ભેંસ

વિકિપીડિયામાંથી

ભેંસ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Artiodactyla
Family: Bovidae
Subfamily: Bovinae
Tribe: Bovini
Genus: 'Bubalus'
Species: ''B. bubalis''
દ્વિનામી નામ
Bubalus bubalis

ભેંસ એ એક પ્રકારનું પાલતુ પ્રાણી છે, જેનો ઉપયોગ ખાસ કરીને દુધ મેળવવા માટે થાય છે, ખાસ કરીને એશીયામાં તેનો વ્યાપ વધારે છે. તેનું ગૌત્ર ગૌ વંશ છે. દુધ આપતા અન્ય પ્રાણીઓની સરખામણીએ ભેંસનીં દુધ આપવાની ક્ષમતા વધારે છે, તેથી તેનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે. નર ભેંસને પાડો તથા માદાનેં ભેંસ કહેવામાં આવે છે. ભેંસ આછા ભુખરા રંગ થી લઇને ઘાટ્ટા કાળા રંગ સુધીનીં જોવા મળે છે. તે દક્ષિણ અમેરીકા, દક્ષિણ યુરોપ, તથા ઉત્તર આફ્રિકા માં પણ જોવા મળે છે, પણ તેની જાતીગત વિવિધતા એશીયામાં વધારે જોવા મળે છે.

ભેંસ ની જાતો[ફેરફાર કરો]

ભારતમાં વિવિધ ક્ષેત્રોની ભેંસો તેમની લાક્ષણિકતાઓને કારણે એક-બીજાથી અલગ તરી આવે છે, અને આ કારણે જ તેમને જે-તે જાત (પ્રકાર)નાં નામથી ઓળખવામાં આવે છે. આ બધીજ પાલતુ ભેંસોની જાતો છે.

સુરતી ભેંસ[ફેરફાર કરો]

સુરતી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં દક્ષીણ ગુજરાતમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ જેવો જ છે. તેનો રંગ થોડો ભુખરો પડતો હોય છે. તેનું માથુ મોટું હોય છે તેનાં શીંગડા નાના પરંતુ નીચેથી વળાંક વાળા હોય છે જે ઉપર જતા અણીદાર હોય છે. તેની પુંછડી લાંબી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે. સુરતી ભેંસ આખા વર્ષ દરમિયાન ૧૪૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૯૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ લગભગ ૫૩૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

મહેસાણી ભેંસ[ફેરફાર કરો]

મહેસાણી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ જેવોજ છે. તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પહોળું હોય છે તેનાં શીંગડા નાના પરંતુ ઉપર થી નીચેની તરફ વળાંક વાળા હોય છે . તેની પુંછડી લાંબી અને નીચેથી કાળા, બદામી તથા સફેદ વાળ વાળી હોય છે. મહેસાણી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૭૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૧૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૨.૨ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૭૬ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

જાફરાબાદી ભેંસ[ફેરફાર કરો]

જાફરાબાદી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર પ્રદેશમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ કરતા મોટો હોય છે. શારીરીક બાંધો મજબુત અને ભરાવદાર શરીર તેનીં ખાસીયત છે તેનીં ગરદન લાંબી અને મજબુત હોય છે . તેનો રંગ કાળો તથા ઘેરા રાતાશ પડતો હોય છે. તેનું માથુ પોહળુ હોય છે અને વાળ વધારે હોય છે તેનાં શીંગડા આક્રિકન ભેંસ જેવા હોય છે દેખાવમાં થોડી જંગલી ભેંસ જેવી છે તેનાં શીંગળા તેનીં ખાસીયત છે જે ખોપરી માંથી મોટા ઉભાર સાથે નીકળે છે. અન્ય ભેંસોની સરખામણીં એ તેનાં શીંગડા નીચેની તરફ નમેલા અનેં લાંબા, જાળા તથા તિક્ષ્ણ હોય છે. તેની પુંછડી મધ્યમ આકારની હોય છે. જાફરાબાદી ભેંસ આખા વર્ષ દરમિયાન ૧૮૫૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૦.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૪૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

મુરાહ ભેંસ[ફેરફાર કરો]

મુરાહ ભેંસ ખાસ કરીનેં ઉત્તર ભારતમાં મઘ્ય હરીયાણા તથા દિલ્હીની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ કરતા થોડો લાંબો હોય છે.. તેનો રંગ ઘેરો કાળો પડતો હોય છે. તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં ટુંકી ગરદન હોય છે. તેનાં શીંગડા નાના અનેં ગોળ વળાંક વાળા હોય છે . તેની પુંછડી લાંબી અને નીચેથી કાળા તથા સફેદ વાળ વાળી હોય છે. મુરાહ ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૨૦૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૪ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૫૩ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

મરાઠવાડી ભેંસ[ફેરફાર કરો]

મરાઠવાડી ભેંસ ખાસ કરીનેં પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રનાં મરાઠવાડા પ્રદેશ ની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય ભેંસ જેવો હોય છે.. તેનો રંગ કાળો તથા ભુખરા પડતો હોય છે. તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં લાંબી ગરદન હોય છે. તેનાં શીંગડા લાંબા હોય છે જે તેનાં ખભા સુધી પહોંચતા હોય છે . તેની પુંછડી ટુંકી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે. મરાઠવાડી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૦૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૫.૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૩૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

નીલીરાવી ભેંસ[ફેરફાર કરો]

નીલીરાવી ભેંસ ખાસ કરીને ઉત્તર ભારતના પંજાબમાં તથા પાકિસ્તાનનાં લાહોરની આસપાસનાં વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્યથી લઇને મોટો હોય છે.. તેનો રંગ કાળો તથા ભુખરા પડતો હોય છે. તેનું માથુ મઘ્યમ આકારનું હોય છે અનેં માથા પર સફેદ ધબ્બા હોય છે અનેં તેની ટુંકી તથા વળાંક વાળી ગરદન હોય છે. તેનાં શીંગડા ખુબજ નાનાં અનેં વળાંકવાળા હોય છે. તેનાં પગ ટુંકા અને નાની ખુર વાળા હોય છે . અને તેનીં દ્રષ્ટી અન્ય ભેંસોની સરખામણી એ ઘણી સારી હોય છે. તેની પુંછડી લાંબી અને નીચેથી સફેદ વાળ વાળી હોય છે. નીલીરાવી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૯૫૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૦૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૫.૩ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૮૭ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

નાગપુરી ભેંસ[ફેરફાર કરો]

નાગપુરી ભેંસ ખાસ કરીનેં મઘ્ય ભારતમાંમહારાષ્ટ્ર માં નાગપુરની આસપાસના વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય હોય છે.. તેનો રંગ કાળો તથા ઘેરા રાખોડી પડતો હોય છે. તેનું માથુ લાંબુ અનેં શંકુ આકારનું હોય છે અનેં તેની લાંબી તથા સીધી ગરદન હોય છે. તેનાં શીંગડા સીધા અનેં લાંબા હોય છે જે તેનાં ખભા સુધી પહોંચતા હોય છે . તેની પુંછડી ટુંકી અને નીચેથી રાખોડી વાળ વાળી હોય છે. નાગપુરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૨૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૭૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૫.૮ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૩૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

પંઢરપુરી ભેંસ[ફેરફાર કરો]

પંઢરપુરી ભેંસ ખાસ કરીનેં મઘ્ય ભારતમાંમહારાષ્ટ્ર માં પંઢરપુરની આસપાસના વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય હોય છે.. તેનો રંગ કાળો તથા ઘેરા રાખોડી પડતો હોય છે. તેનું માથુ લાંબુ અનેં આગળ થી સાંકળુ હોય છે અનેં તેની મધ્યમ આકારની તથા ભરાવદાર ગરદન હોય છે. તેનાં શીંગડા સીધા અનેં લાંબા હોય અને વળાંક હુક આકારનાં હોય છે. તેની પુંછડી ટુંકી અને નીચેથી રાખોડી વાળ વાળી હોય છે. પંઢરપુરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૪૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૫૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૪.૮ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૬૫ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

ભદાવરી ભેંસ[ફેરફાર કરો]

ભદાવરી ભેંસ ખાસ કરીનેં ઉત્તર ભારતમાંઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની આસપાસના વિસ્તારોમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય હોય છે. પણ શરીર ભરાવદાર અનેં ઘાટીલું હોય છે તેનો રંગ કાળો હોય છે તથા વાળ વાળ હલકા બદામી રંગનાં હોય છે અનેં ગરદનનાં નીચે સફેદ રૂંવાટી હોય છે. તેનું માથુ નાનું અનેં બે શીંગડાનીં બચ્ચે સેટ થયેલું હોય છે અનેં તેની મધ્યમ આકારની હોય છે. તેનાં શીંગડા નીચેથી ઉપરનીં તરફ વળાંક વાળા હોય છે. તેની પુંછડી લાંબી,ભરાવદાર અને નીચેથી બદામી વાળ વાળી હોય છે. ભદાવરી ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૧૧૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૭૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૫૦ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૭૮ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

ટોડા ભેંસ[ફેરફાર કરો]

ટોડા ભેંસ ખાસ કરીનેં દક્ષિણ ભારતમાં તામિલનાડુમાં પશ્ચિમ વિસ્તારોની આસપાસમાં જોવા મળી આવે છે. તેનો આકાર સામાન્ય અને લાંબો હોય છે તેનો રંગ આછા થી ઘેરા રાખોડી પડતો હોય છે તેનાં પગ નીચેથી સફેદ હોય છે. ખભા ઉપસેલા અનેં પહોળી છાતી હોય છે. તેનું માથુ ફેલાયેલું અનેં મોટા આકારનું હોય છે અનેં તેની મધ્યમ આકારનીં ગરદન હોય છે. તેનાં શીંગડા ફેલાયેલા અનેં લાંબા હોય અનેં તીક્ષ્ણ હોય છે . તેની પુંછડી લાંબી અને પતલી તથા કાળા વાળ વાળી હોય છે. ટોડા ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૭૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૨૫૦ દિવસ સુધીનો હોય છે. આ ભેંસ જન્મનાં લગભગ ૪૭ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૪૮૦ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

સ્વામ્પ ભેંસ[ફેરફાર કરો]

સ્વામ્પ ભેંસ ખાસ કરીને પુર્વ ભારતનાં રાજ્યોમાં જોવા મળી આવે છે. ખાસ કરીને તે બ્રહ્મપુત્રા નદીના કિનારાનાં પ્રદેશોમાં વિશેષ જોવા મળે છે. તેનો આકાર સામાન્ય ભેંસ કરતા નાનો હોય છે. તેનો રંગ થોડો ભુખરો તથા ગુલાબી પડતો હોય છે. તેનું માથુ નાનું હોય છે તેનાં શીંગડા સીધા પરંતુ છેડા પરથી વળાંક વાળા હોય છે. તેની પુંછડી મધ્યમ આકારની હોય છે. સ્વામ્પ ભેંસ આખા વર્ષ દર્મ્યાન ૫૦૦ કિગ્રા દુધ આપી શકે છે. જેનો ગાળો ૩૧૩ દિવસ સુધીનો હોય છે.આ ભેંસ જન્મનાં લગભગ ૫૫ મહિનાં બાદ બચ્ચા આપી શકે છે અને ૫૧૧ દિવસ પછી બીજા બચ્ચાને જન્મ આપી શકે છે.

બન્ની ભેંસ[ફેરફાર કરો]

બન્ની ભેંસને કેન્દ્ર સરકાર દ્વારા ૧૧ મી નસલ તરીકે માન્યતા આપવામાં આવેલ છે. બન્ની ભેંસની એક અલગ ઓળખાણ છે. તેના શિંગડા સુંદર હોય છે. બન્નીની ભેંસ ની કિંમત ૫૦,૦૦૦ થી કરી ૫,૦૦,૦૦૦ સુધી છે.

બાહ્ય કડી[ફેરફાર કરો]