બનાસ નદી

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્‍થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્‍છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. આ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે તેમ જ તેનો સ્ત્રાવ વિસ્તાર ૮૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે.[૧] સિપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.

બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, જેનો સ્‍ત્રાવ વિસ્તાર ૨૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સિપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સિપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૧૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.

બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.

બનાસ નદીનુ જુનુ નામ પણૉશા છે.

બનાસ નદીના કાંઠા પર આવેલાં ગામો[ફેરફાર કરો]

 • દાંતીવાડા
 • ડીસા
 • અમીરગઢ
 • કામલપુર (ધરવડી)
 • ધોળકડ
 • અદગામ
 • અગિચણ
 • ચાનીયાથર
 • કસલપુરા
 • ડાવસ
 • ભડથ

સંદર્ભો[ફેરફાર કરો]

 1. http://www.guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1586&lang=Gujarati ગુજરાત રાજ્ય જળસંપત્તિ વિભાગ