ઘેલો નદી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
ઘેલો
નદી
દેશ ભારત
રાજ્ય ગુજરાત
સ્ત્રોત
 - સ્થાન ફુલઝર (તા. વીંછીયા)
મુખ
 - સ્થાન ખંભાતનો અખાત
લંબાઈ ૧૧૮ km (૭૩ mi)

Coordinates: 21°58′N 71°35′E / 21.97°N 71.58°E / 21.97; 71.58

ઘેલો નદી ફુલઝર ગામ પાસે જસદણ પર્વતમાંથી નીકળીને ગઢડા ગામમાં થઇને અને અરબી સમુદ્રને મળે છે. નદીની કુલ લંબાઇ ૧૧૮ કીલોમીટર છે અને સ્ત્રાવક્ષેત્ર ૬૨૨ ચો. કિ.મી. છે. આ નદી પર ઘેલો સોમનાથ અને ઘેલો ઇતરીયા બે જળબંધો આવેલા છે, જેમનો સ્‍ત્રાવક્ષેત્ર અનુક્રમે ૬૦ ચો. કીમી. અને ૧૦૪ ચો. કિમી. છે.[૧]

આ નદી સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે મહત્વનું સ્થળ છે. એવું કહેવાય છે કે ભગવાન સ્વામીનારાયણે પોતે આ નદીમાં ઘણી વખત સ્નાન કર્યું હતું.

ઇતિહાસ[ફેરફાર કરો]

સંત માંડવ્ય મુની એ ઘેલા સોમનાથ નજીક ફુલઝર જંગલમાં ગાઢ તપ શરૂ કર્યું હતું. ઘણાં વર્ષોની તપસ્યા પછી, માંડવ્ય મુનીએ પવિત્ર ગંગાને પોતાની પાસે અવતરવા કહ્યું જેથી તેઓ તપની પૂર્તિ કરી શકે છે. પરંતુ, ગંગા તેમની સમક્ષ તરફ પ્રગટ ન થઇ. આનો બદલો લેવા માટે મુનીએ વામનનું તપ શરૂ કર્યું અને વામન મુનિ સમક્ષ પ્રગટ થયા અને પૃથ્વીને પોતાના બળથી લાત મારી ગંગાને પ્રગટ થવા મજબૂર કરી. ગંગા ઉન્મત રીતે પ્રગટ થઇ અને તેથી ઘેલો નદીને "ઉન્મત ગંગા" પણ કહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "ઘેલો નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. Retrieved ૨૪ ડિસેમ્બર ૨૦૧૫.