સાંગ નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સાંગ નદી
નદી
દેશ ભારત
લંબાઈ ૧૬ km (૧૦ mi)

સાંગ નદી ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલી નદી છે.[૧]

આ નદી અંજાર નજીક સીનુગ્રા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તે નાગલપુર, અંજાર, ગળપાદર અને ખારીરોહર ગામોમાંથી વહે છે. શિણાય ગામ નજીક આ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, જે કંડલા નગરને પાણી પુરું પાડે છે. આ નદીની કુલ લંબાઇ ૧૬ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૧૭૧.૧૦ ચોરસ કિમી છે. સાંગ નદી નકટી ખાડી નજીક કચ્છના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=2194&lang=Gujarati
  2. Gujarat State Gazetteers: Junagadh. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૧. p. ૧૫. Check date values in: |year= (મદદ)