નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ

વિકિપીડિયામાંથી

સૌપ્રથમ ગુજરાતમાં પ્રસ્થાપિત થયેલો કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ ઊર્જાશક્તિ અને જળશક્તિના સમન્વય ગણાય છે. સરદાર સરોવર યોજનાથી બનેલ ૪૬૦ કી.મી. નહેરોના મથાળે સોલાર પેનલ લગાવી સૂર્યશક્તિની મદદથી વિધુતશક્તિ મેળવામાં આવે છે. ગુજરાત દ્વારા વિશ્વમાં સૌપ્રથમ પહેલ છે. [૧]

ગુજરાત રાજ્યના કડી તાલુકાના ચંદ્રસણ ગામે નર્મદા કેનાલ ટોપ સોલાર પાવર પ્રોજેક્ટ

પ્રારંભિક યોજનાની રૂપરેખા[ફેરફાર કરો]

સરદાર સરોવર યોજનાથી બનેલ નહેરોને સોલાર પેનલથી ઢાંકીને, સૂર્યશક્તિની મદદથી વિદ્યુતઉર્જા મેળવવાનો તથા નહેરના પાણીને બાષ્પીભવન થતું અટકાવતી આ યોજનાના કર્ણધાર ગુજરાત રાજ્યના મા.મુખ્યમંત્રી શ્રી. નરેન્દ્રભાઈ મોદી છે. હાલમાં પ્રારંભિક ધોરણે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ચંદ્રસણ ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેરના મથાળે આશરે એક કી.મી. લંબાઈના સોલાર પેનલ મુકીને તેના દ્વારા ૧ મેગાવોટ સૂર્ય ઉર્જા મેળવવામાં આવી રહી છે. આ એક પાયલોટ પ્રોજેક્ટથી જ સોલાર પેનલો દ્વારા વાર્ષિક ૧૬ લાખ યુનિટ વીજ ઉત્પાદન થશે. નહેરમાં વહેતા પાણીનું વાર્ષિક ૯૦ લાખ લીટર બાષ્પીભવન થતું અટકશે અને આ પાણી બચશે. આ ઉપરાંત આ સૌર ઉર્જાથી ઉત્પન્ન થયેલી વીજળી આસપાસના ગામોને અને ખેતીના સિંચાઇના પમ્પ માટે સરળતાથી ઉપલબ્ધ થશે જેથી વીજ પરિવહનનો દુર્વ્યય ધટાડાશે.

એક મેગાવોટ સોલાર પાવર પેદા કરવા ૬ એકર જમીન જોઇએ પણ કેનાલ ઉપર જ સોલાર પાવર પેદા કરવાથી કિંમતી જમીન બચી જશે. સોલાર પેનલની નીચેથી સતત પાણીનું વહેણ ચાલતું હોવાથી ત્યાનું તાપમાન જમીન પર લગાડેલ સોલાર પેનલ કરતા ઓછુ હોવાથી નહેર પર લગાડેલ સોલાર પેનલ જમીન પર લગાડેલ સોલાર પેનલ કરતા ૧૬% વધુ કાર્યક્ષમ બને છે. હવે આ નહેરના વહેતા પાણીમાં માઈક્રો હાઇડ્રોટર્બાઇન ગોઠવીને જળ વિધુત પેદા કરવા સંશોધનો ચાલુ કરાયા છે.

એન્જિનિયરિંગ અને બાંધકામ [૨][ફેરફાર કરો]

  • પડકાર : પાવર વિતરણ દરિમયાન પાણીનું રક્ષણ

આ પ્લાન્ટનું ડીઝાઇન અને બાંધકામ SunEdison નામની અમેરિકન કંપની, GSECL (Gujarat State Electricity Corp. Ltd.) અને સરદાર સરોવર નર્મદા નિગમ લી. (SSNNL) એ મળીને કર્યું છે. ડીસેમ્બર ૨૦૧૦માં જયારે શ્રી. મોદી એ SunEdisonના નેતૃત્વને નર્મદા કેનાલના પાણીના બાષ્પીભવન અટકાવી વધુ પાણી લોકોમાં વહેચી શકાય તે માટે ઉકેલ મેળવવા કહ્યું. કંપનીઆ ઉકેલ માટે ઉત્સાહપૂર્વક જોતરાઈ ગઈ જો કે આ અગાઉ તેઓએ આવા કાર્યનો અનુભવ ન હતો.

  • ઉકેલ : નર્મદા કેનાલ પર સોલાર પેનલ પ્લાન્ટ બાંધવો.

આ ઉકેલ હજુ કાગળ પર હતો તેને મૂર્તિમંત કરવાની ડીઝાઇન SunEdisonની ટીમ માટે પડકાર સ્વરૂપ અને અનન્ય હતી. આ માટે તેઓ એ સૌપ્રથમ હાલમાં કેલીફોર્નીયાની નાપા વેલી(US) માં સ્થિત તરતા સોલાર ફાર્મનો આવ્યો જેમાં હોડીની મદદથી સોલાર પેનલ પાણી પર તરતા રહે છે. પરંતુ, નહેરના ધસમસતા પાણીથી પેનલને નુકશાન થાય તેવું સત્તાવાળા ઇચ્છતા ન હતા. તેઓ એક પાવર પ્લાન્ટ ઈચ્છતા હતા જે પાણીના સ્પર્શથી અળગો હોય અને નહેર પર હોય. આ માટે જગ્યાની પસંદગીએ પણ ઘણું સંશોધન માગી લીધું. કારણકે, નહેરની યોગ્ય સ્થિતિ (ઉતર થી દક્ષિણ), નહેરની પહોળાઈ વગેરેનો અભ્યાસ થયો. ત્યારબાદ મંત્રીશ્રી ને ત્રણ વિકલ્પો આપ્યા બાદ સનદ નજીક વર્તમાન જગ્યા પસંદ થઇ. મંત્રીશ્રી ના ડીઝાઇન પત્યેના વિશ્વાસ અને મળતા લાભોને જોતા આ ૨૫૦ કી.વો. ની ક્ષમતા વાળો પ્રારંભિક પ્રોજેક્ટ ૧ મેગા વોટનો બની ગયો.

આ પ્લાન્ટની બાંધણી જમીન પર બાંધેલ સોલાર સ્થાપત્ય કરતા અલગ છે અહી દર ત્રણ મીટરે એક આધાર અપાયો છે. નર્મદા સોલાર એનર્જી પ્લાન્ટના ૧૬ મીટરના ગાળાના કેન્દ્રમાં એક આધાર અપાયો છે અને તેને નહેરના બંને કિનારે જોડી દેવાયા છે. આ ગાળામાં થતું બાંધકામને બ્લોક કહેવાય છે. આશરે ૧ કી.મી. નહેરને ઢાંકવા માટે આઠ (૮) બ્લોક જે કુલ્લે ૨૨૬ MEMC ૨૮૦W Silvantisના સોલાર મોડ્યુલથી બન્યા છે. ગાળાના મધ્યમાં નહેરની જાળવણી માટે જવાની જગ્યા રાખી છે. આ બ્લોકની સાથે પગદંડી તૈયાર કરી છે અને કામદારો માટે પેનલની સફાઈ માટે અલગથી ૧૫ મીટરની જગ્યા રાખી છે. આ પ્લાન્ટના બાંધકામ માટે સિવિલ ઈજનેરના પ્રયાસો દ્વારા આધાર સીસ્ટમ બની, ઇલેક્ટ્રિક ઈજનેરો દ્વારા પાવર પ્લાન્ટની ડીઝાઇન બની. SunEdison કંપનીએ માત્ર દસ મહિનામાં આ પહેલો પ્રારંભિક પ્રોજેકટ સફળતાપૂર્વક પૂરો કરી બતાવ્યો. આ પ્લાન્ટની કુલ લાગત અંકે રૂપિયા ૧૭.૭૧ કરોડ આવી.

પ્રારંભિક યોજનાનું ઉદઘાટન[ફેરફાર કરો]

આ યોજનાનું ઉદઘાટન ગુજરાતના માં.મુખ્યમંત્રી શ્રી. નરેન્દ્રભાઈ મોદીજીએ ૨૫ એપ્રિલ ૨૦૧૨ના રોજ કર્યું હતું.[૩] આ યોજના દ્વારા દરવર્ષે ૧૬ લાખ યુનિટ પ્રદુષણ મુક્ત ઉર્જા બનાવાશે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]