સૌરાષ્ટ્ર

વિકિપીડિયામાંથી
સૌરાષ્ટ્ર

સોરઠ
વિસ્તાર
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર, ભારત
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર, ભારત
સૌરાષ્ટ્રમાં આવેલા જિલ્લાઓ
સૌરાષ્ટ્રમાં આવેલા જિલ્લાઓ
ભારતમાં સૌરાષ્ટ્રનું સ્થાન
ભારતમાં સૌરાષ્ટ્રનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 22°18′00″N 70°47′00″E / 22.3000°N 70.7833°E / 22.3000; 70.7833
દેશભારત
રાજ્યગુજરાત
વિસ્તાર
 • કુલ૬૬,૦૦૦ km2 (૨૫૦૦૦ sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ
મુખ્ય શહેરોરાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર, પોરબંદર

સૌરાષ્ટ્ર (અથવા સોરઠ કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.

જિલ્લાઓ[ફેરફાર કરો]

સૌરાષ્ટ્રમાં ગુજરાતના નીચેના જિલ્લા તેમજ વિસ્તારોનો સમાવેશ થાય છે:

ઐતિહાસિક રીતે દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના દીવ જિલ્લાનો પણ સૌરાષ્ટ્રમાં સમાવેશ થતો હતો.[૧]

ઇતિહાસ[ફેરફાર કરો]

પ્રાચીન ભારતીય રાજ્યોનો નકશો.

સુરાષ્ટ્રા જે પાછળ થી અપભ્રંશ થઈ "સૌરાષ્ટ્ર" થયું તેના નામ પાછળનો મતલબ - "શ્રેષ્ઠ ધરા" છે. મહાભારતમાં, પeનીનીની ગણપથામાં, રુદ્રદમન, સ્કંદગુપ્ત અને વલ્લભી કાળના ઘણાં તામ્રપટમાં પણ તેના મબલક પાક ઉપજાવવાના ગુણ વાળી ધરતી ને કારણે "સુરાષ્ટ્રા" તરીકે ઉલ્લેખ છે.

આ સિવાય વિદેશી નોંધમાં, ઇજિપ્તીયન ગણિતશાસ્ત્રી, ભૂગોળવેત્તા ટોલેમી (ઇ. સ. ૧૫૦) તથા ગ્રીક હસ્તપ્રત પેરિપ્લસમાં (ઇ. સ. ૨૧૦) "સુરસ્ત્રેન / સુરસ્ટ્રેણ" તરીકે કાઠીયાવાડ પ્રદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Beyond the gulf of Baraca (Gulf of Kutch) is that of Barygaza (Bharuch) and the coast of the country of Ariaca, which is the beginning of the Kingdom of Nambanus (Nahapana) and of all India. That part of it lying inland and adjoining Scythia is called Abiria, but the coast is called Syrastrene. It is a fertile country, yielding wheat and rice and sesame oil and clarified butter, cotton and the Indian cloths made therefrom, of the coarser sorts. Very many cattle are pastured there, and the men are of great stature and black in color. The metropolis of this country is Minnagara, from which much cotton cloth is brought down to Barygaza.

— Periplus[૨]

સોરઠ[ફેરફાર કરો]

લાંબા સમયના અવકાશ સુધી સોરઠ નામ માત્ર એક સિમિત વિસ્તાર અને પછીથી મુસ્લિમ શાસિત જૂનાગઢ રાજ્યને અપાયું હતું. બ્રિટિશ રાજનાં સમયમાં જૂનાગઢ અને તેની આસપાસનાં રજવાડાંઓની દેખરેખ Western India States Agency (WISA) હેઠળ હતી. ૧૯૪૭માં, જૂનાગઢનાં મુસ્લિમ શાસકે આ વિસ્તારને પાકિસ્તાનમાં ભેળવવા તૈયારી કરી હતી. પરંતુ પ્રજાએ વિરોધ કરી આરઝી હકૂમત સ્થાપી અને શાસકે કરાચી ભાગી જવું પડ્યું. અંતે આ વિસ્તાર ભારતમાં ભળ્યો.

સૌરાષ્ટ્ર સંત અને શૂરાઓની ભૂમિ મનાય છે. કેટલાયે પ્રસિદ્ધ સંત અને અધ્યાત્મિક મહાપુરુષોની આ જન્મભૂમિ, કર્મભૂમિ છે.

સૌરાષ્ટ્ર રાજ્ય[ફેરફાર કરો]

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ કાઠિયાવાડ, ૧૯૪૮-૫૬

૧૯૪૭માં ભારતનાં સ્વાતંત્ર્ય બાદ, પૂર્વ જૂનાગઢ રાજ્ય સહિત કાઠિયાવાડનાં ૨૧૭ રજવાડાઓનું એકીકરણ કરી ને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી. ત્યારે તેને ’યુનાઈટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ’ તરીકે ઓળખાવાયું. નવેમ્બર ૧૯૪૮માં તેનું ’સૌરાષ્ટ્ર રાજ્ય’ તરીકે નવું નામકરણ થયું. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સ્થાનિક રજવાડાં અને સુબાઓ (જે કુલ મળીને ૨૨૨ હતા)ને સહમત કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબ જહેમત ઉઠાવી હતી. જો કે, ભાવનગર/ગોહિલવાડ રાજ્યના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમનું વિશાળ રાજ્ય સામેથી સરદાર પટેલને ભારતીય સંઘમાં ભેળવવા માટે અર્પણ કર્યું, અને આમ ભાવનગર ભારતીય સંઘમાં ભળનાર પ્રથમ રાજ્ય બન્યું.

સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ઉચ્છરંગરાય ઢેબર (૧૯૦૫-૧૯૭૭) સૌરાષ્ટ્ર રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી બન્યા. તેઓ પછીથી ૧૯૫૫ થી ૧૯૫૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રિય કૉંગ્રેસના પ્રમુખ બનેલા. તે પછી ૧૯ ડિસેમ્બર ૧૯૫૪માં રસિકલાલ પરીખે આ પદ સંભાળેલું.

૧ નવેમ્બર ૧૯૫૬માં સૌરાષ્ટ્ર રાજ્યનું બૃહદ મુંબઇ રાજ્યમાં વિલિનીકરણ થયું. ૧૯૬૦માં બૃહદ મુંબઈ રાજ્યના ભાષા આધારીત ભાગલા પડ્યા અને ગુજરાત તથા મહારાષ્ટ્ર એમ બે નવા રાજ્યોની રચના થઈ. પૂર્વ સોરઠ કે જૂનાગઢ રજવાડા સહીતનો સૌરાષ્ટ્ર વિભાગ હાલ ગુજરાત રાજ્યનો જ એક ભાગ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "History of Diu – Diu Tourism Department – India". મૂળ માંથી 2009-08-02 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-03.
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2014-08-14 પર સંગ્રહિત. મેળવેલ 2012-05-07.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]