બાબુભાઈ જશભાઈ પટેલ

વિકિપીડિયામાંથી
બાબુભાઈ જશભાઈ પટેલ
ગુજરાતના ૬ઠા મુખ્યમંત્રી
પદ પર
૧૮ જૂન, ૧૯૭૫ – ૧૨ માર્ચ, ૧૯૭૬
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
પદ પર
૧૧ એપ્રિલ, ૧૯૭૭ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦
પુરોગામીમાધવસિંહ સોલંકી
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
અંગત વિગતો
જન્મ(1911-02-09)9 February 1911
નડીઆદ, ગુજરાત, ભારત
મૃત્યુ19 December 2002(2002-12-19) (ઉંમર 91)
ગાંધીનગર
રાજકીય પક્ષજનતા મોર્ચો, જનતા પાર્ટી
નિવાસસ્થાનગાંધીનગર

બાબુભાઈ જશભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ બે વખત મુખ્યમંત્રીના હોદ્દે રહ્યા, પ્રથમ જૂન ૧૯૭૫ થી માર્ચ ૧૯૭૬ સુધી જનતા મોર્ચાના નેતા તરીકે અને બીજી વખત એપ્રિલ ૧૯૭૭ થી ફેબ્રુઆરી ૧૯૮૦ સુધી જનતા પાર્ટીના નેતા તરીકે.[૧]

જીવન[ફેરફાર કરો]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૯ ફેબ્રુઆરી, ૧૯૧૧ના રોજ નડીઆદ, ગુજરાત ખાતે થયેલો. તેઓ વ્યવસાયે વકીલ હતા.[૧] તેઓ ૧૯૩૦માં કોલેજમાં અભ્યાસ કરતા હતા એ સમયે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા. અને એ સબબ ૧૯૪૨ સુધીમાં તેઓ સાત વખત જેલમાં ગયેલા.[૧]

કારકિર્દી[ફેરફાર કરો]

મુંબઈ રાજ્યના વખતના મંત્રીમંડળમાં, ૧૯૫૨ થી ૧૯૫૭ સુધી, તેઓ કેબિનેટ મંત્રી રહ્યા. ગુજરાતની રચના પછી ૧૯૬૭માં તેઓ ગુજરાતની ધારાસભામાં ચૂંટાયા અને વિવિધ મંત્રાલયો સંભાળેલા.[૧]

૧૯૭૪માં, ચીમનભાઈ પટેલે નવનિર્માણ આંદોલનને કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને ધારાસભાનું વિસર્જન કરાયું. ચૂંટણી પછી ૧૮ જૂન, ૧૯૭૫માં તેઓ ગુજરાતના પ્રથમ ગેરકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા. તેઓ વિવિધ પક્ષોના ગઠબંધનથી બનેલા જનતા મોર્ચાના નેતા બન્યા. એક અઠવાડીયા પછી, ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાદવામાં આવી પણ તેઓ માર્ચ ૧૯૭૬ સુધી પદ પર કાયમ રહ્યા. બીજી વખત તેઓ ૧૯૭૭ થી ૧૯૮૦ સુધી, જનતા પાર્ટીના નેતા તરીકે મુખ્યમંત્રી બન્યા. ૧૯૭૯ની મચ્છુ બંધ હોનારત સમયે તેઓએ છ માસ સુધી સઘળું મંત્રીમંડળ અને સરકારી તંત્રને મોરબી ફેરવ્યું હતું. ૧૯૯૦ની શરૂઆતમાં, ચીમનભાઈ પટેલની સરકારમાં, કેબિનેટ મંત્રી તરીકે તેઓ સરદાર સરોવર બંધ પરિયોજનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો હતો.[૧]

અવસાન[ફેરફાર કરો]

૧૯ ડિસેમ્બર, ૨૦૦૨નાં રોજ ગાંધીનગર ખાતે તેઓનું અવસાન થયું.[૧]

સન્માન[ફેરફાર કરો]

  • વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વલ્લભભાઈ પટેલ વિશ્વ પ્રતિભા એવૉર્ડ.[૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Gujarat ex-CM Babubhai Patel passes away". The Times Of India. Gandhinagar. Times of India. ૨૦ ડિસેમ્બર ૨૦૦૨. મૂળ માંથી 2013-11-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૩.
  2. "Award for ex-CM Babubhai J Patel - The Times of India". The Times Of India. ૦૧ જાન્યુઆરી ૨૦૦૨. મૂળ માંથી 2012-10-17 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-04. Check date values in: |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]