઓને ખોરાક માટે ચરવા લઇ જવામાં આવે છે, અન્યથા પશુઓને જ્યાં રાખવામાં આવ્યાં હોય ત્યાં જ તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે.
  • પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તેમ જ સંવર્ધન માટે પશુ-ચિકિત્સકની સલાહ પ્રમાણે કાળજી રાખવામાં આવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]