પનીર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
મુંબઇ ખાતે પનીર ટિક્કા

પનીર (Indian cottage cheese) એ એક દુધમાંથી મેળવવામાં આવતું ઉત્પાદન છે. આ ચીઝ (cheese)નો જ એક પ્રકાર છે, જેનો ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે છેના પણ એક વિશેષ પ્રકારની ભારતીય ચીઝ છે, જે પનીરને મળતું આવે છે અને રસગુલ્લા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દેશમાં પનીરનો ઉપયોગ સીમિત માત્રામાં જ થતો હોય છે. કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં અપેક્ષાકૃત અધિક પનીરનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.

ઉપયોગિતા[ફેરફાર કરો]

મટર-પનીરનું શાક (રોટલીની સાથે)

સ્વાસ્થ્યવધર્ક ખાદ્યપદાર્થના રૂપમાં પનીર ખુબ જ મહત્વપૂર્ણ તેમ જ ઠંડા પ્રદેશોમાં બહુપ્રચલિત ખાદ્ય પદાર્થ છે. એવા રોગના દર્દીઓ, બાળકો તેમ જ વૃદ્ધોને માટે જેમને માંસયુક્ત ભોજન પચાવવામાં કઠિનાઈ થતી હોય છે, પનીર શ્રેષ્ઠ ખાદ્ય પદાર્થ છે, કારણ કે પનીરમાં પ્રોટીન, માંસની જેમ જ પર્યાપ્ત માત્રામાં હોય છે તથા અધિક પાચક સ્થિતિમાં રહેતું હોય છે. સાથે સાથે કેલરી (calories)ની માત્રા પણ માંસ જેટલા પ્રમાણમાં હોય છે. ઠંડા પ્રદેશોમાં, જ્યાં પનીરને કોઇ પણ કઠિનાઈ વગર ઘણા લાંબા સમય સુધી સારી હાલતમાં રાખી શકાય છે, ત્યાં પનીરનો ઉપયોગ મોટા પાયા પર થતો હોય છે. અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, યુરોપ, અમેરીકા, ઓસ્ટ્રેલિયા આદિ દેશોમાં પનીરની ખપત ઘણી ઉંચી માત્રામાં થતી હોય છે. પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોમાં પનીરનું સ્થાન માંસ કરતાં પહેલાં આવે છે. ગરમ પ્રદેશોમાં પનીરને લાંબા સમય માટે સુરક્ષિત રૂપથી સાચવી રાખવાનું સંભવ નથી હોતું, આ કારણસર જ ગરમ પ્રદેશોમાં પનીરનો ઉપયોગ સીમિત માત્રામાં જ થાય છે. સારી કક્ષાનું પનીર બનાવવું એ પણ એક કલા છે, જેને પ્રત્યેક પનીર બનાવવા વાળી સંસ્થાઓ ગુપ્ત રાખે છે.

નિર્માણ[ફેરફાર કરો]

પનીર (Cheese) ઘી કાઢી લીધેલા અથવા પૂર્ણ દૂધમાં જો કોઈ અમ્લ પદાર્થ મેળવી દેવામાં આવે અથવા વાછરડાના પેટમાંથી પ્રાપ્ત થતા રેનેઠ નામક પદાર્થને દૂધમાં નાખી દેવામાં આવે, તો દૂધ જામી જાય છે. આ ક્રિયા કરવાથી છેના (કેસીન) દૂધના પાણીવાળા ભાગથી અલગ થઇ જાય છે. પાતળા કપડાનાં ટુકડાથી ગાળી લઇને પાણી અલગ કરવાથી પર છેનાવાળા ભાગને કાઢી લેવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]