દૂધ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દૂધ એ ‘સંપૂર્ણ આહાર’ તરીકે ઓળખાય છે. દૂધમાં વિટામિન 'સી' સિવાય તમામ વિટામિન રહેલા છે. સામાન્ય રીતે ભેંસ, ગાય અને બકરીના દૂધનો ઉપયોગ આહાર તરીકે ગુજરાતના લોકો કરે છે, જેમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો વગેરે બનાવવામાં આવે છે. આ ઉપરાંત દૂધમાંથી શ્રીખંડ, આઇસ્ક્રીમ, પેંડા, બાસુંદી, રબડી, બરફી જેવી ઘણી મિઠાઇઓ પણ બનાવવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં દુધ ઉત્પાદન કરતી સહકારી મંડળીઓ લગભગ દરેક ગામમાં આવેલી છે.

સફેદ રંગનું કેમ હોય છે?[ફેરફાર કરો]

આપણે ત્યાં એવી માન્યતા છે કે દુધ કેલ્શિયમ ના કારણે સફેદ હોય છે. પરંતુ એવું નથી ગાયના દુધમાં દર લિટરે ૧.૨૭ ગ્રામ કેલ્શિયમ હોય છે અને પ્રોટીન ૩૩ ગ્રામ જેટલું હોય કે તેનાથી વધારે હોય છે. પ્રોટીન ની ઘણી જાત છે. પરતું દુધમાં કેસીન જાતનું પ્રોટીન હોય છે. આ જાત નું પ્રોટીન બીજા કોઈપણ ખાદ્યપદાર્થ માં હોતું નથી. કેસીન ની હાજરીથી દુધનો રંગ સફેદ હોય છે. ગાયના દૂધ કરતાં ભેસના દુધમાં કેસીનનું પ્રમાણ વધુ હોવાથી ભેસનું દૂધ વધુ સફેદ હોય છે.

દૂધનું આયુર્વેદમાં મહત્વ[ફેરફાર કરો]

આયુર્વેદના જુદા જુદા ગ્રંથોમાં દર્શાવ્યા મુજબ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. ચરક સંહિતામાં જણાવ્યા મુજબ 'ગવ્યં દશગુણં પય:', એટલે કે, ગાયના દૂધમાં દશ ગુણ છે. આથી આગળ વધીને મહર્ષિ ચરક આ ગ્રંથના અન્નપાન વિધિ વિષેનાં અધ્યાય (સૂત્રસ્થાન-અધ્યાય ૨૭)માં દૂધને 'ક્ષીરં જીવયતિ' કહીને તે જીવનદાતા હોવાનું જણાવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

આયુર્વેદમાં દૂધના ઉત્પાદનોની અસર - ડૉ.પંકજ નરમ