દહીં

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
તુર્કીનું દહીં.
દહીં
આહારનું પોષણ મુલ્ય પ્રતિ ૧૦૦ ગ્રામ(૩.૫ ઔંસ)
શક્તિ 60 kcal   260 kJ
કાર્બોદિત પદાર્થો     4.7 g
- શર્કરા  4.7 g (*)
ચરબી 3.3 g
- સંતૃપ્ત ચરબી  2.1 g
- મોનોસેચ્યુરેટેડ  0.9 g  
નત્રલ (પ્રોટીન) 3.5 g
રીબોફ્લેવીન (વિટામિન બી૨)  0.14 mg   9%
કેલ્શિયમ  121 mg 12%
(*) લેક્ટોઝની માત્રા સંગ્રહ દરમ્યાન ઘટતી હોય છે.
ટકાવારી અમેરિકા (US)નાં સંદર્ભમાં છે
પુખ્ત વ્યક્તિ માટે ભલામણ
સ્ત્રોત: USDA Nutrient database

દહીં એક દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે, જેનું નિર્માણ દૂધના જીવાણુજન્ય ફેરફાર દ્વારા થાય છે. દૂધમાં રહેલા લેક્ટોઝમાં આથો આવવાથી તેમાંથી લેક્ટિક અમ્લ બને છે, જે દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી એને દહીંમાં ફેરવી નાખે છે. આ સાથે જ તેના દેખાવ તેમ જ સ્વાદમાં પણ પરિવર્તન થાય છે. વિશેષ ખાટ્ટો સ્વાદ ધરાવતું દહીંનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. સોયા દહીં એટલે કે યોગર્ટ, દહીંનો એક વિકલ્પ છે, જેને સોયા દૂધમાંથી બનાવવામાં આવે છે.

લોકો ખાવામાં દહીંનો ઉપયોગ પાછળનાં ઓછાંમાં ઓછા ૪૫૦૦ વર્ષોથી કરી રહ્યા છે. આજના જમાનામાં દહીંનું સેવન દુનિયા ભરમાં કરવામાં આવે છે. દહીં એક સ્વાસ્થ્યપ્રદ પોષક આહાર છે. દહીં પ્રોટીન, કૈલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન B6 અને વિટામિન B12 જેવાં પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે.