નર્મદા જિલ્લો

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
નર્મદા
જિલ્લો
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં નર્મદા જિલ્લાનું સ્થાન
Coordinates: 21°43′12″N 73°36′00″E / 21.7199459°N 73.60°E / 21.7199459; 73.60
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોનર્મદા
રચના૨ ઓક્ટોબર ૧૯૯૭
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
વાહન નોંધણીજીજે-૨૨
મધ્ય ગુજરાતના જિલ્લાઓ

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે.

ભૂગોળ[ફેરફાર કરો]

નર્મદા જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની કરજણ નદી પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આ જિલ્લાની રચના ૨ ઓક્ટોબર ૧૯૯૭ના રોજ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લાના તિલકવાડા અને ભરૂચ જિલ્લાના નાંદોડ, ડેડીયાપાડા અને સાગબારા દ્વારા નવો નર્મદા જિલ્લો રચવામાં આવ્યો હતો.[૧]

વસ્તી[ફેરફાર કરો]

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે નર્મદા જિલ્લાની વસ્તી ૫,૯૦,૩૭૯ વ્યક્તિઓની છે.[૨]૨૦૧૧માં વસ્તીના ૧૦.૪૪% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.[૩]

નર્મદા જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી સૌથી ઓછી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ત્રીજા ક્રમે ડાંગ અને પોરબંદર જિલ્લાઓ પછી આવે છે.[૨]

આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે.

તાલુકાઓ[ફેરફાર કરો]

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "About District". Narmada District Panchayat.
  2. ૨.૦ ૨.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. Retrieved ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧. Check date values in: |accessdate=, |year= (મદદ)
  3. [૧]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]