દેવ-ચાંદની નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
દેવ-ચાંદની નદી
નદી
દેવચાંદની નદી પરનો છેલ્લો ચેકડેમ
દેશ ભારત
રાજ્ય ઉચ્છલ તાલુકો
લંબાઈ ૨૩.૪૧ km (૧૫ mi)

દેવચાંદની નદીતાપી નદીની એક નાની ઉપ-નદી છે, જે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમાં થઈને વહે છે. આ નદીની કુલ લંબાઈ ૨૩.૪૧ કિમી. છે. તેનો ઉદભવ મહારાષ્ટ્રના નંદરબાર જિલ્લામાં આવેલા વિસરવાડીના કેચમેન્ટ એરીયામાં બાંધવામાં આવેલા એક બંધમાથી થાય છે અને અંત ઉકાઈનાં જળાશયમાં થાય છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંન્ને રાજ્યો તેનો ઉપયોગ પાણી સંચય માટે કરે છે, જે માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૩-૩ નાના-મોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યમાં તે તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકામાં પ્રવેશે છે. ગુજરાતમાં તેની લંબાઇ ૯.૫ કિમી. જેટલી છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી તેના પર વાહન-વ્યવહારના લગભગ ૮ જેટલા પુલો આવેલા છે.