બનાસકાંઠા જિલ્લો

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
બનાસકાંઠા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું સ્થાન
દેશ  ભારત
રાજ્ય ગુજરાત
સ્થાપના ૧ મે, ૧૯૬૦
મુખ્યમથક પાલનપુર
સરકાર
 • જિલ્લા કલેક્ટર દિલિપ રાણા (I.A.S.)
વિસ્તાર
 • કુલ ૧૦,૪૦૦.૧૬
Population (૨૦૧૧)
 • કુલ ૩૧,૨૦,૫૦૬
 • ગીચતા ૨૩૩
ભાષાઓ
 • અધિકૃત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
સમય વિસ્તાર સમયવિસ્તાર (UTC+૫:૩૦)

બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરાઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

ભૂગોળ[ફેરફાર કરો]

મુખ્ય નદીઓ[ફેરફાર કરો]

પર્વતો[ફેરફાર કરો]

તાલુકાઓ[ફેરફાર કરો]

ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ

નવાં તાલુકાઓ[ફેરફાર કરો]

વર્ષ ૨૦૧૩માં ઉપરના ૧૨ તાલુકાઓ ઉપરાંત અન્ય બે તાલુકાઓ સુઈગામ અને લાખણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતી અખબાર દૈનિક ભાસ્કરે જણાવ્યા મુજબ ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ સુધીમાં આ તાલુકાઓ અસ્તિત્વમાં આવી જવા જોઈતા હતા[૧] પરંતુ તે તારીખના એક સપ્તાહ પછી પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ફક્ત ૧૨ જ તાલુકાઓનો ઉલ્લેખ છે[૨]. વાવ તાલુકાની કુલ વસતી ૨,૪૪,૭૧૫ છે જેમાંથી પ૦ ગામોની કુલ ૯૬૩૯૬ની વસતીનો સુઈગામ તાલુકામાં સમાવેશ કરાયો છે[૧]. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૪૦ ગામ, થરાદ તાલુકાના ૧૬ ગામ અને દિયોદર તાલુકાના ૯ ગામ મળીને કુલ ૬૫ ગામોની કુલ વસતિ ૧,૩૭,૮૯૯ની હશે. આમ ત્રણેય તાલુકાઓમાંથી ૬૫ ગામડાઓને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા છે[૧].

સુઈગામ તાલુકામાં સમાવેશ થનારા ૫૦ ગામ[ફેરફાર કરો]

 • વાવ તાલુકાનાં ગામો: ચાળા, ધનાણા, બેણપ, મોતીપુરા, રડોસણ, મેઘપુરા, કોરેટી, ભરડવા, સૂઇગામ, જલોયા, દેવપુરા(સુ), નડાબેટ, એટા, લાલપુરા, કલ્યાણપુરા, રડકા, ભટાસણા, રામપુરા, ખડોલ, કુંભારખા, સેડવ, ઉચોસણ, નવાપુરા, જોરાવરગઢ, ઘ્રેચાણા, ડાભી, ડુંગળા, દુદોસણ, મોરવાડા, લીંબુણી, દુધવા, રાજપુરા, માધપુરા, મસાલી, સોનેથ, ગરાંબડી, કટાવ, વાઘપુરા, હરસડ, બોરૂ, પાડણ, ગોલપ, નેસડા(ગો), કાણોઠી, જેલાણા, મમાણા, લીંબાળા, ભાટવરવાસ, ભાટવરગામ, ખરડોલ.

લાખણી તાલુકામાં સમાવેશ થનારા ૬૫ ગામ[ફેરફાર કરો]

 • ડીસા તાલુકાનાં ગામો : લાખણી, વાસણા(વા), માંણકી, આગથળા, ચિત્રોડા, વકવાડા, ધરણવા, સેરગઢ, કાતરવા, નાનાકાપરા, ગામડી, જાકોલ, મટુ, મોટા કાપરા, સેકરા, ડેકા, ધ્રોબા, ઘાંણા, જડીયાલી, ધુણસોલ, ભાકડીયાલ, કોટડા, વાસણા(કુ), જસરા, મોરાલ, ડોડાણા, ખેરોલા, કમોડા, કમોડી, દેવસરી, સરત, નાંણી, વરનોડા, ગોઢા, પેપળુ, ભાદરા, તાલેગંજ, ઘરનાળ મોટી, બલોધર.
 • થરાદ તાલુકાનાં ગામો : અસાસણ, પેપરાળ, ગેળા, મોરીલા, ગણતા, સેદલા, ટરૂવા, લાલપુર, ડોડીયા, દેતાલ(ડુવા), ભીમગઢ, આસોદર, દેતાલ(દરબારી), મડાલ, જેતડા, લુણાવા.
 • દિયોદર તાલુકાનાં ગામો : ડેરા, વજેગઢ, કુંવાણા, લવાણા, અછવાડીયા, ચાળવા, મખાણું, મકડાલા, લીંબાઉ.

હાલમાં ઉ૫ર મુજબ બંન્ને તાલુકાઓ કાર્યરત છે.

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

 • અંબાજી - યાત્રાધામ.
 • બાલારામ - બાલારામ નદીના કિનારે આવેલું રમણીય સૌંદર્યધામ બાલારામ પાલનપુરથી ૧૫ કીલોમીટરના અંતરે આવેલું છે. પ્રકૃતિના પાલવમાં ગણાતુ આ સ્થાન યાત્રિકો માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે. બાલારામની દંતકથા મુજબ પોતાના બાળકને ભગવાન શંકરના સાનિધ્યમાં મહાદેવના ખોળે મુકીને ગયેલી માતા પાછા ફરતાં પોતાનુ બાળક હેમખેમ મળતાં આ સ્થળ બાલારામ તરીકે પસિધ્ધિ પામ્યુ હોવાનું મનાય છે. અહી બાલારામ નદીના કાંઠે ગીચ ઝાડીની રમણીયતા વચ્ચે શ્વેત આરસ પહાણમાંથી કંડારેલા આ મંદિર પાસે ડુંગરમાંથી વહેતા મીઠા પાણીના ઝરણામાંથી એક ઝરણું આ મંદિરમાં ગૌમુખ વાટે અહર્નિશ (સતત) શિવલિંગ ને જળાભિષેક કરી રહયુ છે. આ સ્થળે આજે મહાદેવનું ભવ્ય નવીન મંદિર બાંધવામાં આવ્યુ છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શ્રધ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરી ધન્યતા અને આનંદ અનુભવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે અહીં ભાવિકો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટે છે. તેમાં છેલ્લા સોમવારે અહી મોટો મેળો ભરાય છે. ઝાડી, પાણીનો ધરો અને અવિરત સતત વહેતા ધીમા ધીમા ઝરણાના કારણે અહી ભાવિકો મોટી ઉજાણી અર્થે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત અહીં ધર્મશાળા અને નજીકમાં ધારમાતા તથા ગંગાસાગર તળાવ પણ આવેલા છે.[૩] અહીં બાલારામ પેલેસ આવેલો છે, જે નવાબના મહેલમાંથી હોટેલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. બાલારામની નજીક બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય આવેલું છે.
 • વિશ્વેશ્વર - મહાદેવ મંદિર અને પર્યટન સ્થળ.
 • નડાબેટ- નડેશ્વરી માતાનું મંદિર રણનો વિશાળ પટ માભોમને રક્ષતા સૈનિકો અને શ્રધ્ધાળુઓથી ઉભરાતો આ રણધ્વિપ ભકિત અને શકિતનો સુભગ સમન્વય છે. વાવ તાલુકાના સુઇગામથી ૨૦ કી.મી. દુર જલોયા ગામની પાસે સૈનિક છાવણીનું સ્થળ નડાબેટ લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. દર વર્ષ ચૈત્ર નોમના દિવસે ભરાતા આ મેળામાં હજારો યાત્રિકો નડેશ્વરી માતાના દર્શને ઉમટી પડે છે. નડાબેટ નજીક આવેલા બી.એસ.એફ.કેમ્પના જવાનો પણ શ્રધ્ધાથી માતાજીની પુજા-આરાધના કરે છે. એક દંતકથા મુજબ જુનાગઢના રાજા નવધણે પોતાના વિશાળ લશ્કરી કાફલા સાથે પોતાની બહેન જાસલને સિંધના મુસલમાન રાજાની કેદમાંથી છોડાવવા આક્રમણ કરેલ ત્યારે અહીંથી પસાર થતાં નડાબેટ મુકામે મુકામ કરેલ તે વખતે ચારણ કન્યાએ લશ્કરી કાફલાને જમાડી રણનો સલામત રસ્તો બતાવી વિજયના આશીર્વાદ આપેલા. આ ચારણ કન્યા શ્રી નડેશ્વરી માતાજી તરીકે પુજાય છે. નડાબેટ એક ઐતિહાસિક પ્રાચીન બેટ છે. આઝાદી પહેલાં નડાબેટની ખુબજ જાહોજલાલી હતી. પુષ્કળ ખડીધાસ થતું. જાગીરદારો તથા માલધારીઓ અહીં રહેતા. કુદરતી ઝરણાં વહયા કરતા હતા. દુષ્કાળના વખતમાં લોકો સિંધ પ્રદેશ તરફ મજુરી માટે જતા ત્યારે નડેશ્વરીમાતાને વંદન કરીને પ્રસાદી ચડાવીને જતાં. નડેશ્વરી માતાજીના મંદિરની બાજુએ ગૌશાળા આવેલ છે. ડાબી બાજુ જતાં બી.એસ.એફ.નો કેમ્પ આવેલો છે. મંદિરમાં ઉત્તર દિશામાં હનુમાનજીની મુર્તિનુ મંદિર આવેલું છે. આ ભુમિ ઉપર ધણા સંતોએ તપ કરેલ છે. માટે પવિત્ર પયોભુમિ કહેવામાં આવે છે.[૪]

હવામાન[ફેરફાર કરો]

બનાસકાંઠા એ વિષમ હવામાન ધરાવે છે. આબોહવા એકંદરે સૂકી છે. ઉનાળામાં સખત ગરમી અને ઉત્તરે આવેલા રણને કારણે શિયાળામાં સખત ઠંડી પડે છે.[૫] ભૌગોલિક રીતે બનસાકાંઠાનો ઉતર પૂર્વ ભાગ પહાડી પ્રદેશ છે. જયારે મઘ્ય ભાગ સપાટ અને રેતાળ છે. પશ્ચિમનો ભાગ કચ્છના રણનો વિસ્તાર છે તે ખારો પ્રદેશ છે.

સંદર્ભ[ફેરફાર કરો]

 1. ૧.૦ ૧.૧ ૧.૨ "સુઇગામ અને લાખણી તાલુકા બનશે". દિવ્ય ભાસ્કર (પાલનપુર). ભાસ્કર ન્યૂઝ.પાલનપુર. ૧૦ ઓગસ્ટ ૨૦૧૩. Archived from the original on ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. 
 2. "તાલુકા પંચાયત". ગુજરાત સરકાર. Archived from the original on ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. Retrieved ૨૪ ઓગસ્ટ ૨૦૧૪. 
 3. http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/balaram.htm
 4. http://banaskanthadp.gujarat.gov.in/banaskantha/jilavishe/jovalayak-sthal/nadeshwari-mandir.htm
 5. http://revenuedepartment.gujarat.gov.in/applications/content.asp?Content_Id=820&Title_Id=81&language=G&SiteID=11

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતિ
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ગાંધીધામ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન
India Gujarat locator map.svg