નડીઆદ

વિકિપીડિયામાંથી
નડીઆદ
—  શહેર  —
નડીઆદનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°42′00″N 72°52′12″E / 22.700000°N 72.870000°E / 22.700000; 72.870000
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા જિલ્લો
વસ્તી ૨,૨૫,૦૭૧[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૨ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 35 metres (115 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૭ ૦૦૧, ૩૮૭ ૦૦૨
    • ફોન કોડ • +0268
    વાહન • GJ-7

નડીઆદ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલું શહેર અને જિલ્લા તેમજ તાલુકાનું મુખ્ય મથક છે. નડીઆદ સામાજીક-શૈક્ષણિક-ધાર્મિક સેવાઓ કરતા સંતરામ મંદિર માટે જાણીતું છે.

ભૂગોળ[ફેરફાર કરો]

નડીઆદ ૨૨.૭° N ૭૨.૮૭° E પર વસેલું છે.[૨] સમુદ્રની સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૩૫ મીટર (૧૦૫ ફીટ) છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

નડીઆદનું ઐતિહાસિક નામ નટીપ્રદ અને પછી નટપુર હતું. આ શહેરમાં પહેલા મુસ્લિમ નવાબ અને પછી વડોદરાના ગાયકવાડનું રાજ હતું.

એક સમયે નડિયાદ નવ વાવ, નવ તળાવો , નવ ભાગોળો અને નવ સિનેમા ઘરો માટે જાણીતું હતું. ગાંધીજીએ તેમની સ્વતંત્રતાની ચળવળમાં અનેક વખત નડીઆદની મુલાકાત લીધી હતી.

નડીઆદ ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, બાલાશંકર કંથારીયા, ઇન્દુલાલ યાજ્ઞિક, મનસુખરામ ત્રિપાઠી, અંબાલાલ જાની, ચંદ્રશંકર પંડ્યા, છગનલાલ પંડ્યા, ઝવેરીલાલ યાજ્ઞિક, દોલતરામ પંડ્યા અને બકુલ ત્રિપાઠી વગેરે જેવા ગુજરાતના ઘણા મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી ચુક્યું છે. સ્વત્રંત ભારત ના પ્રથમ  ગૃહ પ્રધાન અને લોખંડી પુરુષ તરીકે જાણીતા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલનું પણ જન્મસ્થાન નડિયાદ છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની પણ આ જન્મભૂમિ છે. નડીઆદ શ્રી સંતરામ મહારાજની પૂણ્યભૂમી છે.

વસ્તી[ફેરફાર કરો]

ઇ.સ. ૨૦૧૧ની ભારતની વસ્તી ગણતરી પ્રમાણે નડીઆદ શહેરની વસ્તી ૨,૨૫,૦૭૧ છે. પુરુષોની સંખ્યા ૧,૧૫,૯૦૩ અને સ્ત્રીઓની સંખ્યા ૧,૦૯,૧૬૮ છે. નડીઆદનો સાક્ષરતા દર ૮૭% છે.[૧]

શૈક્ષણિક સંસ્થાઓ[ફેરફાર કરો]

  • ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી
  • ધર્મસિંહ દેસાઈ કૉમર્સ કોલેજ
  • જે એસ આયુર્વેદિક મહાવિદ્યાલય
  • ભગત અને સોનાવાલા લૉ કોલેજ
  • જે એન્ડ જે સાયન્સ કોલેજ
  • આઇ.વી. પટેલ કોલેજ ઑફ કૉમર્સ
  • ટી.જે. પટેલ કૉમસ કૉલેજ
  • સી.બી. પટેલ આટર્સ કૉલેજ
  • સુરજબા મહિલા આર્ટ્સ કોલેજ
  • શારદા મંદીર સ્કુલ
  • ડી.પી. દેસાઈ સ્કુલ
  • સ્વામી વિવેકાનંદ સ્કુલ

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સંતરામ મંદિર

સ્વાસ્થ્ય[ફેરફાર કરો]

  • સંતરામ મંદિર જનસેવા સંસ્થાન
  • મહાગુજરાત હોસ્પિટલ
  • મુળજીભાઈ પટેલ યુરોલોજી સેન્ટર (કીડની હોસ્પિટલ)
  • શ્રી એન ડી દેસાઈ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ (ડીડી યુનિવર્સિટી સંચાલિત)
  • પી  ડી પટેલ આયુર્વેદિક હોસ્પિટલ (જે એસ આયુર્વેદિક કોલેજ સંચાલીત)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ "Nadiad Population, Caste Data Kheda Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૭ જૂન ૨૦૧૭.[હંમેશ માટે મૃત કડી]
  2. Falling Rain Genomics, Inc - Nadiad

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]