અફઘાનિસ્તાન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Emblem of Afghanistan.svg
Flag of Afghanistan.svg
દુનિયામાં અફઘાનિસ્તાનનું સ્થાન

અફઘાનિસ્તાન મધ્ય એશિયાનો દેશ છે. તેની પશ્ચિમે ઈરાન, પૂર્વે અને દક્ષિણે પાકિસ્તાન, ઉત્તરે તૂર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તાજીકિસ્તાન તથા ઉત્તર-પૂર્વ ભાગમાં ચીન દેશ આવેલ છે. અફઘાનિસ્તાન દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાંનો એક દેશ છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

અફઘાનિસ્તાન પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતીનો ભાગ હતું. ત્યાર પછી ઉત્તરથી આવેલ મુસલમાનો ત્યાં વસ્યા હતાં. બીજા વિશ્વયુદ્ધ પછી તે એક મુસ્લીમ રાષ્ટ્ર બન્યું જેમાં કુદરતી સંપત્તિનો લગભગ સંપૂર્ણ પણે અભાવ હતો. ઠંડા યદ્ધ દરમ્યાન સોવિયેત સંઘ એ અફઘાનિસ્તાનને પોતાનામાં સમાવી લેવાના ઘણા પ્રયત્નો કર્યા હતાં, જે અફઘાનિસ્તાન એ અમેરીકા તથા અરબીદેશોની વિવિધ પ્રકારની મદદથી, કપરી અને લોહીયાળ લડત વડે ખાળ્યા હતા. આ કાળ બાદ અફઘાનિસ્તાનમાં એક ખૂબજ રૂઢીચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઇ હતી. ૧૧ સપ્ટેમ્બરના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા રાજ્યતંત્રની સ્થાપના કરી.