લખાણ પર જાઓ

સરદાર સરોવર બંધ

વિકિપીડિયામાંથી
સરદાર સરોવર બંધ
સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં.
સરદાર સરોવર બંધ, ૨૦૧૮માં.
સરદાર સરોવર બંધ is located in ગુજરાત
સરદાર સરોવર બંધ
ગુજરાતમાં સરદાર સરોવર બંધનું સ્થાન
અધિકૃત નામસરદાર સરોવર બંધ
દેશભારત
સ્થળનવાગામ, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ21°49′49″N 73°44′50″E / 21.83028°N 73.74722°E / 21.83028; 73.74722
સ્થિતિસક્રિય
માલિકોનર્મદા કંટ્રોલ ઓથોરિટી
બંધ અને સ્પિલવે
બંધનો પ્રકારગુરૂત્વાકર્ષણ બંધ, સિમેન્ટ
નદીનર્મદા નદી
ઊંચાઇ (પાયો)163 m (535 ft)
લંબાઈ1,210 m (3,970 ft)
સ્પિલવે ક્ષમતા84,949 m3/s (2,999,900 cu ft/s)
સરોવર
કુલ ક્ષમતા9,500,000,000 m3 (7,701,775 acre⋅ft)
સક્રિય ક્ષમતા5,800,000,000 m3 (4,702,137 acre⋅ft)
સ્ત્રાવ વિસ્તાર88,000 km2 (34,000 sq mi)
સપાટી વિસ્તાર375.33 km2 (144.92 sq mi)
મહત્તમ લંબાઈ214 km (133 mi)
મહત્તમ પહોળાઈ1.77 km (1.10 mi)
સામાન્ય ઊંચાઇ138 m (453 ft)
ઊર્જા મથક
સંચાલકોસરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ[૧]
શરૂઆત તારીખજૂન ૨૦૦૬
ટર્બાઇનબંધ: ૬ x ૨૦૦ મેગાવોટ ફ્રાન્સિસ પંપ-ટર્બાઇન
નહેર: ૫ x ૫૦ મેગાવોટ કપ્લાન પ્રકાર[૨]
સ્થાપિત ક્ષમતા૧,૪૫૦ મેગાવોટ
વેબસાઈટ
www.sardarsarovardam.org
સરદાર સરોવર બંધ

સરદાર સરોવર યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં વહેતી નર્મદા નદી પર આવેલી વિશાળ બંધ, મોટી તેમ જ લાંબી નહેરો તથા મોટા પાયે જળ દ્વારા વિજ-ઉત્પાદન માટેની મહત્વની યોજના છે.

વિગત[ફેરફાર કરો]

આ માટે મુખ્ય બંધનું નિર્માણ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના કેવડીયા નજીક આવેલા નવાગામ પાસે મહદંશે પૂર્ણ થઇ ચુક્યું છે અને બંધ કાર્યરત પણ છે, પરંતુ તેની ઉંચાઇ સતત વધારવામાં આવી રહી છે, જે માટેનું બાંધકામ હાલ ચાલી રહ્યું છે. સરદાર સરોવર યોજનાની નહેરો તેમ જ જળવિદ્યુત મથકનું નિર્માણ લગભગ પૂર્ણતાને આરે છે. બંધની કુલ ઉંચાઇ ૧૩૬.૫ મીટરની (આશરે ૪૪૫ ફુટ) સુચવવામાં આવી છે, જે નર્મદા બચાઓ આંદોલનને કારણે વિવાદમાં પડી હતી અને ભારતની સર્વોચ્ચ અદાલત તબકકાવાર બંધની ઉંચાઇ વધારવા માટેની પરવાનગી આપી રહી છે. હાલમાં જ ડેમની ઉંચાય ૧૩૮.૬૮ મી કરવામાં આવી છે.

આ બંધની શાખા અને પેટા શાખા નહેરો દ્વારા ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લોનાં અંતરિયાળ ગામો સુધી સિંચાઇનું પાણી પહોંચે છે. બાંધકામ ક્ષેત્રે આ બંધ આર.સી.સી. (સિમેન્ટ કોંક્રિટ)થી બનેલા બંધોમાં દ્વિતિય ક્રમે આવતો વિશાળ બંધ છે. હાલમાં આ બંધમાં ઉત્પન્ન થતી જળ વિદ્યુતથી, ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્ય પ્રદેશ પણ લાભ મેળવે છે.

નર્મદા ખીણપ્રદેશની જળસંપત્તિનું સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન માટેનું આયોજન ૧૯૪૬નાં અરસામાં શરુ કરવામાં આવ્યું હતું. પ્રારંભિક અન્વેષણમાં ભરૂચ સિંચાઈ યોજના સહીત સાત સિંચાઈ યોજનાઓ નક્કી કરવામાં આવી હતી અને અન્વેષણ માટે ભરૂચ (ગુજરાત), બારગી, તવા અને પુનાસા એમ ચાર યોજનાઓની અગ્રતા આપવામાં આવી હતી. અન્વેષણ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ગોરા ગામ નજીક ૧૬૧ ફૂટ (૪૯.૮૦ મીટર) પૂર્ણ જળાશય સપાટી (એફઆરએલ) ધરાવતા બંધસ્થળની પસંદગી કરવામાં આવી હતી અને યોજનાનો શીલાન્યાસ સ્વ. પંડિત જવાહરલાલ નહેરુનાં હસ્તે એપ્રિલ ૫, ૧૯૬૧નાં રોજ કરવામાં આવ્યો હતો. જો કે ત્યાર બાદ, સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી વધુ વિગતવાર આધુનિક નકશા પ્રાપ્ત થતાં,પાણીનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે માટે બંધની ઊંચાઈ વધારવાની શક્યતા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત અને મધ્ય પ્રદેશની સરકારો વચ્ચે નર્મદા જળના હિસ્સા અંગેના વિવાદનો ઉકેલ લાવવા, ભારત સરકારે ૧૯૬૪મા સ્વ. ડો. ખોસલાના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરી, જેણે વર્ષ ૧૯૬૫મા પૂર્ણ જળાશય સપાટી ૫૦૦ ફૂટ (૧૫૨.૪૪ મીટર) સાથે વધુ ઊંચો બંધ બાંધવા ભલામણ કરી. જો કે મધ્ય પ્રદેશ સરકાર ખોસલા સમિતિના અહેવાલ મુજબ નર્મદા જળ વિકાસ માટે સંમત ન થઈ અને તેથી ભારત સરકારે નદી જળવિવાદ કાયદો, ૧૯૫૬ અંતર્ગત ઓક્ટોબર ૧૯૬૯માં નર્મદા જળવિવાદ પંચ (એનડબ્લ્યુડીટી)ની રચના કરી. એનડબ્લ્યુડીટીએ ડિસેમ્બર, ૧૯૭૯માં તેનો આખરી ચુકાદો આપ્યો.

બંધનાં ફાયદા[ફેરફાર કરો]

બંધનાં બાંધકામ થઈ થનારા સુચિત ફાયદા, સર્વોચ્ચ ન્યાયાલયનાં ચુકાદામાં વર્ણવ્યા પ્રમાણે નીચે મુજબ છે:

 • સિંચાઇ: ગુજરાતની ૧૭,૯૨૦ ચો.કિ.મી. જમીન, કે જે ૧૨ જિલ્લા, ૬૨ તાલુકા અને ૩૩૯૩ ગામોમાં પથરાયેલી છે (જે પૈકીની પોણા ભાગની જમીન દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોમાં છે) અને રાજસ્થાનનાં બાડમેર જિલ્લો અને જાલોર જિલ્લાઓની ૭૩૦ ચો.કિ.મી. ની ઉજ્જડ જમીનને સિંચાઇનું પાણી પુરુ પાડશે.

જળાશાયની માહિતી[ફેરફાર કરો]

ક્રમ માહિતી વિવરણ
1 મુખ્ય કોંન્ક્રિટ ગ્રેવીટી બંધ ની લંબાઇ ૧૨૧૦.૦૦ મી
2 સૌથી ઊંડા પાયાના સ્તરેથી ઊંચાઇ ૧૬૩ મીટર
3 જળાશયની સૌથી ઉંચી જળાશય સપાટી (આર એલ) ૧૪૬.૫૦ મીટર
4 ડેમ સાઇટ ઉપર નદી સ્ત્રાવ ક્ષેત્રમાં આવરા વિસ્તાર ૮૮,૦૦૦ ચોરસ કીલો મીટર
5 જીવંત સંગ્રહ ક્ષમતા ૫.૮ લાખ હેક્ટર મીટર ૪૭ લાખ એકર ફૂટ
6 જળાશયની લંબાઇ 

વધુમાં વધુ પહોળાઇ સરેરાશ પહોળાઈ

૨૧૪.૦૦ કી.મી.

૧૬.૧૦ કી.મી. ૧.૭૭ કી.મી.

7 સ્પીલવેના દરવાજા

ઢળતી સ્પીલવે

સેવાની સ્પીલવે

૬૦ ફૂટ X૬૦ ફૂટ ના ૭

૬૦ ફૂટ X૫૫ ફૂટ ના ૨૩

8 સ્પીલવેની ક્ષમતા ૮૭,૦૦૦ ઘન મીટર/સેકન્ડ 

(૩૦.૭૦ લાખ ઘન ફુટ/સેકન્ડ)

તબકકાવાર વધેલી ઉંચાઇ[ફેરફાર કરો]

 • ફેબ્રુઆરી ૧૯૯૯માં સર્વોચ્ચ ન્યાયાલયે પ્રારંભિક ૮૦ મીટરની ઉંચાઇથી ૮૮ મીટર સુધી વધારવા માટેની લીલી ઝંડી આપી.
 • ઓક્ટોબર ૨૦૦૦માં ફરી એક વાર ૨ વિરુદ્ધ ૧ની બહુમતી વાળા ચુકાદામાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્ય સરકારને બંધની ઉંચાઇ ૯૦ મીટર સુધી લઇ જવાની પરવાનગી આપી.
 • મે ૨૦૦૨માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે (Narmada Control Authority) બંધની ઉંચાઇમાં વધુ પાંચ મીટર ઉમેરવાની સંમતિ આપી.
 • માર્ચ ૨૦૦૪માં, વધુ એક વખત ઉંચાઇ વધારવાની મંજુરી મળી, આ વખતે ૧૧૦ મીટર સુધીની.
 • માર્ચ ૨૦૦૬માં નર્મદા નિયંત્રણ સત્તામંડળે ડેમની ઉંચાઇ ૧૧૦.૬૪ મીટરથી વધારીને ૧૨૧.૯૨ મીટર સુધી લઇ જવાની છુટ આપી.
 • ઓગસ્ટ ૨૦૧૩ માં, ભારે વરસાદ સ્થળાંતર નર્મદા નદી સાથે ૭,૦૦૦ ગ્રામજનો ફરજ પડી જે ૧૩૧.૫ મીટર (૪૩૧ ફૂટ), ના જળાશય સ્તર વધારો થયો છે.
 • જૂન ૨૦૧૪ ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ૧૩૮.૬૮ મીટર (૪૫૫.૦ ફૂટ) માટે ૧૨૧.૯૨ મીટર (૪૦૦.૦ ફૂટ)ની ઊંચાઈ વધારવા માટે અંતિમ મંજૂરી આપી હતી
 • ત્યાર બાસ આપડા માન્નીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ધ્વારા ડેમ નુ લોકાપર્ણ કરવા મા આવ્યુ.

પાવર હાઉસ[ફેરફાર કરો]

સરદાર સરોવર યોજનામાં બે વિદ્યુત મથકો છે: (૧) ૧૨૦૦ મેગા વોટની ક્ષમતા ધરાવતું નદીતળ ભૂગર્ભ જળવિદ્યુત મથક અને (૨) ૨૫૦ મેગા વોટની ક્ષમતાવાળું નહેર આમુખ જળવિદ્યુત મથક. જળવિદ્યુતનો લાભ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે અનુક્રમે ૫૭:૨૭:૧૬ના ગુણોત્તરમાં વહેંચવામાં આવેલ છે.

વિદ્યુત મથક જમણા કાંઠે મુખ્ય બંધથી ૧૬૫ મીટર હેઠવાસમાં ભૂગર્ભ મથક તરીકે બાંધવામાં આવ્યું છે. આ વિદ્યુત મથકમાં ૨૦૦ મેગાવોટની ક્ષમત ધરાવતા ૬ ફ્રાન્સીસ ટાઈપ રીવર્સીબલ ટર્બાઈન જનરેટર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ટી.જી. સેટસ મેસર્સ સુમીતોમો કોર્પોરેશન, જાપાન અને મેસર્સ BHEL દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે.

આ એકમો લઘુતમ ૧૧૦.૬૪ મીટરની પૂર્ણ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે. આ છ એકમો ફેબ્રુઆરી ૨૦૦૫ થી જૂન ૨૦૦૬ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. તેમાં ઊર્જા નિર્માણ ઉપરવાસની યોજનાઓમાંથી આવતા પાણીનાં આવરા અને ગુજરાતની સિંચાઈ જરૂરીયાત પર આધાર રાખે છે.

નહેર આમુખ વિદ્યુત મથક[ફેરફાર કરો]

૨૫૦ મેગા વોટ (૫ X ૫૦ મેગા વોટ)ની સ્થાપિત ક્ષમતા સાથેનું મુખ્ય નહેર આમુખ વિદ્યુત મથક (CHPH) જળાશયનાં જમણા કાંઠે આવેલ સેડલ ડેમની અંદર એક ભૂપૃષ્ઠ પ્રકારનું પાવર સ્ટેશન છે. આ પાંચ એકમો ઓગસ્ટ ૨૦૦૪ થી ડીસેમ્બર ૨૦૦૪ દરમિયાન તબક્કાવાર ચાલુ કરાયા છે. આ એકમ ૧૧૦.૧૮ મીટરની લઘુતમ જળાશય સપાટીએ સંચાલિત કરી શકાય છે.

સીએચપીએચનું સંચાલન ગુજરાત/રાજસ્થાનની સિંચાઈની જરૂરીયાત અને મધ્ય પ્રદેશસ્થિત ઉપરવાસની યોજનાઓમાંથી છોડવામાં આવતા પાણીને આધારે એનસીએ/ડબ્લ્યુઆરઈબીનાં પરામર્શ અને સલાહ મુજબ કરવામાં આવે છે.

આ બંને વીજમથકોમાં નિર્માણ થયેલ ઊર્જાને આરબીપીએચમાં આવેલ સ્વીચ યાર્ડમાં આવેલ જીઆઈએસ સાથે પારસ્પર જોડાયેલ ૪૦૦ કીલો વોટ(કે.વી) નાં ટ્રાન્સફોર્મર્સ મારફત નાંખવામાં આવે છે. આ ૪૦૦ કેવીનાં સ્વીચ યાર્ડ ગેસ ઇન્સ્યુલેટેડ અને બસ બાર સાથેના ઇન્ડોર પ્રકારના હોય છે. આ ઊર્જાને સહભાગી રાજ્યોમાં એટલેકે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે ૧૬:૨૭:૫૭નાં પ્રમાણમાં ૪૦૦ કેવી ડબલ સર્કીટ ટ્રાન્સમીશન લાઈન્સ મારફતે એટલેકે અનુક્રમે એસએસપી-કાસોર, એસએસપી-આસોજ, એસએસપી-ધુલે અને એસએસપી-નાગદા પહોંચાડવામાં આવે છે. તમામ ટ્રાન્સમીશન લાઈન્સ કાર્યરત અને ચાર્જ્ડ છે.

એસએસપી પાવર પરિસર અને ટ્રાન્સમીશન લાઈન્સનું સંચાલન અને મરામત ગુજરાત રાજ્ય વીજ કંપની લિમિટેડ (જીએસઈસીએલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે જે માટે સસનનિલિ અને જીએસઈસીએલ વચ્ચે ઓ એન્ડ એમ કરાર કરવામાં આવેલા છે.

નર્મદા નહેર ઢોળાવ ( FALL) ઉપરના જળવિધુત મથકો[ફેરફાર કરો]

નર્મદા યોજનાની જુદી જુદી શાખા નહેરોના ઢોળાવ ( FALL) ઉપર નાના જળવિદ્યુત મથકોનું બાંધકામ ઈ.પી.સી. પદ્ધતિ હેઠળ પ્રગતિમાં છે. ઉપરોક્ત જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ સરદાર સરોવર ના તાબા હેઠળના પમ્પીંગ સ્ટેશનની ઉર્જાની આપૂર્તિ માટે કરવામાં આવશે. નહેર ઢોળાવ ( FALL) પરના જળવિદ્યુત મથકની જાણકારી નીચે આપેલ છે:

વિદ્યુત ઉત્પાદન ની શરૂઆત[ફેરફાર કરો]

એકમ શરુઆતની તારીખ (સી એચ પી એચ) શરુઆતની તારીખ (આર બી પી એચ)
એકમ – ૧ ૦૯/૧૦/૨૦૦૪ ૦૧/૦૨/૨૦૦૫
એકમ – ૨ ૨૩/૦૮/૨૦૦૪ ૩૦/૦૪/૨૦૦૫
એકમ – ૩ ૩૧/૦૮/૨૦૦૪ ૩૦/૦૮/૨૦૦૫
એકમ – ૪ ૦૩/૦૯/૨૦૦૪ ૧૩/૧૦/૨૦૦૫
એકમ – ૫ ૧૫/૧૨/૨૦૦૪ ૦૭/૦૩/૨૦૦૬
એકમ – ૬ - ૨૦/૦૬/૨૦૦૬

ઊર્જા પેદા[ફેરફાર કરો]

વર્ષ  CHPH (મેગા યુનિટ) RBPH (મેગા યુનિટ) કુલ (મેગા યુનિટ)
ઑગસ્ટ-૦૪ થી માર્ચ-૦૫ ૧૭૩.૫૧૫ ૮૯.૭૪૨ ૨૬૩.૨૫૭
એપ્રિલ-૦૫ થી માર્ચ-૦૬ ૧૮૯.૮૫૮ ૧૭૬૧.૯૨૪ ૧૯૫૧.૭૮૨
એપ્રિલ-૦૬ થી માર્ચ-૦૭ ૨૨૮.૦૭૩ ૩૩૭૨.૦૦૯ ૩૬૦૦.૦૮૨
એપ્રિલ-૦૭ થી માર્ચ-૦૮ ૩૧૬.૮૭૪ ૪૧૧૮.૮૧૮ ૪૪૩૫.૬૯૨
એપ્રિલ-૦૮ થી માર્ચ-૦૯ ૩૩૭.૦૪૦ ૧૯૮૦.૬૩૩ ૨૩૧૭.૬૭૩
એપ્રિલ-૦૯ થી માર્ચ-૧૦ ૫૨૦.૮૮૯ ૧૯૮૦.૪૩૮ ૨૫૦૧.૩૨૭
એપ્રિલ-૧૦ થી માર્ચ-૧૧ ૩૨૭.૫૪૮ ૩૨૬૧.૧૯૨ ૩૫૮૮૩૭૪૦
એપ્રિલ-૧૧ થી માર્ચ-૧૨ ૫૦૮.૫૫૦ ૩૮૫૦.૭૪૬ ૪૩૫૯.૨૯૬
એપ્રિલ-૧૨ થી માર્ચ-૧૩ ૬૫૧.૯૨૭ ૩૦૪૬.૩૧૨ ૩૬૯૮.૨૩૯
એપ્રિલ-૧૩ થી માર્ચ-૧૪ ૬૬૦.૫૨૦ ૫૨૧૬.૮૦૪ ૫૮૭૭.૩૨૪
એપ્રિલ-૧૪ થી માર્ચ-૧૫ ૬૧૧.૬૭૩ ૨૨૯૭.૭૬૦ ૨૯૦૯.૪૩૩
એપ્રિલ-૧૫ થી માર્ચ-૧૬ ૬૯૮.૯૪૯ ૧૪૫૦.૧૨૮ ૨૧૪૯.૦૭૭
એપ્રિલ-૧૬ થી ડિસે-૧૬ ૬૩૩.૮૯ ૨૨૫૭.૦૨૪ ૨૮૯૦.૯૧૪
કુલ ડિસે-૧૬ સુધી ૫૮૬૦.૧૦૭ ૩૪૬૮૯.૫૩ ૪૦૫૪૯.૬૩૭

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

 1. "The Sardar Sarovar Project". Sardar Sarovar Narmada Nigam Ltd.
 2. "Pumped-Storage Hydroelectric Plants — Asia-Pacific". IndustCards. મૂળ માંથી 2012-12-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જાન્યુઆરી ૨૦૧૨.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]